બાજરી ના રોટલા
ખાય જે બાજરી ના રોટલા અને મૂળા ના પાન ,
શાકાઆહારને લીધે , તે ઘરડા પણ થાય જવાન.
રોટલા, કઠોળ અને ભાજી, -- તે ખાનારની તબીઅત તાજી,
મૂળો, મોગરી , ગાજર ને બોર, જે ખાય રાતે તે રહે ન રાજી .
હિંગ, મરચું અને આમલી, સોપારી અને તેલ,
શોખ હોય તો પણ , સ્વાસ્થ્ય માટે પાંચે વસ્તુ મેલ.
આદુ રસ ને મધ મેળવી, ચાટે જો પરમ ચતુર ,
શ્વાસ, શરદી , અને વેદના, ભાગે તેના જરૂર.
ખાંડ, મીઠું અને સોડા, એ ત્રણ સફેદ ઝેર કહેવાય ,
નિત ખાવા - પીવામાં એ વિવેકબુદ્ધિથી જ વપરાય .
ફણગાવેલા કઠોળ જે ખાય, તે લાંબો , પોહળો અને તગડો થાય
દૂધ-સાકર , એલચી, વરીયાળી અને દ્રાક્ષ, એ ગાનારા સૌ ખાય
લીંબુ કહે: હું ગોળ ગોળ, ભલે રસ છે મારો ખાટો,
સેવન કરો જો મારું તો , પિત્ત ને મારું હું લાતો.
ચણો કહે : હું ખરબચડો, પીળો પીળો રંગ જણાય ,
ચણા દાળ ને ગોળ જે ખાય, તે ઘોડા જેવો થાય.
મગ કહે: હું લીલો દાણો અને મારે માથે ચાંદુ,
જો બે ચાર મહીના ખાય તો માણસ ઉઠાડું માંદુ
કારેલું કહે: કડવો , કડવો હું અને મારે માથે ચોટલી,
રસ જો પીએ મારો , ડાયાબીટીસની બાંધુ ચોટલી
આમલી કહે: મારામાં ગુણ એક જ, પણ અવગુણ છે પુરા ત્રીસ
લીંબુ કહે: મારામાં અવગુણ એક નહીં, પણ ગુણ છે પુરા વીસ
ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો ને ચોમાસુ રોગીનું,
શાકાઆહારી જે જન રહે, દર્દ નામ કદી ન લે એ જોગીનું
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at http://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAGLz4tB6L8rYUBucgF4EP2jOq8vRtPQN9Rbkw8%3DnDMUb5b6Qjw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment