Tuesday, 5 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પુરુષની દાઢી અને સ્ત્રીનો ચોટલો... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પુરુષની દાઢી અને સ્ત્રીનો ચોટલો!
બી.એન.દસ્તૂર

 

 

 

ઇશ્વર નામના આર્કિટેક્ટે આપણા શરીરની અફલાતૂન ડિઝાઇન તૈયાર કરી. શરીરને ધબકતું રાખવા સેંકડો અવયવોની, કુડીબંધ સિસ્ટમોની રચના કરી.


દાખલા તરીકે:


લોહીનું ભ્રમણ કરી દરેક અવયવને ઓક્સિજન પહોંચાડવા હૃદય બનાવ્યું.


હજારો વર્ષના અભ્યાસ પછી પણ ન સમજાતાં અનેક કામ કરતું કાળજું (Liver) બનાવ્યું. પેટ, આતરડાં, કીડની. યાદી બનાવતા જાવ. દરેકને કામ સોંપાયું અને સૌના સરદાર તરીકે દિમાગની અટપટી રચના કરી.


આ બધું સમજી શકાય છે, પણ ઇશ્વરે પુરુષમાં દાઢી અને સ્ત્રીમાં ચોટલાની વ્યવસ્થા શા માટે કરી?


આપો જવાબ.


જવાબોના જંગલમાંથી સાચો જવાબ એ છે કે ઉપરવાળાએ, આ વ્યવસ્થા કરી છે માનવીને યાદ અપાવવા કે, 'તારે દાઢી અને ચોટલાની જેમ વધતા રહેવાનું છે, પ્રગતિ કરતા રહેવાનું છે.' માનવીને આ બ્રહ્મજ્ઞાન ન સમજાયું એટલે એણે શોધ કરી- કાતરની, રેઝરની, ટ્રીમરની, કર્લરની અરીસાની. સુંદર, આકર્ષક દેખાવા માટે પ્રગતિના આ સિમ્બોલ ઉપર કાતરો ફરે છે, બ્લેડો અને ટ્રીમરો ફરે છે.


પહેલા કદી ન અનુભવેલી અફડા-તફડી અનિશ્ચિતતા અને ગળાકાપ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના માહોલમાં એકધારી પ્રગતિ ન કરો તો ફેંકાઈ જશો. જે કાંઈ કરી તમે આજે જ્યાં પહોંચ્યા છો તે જ કરતા રહેશો તો જ્યાં છો ત્યાં ટકી પણ ન શકો. આગળ વધવાનું બાજુએ રહ્યું, જ્યાં છો ત્યાં રહેવાનું અશક્ય બની જશે.


હાશ કરવાનો જમાનો નથી. પ્રગતિ છે ફિનિશિંગ લાઇન વિનાની રેસ. મંઝિલ બને છે આગળ વધવાની સ્ટાર્ટિંગ લાઇન.


પ્રગતિ સાચી દિશામાં થાય તે જરૂરી છે. ખિસ્સાકાતરું લુટારો બને અને પાણી પીનાર વ્હીસ્કીની લતે ચડે એ પ્રગતિ નથી.


} તમારી આવડતમાં, તમારા જ્ઞાનમાં વધારો કરતા રહો. નોકર નહીં, 'નોલેજવર્કર' બનો. આજના માહોલમાં વગર મહેનતે ફક્ત કાકા, મામા, માસા, માસી, ફોઈ, સાળી, નણંદ બની શકાય. બીજું બધું બનવાં માટે, કાંઈ કરવા કે કરી બતાવવા માટે ચાલતા રહેવું પડશે.


} અસંતોષના આશિક બનો. સંતોષી હોવું અને સંતોષી બની રહેવું એ બે અલગ રમતો છે. સાઇકલ છે તો એનો ભરપૂર આનંદ ઉઠાવો, પણ નજર મોબાઇલ ઉપર રાખો.


યાદ રાખો, 99% અને 100%માં તફાવત છે. દુનિયાભરનાં એરપોર્ટ 100%ને બદલે 99%ની ક્ષમતાથી કામ કરે તો રોજનું એક બોઇંગ તૂટી પડે. કુરિયર કંપનીઓ 99%ની ક્ષમતા રાખે તો રોજના 50,000 પેકેટો અને પાર્સલો ગુમ થાય કે ખોટા સરનામે પહોંચે.


} જાણકારોની મદદ માગતા અને લેતા શીખો. 'મને તમારી મદદની જરૂર છે' એ પાંચ શબ્દોમાં જબરજસ્ત તાકાત છે.


} તમારી સંસ્થામાં અને સંસ્થાની બહાર દોસ્તીનું, માહિતીના આદાન-પ્રદાનનું એક નેટવર્ક બનાવો. યાદ રાખો: 'દોસ્ત તમારી જરૂરિયાતોનો જવાબ છે.'


} સફળતા એક ટેવ છે. નાની-નાની સફળતા મેળવતા રહી આ ટેવ પાડી દો. ધીમે ધીમે મુશ્કેલ લક્ષ્યાંકો સર કરવા માંડો.


} જોખમો ઉઠાવવાની પણ ટેવ પાડી દો. જોખમ ઉઠાવો, ભૂલો કરો. ભૂલ જેવો ઉત્તમ શિક્ષક કોઈ નથી, શરત એટલી કે એકની એક ભૂલ રિપીટ ન કરો. કરવા જેવું ઘણું બધું છે - કરતા રહો.


જાતને મોટિવેટ કરવા માટે સોફ્ટ બોર્ડ ઉપર, અરીસા ઉપર સુવાક્યો (Quotations) ચોંટાડવાનો શિરસ્તો છે. લેખકનું લેબલ મેળવવામાં કોઈ ધાડ મારવાની નથી. નેટ ઉપર, કિતાબોમાં, અખબારોમાં હજારો સુવાક્યો હોય છે. એકઠાં કરો, કિતાબ છાપી નાખો, પ્રસ્તાવના નરેન્દ્ર મોદી પાસે લખાવો.


પણ આવા સુવાક્યોની ઝંઝટમાં પડ્યા વિના, અરીસામાં જોતા રહો. દાઢી અને ચોટલો તમને મોટિવેટ કરતાં રહેશે. થોરામાં ઘણું.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otm%3DvoW6OU_1BqU9xAu6wR26Ooa9trRSjACc2CgpP0%3Diw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment