"જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે તમે શરીરની મર્યાદાને ઓળંગીને બ્રહ્માંડનો હિસ્સો બની જાઓ છો જ્યાં ધન-દૌલત, ઉંમર, નાત-જાતના કોઈ ભેદભાવ હોતા નથી."જૈનુલાબ્દીન મરાકાયરે તેમના નાનકડા દીકરાને આ વાત કહી હતી અને આ વાત તેના ચિત્તમાં સજ્જડ રીતે અંકિત થઈ ગઈ હતી. જૈનુલાબ્દીનનો આ દીકરો મોટો થઈને વિશ્વવિખ્યાત વૈજ્ઞાાનિક અને ભારતનો ખૂબ જ આદરણીય રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ બન્યા હતા. પછીના વર્ષોમાં અબ્દુલ કલામે પણ પોતાના અનુભવની કસોટી પરથી કહ્યું, "આપણા સર્જનહાર ઈશ્વરે આપણા મનમાં અને વ્યક્તિત્વમાં ક્ષમતા અને કૌશલ્યનો ભંડાર ભર્યો છે. પ્રાર્થના એ આ ક્ષમતાઓના ભંડારને ઉઘાડવાની અને એને વિકસાવવાની ચાવી છે." પ્રાર્થના, પ્રેયર, ઇબાદત…વિશે આપણે વડીલો પાસેથી સાંભળ્યું છે, શાસ્ત્રોમાં, પુરાણોમાં ધર્મગ્રંથોમાં વાંચ્યું છે, સંત-મહાત્માઓ પાસેથી સાંભળ્યું છે. વિશ્વના જેટલા ધર્મ છે એમાં અન્ય અનેક બાબતે એકબીજા સાથે મતભેદ છે પણ એક બાબત બધા જ ધર્મમાં એકસરખી જ છે અને એ છે પ્રાર્થના. ઈશ્વર, અલ્લાહ, ગોડ કે ભલે ગમે તેમાં માનતા હો પણ દરેક ધર્મ પ્રાર્થનાને તો માને જ છે. પ્રાર્થનામાં પાવર એટલે કે શક્તિ અને બળ હોય છે એવું પોતે વૈજ્ઞાાનિક અભિગમ ધરાવે છે એવું માનતી વ્યક્તિને કહેશો તો શક્ય છે કે તેઆ વાતને હસી કાઢશે. પરંતુ અત્યાર સુધી જે બાબતને બધા જ ધર્મ સાગમટે માનતા હતા એને હવે વિજ્ઞાાન પણ કસોટીની એરણ પર ચકાસ્યા બાદ માનવા માંડયું છે. આધુનિક વિજ્ઞાાને સંશોધનો અને સાયન્ટિફ્કિ ઢબે સર્વેક્ષણો કર્યા બાદ સ્વીકારવા માંડયું છે કે જે વ્યક્તિઓ નિયમિત પ્રાર્થના કરે છે તેઓ પ્રાર્થના ન કરનારાઓની સરખામણીમાં ઓછા બીમાર પડે છે અને જો માંદા પડે જ તો પણ બહુ જલદીથી સાજા થઈ જાય છે. આ વિષય પર પાયાનું કામ અમેરિકાની હાર્વડ મેડિકલ સ્કૂલના કાર્ડિયોલોજિસ્ટ ડો. હર્બટ બેન્સને કર્યું છે. શરીર અને મન બે જુદા-જુદા એકમો નહીં પણ એક જ છે અને બંનેની એકમેક પર અસર થાય છે એ બાબતને વિજ્ઞાાનના જગતમાં માન્યતા મળી એમાં ડો. હર્બટ બેન્સનનો બહુ મોટો ફળો છે. તેમની પહેલને કારણે જ ૧૯૮૮માં હાર્વડમાં માઇન્ડ-બોડી મેડિકલ ઇન્સ્ટિટયૂટની સ્થાપના થઈ અને તેઓ એના સ્થાપક સભ્ય બન્યા.અમેરિકાની મેશાચ્યુશેટ્સની સાર્વજનિક હોસ્પિટલમાં તેમણે બેન્સન-હેન્રી ઇન્સ્ટીટયૂટ ઓફ્ માઇન્ડ-બોડી પણ શરૂ કરી અને હાલમાં તેઓ ત્યાંના ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેમની પહેલને કારણે હાર્વડમાં વિદ્યાર્થીઓ સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતા એ વિષય પર અભ્યાસ અને સંશોધન કરી શકે છે. શું ખરેખર પ્રાર્થનાની અસર શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે ખરી? આ વિષય પર ડો હર્બટ બેન્સને પાંત્રીસ વર્ષ સુધી સંશોધન અને અભ્યાસ કર્યો. આ સંશોધન બાદ ડો. બેન્સન જે તારણ પર પહોંચ્યા એ વાત આપણા સંતો, ઋષિઓ, ગુરુઓ, પીર અને ફ્કીરો તેમ જ આધ્યાત્મિક જગતના વડાઓ હંમેશાં કહેતા રહ્યા છે. પ્રાર્થના કરનાર વ્યક્તિમાં મનોબળ તો વધે જ છે પણ એ શરીર પર પણ અસર કરે છે. આ ફેરફરોની નોંધ કંઈ ભક્ત કે શ્રદ્ધાળુના શબ્દથી નહીં પણ રીતસર વૈજ્ઞાાનિક સાધનો દ્વારા માપવામાં આવી હતી. ડો. બેન્સને આ સંશોધનની શરૂઆત ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશનની શરીર પર થતી અસરોથી કરી હતી પણ પછી તેમણે અન્ય પ્રકારની પ્રાર્થનાઓ કે ધ્યાનપદ્ધતિનો પણ એમાં ઉમેરો કર્યો. શારીરિક રોગ ધરાવતા દર્દીઓ પર પ્રાર્થનાની અસર પર ઉંડાણપૂર્વકનું સંશોધન કર્યા બાદ ડો. હર્બટ બેન્સનને એની શરીર પર થતી સકારાત્મક અસરનો ખ્યાલ આવ્યો. અત્યારે તો કોમનવેલ્થ ઓફ્ મેશાચ્યુશેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ્ પબ્લિક હેલ્થમાં કેન્સરના દર્દીઓને ડો. બેન્સન પ્રાર્થનાના રીતસર પાઠ ભણાવે છે. કેન્સર જેવા ગંભીર ગણાતા રોગમાં પ્રાર્થના ચમત્કાર સર્જી શકે છે એવું આ વૈજ્ઞાાનિક માનવા માંડયા છે. જો કે તેમને આ ચમત્કારમાં વિશ્વાસ ત્યારે આવ્યો જ્યારે તેમણે એની રીતસર શરીર પર પણ અસર થતી જોઈ. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuT8DDu0PzJdqXLksNCpqpo2APE6%2BTJ4baU3JxMaLgVFQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment