Monday, 24 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બાળકને ભૂખ નથી લાગતી? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બાળકને ભૂખ નથી લાગતી? કરો આ ઘરેલુ ટોનિક ટ્રાય થશે ફાયદો!
 


દિવ્યશ્રી ડેસ્ક: બાળકના શારિરીક અને માનસિક વિકાસ માટે તેને પૂર્ણ પોષણ મળવું જરૂરી છે, આ પોષણ તેને સમતોલ આહારથી જ મળી શકે છે. જો કે બાળકને કંઇ જમાડવું તે કેટલું મુશ્કેલી હોય છે, જે લગભગ દરેક માતા જાણતી હોય છે. હું પણ આ મુશ્કેલીમાંથી પસાર થઈ છું મારા નવ વર્ષના દીકરા રાહુલ ખાવાનો બહુ જ ચોર હતો. તે એવું ક્યારેય ન કહે કે મને ભૂખ લાગી છે. હું તેનું આ વાક્ય સાંભળવા માટે તરસી જતી હતી. મેં મારી આ તકલીફ મારી દાદીને કહી તેમણે મને એક ઘરેલુ નુસખો બતાવ્યો બસ તેનાથી તેને ભૂખ લાગવા માંડી અને મારા કોઈ પ્રયત્ન વગર તે જમવા લાગ્યો.
- નિધિ વસાવડા, પોરબંદર


જો આપ પણ મારી જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં હો તો આ ઘરેલુ ટોનિક ટ્રાય કરો જેનાથી ખૂબ જ સારો ફાયદો થશે. આ ટોનિકને તમે રસોડામાં જ રહેલી કેટલીક વસ્તુનો ઉપયોગ કરીને બનાવી શકો છો. આ ટોનિકનું નિયમિત બાળકને સેવન કરાવવાથી બાળકને કડકડીને ભૂખ લાગે છે અને સારી રીતે પાચન થાય છે.

 

ટોનિક બનાવવાની સામગ્રી

-જામફળ - 200 ગ્રામ
-દાડમ - 1 નંગ
-મૌસંબી - 1 નંગ
-ફુદીનાના પાન - 4થી7
-લીંબોનો રસ - 3થી4 ચમચી
-અજમા - 5 ગ્રામ
-આદુ - 5 ગ્રામ
-ખાંડ- 2 ચમચી
-સિંધાલૂણ- 2 ગ્રામ
ટોનિક બનાવવાની રીત
આ બધી સામગ્રીને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી લો. ત્યારબાદ આ લિકવિડને ગાળી લો. હવે તેને બોતલમાં ભરીને ફ્રિઝમાં મૂકો દો.


સેવન કરવાની રીત

દરરોજ બાળકને 1થી2 ચમચી જમ્યાના થોડા સમય પહેલા આપવી. જેનાથી બાળકને કુદરતી ભૂખ લાગશે અને તે સારી રીતે આહાર લઇ શકશે
મારી દાદીએ જણાવેલ આ નુસખાનો મેં પ્રયોગ કર્યો. હું આ લિકવિડમાંથી રોજ એક-એક ચમચી જમ્યાના થોડા સમય પહેલા આપતી હતી. આ ઘરેલુ ટોનિક ન માની શકાય તેવું કામ કર્યું. આ પ્રયોગથી તેની ભૂખ ઉઘડી અને તે બંને ટાઈમ વ્યવસ્થિત જમવા લાગ્યો આટલું જ નહીં તેનું વજન પણ વધ્યું. તે પહેલા ખૂબ જ દુબળો પાતળો હતો. પરંતુ વ્યવસ્થિત સમતોલ આહાર લેવાથી તેનું શરીર પણ હવે હૃષ્ટપુષ્ટ થઈ ગયું છે. આ ટોનિકથી ભૂખ ઉઘડતી હોવાની સાથે સારી પાચન પણ થાય છે. જો આપ પણ આવી કોઈ સમસ્યાથી પરેશાન હો તો આ ઘરેલુ પ્રયોગ કરો સારો ફાયદો થશે.

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvLd3X6zif8tCeD%2B1t0tOPEzoZ8oxOap2Q7jqeVLSV0%3Dw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment