| સદીઓના ઈતિહાસનો નિચોડ ઝીલીને ઊભેલી એક દીવાલ! | 
૧. ઝેનો ઓફ સાઈટિયમ
૨. એપીકરસ
૩. અજ્ઞાત
૪. બોએથીઅસ
૫. ઈબ્ન રૂશ્દ - અવેરોઝ
૬. પાયથાગોરસ
૭. એસીલીબીઆડીસ કે સિકંદર
૮. એન્ટીસથેનીસ
૯. હાયપેતીઆ
૧૦. એશાઈન્સ સોક્રેટસ
૧૧. પેરમીન્દ્સ
૧૨. હેરાક્લીટસ
૧૩. સોક્રેટીસ
૧૪. પ્લેટો
૧૫. એરિસ્ટોટલ
૧૬. ડાયોજિનિસ
૧૭. પ્લોટીનસ
૧૮. યુક્લીડ અથવા આર્કિમીડીઝ
૧૯. ઝોરસ્ટર
૨૦. ટોલેમી
૨૧. પ્રોટેજીનસ
રેનેસાંનો દૌર જ્યારે તેની પરાકાષ્ઠાએ હતો ત્યારે રાફેલ નામના મહાન ચિત્રકારે યુરોપનું આ અભૂતપૂર્વ ચિત્ર દોર્યું હતું: ધ સ્કૂલ ઓફ એથેન્સ. આ ચિત્ર પહેલા કે આ ચિત્ર પછી, એક પણ એવી ફ્રેમ નથી બની જેમાં આટઆટલા જિનિયસ દિમાગો એક જ છત નીચે ભેગા થયા હોય. આ ચિત્ર દ્વારા કળાનું ઉત્તુંગ શિખર રાફેલે હાંસિલ કર્યું જે હજુ આવનારી સદીઓ સુધી લોકોને મંત્રમુગ્ધ કરતું રહેશે. આ ચિત્રમાં દેખાતી કઈ વ્યક્તિ કોણ છે તે માહિતી તો આ લિસ્ટમાંથી મળી જશે. પણ મહાન માણસોને એક જ ફ્રેમમાં સમાવી લેવા માત્રથી ચિત્ર મહાન બનતું નથી. એની બારીક ખૂબીઓને સમજવી પડે.
આ ચિત્રની વચ્ચોવચ્ચ જે બે વ્યક્તિઓ ઊભી છે તેમાં ડાબી બાજુએ પ્લેટો છે અને જમણી બાજુ એરિસ્ટોટલ છે. પ્લેટોના વિચારો અમુક અંશે આધ્યાત્મિક કહી શકાય. જયારે તેનો જ શિષ્ય એરિસ્ટોટલ તેની સાથે સહમત ન હતો, કારણ કે તે ઇન્દ્રિયો દ્વારા આવેલા જ્ઞાનને પ્રાધાન્ય આપતો.
પ્લેટોના પગની સ્થિતિ એવી છે કે તે જાણે હજુ આગળ ચાલવાના છે. તેનું શરીર તેમના વિચારોની જેમ ગમે ત્યારે આકાશ તરફ ખેંચાઈ જાય એ મુજબનું છે. બ્લ્યુ કાપડમાં રહેલા એરિસ્ટોટલના બંને પગ જમીન સાથે સજ્જડ રીતે જોડાયેલા છે. જે તેના વિચારોનું પ્રતીક છે. ચિત્રમાં પ્લેટો તરફ જે મહાન લોકો છે તેમાં પાયથાગોરસનો પણ સમાવેશ થાય છે.
પાયથાગોરસનો પ્રમેય તો આપણે ભણી ચુક્યા છીએ તો તેવા ગણિતજ્ઞને પ્લેટોની બાજુ કેમ રાખ્યા છે, કારણ કે પાયથાગોરસના વિચારો એવા હતા કે દરેક આત્મા અજરામર છે ફક્ત શરીર બદલે છે. સંગીત હોય કે આત્મા બધું બેલેન્સમાં રહે છે. માટે પાયથાગોરસ એક પાટીની સામે જુએ છે અને તે પાટીમાં સમતુલા બતાવતું એક રેખાચિત્ર દોરેલું દેખાય છે.
હવે એરિસ્ટોટલની સાઈડ એટલે કે ચિત્રમાં જમણી બાજુ જુઓ તો કેસરી રોબ પહેરેલો એક માણસ નીચો નમીને પાટીમાં પરિકર દ્વારા દોરી રહ્યો છે. જાણકારોના મત મુજબ એ યુક્લીડ છે. ગ્રીક ગણિતશાસ્ત્રી જે ભૂમિતિવિજ્ઞાનનો સ્થાપક ગણાય છે. તેની આજુબાજુ ઊભા રહેલા તેના શિષ્યો છે. દરેક શિષ્યના હાવભાવ અને દરેકની અલગ સિનિયોરિટી પણ પિક્ચરમાં તેના પોશ્ર્ચર ઉપરથી દેખાઈ આવે છે.
રાફેલે આ ચિત્રની મધ્યમાં ઊભેલા બે મહામાનવો પ્લેટો અને એરિસ્ટોટલ દ્વારા ચિત્રના એવા સરખા બે ભાગ પાડ્યા છે કે દેવતાઓ પણ એ જ રીતે ઊભા છે. પ્લેટોની તરફ ચિત્રમાં ઉપર અપોલો છે તો જમણી બાજુ એથીના છે.
અપોલો પ્રેમનો દેવતા, એથીના યુદ્ધ અને ડહાપણની દેવી. યુક્લીડની પાછળ હાથમાં ગોળો લઈને ઊભેલો માણસ, જેની પીઠ આપણા તરફ છે તે ટોલેમી છે. એ ભૌતિકશાસ્ત્રી જેણે ગ્રહોની ગતિ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેની સામે એક વ્યક્તિ બીજો ગોળો લઈને ઊભી છે તે ઈરાનિયન લીડર ઝોરાસ્ટર છે. તેની બાજુમાં, દર્શક સામે જોતો એક ચહેરો દેખાય છે તે રાફેલ છે.
ચિત્રમાં ડાબી તરફ પ્લેટોની સાઈડ જે માણસ બેઠો છે તે હેરાક્લીટસ છે.
આ ચિત્રમાં એકમાત્ર માણસ એવો છે જે પોતાના વિચારો અને એકાંતમાં મગ્ન છે. આખું ચિત્ર દોરાઈ ગયા બાદ હેરાક્લીટસનું ફિગર એમાં ઉમેરવામાં આવ્યું હતું. તેનો શારીરિક બાંધો પણ કદાવર લાગે છે. તેના
પગની સ્થિતિ જુઓ તો સમજાય કે તે આ સ્થિતિમાં
ઊભો નહિ થઇ શકે. તે પોતાના જ વિચારોમાં એટલો જકડાયેલો છે.
આ આખી જગ્યા પ્લેટોની એકેડેમી હોય એવું લાગે છે. અહીં ઘણાં બધા ગ્રીક લોકો હોવા છતાં આ ચિત્રમાં દેખાઈ રહેલો હોલ ગ્રીક શૈલીનો નથી પણ રોમન આર્કિટેકચરનો છે. રાફેલને આ ચિત્ર પોપ જુલિયસ દ્વિતીય દ્વારા કમિશન ઉપર કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો અને તે પોપે પોતાનું નામ જુલિયસ એટલે જ પસંદ કરેલું, કારણ કે જુલિયસ સીઝરને તે સમયે બધા લોકો બહુ માનતા. ગ્રીક સ્થાપત્યોમાં પીલર બહુ હોય, જ્યારે રોમન આર્કિટેક્ચરમાં ગોળાકાર કમાન હોય.
હવે અહીં જે યાદી આપી છે તેના સિવાય પણ અમુક હસ્તીઓ આ જ ચિત્રમાં દેખાય છે. દાખલા તરીકે સોક્રેટીસની સામે યુનિફોર્મના ગણવેશમાં જે વ્યક્તિ ઊભી છે તે એલ્સીબીઆડીસ જ છે, જે સોક્રેટીસનો પ્રેમી હતો. પણ તેનો ચહેરો અને શરીર એલ્ક્ઝાન્ડર ધ ગ્રેટ જેવું બનાવવામાં આવ્યું છે. એ જ રીતે, પ્લેટોને ધ્યાનથી જુવો તો લિયોનાર્ડો દ વિન્સી યાદ આવે. રાફેલે પ્લેટોનું ચિત્રણ દ વિન્સીને ધ્યાનમાં રાખીને કર્યું છે. પગથિયાં ઉપર બેસેલી વ્યક્તિ એટલે મહાન ડાયોજીનસ. મહાન ફિલસૂફ. સિકંદર પણ જેની સામે ઝૂકી જતો એ માણસ. યુક્લીડનું ચિત્રણ અદ્દલ આર્કિમીડીઝ જેવું છે અને સાથે સાથે તે રાફેલના મિત્ર જેના થકી તેને આ ચિત્રનો કોન્ટ્રાક્ટ મળ્યો તે ઇટાલિયન આર્કિટેક્ટ બ્રેમેન્ટે જેવું છે. રાફેલની બાજુમાં પણ મહાન ચિત્રકારો છે.
ગ્રીક ફિલસૂફ પ્લોટીન્સની પાછળ બે અજાણી વ્યક્તિ દેખાય છે. એક ઉતાવળમાં કંઇક લખે છે અને બીજો તેનો ભાઈબંધ તેને જુએ છે. આજે પણ આવાં દ્રશ્યો જોવા મળે જ છે. એક વ્યક્તિ મોબાઈલમાં રચ્યોપચ્યો હોય અને તેની બાજુવાળો તેના મોબાઈલની સ્ક્રીનમાં ડોકિયા કરતો હોય. સદીઓ પછી પણ આ ચિત્ર પ્રસ્તુત છે.
રાફેલનો માસ્ટરસ્ટ્રોક જોવો હોય તો ચિત્રમાં આગળ કોની ટેકવીને બેઠેલા હેરાલીક્ટસની સામે જુઓ. જયારે અહીં રાફેલ આ ચિત્ર બનાવતો હતો ત્યારે તેનાથી સિનિયર માઈકલ એન્જેલો પોપના રહેઠાણ સીસ્ટીન ચેપલની છત ઉપર ચિત્રો દોરી રહેલો. માઈકલ એન્જેલો અને રાફેલ બંને પ્રતિસ્પર્ધી કહેવાતા. પણ રાફેલે માઈકલ એન્જેલોને પૂરતું માન આપ્યું છે, હેરાલીક્ટસમાં માઈકલ એન્જેલોના ફીચર્સને લઈને. હરીફનું સમ્માન કરવાનું રાફેલ ચુક્યો નથી. પણ હજુ એક વાત માર્ક કરો જેમાં રાફેલની એક કલાકાર તરીકેની દાદાગીરી દેખાશે. હરીફ માઈકલ એન્જેલોની પ્રતિકૃતિ સામાન હેરાલીક્ટસનું મોઢું તો નીચે જ છે. |
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuGQGgpBDYAyCAfYKmJiPkphL1SafSYjoXaJuhPgmbOaw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment