Saturday, 9 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ એક તરફ મોદીનો દેશપ્રેમ, બીજી તરફ કૉંન્ગ્રેસનું રાજકારણ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક તરફ મોદીનો દેશપ્રેમ, બીજી તરફ કૉંન્ગ્રેસનું રાજકારણ!
સૌરભ શાહ

 

 

 

28 સપ્ટેમ્બર 2016ની રાત્રે થયેલી સર્જિકલ સ્ટ્રાઈકના સમાચાર 29 સપ્ટેમ્બર 2016ની વહેલી સવારે ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (ડી.જી.એમ.ઓ.) લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહે એક ઉતાવળે બોલાવેલી પ્રેસ કૉન્ફરન્સ દ્વારા સમગ્ર ભારતને અને આખી દુનિયાને આપ્યા. આ પ્રેસ કૉન્ફરન્સમાં ભારત સરકાર વતી, ભારતના લશ્કર વતી ડી.જી.એમ.ઓ.એ જે સ્ટેટમેન્ટ વાંચ્યું એના શબ્દો અગાઉ પાકિસ્તાન સામે ક્યારેય ન વપરાયા હોય એવા કડક, સ્પષ્ટ અને જાહેરમાં થપ્પડ મારનારા હતા. 'ઉડી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' જોનારા કે જોવા માગનાર તમામને આ શબ્દો વાંચીને ગૌરવ થવાનું. આ પ્રેસ કૉન્ફરન્સ ફિલ્મમાં નથી બતાવી. ફિલ્મમાં જરૂર પણ નહોતી, પરંતુ 'ઉડી' જોઈ લીધા પછી આ શબ્દોનું મહત્ત્વ તમારા મનમાં ઘણું વધી જશે. લેફટનન્ટ જનરલ રણબીર સિંહે સ્ટેટમેન્ટ વાંચતા કહ્યું:


'યે હમારે લિયે એક બહોત હી ગંભીર વિષય હૈ કિ પિછલે કુછ સમય મેં જમ્મુ ઍન્ડ કશ્મીર મેં નિયંત્રણ રેખા કે પાસ સે ઘૂસપૈઠ કી બઢૌતી હુઈ હૈ. ગ્યારા ઔર અઠારા સિતમ્બર દો હઝાર સોલહ કો પૂંછ ઔર ઉરી કે અંદર હુએ આતંકવાદી હમલે ઈસકી એક મિસાલ હૈ. આતંકવાદીઓ દ્વારા કી ગઈ ઐસી ઘૂસપૈઠ કી તકરીબન બીસ કોશિશેં જો લાઈન ઑફ ક્ધટ્રોલ યા ઉસ કે નઝદીક કી ગઈ, ઉસ કો નાકામિયાબ કિયા ગયા હૈ. ઈન ઘૂસપૈઠ કે પ્રયાસોં ઔર આતંકવાદી હમલે કે દૌરાન મિલે સામાન ઔર સામગ્રી મેં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જી.પી.એસ.) સાફ બતાતે હૈં કે ઉનકે ઉપર પાકિસ્તાની ચિહ્ન હૈ. હમને કુછ આતંકવાદી કો ગિરફ્ત મેં ભી લિયા હૈ જો કિ પાકિસ્તાન યા પાકિસ્તાન ઑક્યુપાઈડ કશ્મીર (પી.ઓ.કે.) સે સંબંધ રખતે હૈ, ઉધર કે મૂલ નિવાસી હૈ. પૂછતાછ કે દૌરાન ઉન્હોંને યે સ્વીકાર કિયા હૈ કિ ઉનકો પાકિસ્તાન સે પ્રશિક્ષણ ઔર હથિયાર દિયે ગયે થે. ઈસ મુદ્દે કો હમને રાજનૈતિક સ્તર પર ઔર મિલિટરી સ્તર પર હંમેશાં પાકિસ્તાન કે સાથ સમય સમય પર હમારા ક્ધસર્ન એક્સપ્રેસ કરતે રહે હૈં. હમને પાકિસ્તાન કો ઈન આતંકવાદીઓ કો કૉન્સ્યુલર એક્સેસ દેને કા ભી ન્યોતા દિયા હૈ ઔર સાથ મેં હમને યે ભી ઉનકો બતાયા હૈ કિ જો આતંકવાદી પૂંછ ઔર ઉરી મેં મારે ગયે ઉન કે ફિંગર પ્રિન્ટ્સ ઔર ડી.એન.એ. સૅમ્પલ્સ ભી પાકિસ્તાન કો દિયે જા સકતે હૈ તા કિ વે આગે કી છાનબીન કર સકે. હમારી સારી કોશિશોં કે બાવજૂદ કિ પાકિસ્તાન અપની ઝમીન કો ભારત કે ખિલાફ આતંકવાદી હમલોં કે લિયે ન ઈસ્તેમાલ કરેં જૈસા કિ ઉસને જનવરી દો હઝાર ચાર મેં હમેં આશ્ર્વાસન દિયા થા કિ વો અપની મિટ્ટી કો ભારત કે ખિલાફ આતંકવાદી કે લિયે નહીં ઈસ્તેમાલ હોને દેગા લેકિન ઐસા નહીં હુઆ ઔર ઘૂસપૈઠ ઔર આતંકવાદી ઘટનાએં બઢૌતી પર રહીં. અગર હમ અપના નુકસાન કમ કરને મેં સફળ રહે હૈં તો ઉસ કા શ્રેય ભારતીય સેના કે ઉન સૈનિકોં કો જાતા હૈ જો કિ એક બહોત હી કારગર, મલ્ટી-ટિયર્ડ કાઉન્ટર-ઈન્ફિલ્ટ્રેશન ગ્રિડ કે ઉપર તૈનાત હૈ જિન્હોંને ઈન ઘૂસપૈઠિયોં કો રોક કર ઉનકી આતંકવાદી ડિઝાઈન કો સફલ ન હોને દેને કી ક્ષમતા રખી. કલ બહોત હી વિશ્ર્વસ્ત ઔર પક્કી જાનકારી મિલને પર, કિ કુછ આતંકવાદી લાઈન ઑફ ક્ધટ્રોલ કે પાસ લૉન્ચપેડ પર ઈકત્રિત હુએ હૈ, ઈસ ઈરાદે કે સાથ કિ વો ઘૂસપૈઠ કરકે સીમા કે ઈસ પાર જમ્મુ ઍન્ડ કશ્મીર કે અંદર યા ભારત કે મહત્ત્વપૂર્ણ શહરોં કે અંદર આતંકવાદી હમલે કર સકેં. ઈસ ખબર કો મિલને કે બાદ ભારતીય સેનાને કલ ઉન લૉન્ચ પૅડ્સ કે ઉપર સર્જિકલ સ્ટ્રાઈક્સ કિયે હૈ. ઈસ ઑપરેશન કા લક્ષ્ય આતંકવાદીઓં કે નાપાક મનસૂબોં કો ક્રિપલ કરના થા જો કિ હમારે દેશ કે નાગરિકો કે જાનમાલ કો નુકસાન પહુંંચાના ચાહતે થે. ઈસ કાઉન્ટર-ટેરરિસ્ટ ઑપરેશન કે દૌરાન આતંકવાદી ઔર ઉનકી ફેસિલિટીઝ કો કાફી ભારી નુકસાન પહુંચાયા ગયા હૈ, ઔર કઈઓ 'કો માર ગિરાયા ગયા હૈ. ઈન ઑપરેશન્સ કો અબ સમાપ્ત કર દિયા ગયા હૈ. ઈસ કા ઉદ્દેશ્ય કેવલ આતંકવાદીઓં કે ખિલાફ કાર્યવાહી કરના થા. હમારા ઈન ઑપરેશન્સ કો ઔર સમય તક જારી રખને કા કોઈ ઈરાદા નહીં હૈ લેકિન મૈં યે યકીન દિલાના ચાહતા હૂં કિ ભારતીય આર્મ્ડ ફોર્સીસ કિસી ભી ક્ન્ટિન્જન્સી કે લિયે હર સમય તૈયાર હૈ. મૈંને અભી પાકિસ્તાન કે ડિરેકટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (ડીજીએમઓ) કા સંપર્ક કિયા ઔર ઉનકો અપને ક્ધસર્ન્સ બતાયે ઔર ઉન કો કલ રાત કે ઑપરેશન્સ કી ભી જાનકારી દી. હમ કિસી ભી સૂરત મેં આતંકવાદીઓં કો લાઈન ઑફ ક્ધટ્રોલ કે પાર આ કર હરકત નહીં કરને દે સકતે. ઔર યે હમ બિલકુલ ગંવારા નહીં કરેંગે કિ આતંકવાદી હમારે દેશ કે 'નાગરિકોં કો કિસી ભી પ્રકાર કા નુકસાન પહુંચા શકે. પાકિસ્તાનને જનવરી દો હઝાર ચાર મેં જો આશ્ર્વાસન દિયા થા કિ વે અપની ઝમીન સે ભારત કે ખિલાફ આતંકવાદી હમલે નહીં હોને દેંગે ઔર ઈસી વચન કે અનુસાર મૈં પાકિસ્તાન સેના સે ઉમ્મીદ કરતા હૂં કિ વો હમારા સમર્થન કરે ઔર હમ મિલકર ઈસ આતંકવાદ કો જડ સે મિટા સકેં ઔર અપને ઈલાકે કે અંદર શાંતિ બહાલ કર સકેં. જયહિંદ'.


આ સર્જિકલ સ્ટ્રાઈક વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 જાન્યુઆરી 2019ના રોજ એ.એન.આઈ. ને આપેલા દીર્ઘ ઈન્ટરવ્યૂમાં પુછાયેલા એક સવાલના જવાબમાં સૌ પ્રથમ વાર વિગતે વાત કરી હતી. દેશની તમામ ન્યૂઝ ચૅનલોએ આ ઈન્ટરવ્યૂનું પ્રસારણ કર્યું હતું. પ્રધાનમંત્રીને સવાલ પુછાયો કે તમારી સરકારે સર્જિકલ સ્ટ્રાઈક વિશે જાહેરમાં ચર્ચા કરીને એનો રાજકીય ફાયદો ઉઠાવવાની કોશિશ કરી. આ બાબતે ભૂતપૂર્વ લશ્કરી અફસરોથી લઈને અન્ય રાજકીય પક્ષોના નેતાઓ પણ તમારી ટીકા કરી રહ્યા છે.


મોદીએ આના જવાબમાં શું કહ્યું તે એમના જ શબ્દોમાં સાંભળો:


'પહેલી વાત તો એ કે હું પોતે માનું છું કે સર્જિકલ સ્ટ્રાઈકનો રાજનૈતિક ઉપયોગ ન થવો જોઈએ. આ બાબતે તો કોઈ મતભેદ છે જ નહીં. પણ જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી ત્યારે સરકારના એક પણ પ્રધાને કોઈ પ્રકારનું નિવેદન આપ્યું નથી, પ્રધાનમંત્રીએ પણ કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું. માત્ર સેનાના અફસરે દેશને જાણકારી આપી અને એ પણ માત્ર ઈન્ફર્મેશન આપી છે અને એ ઈન્ફર્મેશન અહીં આપી એટલું જ નહીં, ટેલિફોન કરીને પાકિસ્તાનને પણ જાણ કરવામાં આવી છે અને જ્યાં સુધી પાકિસ્તાનને આ માહિતી પહોંચાડવામાં નહોતી આવી ત્યાં સુધી હિન્દુસ્તાનના મીડિયાને પણ એની જાણકારી આપવામાં નહોતી આવી. અને સેનાએ મીડિયાને માહિતી આપી ત્યાં જ વાત સમાપ્ત થઈ જવી જોઈતી હતી. પણ દેશનું દુર્ભાગ્ય છે કે એ જ દિવસે પોલિટિકલ પાર્ટીના કેટલાક લીડરોએ સર્જિકલ સ્ટ્રાઈક સામે શંકાની આંગળી ચીંધી. પાકિસ્તાન માટે તો એ રીતે બોલવું જરૂરી હતું, કારણ કે એમણે પોતાની પ્રજાનો નૈતિક જુસ્સો ટકાવી રાખવાનો હોય. પણ જે વાત પાકિસ્તાન બોલી રહ્યું હતું એ વાત આપણા દેશના કેટલાક લોકો બોલી રહ્યા હતા. પોતાની વાતને સમર્થન આપવા એ લોકો પાકિસ્તાને શું કહ્યું તેનો પુરાવો આપી રહ્યા હતા. રાજનીતિકરણની શરૂઆત ત્યાંથી થઈ. દેશની સેના માટે અનાપશનાપ બોલવામાં આવ્યું. અને હું માનું છું કે જે લોકોએ આ પ્રકારે દેશની સેના માટે આશંકા ઊભી કરી, સર્જિકલ સ્ટ્રાઈક વિશે આશંકા ઊભી કરી એ બહુ ખોટું થયું, આ રીતે આ ઘટનાનું રાજનીતિકરણ ન થવું જોઈએ. પણ પહેલા જ દિવસે આવી વાતો કરી કરીને આ ગૌરવશાળી ઘટનાને ચૂંથી નાખવામાં આવી તે ઘણું ખોટું થયું. બીજી વાત. સૈન્યનું ગૌરવ કરવું ખૂબ જરૂરી હોય છે. સૈન્યના પરાક્રમનું વર્ણન કરવું ખૂબ જરૂરી હોય છે. દેશના પ્રધાનમંત્રી, દેશની સરકાર અને દેશના નાગરિક - સૌ કોઈની જવાબદારી છે કે 62ની લડાઈમાં સૈન્યે કરેલા પરાક્રમોની વાત કરવી જોઈએ અને સર્જિકલ સ્ટ્રાઈકમાં આપણા સૈન્યે પરાક્રમ કર્યું હોય ત્યારે એની પણ વાતો થવી જોઈએ. દેશ માટે જીવવા-મરવાવાળાઓનું ગૌરવગાન આપણે નહીં કરીએ તો બીજું કોણ કરશે? આવા ગૌરવગાનને જો કોઈ રાજનીતિ કહેતું હોય તો તે અનુચિત છે.'


પ્રધાનમંત્રીના આ જવાબના અનુસંધાનમાં એમને પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો કે સાંભળ્યું છે કે સર્જિકલ સ્ટ્રાઈક થઈ રહી હતી ત્યારે તમને એની રજેરજની માહિતી મળી રહી હતી. તો તે વખતે તમારા મનમાં કયા વિચારો ચાલતા હતા?


ખૂબ ગંભીર સવાલ હતો આ અને પેચીદો પણ. પ્રધાનમંત્રીએ આનો જે જવાબ આપ્યો તે જાણવા જેવો છે, જીવનમાં ઉતારવા જેવો છે.


સર્જિકલ સ્ટ્રાઈક વિશે પ્રધાનમંત્રીએ પહેલી જાન્યુઆરીના દીર્ઘ ઈન્ટરવ્યુ દરમ્યાન જે વાત કહી તેને આગળ વધારતાં પહેલાં 'ઉડી' ફિલ્મ વિશેની બે વાત કહેવાની લાલચ રોકી શકાતી નથી તો જરા ઉતાવળે એ વાતો પહેલાં આટોપી લઈએ.


'ઉડી'માં ઉડીને આંખે વળગે એવી બે બાબતો અભિનયની બાબતમાં છે જે તમે જરૂર નોંધી હશે. જેમણે 'સંજુ' જોઈ છે એમને સંજય દત્તના ગુજરાતી દોસ્તાર કમલેશ ઉર્ફે કમલી યાદ હશે. બિલકુલ સાદોસીધો, દુબળોપાતળો અને પોતાનાં 'ઈડાં' બચાવવા માગતો ખેંખલો છોકરા જેવો યુવાન. એ વિકી કૌશલ હતો જેને તમે 'મસાણ' નામની ઉમદા ફિલ્મમાં પણ જોયો છે. હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના (હવે જાણીતા) સ્ટંટમૅનમાંથી ઍક્શન ડિરેક્ટર બનેલા પિતા શામ કૌશલને ત્યાં ત્રીસ વર્ષ પહેલાં જન્મ. એ વખતે શામ કૌશલ મુંબઈના ઉપનગરની એક ચાલીમાં રહેતા. વિકીને ઉજળું ભવિષ્ય મળે એ માટે એન્જિનિયર બનાવ્યો પણ છેવટે એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ આવ્યો. 2012માં બે પાર્ટમાં રિલીઝ થયેલી અનુરાગ કશ્યમની આયકોનિક ફિલ્મ 'ગૅન્ગ્સ ઑફ વાસીપુર'માં વિકી આસિસ્ટન્ટ ડિરેકટર હતો. આ ફિલ્મમાં અનુરાગને આસિસ્ટ કરનારાઓમાં નીરજ ઘેવન નામનો ટેલન્ટેડ યુવાન હતો જેણે 2015માં 'મસાણ' બનાવી. રણબીર કપૂરના અભિનય ઉપરાંત દમદાર દોસ્તનો રોલ નિભાવતા વિકી કૌશલનો 'સંજુ'નો જાનદાર અભિનય પણ એમાં માણવા જેવો છે. (બેસ્ટ સપોર્ટિંગ ઍકટરનો એવૉર્ડ પાકો છે). આ જ વિકી કૌશલને એક પડછંદ, અડીખમ અને મક્કમ મનોબળ ધરાવતા હટ્ટાકટ્ટા લશ્કરી મેજરના રોલમાં તમે 'ઉડી'માં જુઓ છો ત્યારે તમે આ ટ્રાન્સફોર્મેશન જોઈને અચંબામાં પડી જાઓ છો, કારણ કે આમાં માત્ર ફિઝિકલ દેખાવનું પરિવર્તન નથી. આખેઆખું પાત્ર જ જુદું છે. જોઈને જ લાગે કે હી મીન્સ બિઝનેસ. નો-નૉનસેન્સ ટાઈપની પર્સનાલિટી. દુશ્મનના ઘરમાં ઘૂસીને આપણા એક શહીદના બદલામાં એ લોકોના દસ આતંકવાદીને ચપટીમાં રહેંસી નાખશે એવું શાંત ઝનૂન એના ચહેરા પર દેખાય. વળી, સ્ક્રિપ્ટ-સંવાદને લીધે એનું પાત્ર પણ સની દેઉલ, આમિર ખાન કે અક્ષયકુમારની જેમ કોઈ જિન્ગોઈઝમમાં સરી પડીને દુશ્મનોના છક્કા છોડાવી દેવાની વાત કરતું નથી એટલે વધારે રિયાલિસ્ટિક લાગે છે. પોતાની ટીમનો જોશ માપવા માટે એ ત્રણ વખત માત્ર એટલું જ પૂછે છે: હાઉ ઈઝ ધ જોશ? અને સ્ક્રીન પરના જવાનોની સાથે તમને પણ ત્રણેય વખત સામે જવાબ આપવાનું મન થાય છે: હાય સર!


'ઉડી'ના અભિનય વિભાગમાં બીજા નોંધનીય અભિનેતા છે આપણા પરેશ રાવળ જે અજિત ડોભાલનો રોલ કરી રહ્યા છે. (ડોભાલનો અંગ્રેજીમાં 'ડોવલ' જેવો સ્પેલિંગ થાય છે તે માત્ર તમારી જાણ માટે). મોદીએ 26 મે 2014ના રોજ પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા અને ચાર જ દિવસમાં, 30મી જૂને, પોતાના નૅશનલ સિક્યુરિટી ઍડવાઈઝર તરીકે અજિત ડોભાલની નિમણુક કરી. અજિત ડોભાલ એક જમાનામાં આઈ.બી. (ઈન્ટેલિજન્સ બ્યુરો)ના ચીફ પણ રહી ચૂક્યા છે. પાકિસ્તાન ખાતેના ભારતીય હાઈ કમિશનમાં સાતેક વર્ષના લાંબા ગાળા સુધી નોકરી કરીને ત્યાંની હકીકતો તથા ભૂગોળ વિશેની ઘણી જાણકારી મેળવી ચૂક્યા છે. અજિત ડોભાલે જાહેરમાં કહ્યું છે કે પાકિસ્તાન હુમલો કરે ત્યારે ભારતે માત્ર પોતાનો બચાવ ન કરવાનો હોય, સામો હુમલો કરવાનો હોય. સર્જિકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાનને ખબર પડી ગઈ છે કે હવે જો એણે ભૂલેચૂકેય 26/11ના મુંબઈ હુમલા જેવું કાવતરું કર્યું છે તો બીજે જ દિવસે બલુચિસ્તાનને પાકિસ્તાનમાંથી છૂટું પાડી દેવાની ભારતની પાકી તૈયારી છે, આ અજિત ડોભાલના શબ્દો છે. આવા સ્ટ્રેટેજિસ્ટ અજિત ડોભાલના શારીરિક દેખાવની ઝલક અને એમની બૉડી લૅન્ગવેજનું સૂચન પરેશ રાવળે પોતાનામાં આત્મસાત કરી દીધું છે. ઝલક અને સૂચન જ - અન્યથા મૂળ પાત્રની મિમિક્રી કરવા જેવું બની જાય, કૅરેક્ટરનું કૅરિકેચર બની જાય. પરેશ રાવળમાં અભિનયની કેટલી બારીક સૂઝ છે એના બે દાખલા. ફિલ્મના અંતમાં મિશન સક્સેસફુલ થયું છે એવા સમાચાર મળે છે ત્યારે પરેશ રાવળ (અજિત ડોભાલ) તરીકે ક્ધટ્રોલ રૂમમાં હાજર રહેલા એમના સિનિયર સાથી સાથે ઉમળકાથી હાથ મિલાવીને થોડીક સેક્ધડ સુધી હેન્ડ શેક ચાલુ રાખે છે, પણ ફીમેલ સાથી સાથે હાથ મિલાવીને સ્ત્રી દાક્ષિણ્યની સાથે વિવેકભેર તરત જ હાથ છોડી દે છે. 'ઉડી' બીજી વાર જોઈ ત્યારે ફિલ્મના આરંભના દૃશ્યમાં એક ઔર વાત માર્ક કરી. વડા પ્રધાન જ્યારે એક ફંક્શનમાં વિકી કૌશલ સાથે વાત કરી રહ્યા છે ત્યારે પરેશ રાવળ કૅમેરાની ફ્રેમમાં એ બંનેની વચ્ચે છે. વડા પ્રધાનની કક્ષાની વ્યક્તિ કોઈની સાથે વાત કરતી હોય ત્યારે એમની સામે તાકી ન રહેવાય કે એ જેમની જોડે વાત કરે છે એને જોતાં ન રહેવાય. આવા સમયે એ બંનેથી દૂર થઈ જવું પણ મુનાસિબ ન હોય કારણ કે ક્યારે પીએમને સલાહ માટે જરૂર પડશે એ કંઈ કહેવાય નહીં. તમે ધ્યાનથી જોજો. પરેશ રાવળ આ સંવાદ વખતે કોઈનેય તાક્યા વિના બ્લેન્ક બનીને દૂર ત્રીજી જ દિશામાં જોતા રહે છે. પણ એમના કાન સરવા છે એની તમને ત્યારે ખબર પડે છે જ્યારે એ સંવાદમાંથી વ્યક્ત થતી સમસ્યાનો હલ તેઓ તરત સૂચવે છે. પરેશ રાવળને 'ઉડી'માં અજિત ડોભાલ તરીકે જોવાનો આહ્લાદક આનંદ મેળવવા માટે પણ તમારે આ ફિલ્મ જોવી જ પડે.


'ઉડી' આ દેશ માટે એક અતિ મહત્ત્વની ફિલ્મ એટલા માટે છે કે સર્જિકલ સ્ટ્રાઈક કરીને ભારતે પાકિસ્તાનને પુરવાર કરી બતાવ્યું કે તમારા માટે કૂણી લાગણી ધરાવનારાઓ અગાઉની સરકારમાં હશે તો હશે. એ લોકો અત્યાર સુધીની તમારી નીચ હરકતોને બરદાશ્ત કરતા આવ્યા છે પણ અમે જુદી માટીના છીએ. અમે દેશપ્રેમી છીએ. વતન માટે માથે કફન બાંધીને લડીશું પણ જાન કુરબાન કરવાને બદલે તમને જહન્નમમાં પહોંચાડીશું, જીવતા રહીશું, જેથી ફરીવાર આવી હરકત કરી તો ફરી એકવાર તમારા ઘરમાં ઘૂસીને તમારાં માથાં વાઢી લેવાય. માત્ર દસ-બાર દિવસમાં ઉતાવળે પણ ચોક્સાઈપૂર્વક આટલું મોટું મિશન કોઈ કેઝયુઅલ્ટી વગર પાર પાડવું એ દુનિયાના કોઈ પણ લશ્કર માટે ગૌરવની ઘટના કહેવાય. નરેન્દ્ર મોદીએ પુરવાર કર્યું કે તેઓ દેશ માટે કોઈ પણ કપરી જવાબદારી ઉઠાવવા તૈયાર છે. સર્જિકલ સ્ટ્રાઈક નિષ્ફળ ગઈ હોત કે એવું ધાર્યું પરિણામ ન આવ્યું હોત કે પછી અવળું પરિણામ આવ્યું હોત તો વિપક્ષે એમનું રાજીનામું માગ્યું હોત, કાગારોળ મચાવી હોત. કાગારોળ તો એ લોકોએ સર્જિકલ સ્ટ્રાઈકની સફળતા વખતે પણ મચાવી. મોદીની દરેક સફળ પુરવાર થયેલી નીતિના અમલીકરણ વખતે સરકારને સાથ આપવાની વાત તો દૂર રહી, હંમેશાં વિપક્ષોએ મોદીના રસ્તામાં રોડાં નાખ્યા છે. આ જ પુરવાર કરે છે કે આ દેશનું તંત્ર એ લોકોના હાથમાં હતું ત્યારે રેઢિયાળ કેમ હતું અને ભૂલેચૂકે જો ફરી વાર એમને સુકાન સોેંપવામાં આવ્યું તો એમનો વહીવટ કેવો હશે. એ લોકોએ દેશને વેચીને પોતાની તિજોરીઓ ભરી છે એમાં કોઈ શંકા નથી અને લાગ મળ્યે ફરી એકવાર એવું કરવા તેઓ તલપાપડ છે એવા પુરાવાઓ વારંવાર આપી રહ્યા છે. સર્જિકલ સ્ટ્રાઈકને રાજકીય રંગ આપીને ફરી એકવાર તેઓએ પોતાની આ લોલુપતા જાહેર કરી છે.


16મી સપ્ટેમ્બરે જ્યારે ઉડીની ભારતીય લશ્કરી છાવણીમાં ચાર આતંકવાદીઓ ઘૂસી આવ્યા એ બનાવને યાદ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે: 'જે રીતે આપણી સેનાના જવાનોને મારી નાખવામાં આવ્યા, જીવતા સળગાવી દેવામાં આવ્યા એ ઘટનાએ મને બહુ બેચેન બનાવી મૂક્યો હતો. અને મારી ભીતર એક આક્રોશ હતો. હું કેરળ ગયો હતો, ત્યાં એક પબ્લિક મીટિંગમાં મેં એનો ઉલ્લેખ પણ કરી દીધો, કારણ કે હું મારી જાતને રોકી શકતો નહોતો. પણ હું એક લોકતાંત્રિક વ્યવસ્થાનો પ્રતિનિધિ છું. અને મારો વ્યક્તિગત ગુસ્સો, મારો વ્યક્તિગત આક્રોશ, મારી વ્યક્તિગત બેચૈનીઆનો પ્રભાવ વ્યવસ્થાતંત્ર પર ન પડવો જોઈએ, એવું સંતુલન રાખવું જોઈએ એની સમજ મારામાં છે. પણ આવું શું કામ થયું એ વિશે હું સતત સેનાના અધિકારીઓ સાથે ચર્ચા કરતો રહ્યો. પણ મેં અનુભવ્યું કે મારા કરતા વધારે આગ સેનાના લોકોની ભીતર લાગી છે.


તેઓ આ પરિસ્થિતિમાં દેશના જવાનોનું મોરલ ટકાવી રાખવા એમને ન્યાય અપાવવા માગતા હતા. મેં એમને કહ્યું કે આ બાબતે આપણે શું કરી શકીએ એમ છીએ એનો કમ્પલીટ પ્લાન લઈને મારી પાસે આવો અને જે કંઈ વિચારવું હોય તે વિચારવાની છૂટ છે તમને, વિચાર કરવામાં સહેજ પણ કસર છોડતા નહીં. પછી સાથે બેસીને નક્કી કરીશું કે એમાંથી કેટલું કરી શકીએ એમ છીએ, શું શું કરી શકીએ એમ છીએ. મેં એમને પૂરેપૂરી છૂટ આપી હતી.


એ લોકોએ આખો પ્લાન ઘડ્યો, લઈને આવ્યા મારી પાસે. બે વાર અમારે તારીખ બદલવી પડી - આ ઑપરેશનની, કારણ કે હું ફુલ સિક્યુરિટી ચાહતો હતો. છેવટે ફાઈનલ તારીખ નક્કી થઈ. હું જાણતો હતો કે બહુ મોટું જોખમ હતું. અને આ જોખમ મારા માટે રાજનૈતિક ફાયદા કે નુકસાનનું નહોતું - એ વિશે હું ક્યારેય વિચારતો પણ નથી. મારા જવાનો - એમનું કોઈ નુકસાન ન થવું જોઈએ, કારણ કે તેઓ અમારા શબ્દ પર જિંદગીનો દાવ ખેલવા નીકળી પડે છે. એમના માટે જે કંઈ સાધનોની જરૂર હતી એ બધાની વ્યવસ્થા કરવામાં આવી જેથી એમને કોઈ તકલીફ ન પડે.


બીજું એ નક્કી કરવામાં આવ્યું કે એમને સ્પેશ્યલ તાલીમ આપવી પડશે તો એની પણ વ્યવસ્થા કરવામાં આવી જે વાત અત્યંત ખાનગી રહે એ જરૂરી હતું. ટ્રેનિંગ દરમ્યાન એ વિસ્તારની ભૂગોળ, ત્યાંની ટોપોગ્રાફી કેવી હશે એ પણ એમને દેખાડવામાં આવ્યું. ક્યાં ક્યાં વિઘ્નો આવી શકે એમ છે એની પણ ચર્ચા થઈ. મારા માટે આ એક બહુ લર્નિંગ એક્સપીરિયન્સ હતો એટલે હું બહુ હોંશથી, સમય કાઢીને એમાં ભાગ લઈ રહ્યો હતો.


મને પણ કંઈક શીખવા મળતું હતું. પછી અમે જ્યારે બેઠા ત્યારે નક્કી કર્યું કે ફલાણી તારીખે આ ઑપરેશન કરવાનું છે, કોણ ક્યાં હશે તે પણ ફાઈનલ થઈ ગયું. અને નક્કી કરવામાં આવ્યું કે સૂર્યોદય પહેલાં આપણા જવાનો પાછા આવી જવા જોઈએ.


 મેં સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે સફળતા મળે કે નિષ્ફળતા એની ચિંતા નહીં કરતા પણ સૂર્યોદય પહેલાં પાછા આવી જવાનું છે. આપણે કોઈ મોહમાં તણાઈ જઈએ અને લાંબું ખેંચાઈ જાય એવું ન થવું જોઈએ, શક્ય છે કે નિષ્ફળ થઈને પાછા આવવું પડે તો ભલે, પણ હું મારા જવાનોને મરવા નહીં દઉં એ મારી પહેલી શરત હતી. એમને વેલ ઈક્વીપ્ડ કરવામાં આવ્યા હતા, વેલ ટે્રઈન્ડ કરવામાં આવ્યા હતા. એ પછી પણ એમને પોતાને નિર્ણય કરવાનો મોકો આપવામાં આવ્યો હતો કે આટલું રિસ્કી કામ છે, તમે નક્કી કરો.


શોધીને-ચાળીને એમની ટીમ બનાવવામાં આવી હતી. આ બધી પ્રક્રિયામાં થોડો સમય પણ ગયો હતો. દેશમાં પણ આક્રોશ હતો. હું લાઈવ કૉન્ટેક્ટમાં હતો. પણ વહેલી સવારે જાણકારી આવવાનું બંધ થઈ ગયું. સૂર્યોદય થવા આવ્યો અને હું ફરી બેચૈન થઈ ગયો. હું મનમાં વિચાર્યા કરું કે શું થયું હશે, એક કલાકથી કોઈ સમાચાર આવી રહ્યા નથી, બાકી તો સતત ખબર મળતી હતી કે પહેલી ટુકડી નીકળી ગઈ છે, બીજી ટુકડી... બીજી વિગતો. પણ સૂર્યોદય થયા પછી પણ કોઈ સમાચાર આવ્યા નહીં. હું નહોતો ઈચ્છતો હું સામેથી કૉન્ટેક્ટ કરું, ક્યાંક કોઈ તકલીફ થઈ જાય તો? સૂર્યોદયના એક કલાક પછી... એ સમય મારા માટે ખૂબ કપરો હતો. હું એ લોકો બધા જ હેમખેમ પાછા આવી ગયા છે એ સાંભળવા માટે તલપાપડ હતો. ત્યાં કેટલું અને શું નુકસાન કરીને આવ્યા છે એ વાત પછી પણ દરેક જવાન જીવતો પાછો ફરે એ મારી પ્રાથમિકતા હતી.


પછી એક સમાચાર આવ્યા કે હજુ તેઓ આપણી સીમામાં નથી આવ્યા પણ બેત્રણ ટુકડી સેફ ઝોનમાં પહોંચી ગઈ છે પણ ચાલીને પાછા આવતાં વાર લાગે એમ છે. મને કહેવામાં આવ્યું કે હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મેં જણાવ્યું કે છેલ્લામાં છેલ્લો જવાન પાછો ન આવી જાય ત્યાં સુધી મને ખબર મળતી રહેવી જોઈએ. સૂર્યોદયના બે કલાક પછી સૌ સલામત છે એવા સમાચાર મળ્યા.


 છેલ્લો જવાન આવી ગયાના સમાચાર મળ્યા એટલે મેં કેબિનેટ કમિટી ઑન સિક્યુરિટીની મીટિંગ બોલાવી. આર્મીના લોકોએ એમને બ્રીફિંગ આપ્યું. પછી પાકિસ્તાનને સૂચના આપવામાં આવે અને પછી મીડિયાને જાણ કરવામાં આવે એવું નક્કી થયું.


 પાકિસ્તાનના લોકો ટેલિફોન પર આવતા નહોતા. આ બાજુ મીડિયાને અગિયાર વાગ્યે આવવાનું કહેવાઈ ગયું હતું. હું પણ પરેશાન હતો. છેવટે સાડા અગિયાર - પોણા બારે એ લોકો સાથે ટેલિફોન પર વાત થઈ. મીડિયાને બાર વાગ્યે બ્રીફિંગ આપવામાં આવ્યું. સફળતાપૂર્વક ઑપરેશન પાર પડ્યું એનું એક્સાઈટમેન્ટ હતું, અગાઉ ચિંતા તો હતી જ. પણ જે બારીકીથી આ ઑપરેશન પાર પડ્યું એમાં મને આપણી સેનાની શક્તિનો નવો પરિચય થયો. આપણી સેનામાં આ જે સામર્થ્ય છે તે અદ્ભુત છે. હું તો માથું નમાવીને એમને નમન કરું છું, આપણી સેના પર ગર્વ થાય છે.'

 

પહેલી જાન્યુઆરીના ઈન્ટરવ્યુમાં પ્રધાનમંત્રીએ કહેલા આ શબ્દો ફરી ફરીને વાંચવા જેવા છે, હૃદયમાં સંઘરી રાખવા જેવા છે.


વડા પ્રધાનની કક્ષાની વ્યક્તિ જો દેશ માટે આખી રાતનો ઉજાગરો કરી શકે, નિષ્ફળતાની તમામ જવાબદારી પોતાના ખભે ઉપાડીને મિશનની સફળતા માટે ઝીણામાં ઝીણી વિગતોનો નિર્ણય કરવા માટે ગળાડૂબ બની જાય તો આપણે શા માટે આપણને પડતી નાનીમોટી તકલીફોનો સામનો કરવાને બદલે સરકાર પ્રત્યે ચીડચીડા થઈ જઈએ છીએ? શા માટે સહન કરતાં શીખતા નથી. શા માટે નાની નાની વાતે સરકાર સામે ફરિયાદ કરતાં રહીએ છીએ. શા માટે સમજતા નથી કે આ દેશ સલામત હશે તો જ આપણે સલામત છીએ અને દેશ કોના હાથમાં સલામત છે એ હવે તમને કહેવાનું ન હોય. તમે બધું જ સમજો છો, ટૂંકમાં કહીએ તો.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuJmOMPHnmEmmHtOOhTCTqXTxMp6rW%3D1qPAWYwo2LBnbA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment