Monday, 11 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સહનશીલતાની મૂડી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સહનશીલતાની મૂડી

amdavadis4ever@yahoogroups.com

એકવાર સ્વામી વિવેકાનંદ હિન્દુસ્તાનના જુદા જુદા પ્રદેશના પ્રવાસે નીકળ્યા હતા. એ વખતે મારવાડના ગાજીપુર નજીક એક જંકશન પર ઊતર્યા. ઉનાળાના દિવસો હતા. મારવાડની ધરતી અને ગરમી કહે કે મારું કામ. પવન આવતો હતો પણ એ લૂ જેવો ગરમ પવન શરીરને ઊલટાનું વધારે દઝાડતો હતો. સ્વામી પાસે માત્ર એક શાલ હતી. તેઓ વેઈટિંગ રૂમમાં બેઠા તો ત્યાં આવી પોર્ટરોએ તેમને બહાર કાઢયા. પોતાની શાલને પાથરી સ્વામીજી તો બહાર વેઈટિંગ રૂમને અડીને બેઠા.

થોડેક દૂર એક વેપારી શેત્રંજી પાથરીને બેઠો હતો. સાથે બે-ચાર જુવાન મિત્રો બેઠા હતા. તેઓ સ્વામીજીને કોઈ લેભાગુ બાવો ધારી તેમની મશ્કરી કરવા લાગ્યા. એવામાં ટ્રેન આવી.

સૌ અંદર દાખલ થયા. પેલો વેપારી અને તેના મિત્રો પણ સ્વામીજી ચઢયા હતા એ જ ડબામાં ચઢયા. ગાડી ઊપડી. ટ્રેનમાં પેલાઓએ સ્વામીજીની ખૂબ મશ્કરી કરવા માંડી, પણ સ્વામીજી તો હસતા રહ્યા.

તરસ સખત લાગી હતી. સ્વામીજીએ બીજા સ્ટેશને પાણીની તપાસ કરી પણ પૈસા વગર કોણ પાણી પાય? પેલા વેપારી અને તેના મિત્રોએ ઠંડા જળનું પાન કર્યું અને કહેવા લાગ્યાં, 'ભલા માણસ, તમે સંન્યાસી થઈને બધું જ ત્યાગી દીધું પછી તમારે પાણીની શી જરૂર? બાવો થવા કરતાં અમારા જેવો વેપારી થયો હોત કંઈક બે પૈસા કમાયો હોત અને આવે પ્રસંગે એ કામ આવત.'

સ્વામી મરક મરક હસતા જ રહ્યા. તેમણે કહ્યું, 'ભાઈ, એ બધા તો ક્ષણિક સુખો છે! સંતોની રક્ષા તો પરમેશ્ર્વર કરે જ છે. માત્ર ઈશ્ર્વર ઉપર શ્રદ્ધા હોવી જોઈએ.'

સ્વામીજી આટલું બોલ્યા એટલે પેલા લોકોને તો આનંદ આવવા લાગ્યો અને અંદરોઅંદર સ્વામીજીની વધુ ને વધુ મશ્કરી કરવા લાગ્યા.

પણ શાંતિના અવતાર જેવા સ્વામીજી તો એટલા જ આનંદથી હસતા હતા.

એવામાં એક મોટું સ્ટેશન આવ્યું.

અહીંયા ટ્રેન બે-ત્રણ કલાક ઊભી રહેવાની હતી. સ્વામીજી નીચે ઊતર્યા, પાછળ પેલો વેપારી અને તેના મિત્રો પણ નીચે ઊતર્યા.

એવામાં એક માણસ હાંફળો-ફાંફળો દોડતો દોડતો સ્વામીજી પાસે આવ્યો. તેના હાથમાં ભોજનનો થાળ હતો.

પાછળ બીજા પણ ઘણા ભાવિકો દેખાયા. તેઓ સ્વામીજીનું સ્વાગત કરતાં તેમને વેઈટિંગ રૂમ તરફ લઈ ગયા.

આ બધું જોઈ પેલી ટોળી તો અવાક્ થઈ ગઈ. તેઓએ કોઈને પૂછયું, 'પેલો સાધુ ગયો તે કોણ છે?'

કોઈએ કહ્યું, 'અરે! એને તમે ઓળખતા નથી? એ તો સ્વામી

વિવેકાનંદ છે.'

ટોળી આખીય છોભીલી પડી. તેઓ દોડતાંક વેઈટિંગ રૂમમાં ગયા અને સ્વામીજીને પગે પડયા. પોતાની બેઅદબી બદલ વારંવાર ક્ષમા માગવા લાગ્યા.

સ્વામીજીએ કહ્યું: 'અરે! ભાઈ એમાં તમારો શો દોષ છે? એ તો પ્રભુએ મારી પરીક્ષા કરી, સહનશીલતા જો અમારામાં ન હોય તો અમે સંત શાના? અમારી સાચી મૂડી જ એ છે.'

નમન કરતાં નીચે જોઈ આખી ટોળી વિખેરાઈ ગઈ.

 



('સંસ્કારી સંતકથાઓ'માંથી સાભાર)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsST0YE3dL6Td7M6R%3DkFdM7ASTdvQ85v%2B4SD99GQSWC3g%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment