| 
અમારા જોઈન્ટ ફૅમિલીમાં કામવાળી ટકતી જ કેમ નથી?
સવાલ:- હું ૩૫ વર્ષની યુવતી છું. ત્રણ વર્ષ પહેલાં જ લગ્ન કર્યાં છે. સંયુક્ત પરિવાર હોવાથી મારા સાસરે કામ ખૂબ રહે છે. આ સંદર્ભે પ્રોબ્લેમ એ છે કે અમારા ઘરમાં કોઈ કામવાળી ટકતી જ નથી, કોઈને કોઈ બહાનું બતાવી ચાર-છ મહિનામાં તો કામ છોડી જાય છે. ખબર નથી પડતી શું કરવું?
---------------------------
જવાબ
ઘરમાં કામ કરવા આવતી વ્યક્તિ પણ માણસ છે, તેને પણ સુખ-દુ:ખ હોય તેનો વિચાર કરવામાં આવે તો તમારી અને તેમની વચ્ચે એક સારો સંબંધ નિર્માણ થાય. ઘરમાં કામ કરવા આવતી બાઈ સાથે સારો સંબંધ સ્થાપિત કરવા કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જોઈએ જે અહીં જણાવું છું. તે સંદર્ભે તમારાં ઘરના દરેક વ્યક્તિનું વર્તન જે તે કામવાળી પરત્વે કેવું હોય છે તે તમે જ નિરીક્ષણ કરી યોગ્ય સૂચના ઘરના દરેક સભ્યને આપજો.
ૄ સૌ પ્રથમ તો ઘરમાં કોઈ પણ નાની-મોટી વસ્તુ ખોવાઈ જાય તો તેની વિવિધ જગ્યાએ તપાસ કર્યા વિના સીધેસીધો કામ કરનાર ઉપર આરોપ ના મૂકી દેવો કે તેણે ચોરી કરી.
ૄ જ્યારે બાઈને કામ ઉપર આવવા માટે નિયુક્ત કરો, ત્યારે જ તેનો ડ્યૂટી પર આવવા-જવાનો સમય તમારી અને તેની બંનેની સગવડ વિચારી નક્કી કરવો. છતાં તે ક્યારેક સમયાનુસાર ના આવે તો તેની સમસ્યા સાંભળી માનવતાના ધોરણે ચલાવી લેવું.
ૄ બાઈ કામ ઉપર હાજર થાય તે પહેલાં અન્ય મહત્ત્વની નક્કી કરવા જેવી બાબત છે, તેની રજા ક્યારે? નક્કી દિવસો કરતાં વધુ રજા થાય તો હિસાબ કેવી રીતે કરશો? ઘરમાં મહેમાન આવે કે પ્રસંગોપાત વધુ કામ કરવાનું થશે તેનો હિસાબ કેમ કરશો?
ૄ બાઈનાં ઘરમાં કોઈ સમસ્યા હોય, તેની તબિયત ખરાબ હોય જેવા સમયે માણસાઈ બતાવો. તેને શક્ય તેટલી મદદ કરો.
ૄ વાર-તહેવારે તેને જોઈતી કોઈ વસ્તુ-કપડાં પણ આપવા જ જોઈએ. ઘરમાં રોજબરોજ વધતું ખાવાનું તમે બાઈને આપી શકો, પણ આપતાં પહેલાં તમારે ચાખી લેવું જરૂરી છે. બગડી ગયેલું વાસી અન્ન ખાવાથી તે અને તેના કુટુંબીજન બીમાર પડશે તેવો વિચાર તમને હોવો જોઈએ.
ૄ કામ કરવા આવતી બાઈ તમારા ઘરમાં હોય ત્યારે ઓનડ્યૂટી હોય છે. તેની સાથે વધુ ઘનિષ્ઠતા કેળવવાની કોશિશ ના કરશો. તે કહે તેટલી જ તેની વાત સાંભળો. તમારાં પ્રોબ્લેમ્સ તમે જાતે સૉલ્વ કરો.
ૄ કામવાળી બાઈને પૈસાની અને તમારે તેના કામની જરૂરત છે, માટે માત્ર તેને જ ગરજ છે તેવું ધારી લઈ દરવખત તેના પર ગુસ્સે થઈ ઘાંટાઘાંટ ના કરવી.
આટલી બાબતો હવે નવી કામવાળી બાઈ આવે ત્યારે
ધ્યાનમાં રાખશો તો કદાચ તમને હવે પ્રોબ્લેમ નહીં થાય, તેમ મને લાગે છે.
-----------------------------
બેવફાઈ કર્યા બાદ ફ્રેન્ડનો પતિ પસ્તાવાનું નાટક કરતો હશે?
સવાલ: મારી એક મિત્રના જીવનમાં હમણાં સમજો કે વાવાઝોડું આવીને ચાલી ગયું છે. પોતાનો જીવનસાથી બેવફાઈ કરે તેને સહન કરવું વાવાઝોડાનો સામનો કરવા જેવું જ છે ને? પણ હવે તેનો વર પસ્તાય છે. પસ્તાવાનું નાટક કરે છે, ભગવાન જાણે. પણ મિત્ર તરીકે મારે મારી મિત્રને શું મદદ કરવી? સામા છેડે અમારા જ ઓળખીતામાં એક ભાઈ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમના માટે પણ અમે ચિંતિત છીએ. આ અંગે તમારો વિચાર જાણવાની ઉત્સુક્તા છે.
---------------------------
જવાબ
કોઈ પણ સ્ત્રી કે પુરુષ પોતાના જીવનસાથી સાથે બેવફા થાય તેના અનેક કારણ હોય છે. કારણ ભલે કોઈ પણ હોય આવી સ્થિતિમાં જે નિર્ણય લેવામાં આવે તેમાં જે-તે સ્ત્રી પુરુષે પહેલાં તો આત્મનિરીક્ષણ કરવું જોઈએ. ઘણી વાર આમ થવાના કારણમાં પતિ-પત્નીનો એક બીજા પ્રત્યે અનાદર, એકમેક માટે તિરસ્કાર, રોજબરોજના ઝઘડા કે પરસ્પર પ્રેમ ના હોવો કે સંજોગવશ અકસ્માત વગેરે હોય છે. માટે પહેલા તો તમારે તમારી મિત્ર અને બીજા ઓળખીતા ભાઈને કહેવાનું કે પોતાની પરિસ્થિતિને સમજે, વિશ્ર્લેષણ કરે કે પોતે હવે આગળ કરેલી ભૂલો (જો તેઓ તેને ભૂલ માનતા હોય તો) ફરી નહીં થાય. તેઓ એકમેક જીવનસાથી સાથેના સંબંધ નિભાવવામાં ક્યાંક ઓછા પડ્યાં હોય તો હવે મનથી તે માટે પ્રયત્ન કરશે કે બીજા પાત્રને ઓછપ ના લાગે. આવી બાબતમાં સ્ત્રી કે પુરુષ, બંનેએ પોતાનો ઈગો અર્થાત્ 'હું' પણું બાજુમાં મૂકી સંબંધ બચાવવો પડે છે. તેમનાં જીવનસાથી જોડે શાંતિથી સમાધાનકારી ચર્ચા કરી સંબંધને એક તક આપવા સાથે તેઓ તૈયાર છે, તેમ જણાવવું. જે-તે વ્યક્તિએ ભૂલ કરી છે, પણ તેમને મનથી જે-તે કૃત્ય માટે પસ્તાવો છે તે તેમના વાણી-વર્તન ઉપરથી ખાતરી થયાં બાદ જ સંબંધને પુનર્જીવિત કરવાની તક આપવી. આવી ભૂલો એક જ વાર માફ થાય, વારંવાર આવું થતું હોય તો સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં જ સાર છે. આવા સંબંધ ફરી જોડવા માટે સ્ત્રી-પુરુષ બંનેએ ઉદાર મન રાખી જતું કરવાની ભાવના બળવત્તર કરવી પડે છે. આવનારા સમયમાં બંનેએ આ સંબંધમાં એકબીજાની ભાવના સમજવી, એકબીજાને પર્યાપ્ત સમય આપવો, એકબીજાને જોઈતું ધ્યાન - સંભાળ રાખવા જેવા કેટલાંક તત્ત્વોનો સમાવેશ કરવો, તેનાથી સંબંધને પડેલાં ઘા જલદી રુઝાય છે.આવનારા સમય ઉપર ભૂતકાળની ભૂલોનો વારંવાર ઉલ્લેખ કરી વર્તમાનકાળ કલેશમય ના બને તેનું ખાસ ધ્યાન રાખો. ભૂતકાળને વારંવાર જીવંત કરી સામેના પાત્રને શરમિંદા કરવું, તેને નીચાજોણું કરાવવું તેના બદલે તેને ભરપૂર પ્રેમ અને સમજદારીથી બદલાવાની તક આપવી હોય તો જ આ સંબંધને જીવાડવાના પ્રયત્ન કરવો, કારણ કે હવે માત્ર પ્રેમ અને સમજદારી જ સામા પાત્રને ફરી પોતામાં વિશ્ર્વાસથી બદલાવ લાવવાની શક્તિ આપશે. એક મિત્ર તરીકે ઉપરોક્ત મુદ્દા આપ ચર્ચી શકો છો. |
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OurQFVO30g3p_sW3NaHZwMirqSpgT73A2D2ZaHqpr6otg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment