Monday, 11 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ઊલટી ગંગા... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઊલટી ગંગા!
હેમલ વૈષ્ણવ

 

 

 

કન્યાવિદાયની તૈયારી થઈ ચૂકી હતી. મેરેજ હોલની બહાર ઊભેલી શણગારેલી કાર તરફ કૌશિકભાઈ સજળ આંખે જોઈ રહ્યા. ઓસ્ટ્રેલિયાથી પરણવા આવેલા નિશાંત સાથે દીકરી પ્રાચીનું સગપણ થયું હતું. છેલ્લા મહિનાથી રોજ સાંજે પ્રાચી અને નિશાંત સ્કૂટર પર ફરવા જતા હતા. એક મહિનો તો જોતજોતાંમાં પસાર થઈ ગયો અને હવે આજે આ શણગારેલી કારમાં એ પ્રાચીને કાયમ માટે... કૌશિકભાઈની છાતીમાં ભાર વધતો જતો હતો.


મેરેજહોલ પરથી ઘરે જતી વખતે હવે પ્રાચી સાથે નહોતી આવવાની એ કડવી હકીકત હતી. કૌશિકભાઈને લાગ્યું ઘરે જઈને પ્રાચીના ખાલી રૂમ તરફ જોઈ પણ નહીં શકાય. પુત્રીની વિદાય માટે એમણે મનને કેટલું મક્કમ રાખેલું, પણ અત્યારે છેલ્લી ઘડીએ તેઓ નબળા પડી ગયા હતા.


'ચાલો હવે, જલ્દી કરો.' પ્રાચીના સસરા વામનભાઈ પણ વિદાય માટે ઉતાવળ કરાવી રહ્યા હતા. પ્રાચી અને નિશાંતને કારમાં ગોઠવાતાં કૌશિકભાઈ જોઈ રહ્યા. લાડકી પ્રાચીને આવજો કહેવા માટે ગળામાંથી અવાજ નહોતો નીકળતો અને એમનો હાથ પણ ઊંચકાતો નહોતો.


'કારને સીધી કૌશિકભાઈને ત્યાં લઈ લો, નવદંપતી પહેલાં પ્રાચીના ઘરે જશે.' બધાના આશ્ચર્ય વચ્ચે વામનભાઈએ સૂચના આપી. 'પણ વામનભાઈ, આ ઊલટી ગંગા.' કૌશિકભાઈ હજી વિસ્મિત હતા.

'ગંગા ઊલટી હોય તો પણ પવિત્ર જ રહેવાની, આટલા સારા પ્રસંગને રડીને શા માટે પૂરો કરવાનો?


તમારી સાથે નિશાંત તમારા ઘરે આવશે. સાંજના બન્ને જણા રોજ સ્કૂટર પર ફરવા જતા એમ જ, તમારે ત્યાંથી નીકળીને મારે ત્યાં આવશે. તમને રોજ જેવું જ લાગશે. પ્રાચી પછી તો અમારી સાથે ઓસ્ટ્રેલિયા રહેવાની જ છે, પણ એ પહેલાં જેટલું વધુ તમારી સાથે રહી શકે એટલું સારું.'

અને વામનભાઈની વિરાટતાએ કન્યાવિદાયનો પ્રસંગ આનંદમય કરી મૂક્યો.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov46_B6%2B376j81HEAo%3DV-s%2Bxqt3v3KTZMU0UhksJpLe0A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment