Thursday, 22 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જંગલનાં ફળો અને શાકભાજીથી મબલખ કમાણી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જંગલનાં ફળો અને શાકભાજીથી મબલખ કમાણી!

 

 

વિવિધ બજારોમાં જે ફળફળાદિ ખરીદીને તમે ખાવ છો એના કરતાં પણ વધુ વેરાયટી જંગલના અંતરિયાળ વિસ્તારમાં જોવા મળતી હોય છે, પણ એવું બનતું હોય છે કે સ્થાનિક લોકો આસપાસનાં વૃક્ષો પરથી એને ઉતારી લે છે. આવા ફળો બજારોમાં ક્યારેય નથી આવતાં.

 

ખાસ કરીને વિદેશમાં આવું ઘણી જગ્યાએ બની રહ્યું છે, જેમ કે ફિનલેન્ડના કરેલિયાના વન વિસ્તારમાં મશરૂમ અને બેરીઝની એટલી બધી ઊપજ થાય છે જેની કિંમત યુરોપિયન ચલણ યૂરોમાં વાર્ષિક અઢી અબજ યુરો કરતાં પણ વધારે હોય છે. જોકે, હવે જંગલોની આવી ઉપજ પર ઘણી સંશોધક સંસ્થાઓની નજર પડી છે. ઉદ્દેશ એ છે કે કે કયા જંગલમાંથી શું ઊપજશે અને કેટલું ઊપજશે તે શોધવું. આના માટે એક ખાસ વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવી છે. ફિનલેન્ડની ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા કૉકો સાલોના કહે છે ક્ે, 'જાણકારીની આ પદ્ધતિ ખૂબ ફાયદાકારક પુરવાર થાય એમ છે કારણ કે લોકો એ જાણવા માગે છે કે મશરૂમ અને બેરી એકઠા કરવા માટે જંગલમાં ક્યારે જવાય જેથી તેનો સદુપયોગ ઘર માટે પણ કરી શકાય અને કંપનીઓને પણ વેચી શકાય. ફિનલેન્ડમાં આ એક ટેક્સ-ફ્રી આવકનું સાધન છે.'

 

ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે જ જોડાયેલ યારી મીના અને તેમની ટીમ બજારને હજી વધુ આકર્ષક બનાવવાની કોશિશમાં છે. તેમના કહેવા પ્રમાણે તેઓ જંગલની વિશેષતાઓ અને તેની ઊપજ વચ્ચેના સંબંધ પણ સમજવા માગે છે, જેથી જંગલની આ ઊપજો વધારવા માટે જંગલની કેવી દેખરેખ રાખવી તેને લગતા સૂચનો પણ આપી શકાય.

 

જમા કરવા કે ખરીદવા અને વેચવા માટેના કામમાં કેટલાક પરિવારો અને કંપનીઓ પણ કામે લાગી ગઇ છે. એક સ્થાનીય નિવાસી માટી કૉન્ટૂરીનો પરિવાર પણ લાંબા સમયથી આ કામમાં જોડાયો છે. તેઓ આસપાસના લોકોથી મશરૂમ અને બેરી ખરીદે છે અને બજારમાં વેચે છે. કૉન્ટૂરી કહે છે કે મારા માટે તો આ વધારાની કમાણી છે. સારી ઋતુમાં પાંચહજાર યુરો સુધીના મશરૂમ જમા કરી લઉં છું.

 

જંગલનાં આ ઉત્પાદનોનો કારોબાર કરતી કંપનીઓ સંશોધકો સાથે મળીને એવી ટેકનિક પર કામ કરી રહી છે જેને મોસમ પર નિર્ભર ન રહેવું પડે અને વધુમાં વધુ આ ઉત્પાદનોથી ફાયદો મેળવી શકાય.

 

આ ઉત્પાદનો ત્યાંના તાપમાન અને વરસાદ પર આધારિત હોય છે, એટલે જ જો પહેલેથી તૈયારી કરી રાખી હોય તો જંગલથી લઇને ગ્રાહક સુધીની સફરને સરળ બનાવી શકાય. જમીન માલિક, ફળ એકઠા કરવાવાળા અને પછી તેનો વ્યવસાય કરવાવાળા દરેકને સારી કમાણી થઇ શકે એ રીતના સંશોધનો ચાલુ છે.

 

આ ઉત્પાદનોને નજીકમાં જ પ્રોસેસ કરીને લાંબો સમય જાળવી શકાય અને તેને દૂરદૂરના પ્રદેશો સુધી વેચી શકાય તે માટેના પ્રયાસો પણ ચાલુ છે. અત્યારે તો આ શક્ય નથી, પણ એક કંપની એવી છે જે અહીંથી મળતી બેરીનાં ફળોને સૂકવીને તેનો પાઉડર બનાવી લે છે. પછી આ વાનગીને દહીં કે અન્ય ચીજોમાં મેળવીને ખાઇ શકાય છે. ભવિષ્યમાં આ કુદરતી ઉત્પાદનોને ઓર્ગેનિક ઉત્પાદનોની શ્રેણીમાં મૂકવામાં આવે તેના પ્રયત્નો પણ ચાલુ છે.

 

ખેતીવાડીની જેમ હવે આ જંગલોનાં ઉત્પાદનોને પણ વ્યવસ્થિત મેળવી અને જાળવી શકાય તો આ નવો વ્યવસાય ઘણા લોકોની ભૂખ તો ભાંગી શકશે, સાથે કેટલાય લોકો માટે રોજીરોટી કમાવવાનું સાધન બની રહેશે તેમાં સંશય નથી.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsdyxUehSOYQuQUqYM_KdS-%3DfdYuF7PvAi4PxtHtE02BQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment