Friday, 23 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ડરના ઝરૂરી ક્યોં હૈ? ખરેખર ભૂત-પ્રેત હોય ખરા? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ડરના ઝરૂરી ક્યોં હૈ? ખરેખર ભૂત-પ્રેત હોય ખરા?
કન્ટેમ્પરરી : એમ .એ.ખાન

 

 

હું શહેરના રસ્તા ઉપર મોડી રાત્રે જઈ રહ્યો છું. મોડી રાત હોવાથી અને ઠંડીનો ચમકારો હોવાથી રસ્તા પર કોઈ માણસ જોવા મળતો નથી. બધા પોતપોતાના ઘરની હૂંફ્માં લપાઈને બેઠા છે. હું પણ વહેલામાં વહેલી તકે મારા ઘેર પહોંચીને ધાબળામાં લપેટાઈને હૂંફ મેળવી તાજોમાજો થવા માગું છું. ઘેર વહેલા પહોંચવા માટે હું મારા ઘરે જવાનો શોર્ટકટ રસ્તો પકડું છું. આ રસ્તે દિવસેય માણસો ખૂબ ઓછા જોવા મળે છે. આ રસ્તાની અનેક લાઈટો બંધ પડી ગઈ હશે એટલે અંધારું ખૂબ હતું. હું આગળ વધી રહ્યો હતો ત્યાં દૂરથી અવાજ સંભળાયો, 'આવી જા! તારી જ રાહ જોઈ રહ્યો છું!'

 

મેં અવાજની દિશામાં જોયું તો એક માણસ મારી સામે હાથ હલાવી રહ્યો હતો. એક હાથ મારી સામે હલાવી રહ્યો હતો અને બીજા હાથે એનું પોતાનું માથું હાથમાં પકડીને બગલમાં દબાવેલું હતું. આ દ્રશ્ય જોતાં જ મારા ગળામાં શોષ પડવા લાગ્યો. શરીરમાં ધ્રુજારી થવા લાગી. મેં બૂમ પાડવા પ્રયાસ કર્યો, પરંતુ ગળામાંથી અવાજ નીકળી જ શક્યો નહીં. અચાનક મારી પાછળથી પ્રકાશનો શેરડો રેલાયો. સામેનો આખો રોડ પ્રકાશિત થઈ ગયો. પ્રકાશમાં મેં જોયું તો પેલો માણસ ગુમ થઈ ગયો હતો. એક કાર મારી પાછળથી આવીને મારી બાજુમાંથી પસાર થઈને આગળ જતી રહી. ફ્રી આખા રસ્તામાં અંધારું છવાઈ ગયું. હવે હું ભયની સાથે મૂંઝવણમાં પડયો. આગળ જવું કે પાછા વળી જવું?

 

તમારું શું માનવું છે, આવા સંજોગોમાં આગળ વધવાનું ચાલુ રાખવું જોઈએ કે પાછા વળી જવું જોઈએ? તમારી સલાહ સ્પષ્ટ હશે, પાછા વળીને બીજા રસ્તે ઘેર પહોંચી જવું. મેં પણ આવો જ નિર્ણય કર્યો હોત. જો મેં કારની હેડલાઈટના પ્રકાશ શેરડામાં ક્ષણાર્ધમાં કશુંક એવું ન જોઈ લીધું હોત! મેં એવું જોયું હતું કે આગળ વધવાનું ચાલુ રાખ્યું. થોડુંક ચાલ્યો તો એ માથા વગરનો માણસ પોતાનું માથું હાથમાં લઈને આવતો ફ્રી દેખાયો. ફ્રી એનો અવાજ સંભળાયો, 'તારી જ રાહ જોઈ રહ્યો છું!'

 

હું ડર્યા વગર આગળ ચાલતો જ રહ્યો તો એણે પાછળ પગલાં ભરવા માંડયા. મેં ઝડપથી આગળ ચાલવા માંડયું. એણે પણ ઝડપથી પાછા પગલે ચાલવા માંડયું. થોડી વાર પછી એ એક ગલીમાં જતો રહ્યો. પછી હું નિરાંતે મારા ઘેર પહોંચી ગયો. આવું એટલા માટે થયું કે કારના ક્ષણાર્ધ માટે અચાનક આવી પડેલા શેરડામાં એ અદ્રશ્ય થયો એ પહેલાં મારી નજર એની ઉપર પડી હતી. એણે આખા શરીરે, મોં-માથા ઉપર પણ કાળો રંગ લગાવ્યો છે અને હાથમાં એવું હેલ્મેટ પકડયું છે જેની ઉપર માણસના ચહેરા જેવું પેઈન્ટિંગ કર્યું હતું. મને ખબર હતી કે વધારે ચાલાક લોકો કમરથી ખભા સુધીની ફ્રેમ કમરે બાંધે છે. એના સહારે શર્ટ ટકી રહે અને માણસ પોતાનું માથું ખૂબ નીચે નમાવી દે છે. સામેથી જોનારને એવું લાગે કે એણે પોતાનું માથું છાતી સુધી નીચે ઉતારી લીધું. આવું તો કોઈપણ રીતે થઈ જ ન શકે એટલી આપણને ખબર છે એટલે કોઈને આવું કરતાં જોઈએ તો નવાઈ લાગે! રાતનો સમય હોય અને અંધારું હોય તો ડર લાગે છે.

 

ડર આપણા મનમાં જ સર્જાય છે. એનું આપણા મનની બહાર કોઈ અસ્તિત્વ જ હોતું નથી. મનમાં ભૂત-પ્રેત બાળપણથી સાંભળેલી વાતોમાંથી આવે છે. ઘણા પોતાને ભૂત, પ્રેત, ચુડેલ કે ડાકણનો સામનો થયો હોવાની વાતો કરે છે. ઘણી વખત આવી વાત સાંભળીને તરત બીજો માણસ પણ એમાં ટાપશી પુરાવીને કહેશે. સાચી વાત છે ભાઈ, મને પણ એક વખત આવો જ અનુભવ થયો હતો.

 

મારા અનુભવમાં પણ જો હું સાચી વાત કહેવાને બદલે જરાક વધારે ડરામણો અનુભવ ઉમેરી દઉં કે નજીક આવીને એના હાથમાં પકડાયેલા માથાએ મારી સામે લાલ અંગારા જેવી તગતગતી આંખે જોયું. એ સાથે જ હું ધરતીમાં સમાઈ જવા લાગ્યો. બીજા દિવસે મારા દોસ્તોએ જોયું તો હું રસ્તાના કિનારે બેભાન પડયો હતો અને મને જોરદાર તાવ હતો. જો આવું કહી દઉં તો કોણ સાબિત કરવા આવવાનું હતું કે આ વાત ખોટી છે! હા, સાંભળનારા લોકોના મનમાં વાત પાકી થઈ જશે કે ભૂત-પ્રેત છે. જો મનમાં આ વાત પાકી થઈ ગઈ હોય તો ભૂત-પ્રેતથી ડરવું. એનો સામનો કરવા ન જ જવું.

 

તરુણ ઉંમરે ગામડે રહેતો હતો ત્યારે અમે ચાર દોસ્તો હિંમતવાન ગણાતા. એક આંબાવાડીમાં વચ્ચે આવેલી આમલીમાં ભૂત છે એવી વાતો બધા કરતા. રાત્રે કોઈ આંબાવાડીમાં ન જતું. અમારા ચારમાંથી કિશોર નામના દોસ્તે પડકાર લીધો, હું રાત્રે ૧૨ વાગ્યે આંબાવાડીમાં આમલી નીચે જઈ બતાવીશ.

 

અમે કહ્યું, તું તો અંદર જઈ કોઈ આંબા પાછળ સંતાઈ રહે અને પછી પાછો આવીને કહે કે આમલીએ જઈ આવ્યો તો અમને શું ખબર પડે! એણે કહ્યું, હું આમલી નીચે ખીલો ઠોકી આવું તો! અમે શરત મંજૂર કરી.

 

રાત્રે ૧૨-૦૦ વાગ્યે એ હથોડી અને ખીલો લઈને ગયો, અમે દરવાજે વાટ જોતા ઊભા રહ્યા. એ બે કલાકેય પાછો ન આવ્યો તો અમે દોસ્તોએ ગભરાઈને વડીલોને વાત કરી. બધા ફનસો લઈને આવ્યા અને સાથે મળીને આમલીએ પહોંચ્યા. કિશોર બેભાન પડયો હતો. શરીર તાવથી ધખતું હતું. સવારે એણે કહ્યું, યાર ખીલો ઠોકીને ઊભો થયો કે તરત એણે મને ખેંચીને નીચે પાડી દીધો.


મેં એના કાનમાં ખુલાસો કર્યો, ડફેળ! અંધારામાં તને દેખાયું નહીં કે તેં તારા ઝભ્ભાની ચાળમાં જ ખીલો ઠોક્યો હતો. પછી ઊભો થાય તો ખેંચાઈને નીચે જ પડે ને!

 

તો, મનમાં ભૂત હોવાની ખાતરી હોય એણે ભૂત-પ્રેતનો સામનો કરવાનો પ્રયાસ ન કરવો!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtOv0mtUVCge9KQ45Dskaso12aXAsx_uKkJXb9rufg%3DjQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment