Saturday, 21 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ઉપર આકા, નીચે કાકા: રાજેશ ખન્ના (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઉપર આકા, નીચે કાકા: રાજેશ ખન્ના
વાચકની કલમે-કિરીટ શાહ દહિસર (પૂર્વ)

 

 

તાજેતરમાં ૧૮મી જુલાઈએ બોલીવૂડના સૌપ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્ના ઉર્ફે 'કાકા'ની છઠ્ઠી પુણ્યતિથિ હતી. જન્મ: ૨૯મી ડિસેમ્બર ૧૯૪૨... અવસાન: ૧૮મી જુલાઈ ૨૦૧૨. ૭૦ વરસની જિંદગી... ૧૯૭૦ના દાયકામાં જબરદસ્ત લોકચાહના મેળવનાર રાજેશ ખન્નાની કારકિર્દી બનાવનાર ફિલ્મ શક્તિ સામંતની "આરાધના સાથે સાથે કિશોરકુમારની ગાયક તરીકેની ગાડી પણ સુપરસ્પીડમાં ચાલી. અમૃતસરમાં જન્મેલા જતીન ઉર્ફે રાજેશ ખન્નાના દાદા અચરૂમલ ખન્નાને ત્રણ પુત્રો હતા: ચુનીલાલ, નંદલાલ અને મુનીલાલ. ચુનીલાલને કોઈ સંતાન નહોતા જ્યારે નંદલાલને બે પુત્રો નરેન્દ્ર અને જતીન. મુનીલાલને એક પુત્ર વરુણ હતો. મોટા ભાઈ ચુનીલાલે ભત્રીજા જતીનને દત્તક લીધો હતો. ચુનીલાલ ગિરગામમાં ઠાકુરદ્વાર જંક્શન પાસે સરસ્વતી નિવાસમાં રહેતા હતા. તેમાં જ બીજે માળે ચુનીલાલ ખન્નાની ઓફિસ હતી. બિઝનેસ ગવર્મેન્ટ અને રેલવે કોન્ટ્રેક્ટરનો હતો. (બાય ધ વે... હજુ આજે પણ ચુનીલાલ ખન્ના એન્ડ બ્રધર્સ, ગવર્મેન્ટ અને રેલવે કોન્ટ્રેક્ટર એવું બોર્ડ બીજે માળે વંચાય છે... કોઈક વાર ઠાકુરદ્વાર પાસેથી પસાર થાવ તો ઉપર નજર નાંખજો... વંચાઈ જશે.) રાજેશનું સ્કૂલિંગ ગિરગામની જ સેંટ સબાસ્ટિયન ગોઅન સ્કૂલમાં, જેમાં બોલીવૂડનો બીજો હીરો જીતેન્દ્ર (રવિ કપૂર) પણ ભણતો હતો. ગિરગામનાં બન્ને યુવાનોએ ફિલ્મી કારકિર્દી અપનાવી અને બન્ને ફેમસ થયા. એક રાજેશ ખન્ના અને બીજો જીતેન્દ્ર. મેટ્રિક પાસ થયા બાદ રાજેશ ચર્ચગેટની કે. સી. કોલેજમાં પ્રવેશ મેળવે છે. ૧૯૬૫ની યુનાઈટેડ પ્રોડ્યુસર્સ અને ફિલ્મફેરની ટેલન્ટ હંટ સ્પર્ધામાં રાજેશ સ્પર્ધા જીતે છે. જી. પી. સીપ્પી પોતાના બેનરની ફિલ્મ "રાઝ માટે જતીનને સાઈન કરે છે અને તેને સ્ક્રીન નેમ આપે છે "રાજેશ ખન્ના રાઝની ટાઈટલ ક્રેડિટમાં ઈન્ટ્રોડ્યુસિંગ રાજેશ ખન્ના વંચાય છે, સાથે સાથે બબીતાની પણ પ્રથમ જ ફિલ્મ છે.

 

આગલાં વર્ષોમાં દિલીપ - દેવ - રાજની ત્રિપુટી, રાજકુમાર, ધર્મેન્દ્ર, રાજેન્દ્રકુમાર, જીતેન્દ્ર, શમ્મી કપૂર વગેરેને સાઈડ લાઈન કરી બોલીવૂડનો સર્વપ્રથમ સુપરસ્ટારનો એવૉર્ડ રાજેશ અંકે કરે છે. ૧૯૬૯માં રજૂ થયેલ "આરાધના મુંબઈના રોક્સી થિયેટરમાં તો સામે જ ઓપેરા હાઉસ થિયેટરમાં "દો રાસ્તે ગોલ્ડન જ્યુબિલી ઊજવે છે. ત્યાર પછીનાં વરસોમાં તો જ્યુબિલી ફિલ્મોની લંગાર લાગે છે. ઈનફેક્ટ, ૧૯૬૯થી ૧૯૭૧-૭૨ના ગાળામાં સળંગ પંદર ફિલ્મો સિલ્વર જ્યુબિલી આપીને રાજેશે બોલીવૂડમાં રેકોર્ડ સર્જ્યો હતો, જે આજ સુધી અતૂટ છે.

 

સુપરહિટ પિક્ચરોની યાદીમાં, સ્થળ સંકોચને કારણે બધી ફિલ્મોનો ઉલ્લેખ શક્ય નથી. છતાં પણ આરાધના, દો રાસ્તે, સચ્ચા જૂઠ્ઠા, કટી પતંગ, અમરપ્રેમ, દુશ્મન, પ્રેમનગર, અંદાઝ, આપ કી કસમ વગેરે વગેરે ગણાવી શકાય. "આનંદ તો ભુલાય જ નહીં. રાજેશ માટે આનંદનો રોલ લાઈફટાઈમ હતો તેમ કહી શકાય. "બાબુમોશાય સંબોધને આખા ભારતમાં લોકજીભે સ્થાન મેળવ્યું હતું. લોકપ્રિયતાની ટોચ ઉપર બિરાજતા રાજેશનો કરિશ્મા સાઠ-સિત્તેરના દાયકામાં અજીબોગરીબ હતો. યુવાન સ્ત્રીઓ તેની પાછળ ઘેલી હતી. યુવાનો પણ તેના ફેશન ટ્રેન્ડથી અંજાયેલા હતા. ટી-શર્ટ, ગુરુશર્ટ, જેકેટ ઉપર બેલ્ટ બાંધવાની ફેશન રાજેશે પ્રસારી હતી. "કરિશ્મા ઓફ રાજેશ ખન્ના નિબંધ પણ મુંબઈ યુનિવર્સિટીના કોર્સમાં સામેલ હતો.

 

આવા આ લોકપ્રિય સુપરસ્ટારને આજે છઠ્ઠી પુણ્યતિથિએ સાદર સ્મરણાંજલિ. કહેવાય છે કે રાજેશ, કિશોર, પંચમ અને આનંદ બક્ષી... ચાર ભેગા થાય એટલે પિક્ચર હિટની ગેરંટી. "કાકાનું ઉપનામ મેળવનાર રાજેશ માટે કહેવાતું કે "ઉપર આકા... નીચે કાકા "આનંદ મરા નહીં... આનંદ મરતે નહીં...

 

અંતમાં...

 

અમિતાભ જો "સ્ટાર ઓફ ધી મિલેનિયમ કહેવાતો હોય તો... રાજેશ વોઝ "સપ્તર્ષી ઓફ ધી મિલેનિયમ કહેવાશે. વન મે ડિફર... બટ ઈટસ ઓ. કે.





--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ovreeq68R7M_Q40UibpSy_U92LnFW2gea5PSTYB7meF-Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment