Wednesday, 11 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ રીયલ લાઇફ હ્યુમરસ સ્ટોરી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રીયલ લાઇફ હ્યુમરસ સ્ટોરી: વેજીટેબલ ગાર્ડન.
મહેન્દ્ર શાહ


વાત ક્યાંથી ક્યાં જઇ અટકે છે? ( જો કે અટકી છે કે નહીં., એની હજું ખબર નથી!)


ગાર્ડનીંગનો શોખ ખોટો નથી, પણ એની પાછળની જફા બહું લાંબી છે.., ઉગાડવાની નહીં.., બીજી! અમારા એક એફબી મિત્ર બહેન દર ઉનાળામાં વેજીટેબલ ગાર્ડનીંગ કરેછે, અને જ્યારે છોડ ફૂલેફાલે છે, શાકભાજી લચી પડે છે, ત્યારે હોંસે હોંસે એના ફોટા એફબી અને વોટ્સ અપ મૂકી શેર કરે છે, જે આનંદની વાત છે. ઘણા " લાઇક" કરે છે, ઘણા " કોમ્પ્લીમેન્ટ્સ" આપે છે, ઘણાનું મોટીવેસન બુસ્ટ થાય છે, ને ઘણા પ્રશ્નો પૂછે છે. પ્રશ્નો બે પ્રકારના હોય છે, એક માહિતીને લગતા ( Educational ), ને બીજા "ઇરીટેટીંગ, સળીઓ કરે, મજાક કરે!"!


રાત્રે છોડને ઘરમાં લઇ લો છો?


ફ્રન્ટયાર્ડમાં ઉગાડો છો કે બેકયાર્ડમાં?


બીયારણ ક્યાંથી લાવો છો? ઇન્ડિયાથી કે વૉલમાર્ટમાંથી?


ઇન્ડિયાથી લાવવા દે છે? કસ્ટમવાળા હેરાન નથી કરતા?


પ્લાન્ટરમાં રોપો છો, કે જમીનમાં?


ડીઅર( હરણ) પ્લાન્ટ ખાઇ જાય છે?


એકલાં ટામેટાં જ ઉગાડો છો,
કે પછી મેથી, કોથમી મરચાં પણ ખરાં?


પ્લાન્ટ તૈયાર લાવો છો?


પાણી રોજ પાઓ છો?


તમે ઉગાડો છો કે તમારા હસબંડ?


ઉગાડેલ શાકભાજીનું શું કરો છો?


ફ્રેન્ડઝ,પડોસમાં વહેંચો છો?


ફ્રીઝ કરી વીંટરમાં વાપરો છો?


કેનીંગ કરો છો?


ઉગાડેલ શાકભાજી ઇન્ડિયન સ્ટોરમાં વેચો છો?


આટલી બધી મેથી ઉગાડો છો, તે કોઇ દિવસ ભજીયા પાર્ટી બાર્ટી રાખો છો કે નહીં?


ભજીયાં નહીં તો મેથીનાં થેપલાં બનાવી ચા પાણી કરવા તો બોલાવો!


ઘણા તો અંબોર પણ માગે છે! ભારતમાં જેમ લારીવાળા પાસે શાકભાજી ખરીદતી વખતે કોથમીર કે લીંમડો અંબોર માગવાની પ્રથા છે તેમ. ઘણા દેશી મિત્રોમાં રીવાજ હોય છે, કે એકબીજાને ત્યાં જમવાનું આમંત્રણ હોય, અને યજમાનનો કામનો બોજો ઓછો થાય અને સાથે મળી વીકએન્ડ માણી શકાય એ આશયથી અરસ્પરને નાતે બધા યજમાનને ત્યાં એકાદ આઇટમ બનાવી લઇ જાય. હવે પચીસ રોટલી બનાવીને તો લઇ જવાની હોય, પણ યજમાનને ખબર હોય, કે ફલાણી ફલાણી વ્યક્તિ શાકભાજી ઉગાડે છે, અગર વાયા વાયા ખબર પડે ( સેટલાઇટ હાઇ ફ્રીકવન્સી પર ચાલતું હોય છે, ન્યુઝ જલદી સ્પ્રેડ થઇ જાય!) કે તરત જ પાર્ટીના દિવસે ફોન આવી જાય.., " તું રોટલી બનાવીને લાવવાની છે,તો સાથે સાથે બેગમાં થોડોક લીમડો ને ફૂદીનો પણ નાખતી લાવજે ને!"


ઘણા આવો સવાલ પણ પૂછે છે..,


"ખાલી પ્લાન્ટ જ ઉગે છે કે, એની પર શાકભાજી પણ ઉતરે છે?"


મિત્ર બહેનને સામો આવો જવાબ આપવાની ઇચ્છા થઇ જાય છે કે કેમ એની મને ખબર નથી..,


" ના, ખાલી પ્લાન્ટ જ ઉગે છે, શાક વૉલમાર્ટમાંથી લાવી વેલા પર ચોંટાડું છું!"


પણ મને એક વાર અમારા એક મહેમાને મારા ઘરની દીવાલ પર લટકતાં મારાં બનાવેલ પેઇંટીંગ્ઝ જોતાં જોતાં પૂછેલ, અને મને જવાબ આપવાની ઇચ્છા થઇ ગયેલ! એ પર કાર્ટુન પણ બનાવેલ! જુવો, નીચે.

 

જોયું? આ શાકભાજી ઉગાડવાની After effect જફા ઓછી છે?


જેમ કોઇની બર્થડે હોય, અને એફબી પર કે વોટ્સઅપ પર બર્થડે વીશીઝના મેસેજીસ આવવા માંડે, એટલે આપણે પણ એક વહેવાર સાચવવાની ગણતરીએ બર્થડે વીશ મેસેજ મૂકીએ.., નહીં તો ક્યાંક પાર્ટી ફાર્ટીમાં ભટકાઇ જઇએ તો ટોણો માર્યા વગર ના રહે.., " ઘણા બધાંની બર્થ ડે વીશ આવેલ!" આ મિત્ર બહેનને શાકભાજી પ્લાન્ટ અને શાકભાજીના ફોટા પોસ્ટ કર્યા પછી એટલા બધા લાઇક મેસેજીસ, કોમ્પ્લીમેન્ટ્સ, કોમેન્ટ્સ આવવા માંડી એટલે મને પણ વ્યહવાર સાચવવાની ગણતરીએ નહીં, પણ મારી શાકભાજી નહીં ઉગાડવાની ક્ષમતા, તથા બીજા ઉગાડે એનો આનંદ તથા કદરની રૂએ કોમ્પ્લીમેન્ટ આપવાની ઇચ્છા થઇ.
પછી એ પ્રોસેસ થોડીક લાંબી ચાલી!


મે લખ્યું કે લખાઇ ગયું? "અમને પણ કોઇક વાર શાકભાજી ઉગાડતાં શીખવાડો!"


કહેવા ખાતર કહેવાઇ ગયું! તરત જ સ્પોન્ટેનીયસ જવાબ આવી ગયો!


"તમે તો માઈન્ડબ્લોઈંગ આર્ટીસ્ટ છો!


તમારે ઉગાડવાની શી જરૂર છે? તમે તો શાકભાજી દોરીને આનંદ માણી શકો છો!


ઓનલાઈન ટ્રેનીંગ ક્લાસ શરુ કરો તમારી પહેલી સ્ટુડન્ટ થવાનું ગમશે એ અહોભાગ્ય હશે મારું "


શરૂઆત ઉગાડવાથી થઇ, દોરવાની વાત પર અંત આવ્યો! અંતે જતાં જતાં આ નીર્ણય પર આવ્યા!


રાજેન્દ્ર શુકલની માફક કવિતા લખતાં તો નથી આવડતું.., નહીં તો આવું કંઇક લખત...
અહીં પહોંચ્યા પછી આટલું તો સમજાય છે;
કોઇ કંઇ કરતું નથી, આ તો બધું થાય છે!
એટલે મેં મારી રીતે આમ બે પંક્તિઓમાં પતાવ્યું!
તું ઉગાડતાં શીખવાડ, હું દોરતાં શીખવીશ;
પછી આપણે ઉગાડેલ દોરશું કાગળ પર!

 

Image may contain: plant





--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvKto8C4NZqcKVzUue8uFkQM1Mi_KU%2BZ4_ThOB1Zv6WQw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment