Monday, 4 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ લોઝબુર્ગમાં પાઈન વૃક્ષોના પડછાયા... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



લોઝબુર્ગમાં પાઈન વૃક્ષોના પડછાયા!
અરાઉન્ડ ધ વર્લ્ડ-પ્રતીક્ષા થાનકી

 

 

 


બ્લેક ફોરેસ્ટ કેક માટે ફ્રોયડનસ્ટાટના રાઉન્ડ લગાવવામાં ત્યાં જવાનું મૂળ પ્રયોજન જરાય સાઈડ ટ્રેક થયું નહીં. એ હતું હાઈક પર જવાનું. જર્મનીમાં કહેવત છે, રોજ મગજની બારી ખોલીન્ો ત્ોન્ો થોડી તાજી હવા આપવી. ગરમ દેશોમાં બારી ખુલ્લી રાખવાની બાબત પર કોઈન્ો નવાઈ ન લાગ્ો, પણ ઠંડા દેશોમાં શક્ય છે કે માણસ સતત ગરમ રહેવા માટે હીટિંગવાળા બંધ માહોલમાં જ રહે. એવામાં તાજી હવા ઠંડીની મોસમમાં ઓછી મળતાં ત્યાં એ જ સીઝન બીમારીની સીઝન પણ કહેવાય છે. એવામાં ઠંડકમાં એકાદ બ્રેક એવો લેવો જ રહ્યો, જ્યારે પહાડોમાં તાજી હવા મળી રહે.


આમ જોવા જાઓ તો અન્ોક લાઈફસ્ટાઇલ ટ્રેન્ડ વચ્ચે એક ટ્રેન્ડ એવો પણ છે, જ્યાં મિનિમાલિસ્ટ ટૂરિસ્ટ લાંબી લાઇટો લઈન્ો દૂર જઈન્ો રિસોર્સનો વ્યય કરવાન્ો બદલે ઘરની નજીકમાં જ કુદરતનો આનંદ ઉઠાવે. જર્મનોન્ો એ ટ્રેન્ડ માફક આવે ત્ોમ પણ છે, કારણ કે મોટા ભાગનાં રાજ્યો પાસ્ો માણવા માટે પોતાનો અંગત કુદરતી ખોળો છે. શોધવા નીકળો તો એ દુનિયામાં ક્યાંય પણ શક્ય છે. બસ જર્મનો એના માટે પ્ાૂરતું આયોજન કરી ચૂક્યા છે. ત્ોમાંય બ્લેક ફોરેસ્ટમાં સમય વિતાવવા માટે તો સાધારણ હાઇક પણ અચાનક જ અનોખી બની જતી દેખાય છે. ત્ોમાં પારંપરિક કુકૂ ક્લોક ટૂરિઝમન્ો બાદ રાખો તો અહીં મધ ટેસ્ટિંગ, મશરૂમ પિકિંગ, ક્લોક મ્યુઝિયમ, સ્થાનિક કલા અન્ો ઇતિહાસ દર્શાવતાં મ્યુઝિયમ્સ તો છે જ, પણ બ્લેક ફોરેસ્ટમાં સૌથી રિવોર્ડિંગ પ્રવૃત્તિ છે ત્યાં ચાલવાનું.


ક્યારે ચાલતાં ચાલતાં કોઈ પહાડની ટોચ આવી જાય, નાનકડું ઝરણું આવી જાય, સ્વાદિષ્ટ ફળોનાં ખેતરો કે ખાવાલાયક મશરૂમ્સ આવી જાય ત્ો નક્કી નથી હોતું. અન્ો બ્લેક ફોરેસ્ટમાં લીધેલી દરેક વોક કોઈ ન્ો કોઈ રીત્ો નવી સરપ્રાઇઝ આપી જતી હોય છે. આ વખત્ો ફ્રોયડનસ્ટાટ પાસ્ો કિનઝિગ નદી પરનો બ્રિજ પસાર કરતાં અમે જે હોટલમાં રોકાયેલાં ત્ો લોઝબુર્ગ ગામ પાસ્ો હતી. અહીંનું એકમાત્ર બસ સ્ટોપ લાકડાની ઝૂંપડી જેવું હતું. ગામનો તો શરૂ થતાં પહેલાં જ અંત આવી જતો હતો, પણ ત્ોનો ફાયદો એ હતો કે જંગલમાં પહોંચતાં વાર નહોતી લાગતી. બ્લેક ફોરેસ્ટમાં સદીઓ જૂનાં પાઈન વૃક્ષો દૂરથી કાળાશ પડતા પડછાયા સર્જે છે. વળી આ પાઇનનાં ગીચ જંગલો એવા ઢોળાવો અન્ો પર્વતોની વચ્ચે છે કે જરા પણ ઊંચાઈથી જોવામાં આવે તો વૃક્ષોની હારમાળાનાં લેયર્સ પણ નજરે પડી જાય છે. લોઝબુર્ગમાં એ જ લેયર્સ જોવાની લાલચે અમે ચાલીન્ો નીકળી પડેલાં.


એક રોડ ક્રોસ કરતાં જંગલ વધુ ગાઢ થઈ ગયું, પણ દિવસ ચોખ્ખો હોવાનો ફાયદો થયો અન્ો અમે કોઈ મેપની મદદ વિના જ નજીકની ટેકરી પરનો વ્યુ જોવા નીકળી પડેલાં. રસ્તામાં મશરૂમ્સ આવ્યાં પણ અમે હજી મશરૂમ્સ ઓળખવાનો ક્લાસ નથી લીધો એટલે ત્ોનો ફોટો પાડીન્ો કામ ચલાવી લીધું. આગળ ચઢાણ મુશ્કેલ બનતું ગયું. એક તરફ નદી બાજુ લઈ જતો એરો હતો અન્ો બીજી તરફ ટેકરી પર જવાતું હતું. અમે ત્ો સમયે ટેકરી પસંદ કરી અન્ો આગળ ચાલ્યાં. અહીં સાઈન પોસ્ટ એટલી રેગ્યુલર રીત્ો આવતી હતી કે જાત્ો કરીન્ો ખોવાઈ જવાનું પણ શક્ય ન હતું.


અમે 'ઝોલર્નબ્લિક' એટલે કે 'ટેકરી પરના વ્યુ' તરફ ચાલ્યે રાખ્યું. ત્યાં રસ્તામાં થોડી ઊંચાઈથી નીચે જંગલ તો દેખાવા જ લાગ્યું, સાથે એક નાનકડો વિસ્તાર આવ્યો જ્યાં હોટલનું બાંધકામ ચાલી રહ્યુ હતું. અહીં સુધી પહોંચવાનો પાકો રસ્તો હજી દેખાતો ન હતો, એવામાં આ બાંધકામના કારણે જંગલન્ો કંઈ નુકસાન ન થાય ત્ોની ચિંતા થઈ. જોકે ચિંતા ક્ષણિક નીકળી, કારણ કે વધુ આગળ જતાં ચઢાણનો કોઈ અંત જ નહોતો દેખાતો અન્ો થાક બાકી બધી લાગણીઓ પર હાવી થઈ બ્ોઠો. હાઈક કરવાનું બીજું નામ થાકવા નીકળવું એ પણ ખરું.


નોર્થ બ્લેક ફોરેસ્ટમાં આ અમારી પહેલી ટ્રિપ હતી, છતાંય 'હોખશ્ર્વાર્ઝવાલ્ડ' એટલે કે મુખ્ય બ્લેક ફોરેસ્ટ જેણે પણ ઊંચાઈથી એક પણ વાર જોયું હોય ત્ોના માટે પછી ત્યાંની દરેક ટેકરીના વ્યુમાં સરખામણી શોધવાની ઇચ્છા જરૂર થઈ આવવાની. આ વખત્ો અમે ત્યાં પહોંચ્યાં અન્ો સ્કી લિફ્ટ દેખાઈ. બ્લેક ફોરેસ્ટમાં સ્કીની પણ અલગ મજા છે. ત્ો સમયે ઓટમમાં હજી સ્નો પડવાનો શરૂ નહોતો થયો. ત્ો બપોરના સમયે આસપાસમાં કોઈ હતું પણ નહીં. શિખર પર એકલા હોવાની અનુભૂતિ પણ બ્લેક ફોરેસ્ટમાં શક્ય છે. ખાસ તો ટૂરિસ્ટ સીઝન બાદ કરતાં ત્યાં કુદરત તમારી માલિકીની હોય ત્ોવું લાગ્યા કરતું હોય છે.


અહીં હેમિંગ્વે અન્ો માર્ક ટ્વેઇન પણ અવારનવાર આવતા એ રેફરન્સ હજી મળવાનો ચાલુ જ હતો. બ્લેક ફોરેસ્ટનાં પહાડો અન્ો વૃક્ષો પાસ્ો એટલી બધી વાર્તાઓ છે કે ત્યાં કોઈ નિશ્ર્ચિત સાઈટનું લિસ્ટ બનાવી ટિક માર્ક મારવું શક્ય જ નથી. આ ટ્રિપ પર લુઝબર્ગમાં હાઈક કરી આ ઝોલર્નબ્લિક સુધી પહોંચવાનો કોઈ પ્લાન ન હતો. પણ બ્લેક ફોરેસ્ટમાં કુદરતન્ો તમારો સમય સોંપી દેવો પડે એ ત્ૌયારી સાથે જ જવું પડે.


એ પહાડની બીજી તરફ ઊતરવામાં ફરી ફ્રોયડનસ્ટાડ આવી ગયું. આ વખત્ો એક જુદી જ જગ્યાએ બ્લેક ફોરેસ્ટ કેક મળી. નજીકમાં જ ખુલ્લા પગ્ો ચાલવાનો પાર્ક આવ્યો, પણ ત્ો માત્ર સમરમાં જ ખૂલતો હતો. આમ પણ શૂઝ કાઢીન્ો ઘાસમાં ચાલવાની આ કોઈ સીઝન ન હતી. ત્ો સાંજે પાછાં ફરીન્ો હોટલ પર બ્લેક ફોરેસ્ટની પોલિટિકલ હિસ્ટ્રી વાંચવાની ચાલુ કરી તો માલૂમ પડ્યું કે છેક બીજા વિશ્ર્વયુદ્ધના અંત સુધી આ જંગલનો માત્ર રાજકારણ અન્ો લાકડા માટે ઉપયોગ થયો હતો. અહીંનો ખરો સાંસ્કૃતિક વારસો તપાસવા માટે હવે જરા જુદો રસ્તો લેવો પડે ત્ોવું હતું. એટલે અમે છેલ્લા દિવસ્ો કાલ્વનો રસ્તો પકડ્યો. હર્મન હેસનું ઘર અમારી રાહ જોઈ રહ્યું હતું.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ovwoo_kej9Q2e%3DW%2BGJrR1h%3DU6JV-7o4RL7UO-vaAERv0Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment