Sunday, 3 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બાપુ મારે ખાવા ધાન નથી ત્યાં હાથીને શું ખવરાવું? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બાપુ મારે ખાવા ધાન નથી ત્યાં હાથીને શું ખવરાવું?
દોલત ભટ્ટ

 

 

 

'બારોટ હાથ પાછો સંકોરો તો તમને સૂરજની આણ્ય છે. તમારુ કુટુંબના અને હાથીના નિભાવ માટે સત્તાવીસ સાંતીનું રતનપર ગામ તમને આજથી બક્ષીસ દઉં છું. લ્યો કહુંબો મીઠો કરો.'


ભડલી ગામનો સુવાંગ ઘણીે ભાણખાચર ડાયરો ભરીને બેઠો છે. ઠુંગાની ત્રાસકું મુકાઇ ગઇ છે. રૃપે મઢ્યો હોકો ડાયરામાં ફરી રહ્યો છે. રૃપાની ગરણીમાંથી કહુંબો ત્રબકી રહ્યો છે, જેનું ભુજ બળ આખા પાંચાળમાં પંકાઇ ગયું છે. એવા ભાણ ખાચરના ભડલી નામના ગામના ઝાંપામાં અજાણ્યા ચારણ કવિએ ઘોડાનું ચોકડુ ડોંચી ઘોડાને થંભાવી પૂછ્યું :


'ભાઇ ભાણખાચરની ડેલી દેખાડશો ?'

'ગઢવી લાગો છો ?'

માણસે સામો સવાલ કર્યો.

'કેમ પૂછવું પડયું ?'


'પુછવું તો એમ પડયું કે એના બારોટ ભુખ્યે મરે છે ને તમારી જેવા પારકા દાન લઇ જાય છે ?'


'ઠીક ભાઇ ડેલી તો દેખાડો ?'


'ડાબા હાથે ઘોડો મરડો એટલે સામીજ ડેલીમાં ડાયરો ધૂબાકા દેતો દેખાશે.'


ચારણ કવિએ ઘોડો હાંક્યો. ગઢવીને આવતા ભાળી એક કડીના એકસો હેતુ મિત્રોથી વિટળાયને બેઠેલા ભાણખાતરે.


'આવો ગઢવી આવો.'

બોલીને અદકેરો આદર દીધો.

ત્યાં કહુંબોના કટોરા ધરાણા.

'લ્યો ગઢવી કહુંબો મીઠો કરો.'


'કહુંબો તો પોતાના ચારણો કે બારોટો મીઠા કરે એમાં તમારી વશેકાય લેખાય'


ચારણ કવિના વેણ સાંભળી ભાણખાચર વિચારમાં પડી ગયા. ડાયરો આખો થંભી ગયો કહુંબાની કટોરીયું હાથમાં ઠઠી રહી.


'ગઢવી આવા વેણ કાં કાઢો ?'


ભાણખાતરે પ્રશ્ન પુછ્યો. ને ને ગઢવીએ દૂહો ફટકાર્યો.


'પોતાના પૂંછેલ ફરે, દેતો પરને દાન પર ગંધીલો કેવડો, ભડલીવાળો ભાણ.'


દુહો સાંભળતાં જ ભાણ ખાતર દુહાના મર્મ પામી ગયા. હુકમ કર્યો બારોટને ડેલીએ બોલાવો. હુકમ થાતાં જ માણસો છુટયા. વહીવંચા બારોટને તેડીને આવ્યા, લધરવધર લુગડાં શરમાતો શરમાતો બારોટ નીચુ મોં કરીને ઉભો રહી ગયો. એટલે ચારણ કવિએ બાવડું જાલીને પોતાની પાસે બેસાર્યો બારોટના હાલ જોઇ ભાણખાચરને ભોંઠપ લાગી.


ચારણ કવિએ વેણના ઘા કર્યાં.


'ભાણખાચર ! આ તમારો બારોટ. કરાવો કહુંબો મીઠો એટલે આખો ડાયરો કહુંબો મીઠો કરે.'


'ભાણ ખાતરે ભર્યા ડાયરામાં વેણ વદ્યા મારા બારોટને હાથીના પસા (હાથીનું ઇનામ) કરૃં છું.'


સાંભળીને બારોટ બોલ્ય.


'બાપુ મારે ખાવા ધાન નથી ત્યાં હાથીને શું ખવરાવું.'


'બારોટ હાથ પાછો સંકોરો તો તમને સૂરજની આણ્ય છે. તમારુ કુટુંબના અને હાથીના નિભાવ માટે સત્તાવીસ સાંતીનું રતનપર ગામ તમને આજથી બક્ષીસ દઉં છું. લ્યો કહુંબો મીઠો કરો.'


બારોટે કહુંબાનો કટોરો હાથમાં લઇ અંજલિ અર્પી કહુંબો મીઠો કર્યો.


રતનપર ગાની જમીન બારોટો ખેડી હતી.

 


તણખો :
મતલબની મનવાર,
મતલબે જગત જમાડે ચુરમાં
વણમતલબે રાબન પીરસે રાજીઆ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou7AD3aZJNk7X1uN-GTSPvMcDCeovyuxWMYAbr%3D-0A7%3DA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment