'મણિકર્ણિકા'માં દોઢસો-પોણા બસો વર્ષ પહેલાંની યુદ્ધકથા છે તો 'ઉડી: ધ સર્જિકલ સ્ટ્રાઈક'માં બે-અઢી વર્ષ અગાઉની યુદ્ધકથા છે.
ભારત પર પાકિસ્તાની આતંકવાદીઓએ ખૂબ હુમલા કર્યા. 1993ની બારમી માર્ચે મુંબઈમાં થયેલા સિરિયલ બૉમ્બબ્લાસ્ટમાં પ્રાઈમ એક્યુઝ્ડ ભલે દાઉદ ઈબ્રાહિમ હોય અને ટાઈગર મેમણ જેવા સ્થાનિકો એમાં સંડોવાયેલા હોય, પણ પાકિસ્તાનની દેખરેખ તથા સક્રિય મદદથી એ હુમલા થયા. બૉમ્બબ્લાસ્ટ માટેની ટ્રેનિંગ પાકિસ્તાની આતંકવાદીઓએ આપી.
એ પછી, 1993થી 2014 સુધીમાં ભારતભરમાં પાકિસ્તાની આતંકવાદીઓએ ઘૂસીને અનેક બૉમ્બબ્લાસ્ટ કર્યા જેમાં મુંબઈની લોકલ ટ્રેનોમાં સિરિયલ બ્લાસ્ટ (11 જુલાઈ 2006) થયા. બાર માર્ચના હુમલામાં 257 જેટલા ભારતીય નાગરિકોનાં મોત થયાં, ટ્રેન બ્લાસ્ટમાં 209 જેટલા ભારતીય નાગરિકો હણાયા. એ પછી 2008ની 26મી નવેમ્બરે તાજ, ઑબેરોય, સી.એસ.ટી., લિયોપોલ્ડ કાફે સહિતની જગ્યાઓ પર જે હુમલાઓ થયા એમાં 174 લોકોનાં જાન ગયા.
આ ત્રણ મેજર હુમલાઓમાં લગભગ સાડાછસો લોકો મરી ગયા. આ ઉપરાંતના બીજા નાના-મોટા અનેક હુમલાઓ થયા (જેમ કે અમદાવાદમાં ટિફિન બૉમ્બબ્લાસ્ટ, (2008), ગાંધીનગરમાં સ્વામી નારાયણમંદિર પરનો હુમલો (2002) જેમાં અનુક્રમે 56 અને 30 નિર્દોષ લોકોના જાન ગયાં). આ સાતસોથી વધુ અપમૃત્યુમાં બીજી આવી ઘટનાઓ દરમ્યાન જે મોત થયાં તે ઉમેરો તો બે દેશ વચ્ચે સત્તાવાર યુદ્ધ થાય અને જેટલી જાનહાનિ થાય એટલો મોટો આંકડો મળે.
આ દરેક હુમલા વખતે સરકારે કર્યું શું? પાકિસ્તાન સામે બાંયો ચડાવી? ના. પાકિસ્તાનને લલકાર્યું? ના. પાકિસ્તાન સાથે મંત્રણાઓ કરી. ચા-પાણી કરીને સૌ છૂટાં પડ્યાં. ફાઈલો બનાવી, કારણ કે આ દરેક હુમલામાં પાકિસ્તાની સરકારે મોકલેલા આતંકવાદીઓને ભારત સરકારમાં રહેલા એમના કેટલાક ઓળખીતાઓના આશીર્વાદ હતા (આ વાત પુરવાર થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં જ પુરાવાઓ સાથે બહાર આવશે. ત્યારે આ કૉલમ દ્વારા પણ તમારા સુધી એની જાણકારી પહોંચશે). આ ઉપરાંત આમાંના મોટાભાગના બૉમ્બબ્લાસ્ટમાં સ્થાનિક ઑપરેટરોનો પણ હાથ હોવાનો, જેમની સામે તે વખતની સરકાર કૂણું વલણ દાખવતી. એમને હેરાનગતિ ન થાય એ માટે 'ટાડા' જેવો મજબૂત કાયદો પણ એ સરકારે પાછો ખેંચી લીધો.
કેટલાક સેક્યુલરિયાઓ છપ્પનની છાતીના શબ્દપ્રયોગને રિડિક્યુલ કરે છે. એમણે ક્યારેય 56ની છાતી જોઈ જ નથી હોતી. નપુંસક પિતાની ઔલાદો જેવા આ જોકરોને કહીએ કે 'ઉડી' જોઈ આવો તો ખબર પડે કે 56ની છાતી કોને કહેવાય. 18 સપ્ટેમ્બર 2016. પરોઢિયે સાડાપાંચ વાગ્યે ચાર પાકિસ્તાની આતંકવાદીઓ ઉડી સેકટરની ભારતીય લશ્કરની છાવણીમાં ચાર એકે-ફોર્ટી સેવન રાઈફલો, ચાર અન્ડર બૅરલ ગ્રેનેડ લૉન્ચરો અને કેટલાક હૅન્ડ ગ્રેનેડ સાથે ઘૂસીને ઊંઘતા ભારતીય જવાનો પર હુમલો કરે છે. 19 સૈનિકો શહીદ થાય છે. ચારેચાર આતંકવાદીઓને ઠાર મારવામાં આવે છે.
ભારત માટે આ ખૂબ આઘાતજનક ઘટના હતી. કાશ્મીરમાં ભારતીય સૈનિકોએ આતંકવાદીઓનો સામનો કરતાં શહીદી વહોરી લીધી હોય એવા અનેક કિસ્સા બન્યા છે. સામ્યવાદીઓનું નક્કર પીઠબળ ધરાવતા માઓવાદી-નક્સલવાદીઓએ પણ આસામ-મણિપુરથી લઈને ગઢચિરોલી સુધીના વિવિધ વિસ્તારોમાં આપણા લશ્કરી-અર્ધલશ્કરી દળોના જવાનોનો ભોગ લીધો છે.
અત્યાર સુધીની કોઈ સરકારે આતંકવાદીઓને ઈંટનો જવાબ પથ્થરથી નથી આપ્યો. ઈઝરાયલનાં મહિલા પ્રધાનમંત્રી ગોલ્ડા માયર જેવી મર્દાનગી ભારતના એક પણ વડા પ્રધાને હજુ સુધી બતાવી નથી જે નરેન્દ્ર મોદીએ બતાવી. 16 સપ્ટેમ્બરે થયેલા હુમલા પછી બે અઠવાડિયાંની પણ રાહ જોયા વિના 28 સપ્ટેમ્બરે મોદીએ પોતાના નેતૃત્વ હેઠળ, પોતાની સંપૂર્ણ જવાબદારીએ દુશ્મનોના આતંકવાદીઓના આઠ અડ્ડાઓમાં વીસ-વીસ ભારતીય જવાનોની ટુકડી મોકલીને કુલ 38 આતંકવાદીઓને રહેંસી નાખ્યા અને એંશીએ એંશી જવાનો સહીસલામત પાછા આવે એવી જડબેસલાક વ્યવસ્થા ભારતીય સંરક્ષણ દળો પાસે કરાવી. આપણું લશ્કર, હવાઈદળ (અને નૌકાદળ પણ) સક્ષમ છે, આપણી ઈન્ટેલિજન્સ વ્યવસ્થા બેનમૂન છે, આપણું પોલીસતંત્ર પણ કાર્યરત છે. પણ જિગર આપણા સત્તાવાળાઓમાં નહોતી, અત્યાર સુધી જિગર ન નહીં, ક્યારેક દાનત પણ નહોતી. દાનત જ નહીં ક્યારેક તો દેશદ્રોહીઓ સાથે એમની ભાગીદારી પણ રહેતી.
તમારા પ્રાઈમ મિનિસ્ટરે તમને બતાવી આપ્યું કે મન હોય તો માળવે જવાય. ઈઝરાયલનાં મર્દાની ગોલ્ડાબહેન જેવી જવાંમર્દી ભારતીયોમાં પણ હોઈ શકે છે તે સાહેબે પુરવાર કરી બતાવ્યું. આવી હિંમત સોનિયાના ઈશારે નર્તન કરનારા મનમોહનસિંહ બતાવી શક્યા હોત? મુંબઈના ટ્રેન બ્લાસ્ટ તથા તાજ-ઑબેરોય પરના હુમલાઓમાં સેંકડો નિર્દોષ નાગરિકોએ જાન ગુમાવ્યા પણ તે વખતની સરકારોના પેટનું પાણી પણ હાલ્યું નહોતું. ઊલટાનું તે વખતે તો સાચર કમિટીના રિપોર્ટને સ્વીકારતાં સોનિયા સરકારના કઠપૂતળી પીએમે કહ્યું હતું: 'આ દેશનાં સંસાધનો પર સૌથી પહેલો હક્ક મુસ્લિમોનો છે' ભૂલી ગયા આ બધી હેડલાઈનો. આની સામે, જેની 56ની છાતી હોય એ જ કહી શકે કે સબ કા સાથ, સબ કા વિકાસ અને સૌનો વિકાસ કરીને પુરવાર પણ કરી આપે કે પોતે માત્ર વચનો નથી આપતા, દરેક વચન પાળે પણ છે. દેશની સુરક્ષા કરવાનું વચન મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાળ્યું. અમેરિકા કે યુનો આ બાબતે વિરોધ કરશે તો પરવા નથી એવી ગટ્સ દેખાડી. અને ચમત્કાર જુઓ અમેરિકા-યુનો જ નહીં, આખી દુનિયાએ આ સર્જિકલ સ્ટ્રાઈકને વધાવી લીધી. ઈઝરાયલ પાસેથી મોદી ઘણું શીખ્યા છે. ઈસ્લામિક રાષ્ટ્રો જેને પોતાનું એક નંબરનું દુશ્મન માને છે એ ઈઝરાયલને કૉન્ગ્રેસની સરકારો ચીપિયાથી પણ અડકતી નહોતી, ક્યાંક મુસ્લિમો નારાજ ન થઈ જાય.
મોદીએ પીએમ બન્યા પછી આપણી સંરક્ષણની તાકાત વધારવામાં (તેમ જ આંતરિક સુરક્ષાની બાબતમાં પણ) નાની-મોટી સ્ટ્રેટિજીઓ ઘડવામાં ઈઝરાયેલની નિપુણતાનો લાભ લીધો છે. અને તે પણ માત્ર થિયરીમાં નહીં, પ્રેક્ટિકલ ધોરણે. 1972ની મ્યુનિક ઑલિમ્પિક્સ વખતે પેલેસ્ટિનિયન મુસ્લિમોના 'બ્લેક સપ્ટેમ્બર' નામના આતંકવાદી જૂથે 11 ઈઝરાયલી રમતવીરોની કતલ કરી. આખું ઈઝરાયલ રોષથી સળગી ઊઠ્યું. ઈઝરાયલનાં વડાં પ્રધાન ગોલ્ડા માયરે ધાર્યું હોત તો પોતાની પ્રજાનો આ રોષ ખાળવા પેલેસ્ટાઈન પર લશ્કરી હુમલો કરવા બે-ચાર બૉમ્બર વિમાનો મોકલી આપ્યા હોત અને થોડાક બૉમ્બ ફોડીને ઈઝરાયલની તાકાત પણ પુરવાર કરી હોત. પણ ના. ખૂન કા બદલા ખૂન. કોઈ એક ગાલે થપ્પડ મારે તો બીજો ગાલ ધરવાને બદલે એને એના બે પગ વચ્ચેની જગ્યાએ કચકચાવીને લાત મારવાની હોય જેથી એના કુટુંબમાં ભવિષ્યમાં એના જેવી ઔલાદ પેદા ન થાય. વડાં પ્રધાન ગોલ્ડા માયરે પોતાની સુપર કાર્યક્ષમ જાસૂસી સંસ્થા 'મોસાદ'ના એજન્ટોને કામ સોંપ્યું. ઑપરેશન બ્લેક સપ્ટેમ્બરમાં સંડોવાયેલા એકે એક પેલેસ્ટિયન આતંકવાદીને શોધી કાઢો-એ જ્યાં હોય ત્યાં એમને એમના ઘરમાં જઈને ઠાર મારો. ધરમપાજીના શબ્દોમાં 'ચુન ચુન કર મારો.' આ આખીય ઘટના પર સ્ટીવન સ્પીલબર્ગે 'મ્યુનિક' નામની એક જબરજસ્ત ફિલ્મ 2005ની સાલમાં બનાવી જેને ઑસ્કારમાં પાંચ નોમિનેશન્સ મળ્યાં: બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ઍડિટેડ સ્ક્રીન-પ્લે (મૂળ પુસ્તક: 'વેન્જન્સ' બાય જ્યોર્જ જોનાસ), બેસ્ટ એડિટિંગ અને બેસ્ટ મ્યુઝિક. લગભગ તો તમે આ ફિલ્મ જોઈ હશે. ન જોઈ હોય તો જરૂર જોજો. એક ઈમ્પોર્ટન્ટ રોલમાં તમને આજનો જેમ્સ બૉન્ડ ડેનિયલ ક્રેગ જોવા મળશે. 21મી સદીની શ્રેષ્ઠ (અંગ્રેજી) ફ્લ્મિોની યાદી 'ન્યૂ યોર્ક ટાઈમ્સે' 2017માં બનાવી ત્યારે 'મ્યુનિક' એમાં 16મા નંબરે હતી.
કમનસીબે આ ફિલ્મે સ્પીલબર્ગની બીજી કોઈપણ ફ્લ્મિ કરતાં અમેરિકામાં ઓછામાં ઓછો ધંધો કર્યો છે. નસીબ અમેરિકન પ્રેક્ષકોનાં. આની સામે 'ઉડી' ચોથા વીકમાં પણ જબરદસ્ત ધંધો કરી રહી છે. રિપોર્ટ્સ મુજબ રિલીઝના ત્રેવીસમા-ચોવીસમા દિવસે 'બાહુબલી' એ જે બિઝનેસ કર્યો હતો તેના કરતાં 'ઉડી'નું કલેક્શન વધારે છે. અમે ત્રણેક દિવસ પહેલાં, રવિવારે સાંજના શોમાં ફરી એક વાર 'ઉડી' જોવા ગયા ત્યારે થિયેટર આગલી બે હરોળ સિવાય ખીચોખીચ ભરેલું હતું અને લોકો પિન ડ્રોપ સાયલન્સમાં ફિલ્મ માણતા હતા. છેલ્લી ક્રેડિટ્સ શરૂ થઈ ત્યારે પણ પાંચ-સાત ઉતાવળિયાઓ સિવાય તમામેતમામ પ્રેક્ષકો પોતપોતાની ખુરશી સાથે જડાઈને બેસી રહ્યા હતા.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsNHwsg%3Dk0smMiKVMtcYrwB1CfNKUZM2SGj_%2BhOOt98Kw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment