Wednesday, 6 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વુન્ડ હિલિંગ વુન્ડ હિલિંગ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વુન્ડ હિલિંગ વુન્ડ હિલિંગ!
ખોબામાં દરિયો : રેખાબા સરવૈયા

 

 

 

'જો દેડકા ચીરવાની હિંમત નહોતી તો પછી મેડિકલમાં એડમિશન લેવાનો ફાંકો શું કામ માર્યો? રિયલી…યાર…ધીસ ઈઝ ટૂ મચ…! મને ખરેખર જ તું સમજતો નથી…! બહુ વિચિત્ર માણસ છે તું સાચ્ચે જ! ઘણા ટેલેન્ટેડ છોકરાઓની જગ્યા પર તે કોઈપણ લાયકાત વગર જ કબજો કર્યો છે…! એવં નથી ફીલ થતું તને? તારા જેવા માણસે તો કોઈ સુંવાળી લાઈનમાં જ કરિયર બનાવવી જોઈએ….આ શું છે કે…દેડકાનું ધબકતું હૃદય ચીરાતું-ચૂંથાતું ન જોઈ શકે એ વળી માણસોનાં શરીરની સર્જરી શું કરી શકવાનો હોય?'


ડો.કામાક્ષી પોતાની અસલ શૈલીથી એકધારું બોલી રહ્યાં હતાં. એના પ્રતિભાવંત ચહેરા પર અણગમો અને ક્રોધ બંને ભાવોથી એક વિરૂપતા ચિતરાઈ ગયેલી જોવા મળતી હતી…


અને જેને ઉદ્દેશીને ડો.કામાક્ષી આ શબ્દો કહી રહ્યા હતા એ ડો.કૈવલ્ય કંઈક સંકોચ અને કંઈક અપરાધભાવથી પીડિત હોય એમ સ્તબ્ધ અને સ્થિર થઈને ડો.કામાક્ષીનાં વાક્યપ્રવાહને સાંભળી રહ્યાં હતાં. અને બંને જણાને ખબર ન પડે એ રીતે આ આખીય ઘટનાને નિશ્ચિત અંતરે ઊભા રહીને ડો. પ્રો. કલ્યાણીએ જોઈ હતી.


લેબોરેટરીનો પીરિયડ પૂરો થઈ ગયા પછીની આ વાત હતી. પેસેજના કોર્નર પાસે જ મેડિકલ કોલેજનાં ડીન ડો. કલ્યાણીની કેબિન હતી.


કામાક્ષી અને કૈવલ્ય હાઈસ્કૂલથી સાથે અભ્યાસ કરી રહ્યા હતા. કૈવલ્ય પ્રમાણમાં પ્રકૃતિથી કોમળ અને સ્વભાવથી ઋજુ! જ્યારે કામાક્ષી એનાથી વિપરીત…! પ્રકૃતિથી થોડીક કઠોર કહેવાય એવી બરછટ અને સ્વભાવથી ઉતાવળી અને તડ-ફડ સંભળાવી દેવાવાળી!


જો કે….વિરુદ્ધ ગુણધર્મોનાં આકર્ષણ થવં એ તો કુદરતનો નિયમ છે એટલે એ રીતે કૈવલ્યને આત્મવિશ્વાસથી ભરપૂર અને બુદ્ધિચાતુર્યની સાથોસાથ વાકચાતુર્યનું કૌશલ્ય ધરાવનાર કામાક્ષીનું અદમ્ય આકર્ષણ હતું…


પરંતુ એ આકર્ષણને કામાક્ષી સુધી પહોંચાડવાની હિંમત ક્યાંથી લાવે કૈવલ્ય? ઉપરથી જ્યારે મોકો મળે ત્યારે ફટાક દઈને એનું અપમાન કરી નાખનારી કામાક્ષી!


કૈવલ્યનું મન એકદમ મુરઝાઈ ગયું હતં કામાક્ષીના વારંવારના વાકપ્રહારોથી…!


અત્યારે પણ થિયરીના પીરિયડમાં પાંપણની પાળ તોડીને વહી જતા રોકી રાખેલા આંસુઓને ચશ્માંની ફ્રેમમાં સમાવવાની મથામણ કરતો કૈવલ્ય પોતાની જગ્યા પર પૂતળું બનીને બેઠો હતો. કલાસરૂમના પ્લેટફોર્મ પરથી પ્રો. ડો. કલ્યાણી પોતાનાં સુમધુર સ્વરમાં લેક્ચર આપી રહ્યાં હતાં.


'ડોક્ટર તરીકે આપણી ફરજ ફક્ત દર્દીના શરીરની ચીરફાડ કરીને આપણી હોંશિયારીથી એની તકલીફ દૂર કરવા સુધીની જ નથી. ખરેખર તો દર્દીના મનનું પણ આપણે 'હિલિંગ' કરવાનું છે…'


કેમ કે…શરીરનાં જખ્મો કદાચ સમય સાથે રૂઝાય પણ જાય…પરંતુ મનને મળેલા જખ્મો પણ રૂઝાય, એનો ચેપ કોઈને ન લાગે એનું પણ ધ્યાન ડોક્ટરે રાખવાનું હોય છે.


કૈવલ્યના જખ્મી હૃદયને ડો. કલ્યાણી મહેતાના શબ્દોથી શાતા મળી રહી હતી. એણે ડો. કલ્યાણી સામે એકધારી નજર નોંધીને, મક્કમ મનથી કંઈક નિર્ણય કયો.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvS_GsYAivyshAYAdKyUmqURYZUJUR28pmmP3RHAKs-sQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment