| 
આપણે ત્યાં બાળકની લંબાઈ વગેરે વધારવા માટે ડુંગળી અને ગોળ સાથે ખવડાવવાનો રિવાજ છે. આ બંને ચીજો આપણા રસોડામાં ઉપલબ્ધ હોય છે. ડુંગળીનો રસ પુખ્ત ઉંમરવાળાઓએ પીવાથી શરીરમાં ગરમી આણી બેશુદ્ધિ ઉડાડે છે અને હોંશિયારી લાવે છે. એ રીતે ગોળ પણ થાક ઉતારનાર છે. બહારથી ફરી રખડીને થાક્યા-પાક્યા આવ્યા હોય ત્યારે ગોળનું પાણી બનાવીને ઘણા લોકો પીએ છે. ઉત્તર પ્રદેશ બાજુ તો કોઈ મહેમાન આવે તો પ્રથમ તેઓને ગોળનું પાણી જ પીવડાવવામાં આવે છે જે દ્વારા થાક ઊતરે.
ખાંડથી શરીરને પારાવાર નુકસાન થાય છે. દાળમાં-શાકમાં અને ઘણી વસ્તુઓમાં ખાંડ નાખીએ છીએ. ખાસ કરીને મીઠાઈઓમાં સફેદ ખાંડનો વપરાશ ખૂબ જ થાય છે. મધુર રસ એટલે મીઠો ગળ્યો રસ તંદુરસ્તી માટે જરૂરી છે. એને અંગ્રેજીમાં કાર્બોહાઈડ્રેડ કહે છે. એ કુદરતી સ્વરૂપે ઘઉં, ચોખા અને કંદમૂળમાં હોય છે. ખજૂર જેવાં ફળોમાં પણ હોય છે. શેરડીના રસમાંથી બનતા અસલી ગોળમાં હોય છે. ખાંડને બદલે ગોળનો વપરાશ વધવો જોઈએ.
બને ત્યાં સુધી ગળ્યો રસ અને એનાથી બાળકોને દૂર રાખવા જોઈએ. નાનપણથી જ બાળકોને મોળુ દૂધ પાવાની આદત રાખવી જોઈએ. દૂધમાં મલાઈ, ખાંડ તેમાં ચોકલેટ બાળકોને કૃમિ પેદા કરે છે. આજે ગામડા ગામમાં રોટલી સાથે ગોળ ખાતાં બાળકો ચેતનવંત અને સ્ફૂર્તિમાન હોય છે. સફેદ ખાંડનો ઉપયોગ કરતાં લોકોના બાળકોને સ્કૂલમાં ડેન્ટિસ્ટો તપાસે તો તેમાં દાંતમાંથી દંતકૃમિ અને પોલાણ હોય છે. સાથે ચામડીમાં સફેદ ડાઘ, પેટમાં કૃમિ, રાત્રે દાંત કચકચાવવા, પથારીમાં પેશાબ થવો તથા શરદી-ખાંસી અને એલર્જી થાય છે. એક સંશોધનમાં જણાયું છે કે પોલિશ્ડ વ્હાઈટ શુગરથી હાડકાં નબળાં પડે છે. ગોળનો ઉપયોગ વૈદકમાં ઘણો સરસ છે. ગોળ, ખજૂર અને ખૂબ જ પ્રમાણમાં આંબલીનું પાનક બહુ જ લાભકારક નીવડે છે. એનાથી જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે. ઍસિડિટી ઓછી થાય છે. ગોળ શરીરમાં ગરમાવો લાવે છે. સામી એલર્જી પેદા કરે છે. શેરડીમાંથી રસ કાઢતાં સાકરનો બૂરો એટલે જેને મોલાસિસ કહેવાય છે, તે દારૂ વગેરેમાં વપરાય છે. વૈદકમાં આસવ અરિષ્ટમાં ગોળથી બનતા કુદરતી આસવ ગુણકારી હોય છે. આમ છતાં દૂધ અને ગોળ સાથે લેવાય નહીં. આયુર્વેદમાં ગુડાવલેહ નામનો પ્રયોગ છે, જે અહીં પ્રસ્તુત છે. એમાં સૂંઠ, હરડે, છાશ, પીપર, દાડમ બીજ એ દરેક ચીજો ૫૦-૫૦ ગ્રામ લેવી. સાથે ૨૦૦ ગ્રામ ગોળ લઈ એ બધાનો ગોળો બનાવી લેવો. એમાં ત્રણ ગ્રામ સવારે અને રાત્રે પાણી સાથે લઈ શકાય. આ રીતે બનાવેલી ઔષધિ પાચનશક્તિ સુધારે છે. અરુચિ મટાડે છે. વાયુ ગોળામાં રાહત આપે છે તથા હરસમાં પણ લાભ કરે છે.
ગોળના રસમાં કેટલીક વખત તેમના તથા ગરમ મસાલાના વસાણા નાખવામાં આવે છે અને તે રસ ઠાર્યા પછી તેની ચાકી બનાવી શકાય છે. ગોળને વાપરતા પહેલાં વિચારવાનું કે ગોળ નવો છે કે જૂનો, જૂનો ગોળ પિત્ત, વાત અને કફ તથા ત્રિદોષનાશક છે, તેનાથી ખાવાની રૂચિ વધે છે. થાકેલા હોઈએ તો પરિશ્રમ દૂર થાય છે. તાવમાં આપવાથી પણ તાવ મટે છે. મળમૂત્ર રોગનો નાશ કરે છે. અગ્નિ પ્રદિપ્ત કરે છે તથા પ્રમેહનું નિવારણ કરે છે. ગળામાં ડુમો વળતો હોય તો ગોળ ખાવાથી તે હળવો થાય છે. જૂનો ગોળ આદુંના રસ સાથે ખાવાથી કફ મટે છે. હરડે સાથે લેવાથી પિત્ત દૂર કરે છે. સૂંઠ સાથે આપવાથી વાયુના તમામ રોગોમાં રાહત થાય છે. નવો ગોળ વધુ ખવાય તો કફ, શ્ર્વાસ તથા કૃમિ ઉત્પન્ન કરે છે, તે ઘણો ગરમ છે. જૂનો ગોળ હૃદયને બળ આપે છે તથા વીર્યમાં વધારો કરે છે તે પુષ્ટિકારક છે. કાચ કે કાંટો કંઈ વાગ્યું હોય ત્યારે ગોળ ગરમ કરીને તેના પર લગાડતાં રાહત થાય છે.
ડુંગળી પણ ગરીબોની કસ્તુરી કહેવાય છે. નાનામાં નાનો માણસ પણ ડુંગળી અને રોટલો ખાઈ શકે છે. આ ડુંગળી પણ દરેક રસોડામાં હોય જ. એ તમોગુણ વધારે છે. ક્ષત્રિય અને શ્રમજીવી વર્ગ માટે ડુંગળી ખૂબ જ ઉપકારક છે. આજે પણ કેટલાક લોકો તાજાં લીલાં કાંદા લાવી તેનું કચુંબર કરે છે અને બાજરાની પાતળી રોટલીઓ ઘી નાખી તે કચુંબરને ખાય છે. ડુંગળી ખાનાર ઘણા ઉપરથી તાજી મોળી છાશ પણ પીએ છે.
સામાન્ય રીતે ઠંડીની મોસમમાં ખીચડીમાં ઘી નાખી ખાવું. ચોવીસ કલાક સુધી બીજું કંઈ નહીં લેવું. તરસ લાગે તો માત્ર તાજી મોળી છાશ પીવી. આ પ્રયોગ કરનારનો અદ્ભુત કાયાકલ્પ થાય છે. આ પ્રયોગ કરતી વેળા માનસિક શાંતિ પણ હોવી જોઈએ. માનસિક કલેશ ન હોવો જોઈએ. ડુંગળી એ લસણકૂળની વનસ્પતિ છે. કૉલેરા કે ફૂડપોઈઝનિંગમાં એનો રસ કાઢીને પગની પિંડીઓ ઉપર ઘસતા આખા શરીરમાં ગરમાવો આવી જાય છે. ડુંગળી તીખી છે. કંઈક મધુર છે, પાચનકાળે મધુર છે. સ્વભાવમાં ગરમ છે. કેટલાક પંડિતો એને વાતશામક તથા કફવર્ધક માને છે. કાંદાનો તાજો રસ ૧૫ થી ૨૫ મિલિમીટર લેવો જોઈએ. એનાથી રજ અને તમ્ વધે છે. સંધિવા, શૂળ, સાયટિકા અને વાત રોગીઓને ઉપયોગી નીવડે છે એ હૃદયને બળ આપે છે. શુક્રવર્ધક છે. માસિક સાફ લાવે છે. આપણે ત્યાં સફેદ ડુંગળી મળે છે તે વધુ તીખી હોતી નથી, પણ જ્યારે લાલ ડુંગળી તીખી હોય છે. રસશાસ્ત્રની દૃષ્ટિએ એમાં તીખું અને ઉગ્ર ગંધ તેલ હોય છે. ઘણી વાર કોઈને ચક્કર આવે ત્યારે ડુંગળી છુંદીને સુંઘાડવામાં આવે છે. ડુંગળીની ઉત્પત્તિની કથા આયુર્વેદમાં અનેક સ્વરૂપે આપી છે. ડુંગળીના રસના બે થી ત્રણ ટીપાં કાનમાં નાખતાં તે વેદનાને હરી લે છે, એના રસને સહેજ ગરમ કરી, સહેજ નવશેકા સ્વરૂપમાં વાપરવું. ડુંગળી ગરમ છે, એમ કહેવાય છે, પણ બહુ ગરમ નથી. ઘણા લોકો અભ્રક અને લોહભસ્મ જેવા ને કાંદાના રસની ભાવના આપે છે, વાયુ માટે પલાંડુ એટલે ડુંગળી પરમ ઔષધ છે.
ડુંગળીને કાપીને ઘીમાં તળીને ખાવાથી તે રૂચિ વધારે છે તથા કામેચ્છા પણ વધારે છે. તે ધાતુને પુષ્ટિ આપે છે. કૉલેરા તથા પ્લેગ જેવા વિષમ વ્યાધિમાં હવાની શુદ્ધિ કરવા માટે પણ તે વપરાય છે. તે મૂત્ર તથા આર્તવ બરાબર લાવે છે. પથરીને પણ તોડે છે. એ દાંતના રોગ તથા પ્રમેહને પણ મટાડે છે. પિત્ત વિકારમાં ધોળી ડુંગળીના કટકાં મીઠા દહીંમાં મેળવી ખાતાં તે વધુ ગુણકારી બને છે. ડુંગળીનો રસ, ઘી તથા મધ દરેક ચીજો ભેળવી દરરોજ સવાર-સાંજ લેવાથી વીર્યમાં વધારો થાય છે. રાત્રે દૂધ પણ લેવું જોઈએ.
ડુંગળીના રસનાં ટીપાં નાકમાં પાડવાથી મગજ સાફ થાય છે. કાનમાં પાડવાથી કાનનો મેલ તથા ચસકા મટે છે. બહેરાપણું સુધારવા કેટલેક અંશે મદદરૂપ નીવડે છે. તેનો રસ શરીરે ચોપડવાથી ઠંડું થઈ ગયેલું શરીર પણ ફરી સતેજ થાય છે. ડુંગળીનો લેપ મધ તથા મીઠા સાથે કરવાથી ચામડીના ડાઘ, મસા વગેરે મટે છે. ડુંગળી ગરમ પ્રકૃતિવાળાને હાનિકારક છે. તેનો વધુ ઉપયોગ કરવાથી ભૂલકણાપણામાં વધારો થાય છે. પેટના કૃમિ પેદા થાય છે. તરસ લાગે છે તથા માથાનું દરદ પેદા કરે છે. ડુંગળીની ઉગ્ર દુર્ગંધ દૂર કરવા માટે અખરોટનું મગજ મદદરૂપ થઈ પડે છે. ઘણા લોકો દાઢ દુ:ખતી હોય ત્યારે ડુંગળીના બીજ ચલમમાં નાખીને પીએ છે, જેથી દાઢના દુ:ખાવામાં રાહત થાય છે. આમ બળ, વર્ણ, ઓજ, સ્વર આ બધા ડુંગળીના ઉપયોગથી સ્વસ્થ જણાય છે. |
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Osc%3DD%3DXYezubuamkzzAt10-Eec-J-NRSstRbh1qoTQRvg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment