Sunday, 3 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ દેને કો તો બહુત હૈ : એક બૂંદ સૂરજ કી, કોયલ કી આધી કૂક… (Gujarati)


Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દેને કો તો બહુત હૈ : એક બૂંદ સૂરજ કી, કોયલ કી આધી કૂક…
વાઈડ એન્ગલ :- જયેશ ઠકરાર

 

 

 

આવતીકાલે ઉતરાયણ છે. દાન આપીને પુણ્ય કમાવાના આ પર્વ ઉપર ગાયોને લીલું ખવડાવવાથી લઈ ભાતભાતના વસ્ત્રો, દ્રવ્યો આપવા માટે "દિવ્ય ભાવના"નો દરિયો ઉમટે છે. વર્ષના આ એક દિવસ પછી હવે ભૂલી જવાય છે કે 'સ્વેચ્છાએ આપવું' એ કુરદત દ્વારા અપાતો નિર્ભેળ બોધપાઠ છે.


હમણા ગુજરાતના એક યુવકનું આકસ્મિક નિધન થયા બાદ પરિવારે તેના અંગોનું દાન કર્યુ. એક તરફ આ યુવકની અંતિમયાત્રા નીકળતી હતી ને બીજી તરફ બીજા વ્યક્તિના શરીરમા તેનું હ્ય્દય ધબકતુ હતુ.. આપવા માટે ઘણું છે.


રસ્તે જતી એમ્બ્યુલન્સને જોઈ સદ્ભાવના બે શબ્દો બોલવા કે પંખી માટેના કુંડામાં બે ગ્લાસ પાણી નાખવા એ કાંઈ મુશ્કેલ કામ નથી ! રસ્તે હડધૂત થતા કોઈ જરૂરતમંદને બે રૂપિયાનો સિક્કો તો અનેક લોકો ફેંકી દે છે પણ તેને નમસ્તે કરી જરા સરખું સન્માન આપવાથી તેનો ચહેરો ઝળકી ઉઠે છે.


" Be Kind whenever possible, it is always possible " દલાઈ લામા કહે છે કે કુદરત એક જ ધર્મ શીખવે છે – દયાભાવ… અમેરિકાના ૪૦ અબજોપતિએ પોતાની આધી સંપત્તિ દાનમા આપવાની જાહેરાત કરી છે. મૃત્યુ પછીની આ દાનપ્રતિજ્ઞામાં બિલ ગેટ્સ અને તેમનાં પત્નીની સાથે અનેક ધનકૂબેરો જોડાઈ રહ્યા છે.


ઈથોપિયાથી લઈ આફ્રિકાના અત્યંત ગરીબ દેશોમાં ભૂખમરાથી પિડાતા માસૂમોને હેલિકોપ્ટરમાથી ફૂડ પેકેટ અપાય ત્યારે દેનાર કે લેનાર બંને એકબીજાથી અજાણ હોય છે. અન્યાયપ્રધાન વિશ્વમાં તેનાથી અસમતોલનને દુર કરવા આર્ટ ઓફ ગીવીંગ બહું જરૂરી છે. વિશ્વની ત્રીજા ભાગની સંપત્તિ ૧ ટકા લોકો પાસે છે જ્યારે પ૦ ટકા વસ્તી વિશ્વની માત્ર ૪.૩ ટકા સંપત્તિથી ચલાવે છે. આ અસમતુલા દાન થકી જ દુર થઈ શકે.


કુદરત હંમેશા આપે છે – વૃક્ષો કપાય છે છતા વૃક્ષો છાંયો આપે, બળતણ આપે, ફળો આપે – અને કશું'યે બોલે પણ નહી !


ફિલ્મ પાપમાં કુદરતના ખોળે રહેલી યુવતી જોન અબ્રાહમને કહે છે…


ખોલો, ખોલો અપની આંખે ઔર ગૌર સે સૂનો

દેને કો તો બહોત કુછ હૈ,

પર અપના સા કુછ દેના ચાહતી હું

એક બૂંદ સૂરજ કી, એક કતરા આસમાન કા

કોયલ કી આધી કૂક, ઔર કૂછ સપને ઝગમગાતે

અચ્છા લગે તો ઓર માંગો


આસમાન સે આઈના, એક ડિબ્બી તિતલીયો કી

એક ચમ્મચ નદી કી ધાર ઔર એક મૂઠ્ઠી જિંદગી

દેને કો તો બહોત કુછ હૈ…

 

પ્રસન્નતાપૂર્વકનો ત્યાગ જિંદગીને સાત્વિક આનંદથી ભીંજવી દે છે. 'ચીકનસૂપ ફોર ધ સોલ'માં ડેન ક્લાર્કે અદભૂત પ્રસંગનું વર્ણન કર્યુ છે : આ પ્રસંગમા એટલી પ્રેરણા રહેલી છે કે તે જીવન પ્રત્યેની દ્રષ્ટિને બદલી દેવા પૂરતો છે.


એક વાર હું અને મારા પિતા સરકસની ટિકીટો માટે કતારમા ઊભા હતા. અમારી આગળ ઊભેલા પરિવારને હું ક્યારેય નહી ભૂલં. તેમાં આઠ બાળકો હતાં. દેખાવે જ તે આર્થિક રીતે સામાન્ય પરંતુ વાણી-વર્તનમાં સુઘડ લાગતાં હતાં. બે-બેની જોડીમાં મા-બાપની પાછળ ઊભેલાં આ બાળકોમા સરકસ માટે જબરો ઉત્સાહ હોય તેમ તે જોકર, હાથી અને સરકસને લગતી સાંભળેલી વાત કરતા હતા. તેના કૂમળા ચહેરા ઉપર ચમક દેખાતી હતી. માતા-પિતા પણ ગરિમાપૂર્વક ઊભા હતા. પત્નીએ પતિનો હાથ પકડી રાખ્યો હતો. ટિકીટબારીએ પિતાએ કહ્યુ "બાળકો માટેની આઠ અને પૂખ્ત વયના માટેની બે ટિકીટ આપો, આજે તો મારે મારા પરિવારને સરકસ બતાવવું છે." ટીકીટબારીએ બેઠેલા માણસે કુલ ટિકીટની રકમનો આંકડો કહ્યો તે સાંભળી ને પત્નીના હાથમાથી પતિનો હાથ છૂટી ગયો. પતિના કંપતા હોઠ બોલ્યા "કેટલા કહ્યા?" અંદરથી ફરી એ જ રકમ કહેવામા આવી. એટલા નાણા પુરુષ પાસે ન હતા, પણ એ વાત તે પોતાની પાછળ ઉત્સુકતાથી ઊભેલા બાળકોને કેવી રીતે કહે ? પિતા પાસે નાણા નથી એ કેમ કહેવું ?


આ જોઈ ને મારા પિતાએ ખિસ્સામા હાથ નાખી વીસ ડોલરની નોટ કાઢી અને જમીન પર પડવા દીધી (પૈસાદાર તો અમે પણ ન હતા) પછી મારા પિતાએ સહેજ નીચે નમી, એમણે જ પાડેલી નોટ લઈ પેલા માણસને કહ્યુ 'જૂઓ ભાઈ, આ તમારા ખિસ્સામાથી પડી ગઈ છે.'


પેલો પુરૂષ સમજી ગયો તે કોઈની પાસે મદદ માંગે એવો કે સ્વીકારે એવો ન હતો, પણ આ રીતે મદદ કરી ને દિલ તોડી નાખનારી અને મૂંઝવણભરી સ્થિતિનો આ રીતે હલ કાઢનારની લાગણીને તે સમજી શક્યો. તેણે મારા પિતાની આંખોમા જોયુ, મારા પિતાના હાથને પોતાના બન્ને હાથમાં લઈ દબાવ્યો. તે ૨૦ ડોલર હાથમાં લઈ એટલું જ બોલ્યો "થેન્ક યુ, થેન્ક યૂ સર- મારો પરિવાર અને હું આ વાત ક્યારેય નહીં ભૂલીએ." હું અને મારા પિતા સરકસ જોયા વિના પાછા ફર્યા, અમે સરકસ ગૂમાવ્યુ પરંતુ અનેકગણો આનંદ લઈ ને આવ્યા હતા.


બેન્જામિન ફ્રેન્કલીનનુ બાળપણ ગરીબીમા વીતેલું. મુશ્કેલીના દિવસોમાં તેણે મિત્ર પાસેથી ર૦ ડોલર ઉછીના લીધેલા. આ રકમ સગવડ થઈ ગયા પછી તે પરત આપવા ગયા ત્યારે મિત્રે રકમ લેવાની ના પાડતા કહ્યું, 'તમને મૂશ્કેલીના સમયે આ વીસ ડોલરની મેં મદદ કરી હતી એ જ રીતે તમે પણ આટલી રકમમાથી કોઈ જરૂરિયાતવાળાને મદદરૂપ થજો અને એ વ્યક્તિ રકમ પરત આપવા આવે ત્યારે તે ન લેતા આ રીતે મારી જેમ જ તેને કહેજો.'


ઉતરાયણના પર્વ ઉપર પોતે પતંગ ઉડાવવાની સાથે ભૂલકાને જો પતંગ ઉડાડવા દેશો તો એની મજા અદભૂત હશે !


ઝૂમ ઈન  

કૌન કહતા હૈ કિ દૂરિયાઁ

કિલોમીટરોં મેં નાપી જાતી હૈ

ખુદ સે મિલને મે ભી

ઉમ્ર ગુજર જાતી હૈ

ઝૂમ આઉટ  

સચ બાત માન લિજીયે

ચેહરે પે ધૂલ હૈ

ઈલઝામ આઈનોં પે

લગાના ફિઝુલ હૈ


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsrXRCEa2fM59bz0z6F36KcAd%2Bkp-n_nMdACaCqfWJxLA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment