Tuesday, 4 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ લાઈમ લાઈટ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગૂગલ મૅપ પર ઘરની બહાર દેખાઈ ચાર વર્ષ પહેલાં મૃત્યુ પામેલી માતા!
લાઈમ લાઈટ-મેધા રાજ્યગુરુ

 

 

 

 

ઘણી વખત ટૅક્નોલોજી આપણને એવા એવા ઝટકા આપી દે છે કે માનવામાં જ ન આવે. આવો જ અનુભલ તાઈવાનની મહિલાને થયો હતો.

 

તાઈવાનમાં એક મહિલા ગૂગલ સ્ટ્રીટ વ્યૂમાં તેની માને જોઈને ઈમોશનલ થઈ ગઈ અને તેની આંખોમાંથી આંસુ આવી ગયાં. મહિલા ગૂગલ સ્ટ્રીટ વ્યૂ પર એક દિવસ તેનું જૂનું મકાન જોઈ રહી હતી. ત્યારે તેણે ઘરની બહાર ઓટલા પર બેસેલી માની તસવીર દેખાઈ. તેને એવું જ લાગ્યું કે, હકીકતમાં ત્યાં બેઠી હોય, પરંતુ તેની માનું ૪ વર્ષ પહેલાં જ કેન્સરથી મોત થઈ ચૂક્યું છે. આ તસવીર તે જીવંત હતી તે દરમિયાન ગૂગલની ટીમ દ્વારા લેવામાં આવી હતી, જે સ્ટ્રીટ વ્યૂ પર લગાવવામાં આવી છે. મહિલાએ તેનો સ્ક્રિનશોટ ફેસબુક પર શેર કરતા પોતાની લાગણી શેર કરી.

 

માને જોઈને આંખમાં આવી ગયાં આંસુ

ક તાઈવાનમાં રહેતી વાલી ડૈની વૂને એક દિવસ તેના જૂના ઘરની યાદ આવી ગઈ. તેણે ગૂગલ સ્ટ્રીટ વ્યૂ પર તેનું ઘર શોધવાનું શરૂ કર્યું, તે સર્ચ જોઈને શોક્ડ રહી ગઈ.

 

ક સ્ટ્રીટ વ્યૂમાં તેણે તેનું જૂનું મકાન અને ઓટલા પર બેસેલી મા દેખાઈ. માને જોતા જ ડેની ઈમોશનલ થઈ ગઈ અને તેની આંખમાં આંસુ આવી ગયાં.

 

ક તેને આ સ્ક્રિનશોટ શેર કરતા લખ્યું કે, હું ગૂગલ સ્ટ્રીટ વ્યૂ પર ગઈ અને ત્યાં સાચે જ મને મારી મા મળી. મા અમે બધા તને બહુ યાદ કરીએ છીએ.

 

ક ડેનીએ જણાવ્યું કે, તેની માનું મોત કોલન કેન્સરથી સપ્ટેમ્બર ૨૦૧૪માં થઈ ગયું હતું. પરંતુ સ્ટ્રીટ વ્યૂ પર ઘરની બહાર તેને જોઈને ઝટકા જેવું લાગ્યું. એવું લાગ્યું કે, જાણે તે અમારી વચ્ચે જીવંત છે.

 

ક તેણે કહ્યું કે, ફોટો જોતા જ મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યાં. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે, ક્યારેક આવી રીતે મા અચાનક મારી આંખ સામે આવી જશે.

 

યૂઝર્સ પણ થયા ઈમોશનલ

ક ડેનીની આ ટચિંગ પોસ્ટમાં સોશિયલ મીડિયા પર ઘણા યૂઝર્સની આંખોમાં આંસુ લાવી દીધાં. અન્ય યૂઝર્સે પણ તેમના ગૂગલ સ્ટ્રીટ વ્યૂ પર પોતાનાને જોવા અંગેના ઈન્સીડેન્ટ શેર કર્યા.

 

ક મિયાઓ નામના એક યૂઝરે લખ્યું કે, મારા પિતાના મોત બાદ મને મારા ઘરની યાદ આવી રહી હતી. હું ગૂગલ સ્ટ્રીટ વ્યૂથી તેને જોવા માટે ગયો તો તેમને કોર્ટયાર્ડમાં ઊભેલા જોઈને તે પણ આ રીતે જ ચોંકી ગયો હતો.

 

ક એક અન્ય યૂઝરે લખ્યું કે, આ પોસ્ટ વાંચ્યા બાદ મેં પણ ગૂગલ સ્ટ્રીટ વ્યૂ પર મારા પિતાને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ના દેખાયા


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvEpdOb_ArdbZrwtf%3D02F%3DqGuAFjroEqf7iT2KdHjwZ8g%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment