Tuesday, 12 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આમીર ખાન જૈન ધર્મથી પ્રભાવિત... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આમીર ખાન જૈન ધર્મથી પ્રભાવિત!

ગપસપ-ઈશાની પટેલ

 

amdavadis4ever@yahoogroups.com

૨૬જાન્યુઆરીને ગણતંત્ર દિવસે આમીર ખાનના પ્રોડક્શન હાઉસના નેજા હેઠળ બનેલી ડોક્યુમેન્ટરી 'રૂબરૂ રોશની' ને ટી.વી પર દર્શાવવામાં આવી. ક્ષમાનો સંદેશ પ્રસરાવતી આ ફિલ્મને જોકે, આમીર ખાન ડોક્યુમેન્ટરીને બદલે એક ફિલ્મ કહેવાનું જ વધુ પસંદ કરે છે.

આમીર કહે છે કે રોજબરોજની જિંદગીમાં ક્ષમા શબ્દ કે ભાવનો ઉપયોગ કરવાનું આપણે ભૂલી જ ગયા છીએ. આપણે એ પણ ભૂલી ગયા છીએ કે માફી આપી દેવાથી આપણા મનના કેટલા બધા ઘા રૂઝાઇ જાય છે. આ હું નથી કહી રહ્યો, પણ કેટલાક વડીલો અને સંતો આવું કહી ગયા છે. કેટલાય ધર્મોમાં ક્ષમાભાવ વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે. આપણે ક્ષમા નામની શક્તિને જાણે નજરઅંદાજ કરી દીધી છે.

આમ પણ કોઇને દોષ દઇને કે તેની સાથે વૈમનસ્ય રાખીને શું થવાનું છે. જો એક કાચનો પ્યાલો મારાથી પડીને તૂટી ગયો તો હવે એ પાછો તો નથી જ આવવાનો. તો પછી એ વાત પર હેરાન-પરેશાન થઇને શું કરવાનું. એમ પરેશાન થઇ જવાથી આપણે આપણા ભૂતકાળને તો બદલી શકવાના નથી. હવે એ મારા પર છે કે હું ભૂતકાળને પકડીને રોતો રહું કે મારી જાતને વઢતો રહું કે પછી એ બધી પળોજણોને ભૂલીને બહાર નીકળું અને ભવિષ્ય પર ધ્યાન દઉં.

આ વિષયને લઇને ફિલ્મ બનતી હતી ત્યારે ઘણી વાર મને લાગ્યું કે ક્ષમા ઉપરના આ વિષય માં મારા પર જૈન ધર્મનો ઊંડો પ્રભાવ પણ પડી રહ્યો હતો અને આજે પણ છે. જૈન ધર્મની ઘણી વાતો એવી છે જે મને પ્રભાવિત કરી રહી છે જેમ કે ક્ષમા વાણી, અહિંસા અને માત્ર એટલું જ લો જેટલાની જરૂરત હોય (અપરિગ્રહ). એક બીજી વાત એ છે જે મને બહુ જ સારી લાગી એ છે અનેકાંતવાદ અર્થાત્ જો બે જણ છે અને બંનેની વાતો કે વિચારો એકબીજાથી અલગ છે છતાંય તેનું માન જાળવો. સામેવાળાના પોતાના વિચાર પણ હોઇ શકે. તેને પોતાની રીતે વિચારવાનો પૂરો હક છે. બેઉ વચ્ચે એક બારી હંમેશા ખુલ્લી રાખવી જોઇએ જેથી આપસમાં સંવાદ થઇ શકે. બની શકે કે એ સાચો હોઇ શકે અને તમે ખોટા હોઇ શકો.

આ ડોક્યૂમેંટ્રી ફિલ્મનું નિર્માણ આમીરખાનના પ્રોડક્શન દ્વારા થયું છે પણ તેણે દિગ્દર્શનની કમાન પોતે સંભાળી નથી એવામાં એને પૂછવામાં આવ્યું હતું કે તેમણે પોતે નિર્દેશન કર્યુ હોત એવા વિચાર તેને આવ્યા હતાં? તેના જવાબમાં તેણે કહ્યું હતું કે ના આ મારા દિગ્દર્શકની વાર્તા છે જે કહેવા એ બેચેન હતાં તો મારું કર્તવ્ય હતું કે એ દિગદર્શક પર હું વિશ્ર્વાસ રાખું, એમ આમીર ખાને વધુમાં જણાવ્યું હતું.

આ ફિલ્મને ઓસ્કારમાં મોકલવાના સૂચનો આવ્યાં છે જેના વિશે આમીરખાન ગંભીરતાથી વિચાર કરી રહ્યો છે. ક્ષમા જેવા ગંભીર વિષય પર બનેલી આ ફિલ્મના અનુસંધાનમાં જ્યારે આમીરને પૂછવામાં આવ્યું કે જીવનમાં તારે કોઇને માફ કરવાની જરૂર પડી છે ત્યારે એણે જૂહી ચાવલા સાથેના જૂના દિવસો યાદ કરતાં કહ્યું હતું કે એક વાર જૂહી સાથે તેને ખૂબ મોટો ઝઘડો થઇ ગયો હતો. તે વખતે તેને એટલું બધું ખોટું લાગ્યું હતું કે તે જૂહી સાથે હાય અને બાય નો વ્યવહાર પણ રાખતો નહીં. આ વાત છે ૧૯૯૭, ફિલ્મ ઇશ્કના શૂટિંગ દરમ્યાનની. પછી ૬ વર્ષે એટલે કે ૨૦૦૩માં તેનાં અને રીના વચ્ચે છૂટાછેડા થઇ રહ્યા હતાં ત્યારે અચાનક જ જૂહીનો ફોન આવ્યો. તે દિવસોમાં આમીર કોઇની સાથે વાતચીત કરતો ન હતો. જૂહીને પણ લાગતું હતું કે આમીર તેનો ફોન પણ નહીં ઉપાડે તો પણ એણે ફોન કર્યો અને આમીરને કહ્યું કે એ તેને મળવા માગે છે. તે બેઉ મળ્યા ત્યારે જૂહીએ તેને રીના સાથે છૂટાછેડા ન લેવાની સલાહ આપી. આમીરે પણ તે શા માટે છૂટાછેડા લેવા માગે છે તેનાં કારણો જૂહીને આપ્યાં. આમીર કહે છે કે હું ભલે તેનાથી નારાજ રહેતો પણ તેણે દોસ્તી નિભાવી અને એવા સમયે મને સાથ આપ્યો જ્યારે મને એવા નૈતિક સાથ-સહકારની જરૂરત હતી.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtBJ_WXfmDJpe8rrjf6EG8GGkGc3n4viETgRxRzGJLcJQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment