Saturday, 9 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ છૂપા રુસ્તમ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



છૂપા રુસ્તમ!
હેમલ વૈષ્ણવ

 

 

 


આઇ નીડ વોડકા, નોટ બ્લડી મેરી' બિઝનેસ ક્લાસમાં બેઠેલા પ્રજ્ઞેશભાઈએ એરહોસ્ટેસ મુગ્ધાને કહ્યું અને બાવીસ વર્ષની મુગ્ધાની કમનીય પીઠ તરફ જોતાં એમણે એમના બિલ્ડર મિત્ર સૌમિલભાઈ તરફ આંખ મીંચકારી.


'લાંબી સફર છે યાર, એન્ટરટેઇનમેન્ટ માટે આ ફટાકડીને બોલાવે રાખવી પડશે' અને પ્રજ્ઞેશભાઈ વારે ઘડીએ અલગ અલગ ડ્રિંક મંગાવીને ડ્રિંક્સ આપવા આવેલી મુગ્ધાને અછડતો સ્પર્શ કરતા રહ્યા.


મુગ્ધાએ જ્યારે જ્યારે સૌમિલભાઈને ડ્રિંક્સ માટે પૂછ્યું ત્યારે એક જ જવાબ મળતો 'પ્લેન સ્પાર્કલિંગ વોટર.'


ફ્લાઇટમાંથી બહાર નીકળતી વખતે પણ મુગ્ધાના ઉભારો પર લોલૂપ નજર નાખવાની તક પ્રજ્ઞેશભાઈએ છોડી નહીં. એમની પાછળ રહેલા સૌમિલભાઈએ પોતાનું બિઝનેસ કાર્ડ મુગ્ધાને આપ્યું. 'અરે યાર! તમે તો છૂપા રુસ્તમ નીકળ્યા.' પ્રજ્ઞેશભાઈ પોતાના મિત્ર તરફ ઈર્ષ્યાથી જોઈ રહ્યા.


છેલ્લા આઠ વર્ષમાં વિહંગ એરલાઇન્સે હરણફાળ ભરી હતી. શહેરમાં વિહંગ એરલાઇન્સનું બહુમાળી મકાન બનવાનું હતું. જો એનો કોન્ટ્રાક્ટ મળે તો સૌમિલભાઈનો વખતથી નબળો ચાલતો ધંધો બેઠો થાય એમ હતો. મહામહેનતે મેનેજિંગ ડાયરેક્ટરની દસ મિનિટની મુલાકાત એમને મળી હતી. આ દસ મિનિટ બહુ મહત્ત્વની હતી. ત્રીસીમાં પહોંચેલી એક સેક્રેટરી જેવી લાગતી યુવતીએ કેબિનમાં પ્રવેશ કર્યો. સૌમિલભાઈ કાંઈ સમજે એ પહેલાં યુવતી ડાયરેક્ટરની ચેરમાં ગોઠવાઈ ગઈ.


'સર, આઠેક વર્ષ પહેલાં આપણે મળી ચૂક્યાં છીએ. ત્યારે મેં એમ.બી.એના ભણતરનો ખર્ચો કાઢવા માટે એક વર્ષ એરલાઇનમાં નોકરી કરેલી. એ મારું પહેલું જ અઠવાડિયું હતું અને તમારા મિત્રે કરેલી હરકતોથી ગભરાઈ જઈને મેં નોકરી છોડી દેવાનું નક્કી જ કરેલું .'


તમારા એ દિલફેંક મિત્રનું ટેન્ડર પણ મારી પાસે આવી ગયું છે, પણ મારી પાસે તમારું તમે આપેલું આઠ વર્ષ જૂનું બિઝનેસ કાર્ડ જ છે અને એને કારણે જ હું આ પોઝિશન સુધી પહોંચી શકી. મુગ્ધાના હાથમાંના કાર્ડના પાછળના ભાગમાં સૌમિલભાઈના અક્ષરો હતા, 'મારા મિત્રના વર્તન બદલ હું માફી માગું છું, પ્લીઝ કન્ટિન્યૂ ગુડવર્ક.'


સ્પાર્કલિંગ વોટરનો ગ્લાસ સૌમિલભાઈ તરફ આદરપૂર્વક ધરતાં મુગ્ધા બોલી, 'સેન્ડ મી ધ પ્રપોઝલ, આપના જેવા નેક માણસ સાથે કામ કરતા આનંદ થશે.'


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OteS8XYgVgXouSWnyJREO_B5xa%2BJ1P9AAnVvf50FvyozQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment