Tuesday, 12 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ગોલ્ડન ટોપાઝનું મહત્ત્વ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગોલ્ડન ટોપાઝનું મહત્ત્વ!

ગણિત અગણિત-ભાવિક સંઘવી

amdavadis4ever@yahoogroups.com

ગોલ્ડન ટોપાઝનું ઉદ્ગમ: સામર્થ્યનો પથ્થર ટોપાઝનું નામ સંસ્કૃત શબ્દ 'તપસ' પરથી આવ્યું છે, એનો અર્થ અગ્નિ થાય છે. અન્ય સ્રોત એવો છે કે એનું નામ ગ્રીક શબ્દ 'ટોપાઝોસોઝ' પરથી આવ્યાનું કહેવાય છે, જેનો અર્થ છે 'કંઈક માગવું કે ઈચ્છવું'. જોકે, બીજો અર્થ એની શોધને દર્શાવે છે, જ્યારે પહેલો અર્થ આ પ્રખ્યાત રત્નની સાચી જાણ આપે છે. ગોલ્ડન ટોપાઝનું બીજું નામ ઈમ્પિરિયલ ટોપાઝ છે. ઐતિહાસિક રીતે આ ક્રિસ્ટલ સામાન્યપણે રાજવી બાબત સાથે સંકળાયેલો મનાય છે. આધુનિક સમયમાં, આપણાં પોતાનું મહત્ત્વ ઓળખવામાં મદદ કરનારા તરીકે આ પથ્થરને આપણે જોઈએ છીએ.

ટોપાઝ એવા ક્રિસ્ટલાઈટ સ્વરૂપમાં આવે છે જેમાં એલ્યુમિનિયમનું સિલિકેટ મિનરલ અને ફ્લ્યુઓરિન છે. એની કઠોરતા-સખતપણું આઠનું છે અને ચોક્કસ ગ્રેવિટી-ગુરુત્વાકર્ષણનું જોર ૩.૪-૩.૬ છે અને કાચના જેવી ચમક છે.

રંગ: સામાન્યપણે ટોપાઝ હળવો પીળાશ ધરાવતો પથ્થર છે. શુદ્ધ ટોપાઝ પારદર્શક હોય છે, પણ સામાન્ય રીતિે તેની અશુદ્ધિઓને કારણે રંગની થોડી ઝાંય ધરાવે છે. લાક્ષણિક ટોપાઝ વાઈન કે સ્ટ્રો યલો રંગનો હોય છે. વળી, એને સફેદ, ગ્રે, લીલો, ભૂરો, ગુલાબી અથલા લાલાશ પડતો પીળો અને પારદર્શક અથવા જેમાંથી પ્રકાશ પસાર થઈ શકે તેવો અર્ધપારદર્શક બનાવી શકાય.

ટોપાઝ મળી શકે એવા રાષ્ટ્રો: રત્નોની બજારોમાં બ્રાઝિલિયન ટોપાઝની આગવી મહત્તા છે. બ્રાઝિલ ઉપરાત, જર્મની, ઈટાલિ, યુએસએ, મેક્સિકો, જાપાન, અફઘાનિસ્તાન, શ્રીલંકા, ચૅક રિપબ્લિક, નોર્વે, પાકિસ્તાન, સ્વીડન, બર્મા, થાઈલૅન્ડ, કમ્બોડિયા, ઑસ્ટ્રેલિયા અને ઈસ્ટ આફ્રિકા આ કીમતી રત્નના નિર્માતા છે.

ભારતમાં ટોપાઝના પ્રાથમિક સ્રોતોમાં મહાનદી અને બ્રહ્મપુત્રા નદીઓ, હિમાલય, વિંધ્યાચળ પર્વતમાળા, ઓરિસ્સા, બંગાળ અને કાશ્મીરનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીનો જાણીતો ટોપાઝ: 'અલ ડોરેડો' અત્યાર સુધીનો સૌથી મોટો અને સૌથી વધારે જાણીતો ટોપાઝ છે. આ જાણીતા બ્રાઝિલિયન ટોપાઝનું વજન લગભગ ૬.૩ કિલોગ્રામ છે. ઔરંગઝેબના ટોપાઝનું વજન ૧૫૭.૭૫ કેરેટ છે.

ટોપાઝ ધારણ કરવાનું મહત્ત્વ: અસરકારક રત્ન, એ માનસિક ટોનિક તરીકે કામ કરે છે, એ છે ગોલ્ડન ટોપાઝ અને એ ચારિત્ર્યમાં ગૌરવ અને ખાનદાની પ્રદાન કરે છે. આ રત્ન પહેરીને વ્યક્તિને નવા નવા આઈડિયા આવે છે અને ક્રોધને અંકુશમાં રાખવાનું શીખવે છે અને વ્યક્તિની ઊર્જાને સકારાત્મકતામાં પલટે છે. એવું માનવામાં આવે છે કે, ટોપાઝમાં કુદરતી ઉપચાર કરવાનો ગુણ છે. ટોપાઝને ઝોડિયેકની પિસીઝ સેજિટેરિયસ રાશિમાં જન્મેલાઓનો શાસક પથ્થર માનવામાં આવે છે. ઉપરાંત, ટોપાઝ વ્યક્તિને સંભવત: તેના પોતાના નિર્ણયોમાં ભરોસો-આસ્થા રાખતું વ્યક્તિત્વથી સજ્જ બનાવે છે. આ રત્ન વ્યક્તિને મન:ચક્ષુથી કલ્પના કરવાની શક્તિ આપે છે. તમામ ટોપાઝનો એક સામાન્ય ગુણ ઊર્જાનું સંતુલન રાખવામાં મદદ કરવાનો છે, જેનાથી વ્યક્તિ બહુ તાણમાં નથી આવતી કે હતાશ નથી થતી. વ્યક્તિની ઊર્જાનું સંતુલન કરવાની શક્તિને કારણે ટોપાઝ એવા લોકોની મદદ કરી શકે છે, જેઓ સ્વ-મહત્ત્વની લાગણીના અતિરંજિત ભાવનાથી માન્યતા મેળવવા માગે છે. નિયમિત રીતે ટોપાઝની સાથે ચિંતન કે ધ્યાન કરવાથી સંભવ છે કે શાંતિ અને ઉત્સાહ-ઊર્જાનો અનુભવ થાય. ધ્યાન ધરતી વખતે ગોલ્ડન ટોપાઝ રાખવાની શ્રેષ્ઠ જગ્યા મણીપુર ચક્ર (નાવલ-સોલર પ્લેક્સસ એરિયા) છે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou9zoEmTmstSu5Dd1Q-0eBPYSn8kHW%2BesmgesKY9D3fiQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment