Tuesday, 19 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પરમાત્માને ભજતાં જન્મ-પ્રતિજન્મની ગર્ભવેદનામાંથી મુક્ત થઈ શકાય છે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પરમાત્માને ભજતાં જન્મ-પ્રતિજન્મની ગર્ભવેદનામાંથી મુક્ત થઈ શકાય છે!
અલખનો ઓટલો - ડૉ. નિરંજન રાજ્યગુરુ

amdavadis4ever@yahoogroups.comયોગીરાજ મહાસિદ્ધ અવધૂત શ્રી સંતરામ મહારાજ કે જેમણે વિ.સં.૧૮૮૭ના મહા સુદી પૂર્ણિમાના દિવસે સમાધિ લીધેલી તેમના સમાધિસ્થાન મંદિર, નડિયાદ દ્વારા પ્રકાશિત 'પદ સંગ્રહ'માં યોગીરાજ સંતરામ મહારાજના શિષ્યો-અનુયાયી ભક્તો દ્વારા રચાયેલાં અને કાયમ ગવાતાં પદો-ભજનો- સ્તુતિ-પ્રાર્થનાઓના સંકલનમાંથી અહીં સુખસાગર-સંતરામ મહારાજ કૃત તથા અન્ય ભક્તો કૃત કેટલીક આરતી રચનાઓ વિશે થોડીક વાત કરવી છે. આરતી એટલે આર્ત ભાવે પ્રાર્થના.. જે પોતાના ઉપાસ્ય-આરાધ્ય દેવી-દેવતાની મૂર્તિ કે સ્થાપના સમક્ષ્ા, ગુરુ-સદ્ગુરુની સમક્ષ્ા-એમની છબી સમક્ષ્ા-એમની સમાધિ સમક્ષ્ા દીપક લઈને કરવામાં આવે.

આરતી - ૧

બોલો જય જય જય મહારાજ, સત ગુરુજીની આરતી...

ધ્યાન કરો એક ધૂન્યમાં, મોટો તે સત ગુરુદેવ

આરતથી આરતી કરો રે, એવું સમજીને સતગુરુ ભેવ..સત ગુરુજીની આરતી...

સત ગુરુજી દયા કરે ત્યારે શૂન્ય શિખર પર જાય,

ગમ જો આવે ગુરુ તણી રે, ત્યારે નામ નિશ્ર્ચે પદ થાય..સત ગુરુજીની આરતી...

નિશાન થયું કેમ જાણીયે રે, બે અક્ષર એક જ થાય

જુવો વિચારી ઝાંખીને રે, જ્યાં રે રો છે ત્યાં મ મો જાય..સત ગુરુજીની આરતી...

સતગુરુએ સાચું કહ્યું, આદ્ય અક્ષર એક નામ,

સુખસાગર તેમાં ભળ્યા રે, સતગુરુએ બતાવ્યું જ્યાં ધામ઼.સત ગુરુજીની આરતી...

સતગુરુ ને શબ્દે રહેશે, તે પદ પામે સાર,

શૂન્યનો છેડો આવશે રે, ત્યારે ઉતરશો ભવ પાર ..સત ગુરુજીની આરતી...

પાર પડ્યા કેમ જાણીએ રે, જ્યારે મનમાં મન સમાય,

મૂળ શબદમાં જે રહે રે, તેવી વરતીયો કહી નવ જાય ..સત ગુરુજીની આરતી...

વરતીયો જેની વશ થઈ , તે ગંભીર નાદમાં જાય ,

ધીર(સ્થિર) થઈને સાંભળે રે શબદ વિનાનો શબદ જ્યાં થાય ..સત ગુરુજીની આરતી...

ગુરુ ગમ વિના આવે નહીં, જો કરીયે કોટિ ઉપાય,

સુખસાગર કહે સાંભળો રે, સત ગુરુને શરણે જાય ..સત ગુરુજીની આરતી...

શબદમાંથી શબદ ઉઠે , શબદમાં મળી જાય ,

એ શબદને જે પરખશે રે , તે શબદ સ્વરૂપે થાય ..સત ગુરુજીની આરતી...

શબદ ઉઠે શબદ બેસે , શબદે શબદ થાય ,

શુભ ચલણ છે શબદનાં રે, તે શબદને જે કોઈ સાહ્ય ..સત ગુરુજીની આરતી...

શબદ રૂપે શબદ ગુંજે શબદમાં છે સાર,

શબદે શબદને ઉલટ્યો રે, તે શબદ નિરાધાર ..સત ગુરુજીની આરતી...

શબદ વેળે શબદ આવે, શબદ પોંચે ક્યાંય,

સુખ સાગર સમજી રહ્યા રે, શબદ ઓળખીને શબદની માંહ્ય..સત ગુરુજીની આરતી...

પોતે પોતામાં ભળી રહ્યા, પોતે જોયું પોતાનું આપ,

પોતે સ્વરૂપ ગાઈ રહ્યા રે, કીધો પોતે પોતાનો થાપ ..સત ગુરુજીની આરતી...

પોતે મુન્ય ને પોતે સુન્ય, ચરાચરમાં એ જ ,

પોતે પોતાપણું પરહરી રે, ત્યારે પોતે તે તેના તેજ ..સત ગુરુજીની આરતી...

પોતે દીઠા ને પોતે દેખાડયા, બ્રહ્માસન ભરપૂર,

સળંગ સૂત્રે વસી રહ્યા રે, પોતે નિરખો પોતાનું નૂર ..સત ગુરુજીની આરતી...

પોતે કહેતા ને પોતે સૂણતા ,પોતે પોતાનો બોલ,

સુખ સાગર કહે સાંભળો રે, ગુરુ ગમનો કેમ આવે તોલ ..સત ગુરુજીની આરતી...

( ઉપરની આરતી પ્રકારની પદ્ય રચનામાં સદ્ગુરુના મહિમા સાથે સંતસાધનાનો અનુભવ ગવાયો છે. એક ધૂનથી- એક ધ્યાને- આરતથી સતગુરુને સૌથી મોટા માનીને સતગુરુની આરતી કરજો. જો ગુરુની કૃપા થશે તો સાધક શૂન્ય શિખર લગી પહોંચી જશે. ગુરુની પાસેથી જો ગુરુગમ-ગુરુગમ્ય સાચી અને પાકી સમજણ મેળવી હશે તો નામમાં નિશ્ર્ચેપદ એટલે કે પૂર્ણ વિશ્ર્વાસ અને પ્રતીતિ થશે, આ નિશાન-સાબિતી કેમ જાણી શકાશે ? જ્યારે બે અક્ષ્ાર ર અને મ઼ રેરો અને મમો એક સ્થાને મળી જાય એક બીજામાં ભળી જાય અને એક જ અક્ષ્ાર થઈ જાય- જે આદિ અક્ષ્ાર એક નામ- નિજ નામ છે તે સ્થાનનો પૂર્ણ અનુભવ કરીને સુખસાગર એમાં ભળી ગયા છે. એ ધામ સતગુરુએ બતાવ્યું છે...

જે સતગુરુના શબ્દે રહેશે- એની આજ્ઞામાં -શરણાગતિમાં રહેશે, તે નિજપદનો સાર પામી શકશે. શૂન્ય શિખર સુધીની યાત્રા કરશે તે ભવપાર ઊતરશે. જ્યારે પોતાના મનમાં મન સમાઈ જાય,વિલીન થઈ જાય,હું ને મારું મટી જાય અને મૂળ શબ્દમાં જે નિવાસ કરે છે , જે વૃત્તિઓ કહી શકાય એવી નથી તે બધી વૃત્તિઓ વશ થઈ ગયા પછી ગંભીર નાદ- અનહદ નાદનો અનુભવ થાય, એને ધીર થઈને સાંભળે તો શબ્દ વિનાનો- અશબ્દ ધ્વનિ સંભળાય, પણ આ વાત ગુરુગમ્ય છે, સદ્ગુરુની કૃપા વિના કરોડો ઉપાય કરીએ તો પણ પ્રાપ્ત થતી નથી.માટે સુખસાગર કહે છે કે સતગુરુનું શરણ લઈ લેજો.. સંતોની શબ્દસાધના વિશે ગૂઢ વાણીમાં લખાયેલી આ આરતીમાં શબ્દબ્રહ્મની ઉપાસના કરનારા સાધકનો અનુભવ વર્ણવાયો છે. મૂળ શબ્દ- પ્રણવ-ૐકાર-સોહંકાર- આદિ શબ્દની પરખ કરનારો જ શબ્દ સ્વરૂપી થઈ શકે છે. વૈખરી વાણીના શબ્દો- આપણી ભાષ્ાાના બાવન વર્ણોના શબ્દોમાંથી સદ્ગુરુએ આપેલ નામ-વચન-શબદના સતત જપ-આવર્તન દ્વારા તથા શ્ર્વાસ શ્ર્વાસ સાથે અજપાજાપની સાધના- ઊલટ-પલટની સાધના દ્વારા જ એક સમય એવો આવે કે સાધક શબ્દાતીત થઈ જાય. સુખસાગર એ શબ્દને ઓળખીને શબ્દમાં જ સમજી રહ્યા છે..

સુખસાગર કહે છે કે ગુરુગમ ભેદનું વર્ણન હું કેમ કરી શકું ? એનો તોલ-એનું મૂલ્યાંકન પણ કેમ થઈ શકે ? પોતે સ્વયં પોતાનામાં ભળીને પોતે પોતાનું આપાપણું જાણી લીધું છે. પોતે જ પોતાની સ્થાપના કરીને પોતાનું સ્વરૂપ ગાઈ રહ્યા છે, પોતે મુનિ પણ છે અને શૂન્ય પણ છે,જે ચરાચરમાં વ્યાપ્ત છે, પોતાપણું દૂર કરો તો પોતાની જાતની ઓળખાણ થઈ જાય, ભરપૂર બ્રહ્માસન પર બેસી પોતે જુએ છે અને પોતે જ અન્યને દેખાડે છે, સળંગ સૂત્રે વસી રહેલા પોતે પોતાનું નૂર-તેજ-પ્રકાશ નીરખે છે,પોતે જ બોલે અને પોતે જ સાંભળે, પોતે જ પોતાના શબ્દમાં વિલીન થઈ જવાય એવી આ ગૂઢ અને ગુરુગમ્ય વાત છે.)

કૃષ્ણજી કૃત આરતી

હરિ ૐ જય સતગુરુ સ્વામીજી ; પ્રભુ જય સતગુરુ સ્વામી ,

આરતી ઉતારૂં ,(ર) પ્રભુ અંતરજામી..જય દેવ....જય દેવ....૦

આદિતે અવિનાશ, પધાર્યા પૂરમાં,પ્રભુ પધાર્યા પૂરમાં ;

ભક્ત વત્સલ ભગવાન, વસિયા છો ઉરમાં.. જય દેવ...જય દેવ...૦

સોમે સત્ય સ્વરૂપ,સુંદરતા શોભે, પ્રભુ સુંદરતા શોભે ;

નીરખે નર ને નાર, મુનિનાં મન લોભે.. જય દેવ...જય દેવ...૦

મંગળ મૂર્તિ મહારાજ, ત્રિગુણાતીત કહાવો,પ્રભુ ત્રિગુણાતીત કહાવો ;

પિંડ બ્રહ્માંડની પાર, ભક્તજનને ભાવો.. જય દેવ...જય દેવ...૦

બુદ્ધિ અનુપમ સાર ગાય વેદની વાણી, પ્રભુ ગાય વેદની વાણી ;

ઉપનિષ્ાદનો સાર, સંત રહ્યા જાણી.. જય દેવ...જય દેવ...૦

ગુરુ પ્રગટ કરુણાગાર,ભક્તને બ્રહ્મવિદ્યા આપી, પ્રભુ બ્રહ્મવિદ્યા આપી ;

કોટિ જનમનાં કર્મ, તે નાખ્યાં કાપી.. જય દેવ...જય દેવ...૦

શંકર સદગુરુ સોઈ જીવ કોઈક જાણે,પ્રભુ જીવ કોઈક જાણે ;

અખંડ આનંદ અદ્વૈત, તે સુખ તે માણે.. જય દેવ...જય દેવ...૦

સાને સમજે જે કોઈ,તે કૈવલ્ય પામે,પ્રભુ તે કૈવલ્ય પામે ;

કૃષ્ણજી ભજ સોઈ,ગર્ભ વેદના વામે.. જય દેવ...જય દેવ...૦

( આ આરતીમાં સાત વારને કેન્દ્રમાં રાખીને સતગુરુનો મહિમા ગવાયો છે. અવિનાશી, ભક્તવત્સલ,સત્ય સ્વરૂપી,મંગલમૂર્તિ,ત્રિગુણાતીત,પિંડ બ્રહ્માંડને પાર વસેલા,સર્વૈ ઉપનિષ્ાદોના સાર અને જેનો અપરંપાર મહિમા ગાતાં વેદો પણ થાક્તા નથી છતાં સાચા સંતો જેનો મર્મ પિછાણી શકે છે એવા અખંડ આનંદ અદ્વૈત પરમાત્માને ભજતાં જન્મ-પ્રતિજન્મની ગર્ભવેદનામાંથી મુક્ત થઈ શકાય છે. અલખની ઓળખાણનો પોતાનો અનુભવ લગભગ તમામ સંત-કવિઓએ પોતાની વાણીમાં વર્ણવ્યો છે. અષ્ટાંગ યોગ દ્વારા મૂલધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ અને આજ્ઞાચક્ર સુધીનાં ષ્ાટચક્રો ભેદીને કુંડલિની શક્તિ સહસ્રારમાં આવે અને પરમાત્મસાક્ષ્ાાત્કાર થાય ત્યાં સુધીમાં સાધકને જુદાજુદા અનેક અલૌકિક અનુભવો થતા હોય છે, આ સ્વાનુભવ શબ્દ દ્વારા વ્યક્ત કરવો હોય તો પરંપરિત રુઢ પરિભાષ્ાા દ્વારા જ થઈ શકે. અને એનો અર્થ સંતવાણીની પરંપરા કે પદાવલિના જાણકાર-મરમી પાસેથી જ સાંપડે.)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsNDqOs846Z%2BOieGgmHGtwCyv_LtdNGL%2Ba1Z1GmZK5hBQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment