દુનિયાની આબાદી જે રીતે ઝડપથી વધી રહી છે તેનાથી પણ વધારે તેજીથી વાહનોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેના પરિણામે ઇંધણની વપરાશમાં પણ સતત વૃદ્ધિ થઇ રહી છે, સામે તેની પ્રાપ્તિનો સ્ત્રોત ઓછો થઇ રહ્યો છે. તેના કારણે વિશ્ર્વભરના વૈજ્ઞાનિકો તેના વિકલ્પની શોધમાં સતત પ્રયાસો કરી રહ્યા છે. હવે આ સમસ્યા સુલઝાવે તેવી એક કડી વૈજ્ઞાનિકોના હાથમાં આવી છે જેનાથી તેમનેતેમાં સફળતા મળી શકે તેમ છે. વાસ્તવમાં, તેમણે એક એવો બૅક્ટેરિયા શોધી નાંખ્યો છે, જે પ્રકાશથી ઉર્જાને એકત્ર કરવામાં સક્ષમ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ જાંબલી બૅક્ટેરિયાથી હાઇડ્રોજન ઇંધણ તૈયાર કરવામાં મદદ કરી શકે છે. તે સિવાય તે કોઇ પણ વ્યર્થ કાર્બનિક પદાર્થથી કાર્બનને કાઢી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઘરેલુ કચરો અને ઉદ્યોગોમાંથી નીકળતાકચરાવાળા ગંદાપાણીમાંથી કાર્બનિક યૌગિક ઉર્જા, બાયોપ્લાસ્ટિક નીકળી શકે છે, એટલું જ નહીં પશુના આહાર માટેનો સંભવિત સ્ત્રોત પણ બની શકે છે. પરંતુ તેના માટે કોઇ ઉપલબ્ધ વિધિ ન હોવાને કારણે ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી તેને પ્રદૂષકોના રૂપમાં એમ ને એમ જ છોડી દે છે. -------------------------
આ પ્રક્રિયા કેવી હોય છે?
જાંબલી ફોટોટ્રોફિક બેક્ટેરિયા વિભિન્ન પ્રકારના વર્ણકનો ઉપયોગ કરીને સૂરજના પ્રકાશથી ઉર્જા પ્રાપ્ત કરે છે, જે તેને નારંગી, લાલ કે ભૂરા રંગના રંગોની સાથે સાથે જાંબલી બનાવી દે છે. સ્પેનની જુઆન કાર્લોસ યુનિવર્સિટીના ડેનિયલ પુયોલ કહે છે કે હાલમાં ગંદા પાણી અને કચરાના જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, તેમાંથી ઘણો કાર્બન નીકળે છે અને તે પર્યાવરણ માટે ખતરનાક છે. જાંબલી બેક્ટેરિયાની વાત થઇ રહી છે તે આ પાણી અને કચરામાંથી સાફ ઇંધણ આપવા સાથે જ પર્યાવરણમાં કાર્બનને બિલકુલ ઉત્સર્જિત નથી થવા દેતા. તે જણાવે છે કે જાંબલી રંગના આ બેક્ટેરિયા પ્રકાશ દ્વારા ભોજન બનાવે છે. આ દરમિયાન તે નાઇટ્રોજન ગેસ અને અન્ય ખતરનાક તત્વોને શોષિત કરી લે છે. ગંદા પાણીમાં આ બેક્ટેરિયા બહુ ઉછરે છે અને ખાવાનું બનાવવા દરમિયાન હાઇડ્રોજન ગેસ, પ્રોટિન અને કેટલીક અન્ય વસ્તુઓ આપે છે એમ એક સંશોધન દ્વારા જણાયું છે. બેક્ટેરિયાજ્યારે ખાવાનું બનાવે છે તો કાર્બન ડાયોક્સાઇડ ગેસનું ઉત્સર્જન પણ ઓછામાં ઓછું કરી દે છે. આ દરમિયાન બનેલા હાઇડ્રોજન ગેસને એક્ઠો કરીને તેનાથી વીજળીઘરોમાં જળચક્કી ચલાવી શકાય છે અને તેનાથી કોલસા આધારિત ઉર્જા યંત્રોથી નીકળતા ખતરનાક ગેસોને બિલકુલ ખતમ કરી શકાય છે. સંશોધકો એવું કહે છે કે દરેક મોટા શહેરોમાં આ બેક્ટેરિયાથી હાઇડ્રોજન ગેસ બનાવવા માટેના પ્લાન્ટ લગાવી શકાય છે, જેનો સ્થાનિક સ્તરપરજ કેટલાયે વીજળીઘરોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
-------------------------
પ્રકાશ સંશ્ર્લેષણમાં પણ ઉપયોગી
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ બેકટેરિયાની એક એકબીજી ખાસિયત છે. આ બેક્ટોરિયા પ્રકાશ સંશ્ર્લેષણની પ્રક્રીયામાં મદદ કરી શકે છે. આ બેક્ટેરિયા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીને બદલે જૈવિક અણુઓ અને નાઇટ્રોજન ગેસનો ઉપયોગ કરે છે અને પ્રકાશ સંશ્ર્લેષણ માટે કાર્બન, ઇલેક્ટ્રોન્સ અને નાઇટ્રોજનને ઉપલબ્ધ કરાવે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે તેનો મતલબ તે બેક્ટેરિયા એક શ્રેષ્ઠ વિકલ્પ થઇ શકે છે.
----------------------- પરીક્ષણમાં મળી સફળતા વૈજ્ઞાનિકોએ આ બેક્ટેરિયાની પ્રયોગશાળામાં વિભિન્ન પ્રકારે પરીક્ષણ કર્યું છે અનેતેના પરિણામોથી તે બહુ ઉત્સાહિત છે. તેમનું કહેવું છે કે જે રીતે ઇંધણની ઉણપની સમસ્યા દુનિયામાં ઝડપથી વધી રહી છે અને કચરાવાળા પાણી દ્વારા કાર્બન બહુ વધારે માત્રામાં બર્બાદ થઇ રહ્યો છે,તેની સામે આ બેક્ટેરિયા આ બધી સમસ્યાઓના સમાધાનમાં બહુ કારગત સાબિત થશે. તેમની મદદથી ફક્ત ગંદા પાણીમાંથી કાર્બન જુદો કરી શકાશે. એટલું જ નહીં, તેનાથી એવું ઇંધણ પણ તૈયાર કરી શકાશે, જે પર્યાવરણને નુકશાન પહોંચાડી શકે નહીં.
---------------------------
આ જીવાણુ ક્યાંથી આવ્યા?
અદ્ભુત વાત એ છે કે વૈજ્ઞાનિકોને આ બેક્ટેરિયા કે જીવાણુઓને સક્રિય કરવામાં સફળતા મળી છે તે ઓછામાં ઓછા ૧,૨૦,૦૦૦ વર્ષથી નિષ્ક્રિય પડેલા હતા.
આખો કિસ્સો એવો છે કે ગ્રીનલૅન્ડમાં ડ્રિલિંગ દરમિયાન લગભગ ત્રણ કિલોમીટરના ઊંડાણમાંથી કાઢવામાં આવેલા હિમખંડમાં બે જુદી જુદી પ્રજાતિઓના જીવાણુ મળ્યા હતા. હિમખંડના કાળના હિસાબે બંને જુવાણુઓને પણ ઓછામાં ઓછામાં એક લાખ ૨૦ હજાર વર્ષ જૂના માની લીધા. સામાન્ય જીવાણુઓથી લગભગ ૫૦ ગણા વધારે નાના આકારના આ બંને જીવાણુઓને બહુ જ ધીરે ધીરે સામાન્ય વાતાવરણમાં લાવવામાં આવ્યા. આ પ્રક્રિયામાં મહિનાઓ લાગ્યા. એક વખત તેસક્રિય થતા જ બેંગની રંગવાળા આ જીવાણુઓએ પોતાના કુનબા બનાવવાનું શરૂ કરી દીધું. એટલે કે તેઓ સંપૂર્ણ રીતે સામાન્ય જીવન જીવવા લાગ્યા. આ ચમત્કારિક પ્રયોગનો અહેવાલતાજેતરમાં જ એક આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન જર્નલમાં છપાયો છે. આ અધ્યયનની શરૂઆત કરનારી વૈજ્ઞાનિક જેનિફર લવલેન્ડ-કર્ટઝ અનુસાર આ શોધથી આ સંભાવનાને બળ મળે છે કે મંગળ ગ્રહ કે બૃહસ્પતિ ગ્રહકે યુરોપના અતિ ઠંડા વાતાવરણમાં પણ કોઇ ને કોઇ સૂક્ષ્મ જીવ હાજર હોઇ શકે છે.
શું વરસાદ કરાવવામાં પણ આ જીવાણુઓ ભાગ ભજવે છે?
આ બેક્ટેરિયા અંગે એક અન્ય અધ્યયન લંડનમાં ચાલી રહ્યું છે. વૈજ્ઞાનિકો આ વાતની તપાસ કરી રહ્યા છે કે શું બેક્ટેરિયા ઋતુ પર પણ અસર કરી શકે છે?
વર્ષોથી ચાલી રહેલા આ આંતરરાષ્ટ્રીય અધ્યયનમાં વૈજ્ઞાનિકોને સ્યુડોમોનસ સિરિન્ગે નામના એક જીવાણુની વરસાદ કરાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકાહોવાની ખબર પડી છે. વાસ્તવમાં વરસાદ થવા માટે જરૂરી છે કે વાદળોમાં હાજર જળકણ જામી શકે. જળકણ શૂન્ય સેલ્સિયસ તાપમાનપર જ જામી જાય એ જરૂરી નથી, બલ્કે, તે તેમાં હાજર અશુદ્ધિઓ પર ઘણું બધું નિર્ભર કરે છે. વૈજ્ઞાનિકોને એ જાણવા મળ્યું છે કે સ્યુડોમોનસ સિરિન્ગે નામના બેક્ટેરિયાની મદદથી જળકણને અપેક્ષા પ્રમાણે ઊંચા તાપમાન પર હિમકણમાં બદલવાનું સંભવ છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otf5iU9QCucP5wrM4uyJYYkZiwzmigcdmoMkLxJpg%2BNiA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment