તમે કઇ લાઈનમાં ઉભા રહો? દેશમાં ૨૦૧૪માં ૨૫.૨ કરોડ ઇન્ટરનેટ કનેકશન હતા આજે ૪૬ કરોડ પર આંક પહોંચી ગયો છે કળિયુગના ત્રિદેવ ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રકચર અને કનેક્ટિવિટી આગામી વર્ષોમાં 'વિશ યુ હેપ્પી લાઈફ'નહીં પણ 'વિશ યુ એપ્પી લાઈફ' તેવી શુભેચ્છા આપતા હોઈશું! કોઈ ચેરિટી ટ્રસ્ટ દ્વારા ગરીબોને મફતમાંઆટા (લોટ) વિતરણ ચાલતું હતું. આશ્ચર્યજનક રીતે ગરીબો અને મધ્યમવર્ગની વસ્તી ધરાવતો વિસ્તાર હતો છતાં લાઈનમાં જૂજ નાગરિકો ઉભા હતા. બરાબર તેનાથી થોડે જ દૂર પડે તેના કકડા થાય તેવી ભીડ અને ધક્કામુકીના દ્રશ્યો હતા. સીક્યોરીટી ગાર્ડસ દંડા પછાડતા હતા તો પણ નાગરિકોને લાઈનમાં ઉભા રહેતા કરવા તે પડકાર જણાતો હતાં. ત્યાંથી પસાર થતા એક નાગરિકને આશ્ચર્ય થયું કે શાના માટે આટલો ધસારો છે. તેણે ધક્કામુક્કીમાં હડદોલા ખાઈ રહેલા નાગરિકને પૂછ્યુ કે 'ભાઈ શેના માટેની આ ભીડ છે?' લાઇનમાં ઉભા રહેલા નાગરિકે વધુ એક ધક્કો સહન કરતા મોંમાંથી શબ્દો કાઢ્યા કે 'તમે પણ લાઈનમાં ઉભા રહી જાવ. અહીં આજે મોબાઈલ ફોનના સર્વિસ પ્રોવાઇડર કંપની તરફથી મફત ડાટા વિતરણ થઇ રહ્યુ છે. ભીખારી જેવા લાગતા આ નાગરિકને વધુ એક સવાલ પુછ્યો કે તારે તો આટાની જરૂર હોય ત્યાં સામે આટા વિતરણની લાઈન ખાલી જ છે ત્યાં દોડી જા. ત્યાં કેમ નથી જતો? ભીખારીએ કહ્યું કે 'પહેલે ડાટા ફીર આટા' મારા છોકરાઓ અને પત્ની મોબાઈલમાં ગળાડૂબ રહેશે તો ભીખનું અને પેટનું ટેન્શન પણ નહીં રહે.' હું ઘેર આટા લઇને જઇશ તો તેઓના ચહેરા પર ચમક નહીં આવે પણ ડાટા મફતમાં લઇને પહોંચીશ તે સાથે જ વહાલથી ભેટી પડશે. પછી ભીખારીએ તે કેવો બુધ્ધિશાળી છે તેને પ્રતિતી કરાવતા કહ્યું કે 'ભીખ તો ફૂટપાથ પર બેસીને કે ઘેર ઘેર ફરીને મળી જશે પણ ડાટા મફતમાં ક્યાંથી મળે?' ખરેખર સરકારમાં સામાન્ય બુધ્ધિ પણ હોય તો આટલા અબજો અને કરોડોની રાહતના બજેટની જરૂર જ નથી. સરકાર ગમે તેટલી રાહતો જાહેર કરે પણ નાગરિકોના દિલ નહીં જીતી શકે તેના કરતા મોબાઈલ કંપનીઓ અને સર્વિસ પ્રોવાઇડરો જોડે ટાઈઅપ કરીને નાગરિકોને ફ્રી ડાટા ્ને રૂ. એક બે હજારમાં સ્માર્ટ ફોન પુરા પાડવામાં આવે અને પેટ્રોલના ભાવ ૫૦ ટકા ઘટાડી નાંખો પછી જૂઓ છે કોઈ વિપક્ષોની સરકારને ઉથલાવવાની તાકાત. બાળક રડતું હોય, સાચવવુંના પડે તેને વાર્તા, સંવાદ અને સંસ્કાર માટે સમય ના આપવો પડે કે પછી તેના દૂધ અને ભોજનના ખર્ચથી બચવા દેશની લાખો માતા બાળકને સ્માર્ટફોન હાથમાં પકડાવી દે છે. પત્ની નકામી હોંશથી ગરમ ચા, નાસ્તો અને વૈવિધ્યસભર વ્યંજનો બનાવે છે. પતિ મહાશય કે જે ભાડાના મકાનમાં રહે છે... આવકવેરાની મર્યાદામાં પણ નથી આવતો તે બજેટથી માંડી સ્થાનિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણ તેમજ વિશ્વના ધનાઢ્યોની યાદીની પોસ્ટ ફોરવર્ડ કરવામાં ગૂલતાન છે. સંતાનોની ફી ભરવાના ફાંફા છે અને માતૃભાષા જાળવણીથી માંડી ઉર્દૂ ગઝલની ઓનલાઈન દુનિયામાં ગળાડૂબ છે. પત્ની પાસે વારાફરતી બે ગાઉન જ પહેરવા માટેે છે અને તે જે ખૂમચા અને રેસ્ટોરન્ટમાં જાય તેના ફોટા ગુ્રપમાં મૂકે છે. પ્રિયંકા અને દિપિકાના વેડિંગથી માંડી નીતા અંબાણીના હીરાના હારના ફોટા કોણ પહેલા મોકલે છે તેની હરિફાઈ થતી હોય છે. ગ્રોસરી અને ગેજેટ્સનું વર્ચ્યુલ વીન્ડો શોપિંગ કરે છે અને કંપનીઓ ડિઝાઈનરો, બ્રાન્ડના નામ એકબીજાને ઇમ્પ્રેસ કરવા ઠપકારે છે. યુવા જગતના તો કાનમાં ઇયર ફોનના ભૂંગળા છે. તેઓ તો વર્તમાન વિશ્વના વહેણથી, તેના પ્રશ્નો-પડકારોથી જ 'ડિસકનેક્ટ' છે. શાકભાજી, ખાંડ-ચા કે અનાજના એક કિલોના ભાવની પણ તેઓને ખબર નહીં હોય. વ્હોટસએપ અને ફેસબુકની હાજરી અને પોસ્ટના વિષયો જોઇને લાગે કે આપણા દેશના નાગરિકો પાસે સમય સમય જ છે. ફૂલ ટાઈમ નાગરિકો કલા, સાહિત્ય, રંજન, પ્રેરણાત્મક વાતો, રાજકારણ અને રાજકારણીઓની ગોસિપમાં જ અફીણના નશામાં ગળાડૂબ રહે છે. ફેમિલિ છે. પણ ફેમિલીના પ્રત્યેક સભ્યો તેમની ઓનલાઈન દુનિયામાં હોઇ તેમાં લાઈફ નથી. હૃદયમાં સ્થાન મેળવવા માટેના કમ્યુનિકેશનની જગાએ સામી મનગમતી વ્યક્તિને નિરર્થક રજેરજ વતો કરતા રહીને મન વધુ કલુષિત અને ધ્યેયહીન બનાવીએ છીએ. હજુ તોભારતમાં ૫ય્ના પગરણ નથી થયા. બ્રોડબેન્ડની સ્પિડની રીતે ભારત હજુ વિશ્વમાં ૪૦માં નંબરે છે પણ આગામી વર્ષોમાં ઓનલાઈન અને ડીજીટલ ક્રાંતિની ઘાતક અસર વ્યક્તિ, કુટુંબ અને સમાજ પર જોઈ શકાશે. અગાઉ એવું કહેવાતું કે એક વ્યક્તિ તેના વિચારો કે વાત બીજી વ્યક્તિને હૃદયસ્પર્શી ઉતારી દેવાની કળા એટલે કે આર્ટ ઓફ કમ્યુનિકેશન (પ્રત્યાયન)ની મોબાઈલ ક્રાંતિને પગલે કટોકટી સર્જાતી જાય છે પણ હવે એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. કે 'આર્ટ ઓફ કન્વર્ઝેશન' (વાતચીતની કળા) જ લુપ્ત થઇ રહી છે. આપણે મગજ દોડાવવાનું જ બંધ કરી દીધું છે. વાચનના અભાવે શબ્દને શોધવા અને ગોઠવવાના ફાંફા છે. હા, મોબાઈલ પર જ વાત કરવાનું કહો તો હજુ પણ વિસ્તૃત વાત માટે શબ્દો અને અસ્ખલિત પ્રવાહીતા સ્ફૂરે પણ એમ જ વાત કરવાની હોય મગજની પ્રક્રિયા અને વાણીપ્રવાહ ટૂંકમાં જ વિરામ પામે. સ્માર્ટ ફોનની વળગણને લીધે આપણે બ્રેકફાસ્ટ, લંચ ભુલી જઇ શકીએ (સ્કિપ કરી શકીએ). અર્થહીન હેતુપૂર્ણ કરવાના મનોદરવાજા જ ખુલે નહીં. સ્માર્ટ ફોનથી ઘણું ઉપયોગી થઇ શકે પણ આપણે પૂર્ણ એવી માહિતી અને પોસ્ટમાં સમય વીતાવીએ છીએ જે આપણને આંતરિક, બૌદ્ધિક અને આર્થિક વિકાસમાં ઠપ્પ કરી નાંખે છે. અગાઉના વર્ષોમાં કિશોરો અને યુવાઓની વડીલો ટીકા કરતા પણ હવે મમ્મી, પપ્પા, દાદા-દાદી બધા જ 'હમ સાથ સાથ હૈ'. અગાઉના જમાનામાં તેઓ જે નહોતા કરી શકતા તેમાં જ વડીલો યુવા પેઢીનો રોષ કાઢતા હતા તે પણ પૂરવાર થયું. બહારનું ખાવા જે વયસ્કોને ઇચ્છે ત્યારે પ્રાપ્ત બન્યુ તે સાથે જ હવે યુવકોને તેઓ બહારનું ખાવાની ટેવ સારી નહીં તેમ નથી કહેતા. આજે રેસ્ટોરા, ખૂમચા, ફાસ્ટફૂડ, જંક ફૂડ, ગાંઠીયા, ભજીયા, મીઠાઈ, મુવિ થિયેટરોમાં સિનિયર વયસ્કો મોટી સંખ્યામાં જોવા મળે છે. જિંદગી માણવા માટે જ છે. તેમાં ખોટુ પણ નથી. પણ હવે સમજાય છે કે પ્રશ્ન સારી કે ખરાબ ટેવનો નહતો પણ પહોંચનો હતો. હવે તો મોબાઈલ કંપની, ઇ-કોમર્સ, ડિજીટલ અને સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ તેમની જાહેરાતમાં ટાર્ગેટ જ સિનિયર સિટિઝનન્સને કરે છે. ઓનલાઈન બીલ એક-બે મીનીટમાં ભરી શકાય તેમ ૪૦ વર્ષના પપ્પાને ખબર નથી હોતી પણ પપ્પાની માતા કે જે વૃધ્ધ છે તે જાણે છે અને તેના પુત્રની અજ્ઞાાનતા પર હસીને ઠહાકા લગાવે છે તેવી ટીવી જાહેરાત તો જોઈ જ હશે. ડિજિટલ યુગનો દમ વધતો જ જાય છે. શહેરી ભારતમાં વ્યક્તિ દીઠ બે મોબાઈલ ફોનની સરેરાશ નજીક આંક પહોંચતો જાય છે (હાલ ૧.૬૬) ૨૦૧૪માં ૨૫.૨ કરોડ ઇન્ટરનેટ ગ્રાહકો હતા જે તે પછીના ચાર વર્ષમાં ૪૬ કરોડ થઇ ગયા છે. ડાટા યુસેઝમાં તો અસાધારણ છલાંગ જોઈ શકાય છે. ૨૦૧૪માં ગ્રાહક દીઠ ૧૪૭ એમબી ડાટા યુઝ થતો હતો જે આંક ૨૦૧૮માં ગ્રાહક દીઠ ૨.૪ જીબી પહોંચી ગયો છે. હજુ ૨૦૦૯માં ભારતમાં ૧૦૦ વ્યક્તિ દીઠ ૩૯.૯, ૨૦૧૩માં ૭૩.૫ મોબાઈલ ફોન હતા આજે ૨૦૧૯માં ૧૦૦ વ્યક્તિ દીઠ ૯૨ પાસે ફોન છે. જો કે શહેરીજનો પાસે વ્યક્તિ દીઠ ૧.૬૬ ફોન છે તેની સામે હજુ અંતરિયાળ ગ્રામીણ બજારમાં ખેડાણ કરવાની તક છે. હજુ ગ્રામીણ અને અંતરિયાળ ભારતમાં ૪૦ ટકા નાગરિકો પાસે મોબાઈલ ફોન નથી. આપણે મોબાઈલથી માંડી એસી, વોશિંગ મશીન, ઓવન, ટીવી તેમજ ગેજેટ્સનો વપરાશ પણ કઇ હદે આગળ વધારી રહ્યા છે તેના આંકડા જૂઓ. ૨૦૦૩-૦૪માં ભારતમાં વ્યક્તિ દીઠ ૬૦૦ યુનિટ વીજળીનો વપરાશ હતો જે ૨૦૧૭-૧૮માં ૧૨૪૯ યુનિટ પર પહોંચી ગયો છે. હજુ એવા ઘણા અજ્ઞાાની છે જેઓ વિમાનયાત્રાને જીવનની સિધ્ધી માનતા હોય તેમ અમદાવાદથી મુંબઇ કે દિલ્હીના પ્રવાસના બોર્ડિંગ પાસનો ફોટો સોશ્યિલ મીડિયામાં પોસ્ટ કરે છે પણ એરપોર્ટ હવે એસ.ટી.સ્ટેશન જેવા લાગે છે. ૨૦૦૮માં વાર્ષિક ૩ કરોડ નાગરિકો વિમાનની મુસાફરી કરતા હતા આજે આ આંક ૩૫ કરોડ પર છે. ભારતમાં રોજના દસ લાખ નાગરિકો વિમાનની મુસાફરી કરે છે. ૨૦૧૭-૧૮ના એક જ વર્ષમાં ૩૦૮૭૫૩૦૦૦ મુસાફરો હવાઈ માર્ગ પસંદ કર્યા હતા. રોડ કનેક્ટિવિટીની પણ વાત કરી લઇએ. ૨૦૦૯-૧૦માં ભારતમાં ૫૧૪૬ કિલોમીટરનો હાઈવે પાક્કો રસ્તો હતો જે ૨૦૧૮-૧૯માં ૧૧૦૦૦ કિલોમીટર જેટલો છે. માત્ર ચાર જ વર્ષમાં ભારતે પાકિસ્તાન અને બાંગ્લાદેશની જીડીપી જેટલી તેના અર્થતંત્રમાં ઉમેરી છે. કનેક્ટિવિટીમાં આ અન્ય તમામ સેકટર જોડે આપણને કનેક્ટ કરવામાં સ્માર્ટ ફોન, ઇન્ટરનેટ, સ્પિડ મોબાઈલ ડાટા જ ધોરી નસ સમાન રહેશે. બધા જ ગેજેટ્સ સ્માર્ટ બનતા જાય છે. 'એપ'નો તો પ્રભાવ એ હદે વધશે કે કોઇને શુભેચ્છા આપવા માટે 'વીશ યુ હેપ્પી લાઈફ' (એપ્સ) નહીં પણ 'વીશ યુ એપ્પી લાઈફ' નો મહાવરો કેળવાય તો નવાઈ નહીં. ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રકચર અને કનેક્ટિવિટી કળિયુગના ત્રિદેવ બની રહેશે. આપણે વિવેકપૂર્ણ તેમને રીઝવવાના છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuxiAubKbYiC%3D4P_w9UMU0vnX2fBnJ0Xs6x6B2XsZi-AA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment