Thursday, 7 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મતદાતાને થકવી દેતાં ચૂંટણીનાં વૉર્મઅપ રેલી-ભાષણો... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મતદાતાને થકવી દેતાં ચૂંટણીનાં વૉર્મઅપ રેલી-ભાષણો!
સ્પેશિયલ-લોકમિત્ર ગૌતમ

 

 

 

 

 

ફેસબુક, ટ્વિટર જેવા ઝડપી સમાચાર ફેલાવતા સોશિયલ મીડિયાનો ઉપયોગ આજકાલ આમ વાત બની ગઈ છે. આસપાસ નજર દોડાવીએ તો જોવા મળશે

કે ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતાં કે બસમાં મુસાફરી કરતાં મુસાફરો પણ ચૂંટણીની વાતો કરતા હોય છે. હાર-જીત કોની થશે? મતદારોને કોણ રીઝવશે? કોણે કેટલું કામ ર્ક્યું છે? આમ આદમીને કેટલો ફાયદો થશે જેવી વાતો ઉત્સાહપૂર્વક લોકો કરતા હોય છે. ટી.વી. ચેનલો ઉપર કે રેડિયો ઉપર પણ ૨૦૧૯માં આવનારી ૧૭મી લોકસભાની ચૂંટણીની ચર્ચા જ થતી વધારે જોવા મળે છે. 

નેતાઓ તો સદાય ચૂંટણીના મૂડમાં હોય તેમ જ વર્તતા હોય છે. અત્યારે તો નેતાઓજાહેરમાં જ્યાં પણ દેખાય ત્યાં ચૂંટણીની રેલી હોય તેવું બની જાય છે. પણ આશ્ર્ચર્યની વાત એ છે કે આ બધી ગરમાગરમીમાં કોઇને એ નથી ખબર કે કોઇ એ નથી જણાવી રહ્યું કે આખરે ૧૭મી લોકસભાની ચૂંટણી છે ક્યારે? વાસ્તવમાં પ્રત્યેક રાજકીય પક્ષનું ભવિષ્ય ચૂંટણીની જીત ઉપર નિર્ભર છે. આથી દરેક પક્ષ દરેક પળે સાવચેત રહે છે. કોઇપણ રાજકીય પક્ષ એક પળ માટે પણ નિષ્ક્રિય રહેવા નથી માગતો. તેનું કારણ તેમને ડર રહે છે કે જો અમે થોડુંક પણ ચૂકી ગયા તો બીજો પક્ષ બાજી મારી જશે. આથી ચૂંટણીનો સમય હજુ દૂર હોવા છતાંય રાજકીય વાતાવરણ જ એવું ઊભું કરી દીધું છે કે જાણે કાલે જ ચૂંટણી ન હોય!

વાસ્તવમાં આ ચૂંટણીની બીમારીનાં લક્ષણ છેલ્લાં સાત-આઠ વર્ષથી જોરશોરથી દેખાઇ રહ્યાં છે. પાછલા થોડા મહિનામાં જે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ તેની તૈયારીઓ ૭-૮ મહિના પહેલાંથી જ શરૂ થઈ ગઈ હતી. ચાર વર્ષ પહેલાં ૨૦૧૫માં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, તેની તૈયારી તો ૨૦૧૪ના અંતથી ભાજપ તથા અન્ય પક્ષોએ શરૂ કરી દીધી હતી. ચૂંટણીનો માહોલ બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ બે ડઝનથી વધુ વોર્મઅપ રેલીઓ યોજી હતી. વાસ્તવમાં બિહાર વિધાનસભાની પાછલી ચૂંટણીનો ઢંઢેરો એટલો જોરશોરથી પીટાયો હતો કે ફક્ત બિહારના મતદાતા જ નહીં પણ દેશનો આમઆદમી પણ સંભવિત આંકડાઓને સતત સાંભળીને કંટાળી ગયો હતો. 

બિહાર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ મીડિયાના અનુમાનોથી એકદમ ઊલટું આવ્યું. તેનું મુખ્ય કારણ મતદાતાઓએ મતદાન ર્ક્યું પણ ન હતું ત્યારે ચૂંટણીના વિશેષજ્ઞો દ્વારા જે રીતે ભવિષ્યની મતદાનની ગણતરી તથા પરિણામના અંદાજાને દર્શાવવામાં આવી રહ્યું હતું તે સાંભળીને તેઓ કંટાળી ગયા હતા. આથી પક્ષોને તેમનું સ્થાન બતાવવા માટે જ બિહારના મતદાતાઓએ ચૂંટણીના પરિણામના અનુમાનોથી એકદમ ઊલટું બનાવી દીધું. તેથી જ જે મીડિયા ભાજપને પ્રથમ નંબર આપતી હતી, મતદાતાઓએ તેને ત્રીજા સ્થાને ધકેલી દીધો. 

લોકસભાની ચૂંટણીના ઢોલ-નગારાં વાગી રહ્યાં છે, ત્યારે તકનિકી રૂપે નક્કી છે કે ચૂંટણી એપ્રિલના પ્રથમ કે બીજા સપ્તાહમાં પાંચથી છ અથવા સાત ચરણમાં યોજાશે. આમ છતાંય દેશના વિવિધ રાજકીય પક્ષો દ્વારા એવો વર્તાવ કરવામાં આવી રહ્યો છે કે જાણે આવતી કાલે જ ચૂંટણી ન હોય?

રાજકીય પક્ષો ભલે ગમે તેધમપછાડા કરતા હોય, પણ તેઓ એક વાત સારી રીતે સમજે છે કે ચૂંટણી આયોગ મહિનાઓ પહેલાં તારીખો જાહેર ન કરી શકે. ચૂંટણી આયોગ પાસે રાજકીય પક્ષોની જેમ મનના તરંગોથી કે પોતાની સુવિધાને ધ્યાનમાં રાખીને રણનીતિ બનાવવાની છૂટ નથી. ચૂંટણી પંચને ચોક્કસ અને ગણતરીપૂર્વકની પ્રક્રિયાનું પાલન કરવું પડે છે.

વાસ્તવમાં ચૂંટણી પંચ નામાંકન તિથીની ઘોષણા કરે ત્યારબાદ સાત દિવસનો સમય નામ પાછું ખેંચવા માટે આપતું હોય છે અને તે પછી વધેલા ઉમેદવારોને ૧૪ દિવસ પ્રચાર માટે આપવામાં આવે છે. આ ગણિતને ચકાસવાથી કોઈપણ વ્યક્તિ એક અંદાજ લગાવી શકે છે કે લોકસભા ૨૦૧૯ની ચૂંટણીની જાહેરાત માર્ચના પ્રથમ કે બીજા સપ્તાાહમાં જ થશે. આ સાથે આંધ્ર પ્રદેશ, સિક્કિમ, ઓરિસ્સા, અરુણાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાય તેના પણ સ્પષ્ટ કારણો છે.હા, જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી આ રાજ્યો સાથે થઇ પણ શકે છે અને ના પણ થાય, કેમ કે ગયા વર્ષે નવેમ્બરમાં જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ભંગ થઇ ગઇ હતી અને નિયમ પ્રમાણે છ મહિનામાં વિધાનસભાની ચૂંટણી કરવી જરૂરી છે. જો ચૂંટણી ન થાય તો રાષ્ટ્રપતિ શાસન બીજા છ મહિના લંબાઇ જાય. 

આમ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીની તારીખ ક્યારે તથા કઈ જાહેર થશે તે હવે રહસ્યમય નથીરહ્યું,પણ રાજનેતાઓનો સૂર સાંભળીએ તો લાગે છે કે ચૂંટણી ક્યારે યોજાઇ જશે તેની ખબર નથી આથી તેઓ દરેક પળે સજાગ રહે છે. સજાગ રહે તેમાં કોઈ વાંધો નથી પણ દેશને એવા ઢાંચામાં ન ઢાળે કે જે યોજનાઓનો અમલ હાલમાં કરવાનો છે તે દરેક યોજનાઓ ચૂંટણીને કારણે પાછળ ઠેલી દે. આજે એવું જ થઇ રહ્યું છે રાજકારણ સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિને તેની યોજનાઓ વિશે પૂછીશું તો તે બહુ સરળતાથી કહી દેશે કે હવે તો તે ચૂંટણી પછી જ થશે. આવી પરિસ્થિતિ પહેલેથી જ બેરોજગાર તથા ઓછી આવકને કારણે ઝઝૂમી રહેલા લોકો માટે સકારાત્મક નથી. 

ફેબ્રુઆરીના મધ્યભાગ સુધી દેશમાં ચૂંટણીની હડબડનો માહોલ ન બને તેની તકેદારી રાખી જવાબદારીપૂર્વક નિભાવવી જોઈએ. વિકાસની વાત તો છોડો પ્રશાસનનું કામ પણ ધીમું થઈ ગયું છે. તારીખની ગણતરીના આંકડા સાફ જોવા મળે છે કે માર્ચના પ્રથમ સપ્તાહ પહેલાં ચૂંટણીની તારીખોની ઘોષણા થવાની કોઈ શક્યતા નથી. પાછલી કેટલીક લોકસભાની ચૂંટણીને જોવાથી પણ ખ્યાલ આવી જશે. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૦૪ના લોકસભાની ચૂંટણીની ઘોષણા થઈ હતી. ચાર ચરણમાં સંપન્ન થયેલી ચૂંટણીનું પહેલા ચરણનું મતદાન ૨૦ એપ્રિલના થયું હતું. તો અંતિમ ચરણનું મતદાન ૧૦ મેના થયું હતું. વર્ષ ૨૦૦૯માં યોજાયેલ લોકસભાની ચૂંટણીની ઘોષણા ૨ માર્ચના થઈ હતી. પાંચ ચરણમાં યોજાઈ હતી. ૧૬ એપ્રિલથી શરૂ થઈને ૧૩ મે સુધી ચાલી હતી. ૨૦૧૪ની ચૂંટણીની ઘોષણા ૫ માર્ચ, ૨૦૧૪ના થઈ હતી. નવ ચરણમાં એપ્રિલ તથા મે ૨૦૧૪માં પૂર્ણ થઈ હતી. પહેલા ચરણનું મતદાન ૭ એપ્રિલના તથા અંતિમ ચરણનું મતદાન ૧૨ મેના સંપન્ન થયું હતું. ઉપર દર્શાવેલી તારીખોને જોઈને સ્પષ્ટ થાય છે કે માર્ચના પ્રથમ સપ્તાહ પહેલાં ચૂંટણીની તારીખોની ઘોષણા થશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આમ છતાં રાજકીય પાર્ટીઓ મતદાતાને પ્રભાવિત કરવા અવનવા ઉપાયો અજમાવી રહી છે. આવા સંજોગોમાં એ શક્યતા પણ નકારી શકાય તેવી નથી કે લાંબા સમય સુધી મતદાતા ઉપર લદાયેલા વિવિધ પ્રયોગોને કારણે મતદાતા કંટાળાનો કે ઠંડા વર્તનનો શિકાર ન બને તે જોવું રહ્યું.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otj%3DgiCOPjLqSZA15Z%2Bjb%2Bd0DUJi%3DRP%3DRkgDw8T83eNYA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment