Saturday, 9 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મહિલાઓનો ચીડિયો સ્વભાવ, કળતર અને માથાનો દુ:ખાવો શું સૂચવે છે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મહિલાઓનો ચીડિયો સ્વભાવ, કળતર અને માથાનો દુ:ખાવો શું સૂચવે છે?

આરોગ્ય વિજ્ઞાન-ડૉ. મલ્લિકા ચંદ્રશેખર ઠક્કુર (આયુર્વેદ ક્ષેત્રનાં ક્ધસલ્ટન્ટ)

 

amdavadis4ever@yahoogroups.com

એક બહેન આવ્યા. ખૂબ જ મૂંઝાયેલા ઉંમર, આશરે ૩૫ કે ૩૬ વર્ષની. ત્રણેક બાળકો, એક કસુવાવડ થયેલી એમને સફેદ પાણીની તકલીફ સ્રાવને લીધે બળતરા થાય. ખંજવાળ આવે, બેચેની રહે, એમના લોહીના પરીક્ષણમાં હિમોગ્લોબીન ઓછું આવ્યું. ઝાડાની તપાસમાં પણ અમુક જાતના જંતુઓ આવ્યા કે ઝાડામાં થઇ એના ચેપને લઇ પેટના રોગની કૃમિનાશક દવા આપતાં થોડાં દિવસ સારું રહ્યું. લોહી વધારવાની દવાથી નબળાઇ ઓછી થઇ. આ પ્રદર રોગને કારણે હાથ પગમાં થાક અને કળતર થાય. આંખોમાં બળતરા થાય. કમર અને વાંસો તૂટે. ઝીણો તાવ રહે, તાપને માપતા ટેમ્પરેચર નોર્મલ લાગે. માથું દુ:ખે, સ્વભાવ અત્યંત ચીડિયો થઇ જાય. ખંજવાળ વધવાથી કામેચ્છા વધુ થાય. ઉપરાંત જનનમાર્ગમાં સોજો અને દુ:ખાવો થાય. આ માટે તેઓ આયુર્વેદિક દવા, સલાહ અને ઉપચાર જાણવા માગતા હતા.

ઘણી બહેનોને આવી તકલીફો થાય છે. આવા ઘણા બધા પત્રો આવે છે. પ્રદરને ગુજરાતીમાં સફેદ પાણી પડવા, ધાતુ જવી કે શરીર ધોવાવું કહે છે. પ્રદર એ રોગ નથી પણ લક્ષણ છે. શરીરમાં લોહી ઓછું થાય ત્યારે તે દેખાય છે. વધુ પડતો કામનો ઢસરડો એને લીધે થાય છે. આ બહેનના કેસમાં સફેદ પાણી સહેજ પરુ અને વાસવાળું આવે છે. એમાં લોહી નથી. તે છતાં આવા કેસમાં ગર્ભાશયમાં કૅન્સર જેવો કોઇ વિકાર નથી. તેની તપાસ પણ કરી લેવી. બીજું ઝાડામાં અમુક જાતની કૃમિ થાય છે. તેનો સંપર્ક યોનિમાર્ગ સાથે થતાં ત્યાં સોજો આવે છે. અને એ સોજાને લઇ જનનમાર્ગ ગર્ભાશયની ગ્રીવા વગેરેમાં ચાંદું પડે છે. આ રોગનું વર્ણન આયુર્વેદમાં ૨૦ પ્રકારના યોનિરોગમાં કરવામાં આવ્યું છે. પુરુષ કે સ્ત્રીને પરમિયો (ગોનોરિયા)ના ચેપથી પણ થાય છે. પાંત્રીસ ચાલીસ વર્ષ પછીની બહેનોમાં કૃમિજન્ય (ત્રિકોનોમા)ના ચેપને લઇને જે સ્રાવ થાય છે તે પાણી ફીણ પરુ જેવો હોય છે. આવી ખંજવાળ ડાયાબિટીસ એટલે કે મીઠી પેશાબવાળી બહેનોને પણ ચેપથી થાય છે. બીજું આ વિભાગમાં સ્વચ્છતા ન રાખતાં અને તેમાં પણ ગર્ભ નિવારક સાધનોના ઉપયોગ અંગેની સાચી સમજ ન હોતાં ત્યાં અસ્વચ્છતાથી આ લક્ષણ લાગુ પડે છે.

મૂળ સંજ્ઞા રક્ત પ્રદર છે. રક્ત એટલે લોહી. 'રજ:પ્રદીર્ય તે યસ્માત્ તેન પ્રદર ઉચ્ચતે' જેમાંથી માસિક સ્રાવ અટકાવ કે પિરિયડ સિવાય વચ્ચે વચ્ચે રક્તસ્રાવ થાય. પિરિયડ વધુ દિવસ ચાલે એ જોતાં એક જાતનો લોહીવા એ ફક્ત પ્રદર છે. સ્ત્રીઓને માસિક બંધ થયા પછી પ્રદર જેવું વધારે રહે છે. શ્ર્વેત પ્રદરનું નામ આયુર્વેદના ગ્રંથોમાં ક્યાંય નથી, પણ કફના પાંચ યોનિરોગોમાં શ્ર્લેષમલા યોનિરોગ કહેવાય. એમાં પણ લોહી અને કફ ઝરે છે.

નાની બાલિકા-કુમારિકાઓમાં પણ સફેદ પ્રદર જોવા મળે છે. એમાં પણ કૃમિ અસ્વચ્છતા વગેરેને લીધે થાય છે. રક્ત પ્રદર એ કૅન્સર ઑફ સર્વિક્સ નથી એ જોઇ લેવું જોઇએ. ઋતુકાળ ન હોય ત્યારે યોનિમાંથી રક્તસ્રાવ થાય એ કુદરતી નથી.

અર્જીણથી, ગર્ભપાતથી, અતિમૈથુનથી, વધુ પડતા ઉપવાસ કરવાથી, શરીરની ધાતુઓ ક્ષીણ થવાથી, બહુ ચાલવાથી, વધુ પડતો શોક કરવાથી, ચિંતા, ભય, ક્રોધ વગેરેથી સ્ત્રીઓને પ્રદર થાય છે. પ્રદર એ અનેક પ્રકારના યોનિરોગનું લક્ષણ છે. એમાં મુખ્યત્વે બે ભાગ પાડી શકાય. એક તો યોનિમાર્ગ કે જનનમાર્ગના સોજાથી કે વિકારથી થતો પ્રદર અને બીજો પ્રકાર ગર્ભાશયની અંદર સોજો કે ગાંઠ થવાથી થતો પ્રદર. સમાગમ થયા પછી બીજે કે ત્રીજે દિવસે રક્તસ્રાવ થાય તો એ ચેતવણી છે. શહેરી જીવનમાં આ રોગ વધારે પડતો જોવાય છે. સામાન્ય રીતે જનનમાર્ગ સુંવાળો-નરમ રહે તે માટે કુદરતી સ્વરૂપે આ ભાગ ભીનો રહે છે, પણ એ સ્રાવ વધી જાય ત્યારે સમજવું કે અંદરના ઉપવસ્ત્રોને ભીના કરી નાખે છે. ત્યારે તે રોગની અવસ્થાને પ્રારંભ અને એનો વિકાસ થાય છે.

રોગના કારણનું નિવારણ એ મુખ્ય ચિકિત્સા છે. કેટલીક વાર એક કરતાં પણ વધુ કારણ એક જ દરદીમાં સાથે જોવા મળે છે. ટૂંકમાં આ રોગમાં સ્થાનિક એટલે લોકલ વિકાર થાય છે, જ્યારે આ રોગને કારણે સાર્વદૈહિક વિકાર જેમ કે મંદાગ્નિ, થાક, અશક્તિ, કમરનો દુ:ખાવો વગેરે થાય છે.

આયુર્વેદિક ઇલાજ માટે સારવારથી સારા પરિણામો જોવા મળ્યા છે. એમાં ધીરજ અને ખંત જોઇએ. (૧) શરીરનું બળ વધારવું જોઇએ. એની જોડે ચંદ્રપ્રભા ઘનસત્વવટી અથવા ચંદ્રપ્રભા નંબર-૧ લોહ શિલાજિતયુક્ત આપતાં ઘણો સારો લાભ થાય છે. શરદી રહેતી હોય તો મહાલક્ષ્મી વિલાસરસ બહુ જ સારો લાભ કરે છે. જાણીતા વિદ્વાન-અનુભવી ચિકિત્સકો આ રોગમાં અશોક છાલ અને લોદ્ર(લોદર)ના કલ્પોનો ઉપયોગ કરે છે. એના તૈયાર આસવ ઉપરાંત પતંગાસવ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. તે સફેદ અને રક્તસ્રાવને તો નિયમિત કરે છે, પણ શરીરમાં બળ અને ચહેરા ઉપર કાંતિ, તેજ, ઓજ લાવે છે. આપણા શરીરમાં જે કંઇ કોષ (સેલ્સ)નો સમૂહ છે ત્યાં જઇ અશુદ્ધિ, કચરો, વિષ દૂર કરી પ્રાણ ચેતન અને લોહતત્ત્વ પૂરું પાડે છે. બહેનોની બાબતમાં એક મોટી ફરિયાદ કરીએ તો રોગ આગળ વધી જાય ત્યાં સુધી તેઓ શરમ-સંકોચમાં કે મનોબળ હોવાથી મટી જશે એમ કરીને એનો અવરોધ કરે છે. અમારા સંશોધનના પરિણામે જોવાયું છે કે સ્રાવ અનિયમિત હોય છે. સહનશક્તિના નામે થતી આવી ભૂલો લાંબે ગાળે નુકસાન કરે છે. બીજું ખાનપાનમાં- પરેજીની બાબતમાં શરૂઆતમાં થોડી કાળજી લઇ આગળ જતાં ધીરે ધીરે ફરીથી કફવર્ધક પદાર્થો દહીં, અડદ, ગોળ અને પિત્તવર્ધક પદાર્થો, અથાણાં, મરચાં, મસાલાનો ઉપયોગ કરે છે.

એક દરદી બહેનના શબ્દોમાં આવી ચીજો અમે બજારમાં બહાર ખાતા નથી, પણ ઘરે બનાવી લઇએ છીએ. હકીકતમાં પાંઉભાજી, દહીંવડા, રગડો પેટીસ, પાણીપૂરી જેવા પદાર્થો અને મીઠાઇનો ઉપયોગ કરે છે. સારવાર દરમિયાન એને સદંતર બંધ કરવાની જરૂરત છે. ખાંડ પણ ઓછી કરી નાખવી. જમ્યા ઉપર તરત ન જમવું. બ્રહ્મચર્ય સારવાર દરમિયાન પાળી શકાય તો સારું, પણ ન બને તો અલ્પ મર્યાદિત મૈથુન અને તે પણ સંપૂર્ણ સ્વચ્છતાપૂર્વક કરી શકાય. સંતતિ નિયમનના સાધનો વાપરનારાઓએ પૂરતી કાળજી લેવી જોઇએ. સ્ત્રી સમાજનો આજે મોટો શત્રુ પ્રદર રોગ છે. એ એક યા બીજા સ્વરૂપે ચાલુ રહે છે અને વધે છે.

આવે વખતે ખંજવાળ બહુ થતાં કામેચ્છા વધે છે. આને આયુર્વેદમાં યોનિકુંડ કહે છે. કુંડ એટલે ખંજવાળ. એ માટે ત્રિફળા, લોદર, અશોક છાલ, જાંબુ છાલ, કેરી વૃક્ષની છાલ, વડજટા, પીપળજટા, બોલસરી, બાવળ છાલ જેવા દ્રવ્યો લઇ અધકચરા કરી બે ગ્લાસ પાણી નાખી ભીંજવી રાખી સવારે ધીમે તાપે ઉકાળી એક ગ્લાસ જેટલું રહે ત્યારે તેને ગાળી એનાથી યોનિ પ્રક્ષાલન (ડુશ) દસથી પંદર દિવસ લઇ શકાય.

અભ્રક, લોહ, બંગ, જસત, મોતી, પ્રવાલ, ગોદંતી, ગળો, કડા છાલ, લોદર છાલ, અશોક છાલ, અર્જુન છાલ, આસગંધ, શતાવરી, ગોખરુ, વિદારીકંદ, કૌંચબીજ જેવા પૌષ્ટિક દ્રવ્યોના સંયોજનથી બનાવેલી ગોળી, કેપ્સ્યૂલ કે એના ઘનસત્વનીવટી આપતાં આ રોગમાં ખૂબ ફાયદો થાય છે. થોડા સાદા પ્રયોગોમાં કમળ કાકડી (પબડી)નું ફળ તોડી અંદરથી મીંજ કાઢી ૧૦ થી ૧૫ દાણા ચાવીને લઇ શકાય. પાકેલા કેળા ખાવાથી પિત્તજન્ય પ્રદરમાં લાભ થાય છે. એક માત્ર સાચી અશોક છાલ ત્રણ ગ્રામ, એક કપ દૂધ, એક કપ પાણીમાં નાખી ધીમે તાપે ઉકાળી ઉકાળી માત્ર દૂધ બાકી રહે તે ગાળી તે પી જવું. આમાં ખાંડ નાખવાની જરૂરત નથી.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OteXEmOSL6tFMf6CO-7T7U-hA0Sirj1E1-4fSs-G2%3DByw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment