"આ છેલ્લો પ્રશ્ન ……. !" એક વિદ્યાર્થી બોલ્યો.
"અને… મને પણ એ… જ… પ્રશ્ન.!" એક સ્ટુડન્ટ જરા મોટેથી બોલી, " આ છેલ્લો પ્રશ્ન ન પૂછયો હોત તો ન ચાલે?" "આ પ્રશ્ન તો ખરેખર કોર્સ બહારનો જ છે." છેલ્લે બેઠેલો વિદ્યાર્થી બોલ્યો. 'કોર્સ બહારના પ્રશ્નો તો પુછાય જ કેમ?' 'મેં તો એ પ્રશ્ન છોડી દીધો. કોણ મગજ બગાડે!!!' મેડિકલ કોલેજનો એક્ઝામ હોલ. બધા વિદ્યાર્થીઓ સરપ્રાઇઝ ટેસ્ટ આપી રહ્યા હતા. હોલની બહાર નિકળી વિદ્યાર્થીઓ પેપરની ચર્ચા કરતા હતા. સૌને છેલ્લો પ્રશ્ન અઘરો લાગ્યો હતો. ગયા અઠવાડયે એક મિત્ર પરીવારમાં જવાનુ થયુ. તેમની દીકરી વિદેશ્માં મેડિકલનો અભ્યાસ કરતી હતી. તે પણ ઈન્ડિયા આવેલી હતી. ભેગા થયેલા પરિવારના સૌ અને તેમના બાળકો વચ્ચે વાતચીતનો દોર ચાલ્યો. એ દીકરી અમને પગે લાગી. અને અમે તેની સાથે વાતોએ વળગ્યા. વાત કરતા દીકરીએ તેની મેડિકલ કોલેજનો એક રસપ્રદ કિસ્સો વર્ણવ્યો. અમારી કોલેજમાં સરપ્રાઇઝ ટેસ્ટ લેવામાં આવે છે. જેની દસ મિનિટ પહેલા તમામ સ્ટુડન્ટ્સ ને જાણ કરવામાં આવે છે. તમામ વિદ્યાર્થીઓ માટે ટેસ્ટ જ નહીં, પણ તમામ એક્ટિવિટીઝ પણ કમ્પલસરી હોય છે. બધા હોલમાં ગોઠવાયા. ટેસ્ટ શરૂ થઈ. ટેસ્ટના પ્રશ્નો થોડા અટપટા હતા. બધા પ્રશ્નો મેડિકલને લગતા હતા. માત્ર એક પ્રશ્ન કોર્સ બહારનો લાગ્યો. બધા વિદ્યાર્થીઓને એ જ પ્રશ્ન અઘરો પડયો. મને પણ એનો જવાબ આવડયો નહીં. એક વિદ્યાર્થિનીથી રહેવાયું નહિ. તેણે પ્રોફેસરને પ્રશ્ન કર્યો હતો, " સર, આ ટેસ્ટમાં આ છેલ્લો પ્રશ્ન ન હોય તો ન ચાલે? " એ પ્રશ્ન એ હતો કે, 'આપણા ડિપાર્ટમેન્ટના હેડ નર્સનું નામ શં છે?' ક્વેશ્ચન સિમ્પલ હતો. બટ નો બડી કુડ આંસર. કોઈ વિદ્યાર્થી જવાબ આપી શક્યો ન હતો. અમારા પ્રોફેસરે જે જવાબ આપ્યો તે મને જિંદગીભર યાદ રહેશે. સરે કહ્યું હતં, 'તમે જીવનમાં જેને જેને મળો છો તે દરેક વ્યક્તિને મહત્ત્વની સમજો. તમે તેમની સામે માત્ર સ્મિત કરીને "કેમ છો?" કહેશો તોય તે તમને યાદ કરશે. પરંતુ મારે અફ્સોસ સાથે કહેવં પડે છે કે, તમારામાંથી મોટા ભાગના આ સવાલનો જવાબ આપી શકયા નથી.' જ્યારે વ્યક્તિને મહત્ત્વ અપાશે ત્યારે જ માનવતાનું ખરું પ્રકટીકરણ થશે. જેને દરરોજ મળીએ તેનું જ નામ ખબર ના હોય એ આપણા સમાજની વિટંબણા છે. જે રોજ આપણને પાણી પીવડાવે, ચા આપે તે પટાવાળાનું નામ ખબર ના હોય અથવા તેને "માણસ" સમજવામાં ન આવતો હોય તે કેવી કરુણતા કહેવાય!!! દીકરીએ ઉમેર્યું," આમ તો અમે વારંવાર એ નર્સ ને મળતા. અમારા પ્રેક્ટિકલ વખતે તેઓ બધાને ખૂબ હેલ્પ કરતાં. એમ માનો કે તેમના વગર અમારું પ્રેક્ટિકલ શક્ય બનતું જ નહીં!!. અમે બધા સ્ટુડન્ટ અને પ્રોફેસર પણ તેમને 'સિસ્ટર' નામથી જ બોલાવતા. પરંતુ તેમનં મૂળનામ પૂછવાની અમે ક્યારેય દરકાર કરી નહોતી કે નામ જાણવાની તસ્દી લીધી નહોતી. પેપર લખતી વખતે એ ઊંચા, પાતળા, વાંકડીયાવાળવાળા એ પ્રેમાળ નર્સનં નામ મને કેમેય કરીને યાદ ન જ આવ્યું.' સિસ્ટમ એટલી હદે ઓટોનોમસ થઈ ગઈ છે કે હવે માત્ર નિયમનુસાર અને કાયદાનુસાર જ બધા કામ કરતા જોવા મળે છે. માનવતા અને વ્યવહારુ વર્તન હવેના કોર્પોરેટ યુગમાં નામશેષ થવા માડયું છે. 'કામથી કામ' અને 'દામથી કામ' રાખનારા ટોટલી પ્રોફેશનલ લોકો સુખી તો થાય છે, પણ સંપૂર્ણ સફ્ળતા માટે વલખતા હોય છે. પ્રોફેશનાલિટી નસે નસમાં ભલે વ્યાપી ગઈ હોય તેઓ જીવનના કોઇ તબ્બકે ભાવશૂન્યતા અને સ્નેહશૂન્યતાનો ભોગ બને છે. પરંતુ આવનારા યુગમાં એ જ બાજી મારશે જે નિયમોની પેલે પાર જઈ માનવ સંબંધોને મહત્ત્વ આપશે. હૃદયના મધુવનમાં માનવતાની મહેક પ્રસરાવશે. પ્રેમાળ અને સ્નેહાળ માનવ સંબંધો થકી જ જીવનની સુગંધને મહેકાવશે. એ અધ્યાપક વધુ પ્રિય હોય છે જે પોતાના વિદ્યાર્થીઓને નામથી બોલાવે છે. વિદ્યાર્થી હોય કે સહકર્મચારી કે પછી હોય પેશન્ટ, નામ બોલવાની સાથે જ એક અદ્રશ્ય સ્નેહ તંતુ જોડાઈ જતો હોય છે. શિક્ષકો અને ડોક્ટરોએ તો જીવતા-ચેતનવંતા માણસો સાથે કામ કરવાનં છે. તેમને સદાકાળ યુવાન રહેવાનં આ ચેતનવંતા માનવ સંબંધો ઈજન આપતા હોય છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuJeX_newXON5F0uUtv2nRnY5%3DoqJLd45zpEyM-hb%3DaTw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment