Thursday, 22 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આવી રીતે ખૂલશે સફળતાના દરવાજા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



યુજીસી નેટ-૨૦૧૮: આવી રીતે ખૂલશે સફળતાના દરવાજા!
પ્રાસંગિક-કીર્તિશેખર

 

 

યુનિવસિર્ંટી ગ્રાન્ટ્સ કમિશન-નેશનલ એલિજિબલ ટેસ્ટ - ૨૦૧૮ પરીક્ષા માટે હવે બે મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. આ પરીક્ષાઓ ડિસેમ્બર મહિનાની ૧૮, ૧૯, ૨૦,૨૧ અને ૨૨ તારીખે નિશ્ર્ચિત થઇ ચૂકી છે. આ પરીક્ષાઓ બે શિફ્ટમાં યોજાશે. પહેલી શિફ્ટ સવારે ૯.૩૦થી ૧.૦૦ વાગ્યા સુધીની હશે તો બીજી શિફ્ટનો સમય હશે બપોરે ૨.૩૦થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી.

 

આના માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી(એન.ટી.એ.)ની વેબસાઇટ ક્ષફિંક્ષયિ.ંશક્ષભ.શક્ષ પરથી પ્રવેશપત્ર મળવાનું શરૂ થઇ ચૂક્યું છે જે તમે ડાઉનલોડ કરી શકો છો.

 

ઉલ્લેખનીય છે કે આ પરીક્ષા જેઆરએફ ( જુનિયર રિસર્ચ ફેલો) અને આસિસ્ટન્ટ(મદદનીશ)પ્રોફેસરોની યોગ્યતા તપાસવા માટે યોજવામાં આવે છે. જોકે, આ વખતે જે પેટર્ન પર અત્યાર સુધી પરીક્ષાઓ લેવામાં આવી છે એ પેટર્ન હવે બદલાઇ જશે. આ બદલાયેલી પેટર્ન પ્રમાણે હવે માત્ર બે જ પેટર્ન રહેશે. પહેલું પ્રશ્ર્નપત્ર ૧૦૦ માર્કનું રહેશે અને એમાં ૫૦ પ્રશ્ર્નો પૂછવામાં આવશે. આ બધા જ સવાલોના જવાબ દેવા જરૂરી રહેશે. જ્યારે બીજું પ્રશ્ર્નપત્ર ૨૦૦ માર્ક્સનું રહેશે, જેમાં ૧૦૦ પ્રશ્ર્નો પૂછવામાં આવશે. આ પ્રશ્ર્નપત્રના પણ દરેક સવાલનો જવાબ અનિવાર્ય રહેશે. પહેલા પ્રશ્ર્નપત્રમાં જે પ્રશ્ર્નો પુછાશે એ બધાં વસ્તુનિષ્ઠ હશે અને પ્રત્યેક પ્રશ્ર્ન માટે બે માર્ક્સ મળશે. આ બધા સવાલ સામાન્ય પ્રકૃતિના રહેશે. આ પ્રશ્ર્નો દ્વારા ઉમેદવારોની શિક્ષા અને તેના અનુસંધાનમાં કેટલી રુચિ છે એની જાણ થશે.

 

મૂળભૂત રીતે તમામ પરીક્ષાઓમાં જે સવાલો પૂછવામાં આવે છે, તેનું લક્ષ્ય કોઇ વિશેષ ક્ષેત્રોમાં જવાની ઇચ્છા રાખવાવાળા ઉમેદવારોની પસંદ અને યોગ્યતા પારખવાનું હોય છે. આ વખતની યુજીસી નેટ- ૨૦૧૮ ની પરીક્ષામાં ઉમેદવારોના તર્ક - વિચાર, તેમનું સામાન્ય જ્ઞાન અને જે ક્ષેત્રમાં એ જવા માગે છે એ તે સંબંધી તેમને કેટલો રસ અને જ્ઞાન છે એ પારખવામાં આવશે. છતાં પણ આ વખતની પરીક્ષા અલગ એટલા માટે લાગશે કારણ કે તેમાં પુછાતાં પ્રશ્ર્નોની પેટર્ન આ વખતથી બદલાઇ રહી છે. પરીક્ષાનું બીજું પ્રશ્ર્નપત્ર ઉમેદવારોએ પસંદ કરેલા વિષય પર આધારિત હશે. આ પ્રશ્ર્નપત્રમાં ૧૦૦ પ્રશ્ર્નો હશે અને પ્રત્યેક સાચા ઉત્તર માટે બે માર્ક્સ મળશે. આની પહેલા આ પસંદગીના વિષય માટે બે પ્રશ્ર્નપત્ર રહેતાં, પણ હવેથી બે પ્રશ્ર્નપત્રોની જગ્યાએ એક જ પ્રશ્ર્નપત્ર રહેશે. ઉલ્લેખનીય છે કે પહેલા અને બીજા પ્રશ્ર્નપત્રમાં મળેલા માર્ક પરથી જ આ પરીક્ષાઓમાં પાસ થવાવાળા વિદ્યાર્થીઓ નિશ્ર્ચિત થશે. આ વર્ષે જેઆરએફ (જુનિયર રિસર્ચ ફેલો) ૩૦ વર્ષ સુધીના આવેદકોને જ દેવામાં આવશે. જોકે, એવા વિદ્યાર્થીઓ જેમને હજી સુધી કોઇ પણ કોલેજમાં એડમિશન નથી મળ્યું એ લોકો પણ આ પરીક્ષા આપી શકશે અને જો એ આ પરીક્ષા પાસ કરી લેશે તો પરીક્ષાના પરિણામોના બે વર્ષની અંદર તેમણે કોઇ પણ કોલેજમાં એડમિશન લઇ લેવાનું રહેશે. તો જ એમને જેઆરએફ ( જુનિયર રિસર્ચ ફેલો)ની ફેલોશિપ મળી શકશે. પહેલાં આ પરીક્ષાઓ સી.બી.એસ.સી. દ્વારા લેવામાં આવતી હતી. પરંતુ એની પર પરીક્ષાઓનો બોજ વધુ પડતો છે એ જોતાં હવે આ જવાબદારી એન.ટી.એ. ને આપવામાં આવી છે.

 

હવે તો આ પરીક્ષાઓ માટે સમય ઘણો ઓછો રહી ગયો છે. તો પણ જે વિદ્યાર્થીઓ પોતાની તૈયારીઓ પૂર્ણ રીતે કરી શક્યા નથી તેઓ માટે આ ત્વરિત ટિપ્સ (સૂચનો)ઉપયોગી થઇ પડશે.

- ભલે બહુ ઓછો સમય રહી ગયો હોય પણ હજુ તમારા દિલોદિમાગમાં પરીક્ષાનું સ્વરૂપ સ્પષ્ટ ન હોય તો તેને સારી રીતે સમજી લેવું જોઇએ. કેવા પ્રકારના પ્રશ્ર્નો પૂછવામાં આવશે એ પણ જાણી લેવું આવશ્યક છે.

- જેટલા પણ દિવસો બચ્યા છે એટલા દિવસોમાં દરરોજ બન્ને પ્રશ્ર્નપત્ર સંબંધિત સામગ્રી ધ્યાનપૂર્વક વાંચજો. એ નહીં કે કોઇ એક પ્રશ્ર્નપત્ર પર જ ધ્યાન આપવું. તમારા વાંચન સમયને બે વિભાગમાં વહેંચી લેજો. એક ભાગમાં એક પ્રશ્ર્નપત્ર સંબંધિત અને બીજા ભાગમાં બીજા પ્રશ્ર્નપત્ર સંબંધિત વાંચન સામગ્રી વાંચવી, સલાહભર્યું છે.

- કોઇ વિષય સહેલો લાગે અને કોઇ વિષય અઘરો લાગે તો આવા સંજોગોમાં અઘરા વિષય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું. તેને માટે વધુ સમય ફાળવવો અને તેને વાંચનના ક્રમમાં પહેલા રાખવું.

- જોકે, પેટર્ન ભલે બદલાઇ ગઇ હોય, હજુ પણ પાછલા વર્ષોના પ્રશ્ર્નપત્રોનો અભ્યાસ કરવાથી ઘણી મદદ મળી શકે એમ છે. ઓનલાઇન મૉક (પ્રેક્ટિસ ) પરીક્ષાઓનું અધ્યયન પણ કરવું જોઇએ જે ફાઇનલ પરીક્ષા માટે ખૂબ ઉપયોગી ભૂમિકા નિભાવશે.

- ડિજિટલ સામગ્રી ઘણી ઉપલબ્ધ હોવા છતાં સામાન્ય જ્ઞાન માટે ઓછામાં ઓછું એક વર્તમાનપત્ર ઝીણવટથી વાંચશો તો પરીક્ષાની તૈયારી કરવામાં ઘણી મદદ મળશે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuPpjbvAsv5jeD39wK6pCTdSt-ea91W5Z6gzJ94Kj%3D%2BWg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment