Friday, 8 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જગતમાં સજ્જન વધુ છે કે દુર્જન? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જગતમાં સજ્જન વધુ છે કે દુર્જન?
મધુવનની મહેક: ડો. સંતોષ દેવકર

 

 

 

"તું એક સારી વ્યક્તિને શોધી લાવ." ગુરુએ આજ્ઞા કરી. બીજાને કહ્યું , "તું એક ખરાબ વ્યક્તિ ને શોધી લાવ." ગુરુએ બન્ને શિષ્યોને જુદી જુદી આજ્ઞા કરી.


સંકલ્પ અને વિકલ્પ બન્ને એક જ ગુરુના શિષ્યો હતા. ગુરુના આશ્રમમાં જ રહેતા હતા. ગુરુ બન્ને શિષ્યોને નિયમિત એક સાથે જ પાઠ કરાવતા. ગુરુએ બન્ને શિષ્યોને એક નાનું છતાં મોટું કામ સોંપ્યુ. સંકલ્પ ખૂબ જ સારો, સત્યનિષ્ઠ, કર્મનિષ્ઠ અને વિવેકી શિષ્ય હતો. જ્યારે વિકલ્પ દુર્ગુણી, વાતે-વાતે જુઠ્ઠુ બોલનારો અને અવિવેકી શિષ્ય હતો. ગુરુએ કામ સોંપતાં જ બન્ને જણા સજ્જન અને દુર્જન વ્યક્તિની શોધમાં લાગી ગયા.


ગુરુએ સંકલ્પને દુર્જન અને વિક્લ્પને સજ્જન વ્યક્તિની શોધ કરવા કહ્યું હતુ. થોડાક દિવસો પસાર થયા. ગુરુજીને ઉત્તર આપવાનો સમય નજીક આવ્યો. ગુરુજીએ બન્ને પાસે ઉત્તર માગ્યો. સૌ પ્રથમ વિકલ્પને ગુરુજીએ પુછયુ કે "શું તને સજ્જન વ્યક્તિ મળી ગઈ?" ત્યારે વિકલ્પે કહ્યું," ના ગુરુજી, મે બધે જ તપાસ કરી, પરંતુ મને ક્યાંય કોઇ સારી વ્યક્તિ મળી જ નહિ." ત્યારબાદ ગુરુજીએ સંકલ્પને પૂછયું હતુ. ત્યારે સંકલ્પે ઉત્તરમાં કહ્યુ, " ના ગુરુજી, ના. હું બધે જ ફ્રી વળ્યો પણ મને ક્યાંય કોઇ ખરાબ વ્યક્તિ ન મળી."


સંક્લ્પ પ્રમાણિક અને નિષ્ઠાવાન હતો તેને બધી જ વ્યક્તિઓ તેના જેવી જ સત્યનિષ્ઠ ,પરિશ્રમી અને સજ્જન જ દેખાઈ. વિક્લ્પ અપ્રમાણિક અને અવિવેકી હતો. તેને જે પણ માણસો મળ્યા તે બધા જ અસત્યવાદી, જુઠ્ઠા અને દુર્જન વ્યક્તિઓ જ મળ્યાં .ખરેખર તો બહારનું વિશ્વ એ આપણી અંદરનું જ પ્રતિબિંબ હોય છે. જેવા વિચારોથી રંગાયેલા હોઇએ તેવું જ બાહ્ય વિશ્વમાં દેખાતું હોય છે. સંકલ્પ સ્વયં સારો વ્યક્તિ હતો. તેથી એ જેને પણ મળતો તે તેને સારો જ લાગતો. તેને તેનામાં સદગુણ જ દેખાતા. પરિણામે તે એક પણ ખરાબ વ્યક્તિને શોધી શક્યો નહોતો.


વિકલ્પ પણ તેની અંદરનુ જ પ્રતિબિંબ બાહ્ય જગતમા જોતો હતો. તેને દરેક વ્યક્તિમાં દુર્ગુણ જ દેખાતા હતા. તેને કોઇ સારી વ્યક્તિ મળી શકી નહીં. વ્યક્તિની અંદર જે વિચારો ચાલતા હોય તેવાં જ ચશ્માં આંખે ચડી જતા હોય છે. એવાં ચશ્મામાંથી એ જ દેખાય છે જેવું તે વિચારે છે. ચશ્માં થકી એ જ જુએ છે જેવું તે ઈચ્છે છે. એને અ જ વ્યક્તિ મળતી હોય છે જેવા ગુણો કે અવગુણો એની પોતાની અંદર હોય .ગુરુ-શિષ્યનો આ અદ્ભુત સંવાદ આ રીતે અલ્પવિરામ પામી શકે, જેમકેઃ નજર કો બદલો, નજારે બદલ જાયેંગે, કિશ્તી બદલને કી જરુરત નહી, દિશા બદલોગે, કિનારે અપને આપ બદલ જાયેંગે.

 


મિસરી

"બુરા દેખન મૈ ચલા, બુરા ન મિલીયો કોઇ

જબ દિલ ખોજા અપના, મુજસા બુરા ન કોઇ"

કબીર


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuLu74DPkYwW6qOE7Z48h6B4GutK6tf1SVfKpEep%3DmfRA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment