Monday, 24 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ દીકરાને ભણાવવા માટે જમીન વેચી નાખી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગરીબ ખેડૂતે દીકરાને ભણાવવા માટે જમીન વેચી નાખી!
'સુખનો પાસવર્ડ'-આશુ પટેલ

 

 

સંઘર્ષ અને દુ:ખ અલગ-અલગ છે!ઝારખંડના નાનકડા ગામ સાવરાના એક ગરીબ ખેડૂતની આર્થિક હાલત એવી હતી કે તેના ઘરના સભ્યો માત્ર ગોળ અને રોટી ખાઈને પેટ ભરતા હતા.

એક સમય એવો આવ્યો કે તે ખેડૂત પાસે રહેવા માટે ઘર નહોતું. તે ખેડૂત તેના કુટુંબ સાથે ભાડાના ઘરમાં રહેતો હતો, પણ એક સમયે ભાડું ભરવાના પૈસા પણ નહોતા એટલે તે ખેડૂતની પત્નીએ બે નાની દીકરી સાથે પોતાના ભાઈના ઘરે જતાં રહેવું પડ્યું.
એ વખતે તે ખેડૂતનો દીકરો પાંચમા ધોરણમાં ભણતો હતો. તે બહુ તેજસ્વી વિદ્યાર્થી હતો. ખેડૂતે દીકરાની સાથે મળીને ઈંટો અને ગારાનું કાચું મકાન જાતે બાંધ્યું અને બાપ-દીકરો એમાં રહેવા લાગ્યા.

તે છોકરાએ એસ.એસ.સી. સુધી અભ્યાસ કર્યો પછી તેના ગરીબ પિતાએ તેને આગળ ભણાવવાનો નિર્ધાર કર્યો. દીકરાએ કહ્યું કે આપણી પાસે પૈસા નથી તો હું કંઈ રીતે ભણીશ?

ગરીબ પિતાએ જવાબ આપ્યો, જરૂર પડશે તો હું મારી કિડની વેચી દઈશ, પણ તને ખૂબ ભણાવીશ.
તે છોકરાને આગળ અભ્યાસ માટે શહેરમાં જવું પડ્યું. તેના ખેડૂત પિતાએ પોતાની થોડી જમીન વેચીને તેના અભ્યાસ માટે પૈસા ઊભા કર્યા.

ખેડૂતના યુવાન બનેલા છોકરાના મનમાં આઈએએસ બનવાની મહત્ત્વાકાંક્ષા જાગી. તેના પિતાએ કહ્યું તું પૈસાની ચિંતા ન કરતો, બસ દિલ દઈને ભણતો રહે.

તે યુવાને ખૂબ તૈયારી કરીને યુપીએસસીની પરીક્ષા આપી. જો કે એમાં તે નિષ્ફળ રહ્યો. એ વખતે તેના પિતાએ કહ્યું કે તું મૂંઝાતો નહીં, તું કોશિશ ચાલુ રાખ. તેમણે તેમની બાકીની જમીન પણ વેચી નાખી અને દીકરાને ભણવા માટે પૈસા મોકલ્યા.

બીજી કોશિશમાં તે સફળ રહ્યો અને આઈએએસ બન્યો.

એક ટીવી ચેનલ પર તે યુવાનનો ઈંટરવ્યૂ જોયો. તેણે તેની સફળતાનું શ્રેય તેના પિતાને આપ્યું. ઈન્ટરવ્યૂઅરે તેને પૂછ્યું કે તમે જીવનમાં ઘણાં દુ:ખો સહન કર્યા, ખરું ને? ત્યારે તે યુવાને જવાબ આપ્યો, મેં સંઘર્ષ કર્યો છે, મારા પર કોઈ દુ:ખ નથી પડ્યા.

દુ:ખ તો એ છે કે માણસ પોતાના કુટુંબથી વિખૂટો પડી જાય કે કોઈ નજીકની વ્યક્તિનું અકાળ મૃત્યુ થાય. સંઘર્ષ અને દુ:ખ વચ્ચે ઘણો તફાવત છે.

આ વાત છે આઈએએસ ઈન્દ્રજીત સિંહાની. અત્યંત ગરીબ ખેડૂતના પુત્ર હોવા છતાં તેણે આઈએએસ બનવાનું સપનું જોયું અને એ સપનું પૂરું કરવામાં તેના પિતાએ સિંહફાળો આપ્યો.

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot9PWBdOgKg3aEti91spivCgvRtHZ2ohOD2HzxOzkUJ-A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment