Friday, 23 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વ્હાઇટ રિવોલ્યૂશન (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વ્હાઇટ રિવોલ્યૂશન!
જનરેશન નેક્સ્ટ: દીપક આશર

 

 

દૂધ તો સફેદ જ હોય તેવું હવે કહેશો તો એ તમારી ભૂલ ગણાશે! દૂધ ફક્ત ગાય, ભેંસનું જ હોય તેવું કહેવું પણ ખોટું સાબિત થશે. ડેરીના દૂધનો વિકલ્પ શોધાઈ ગયો છે. પશ્ચિમી દેશોમાં આજકાલ આમન્ડ (બદામ), સોયા, રાઇસ, કોટન સીડ, ઓટ્સમાંથી બનતાં દૂધનો ટ્રેન્ડ વધી રહ્યો છે. વિદેશોમાં શરૂ થયેલી આ વ્હાઇટ રિવોલ્યૂશનની ઘટનામાં કાનૂની જંગ પણ છેડાયો છે. ડેરી મિલ્કની સામે સીડ્સમાંથી બનતાં મિલ્ક માટે મિલ્ક શબ્દનો પ્રયોગ ન થવો જોઈએ તેવી માગણીઓ થઈ રહી છે. ડેરી ઉત્પાદકોનું કહેવું છે કે, મિલ્ક શબ્દના નામે લોકોને ભરમાવવામાં આવી રહ્યાં છે. બીજી તરફ પોષક તત્ત્વોને લઈને એક ડિબેટ છેડાઈ ગઈ છે કે, નોન ડેરી દૂધ હેલ્થની દૃષ્ટિએ ફાયદાકારક છે કે પછી ફક્ત માર્કેટિંગ ગિમિક્સ છે?

 

અમેરિકામાં ૨૦૧૨થી નોન ડેરી દૂધનું વેચાણ ૬૧ ટકા વધ્યું છે. આવો જ ટ્રેન્ડ યુનાઇટેડ કિંગડમમાં પણ જોવા મળી રહ્યો છે. ૨૦૧૫થી યુકેમાં પ્લાન્ટ સીડ્સમાંથી બનતાં દૂધનું વેંચાણ ત્રણગણું વધી ગયું છે. આ દૂધમાં બદામનું દૂધ સૌથી વધુ ડિમાન્ડમાં છે. તેની પાછળ સોયા અને કોકોનટ મિલ્કનું વેચાણ પણ વધી રહ્યું છે. આ ટ્રેન્ડ ચેન્જ પાછળ નેક્સ્ટ જનરેશનનો ટેસ્ટ જવાબદાર હોવાનું એક્સપર્ટનું કહેવું છે. ૩૫ વર્ષથી નીચેની યુવાપેઢીમાં પ્લાન્ટ્સ સીડ્સમાંથી બનતાં દૂધનું ચલણ વધ્યું છે. પ્લાન્ટ સીડ્સમાંથી મિલક બનાવતાં મેન્યુફેક્ચરર્સ દાવો કરે છે કે, પ્લાન્ટ સીડ્સમાંથી બનતું દૂધ યુવાપેઢી માટે સ્વાસ્થ્યની દૃષ્ટિએ વધુ હેલ્ધી છે, પણ ખરેખર એવું છે ખરું? તેને લઈને ડિબેટ છેડાઈ છે.

 

ન્યુટ્રીશન્સનું કહેવું છે કે, સીડ્સમાંથી બનતાં દૂધ કેટલાં ફાયદાકારક છે એ તેમાં રહેલાં પોષક તત્ત્વોને આધારે જ કહી શકાય. અને તમે ડેરી દૂધના બદલે કયુ રિપ્લેસ કરો છો એ જોવું પડે. સામાન્ય રીતે પ્લાન્ટ્સ સીડ્સમાંથી બનતાં દૂધ ગ્રાઇન્ડિંગ અને સોકિંગ કરી તેમાં ઘટ પદાર્થ મેળવીને બનાવવામાં આવે છે. વિવિધ ઓલ્ટરનેટિવ દૂધમાં રહેલાં તત્ત્વોની વાત કરીયે તો, સોયા મિલ્કમાં ગાયના દૂધ જેવું જ પ્રોટીન અને ઓમેગા-૩ ફેટી એસિડ હોય છે, જે હાર્ટ માટે જરૂરી છે. બદામ અને કાજુના મિલ્કમાં ગાયના દૂધ કરતાં અડધી કેલરી જોવા મળે છે. એક કપ દૂધમાં ૩૦થી ૬૦ કેલરી હોય છે, પણ પ્રોટીન તેમાંથી ઓછું મળે છે. આવી જ રીતે ગાય અને બીજા દૂધ કરતાં ઓટ્સ અને રાઇસ મિલ્કમાં કાર્બોહાઇડ્રેટ્સ વધારે હોય છે. બીજી તરફ કઠોળ જેવા કે, સોયાબીન્સ, સિંગ, વટાણામાંથી બનતાં દૂધમાં એમિનો એસિડ હોય છે.

 

અલબત્ત ગાયના દૂધ સામે ઓલ્ટરનેટ તરીકે સીડ્સમાંથી બનતાં વિવિધ દૂધની વાત કરીએ તો સોયા મિલ્ક ગાયના દૂધમાં મળતાં પોષક તત્ત્વોની સૌથી નજીકનું ઓપ્શન ગણી શકાય છે. સોયા મિલ્કનો ફ્લેવર થોડો હળવો પણ એકદમ અલગ હોય છે, જ્યારે રાઇસ મિલ્ક માટે એવું કહેવાય છે કે, જે લોકોને ડેરી પ્રોડક્ટ ઉપરાંત સોયા, ગ્લુટેન, નટ્સ વગેરેની એલર્જી હોય તેનાં માટો આ વિકલ્પ એકદમ સચોટ છે. રાઇસ મિલ્ક થોડું પાતળું અને જલદીથી પચી જાય તેવું હોય છે. હાં, સુગરની સમસ્યા ધરાવતાં લોકો માટે રાઇસ મિલ્ક ખતરો છે.  આ ઉપરાંત વધુ એક એલર્જી ફ્રી વિકલ્પ તરીકે બનાના (કેળા)નું મિલ્ક આજકાલ પશ્ચિમી દેશોમાં ખાસ્સું પોપ્યુલર થઈ રહ્યું છે. બનાના મિલ્કમાં રાઇસ મિલ્ક કરતાં પોષક તત્ત્વો વધુ હોવાનું નિષ્ણાતોનું કહેવું છે, જ્યારે અમેરિકા અને યુકેમાં સૌથી વધુ વેચાતું બદામનું મિલ્ક સ્વાદમાં બીજા સીડ્સ મિલ્ક કરતાં સ્ટ્રોંગ હોય છે. બીજા મિલ્કના મુકાબલે ટેસ્ટી હોવાથી આજકાલ તેનું ચલણ યુવાપેઢીમાં વધુ છે.

 

ડેરી મિલ્કનો જબરદસ્ત કોમ્પિટિટર કોકોનટ મિલ્કને કહેવાય છે. દેખાવ અને સ્વાદમાં લગભગ ગાયના દૂધને મળતું આવતું કોકોનટ મિલ્ક પોષકક તત્ત્વોમાં પણ અવ્વલ છે. વિદેશોમાં આજકાલ ઓટ્સના મિલ્કનું ચલણ પણ વધ્યું છે. કોફી અને બીજા અનાજ સાથે ઓટ્સનું મિલ્ક વધુ ટેસ્ટી લાગે છે. જોકે, ડેરી મિલ્કની સામે સીડ્સ મિલ્કને લઈને ફ્રાન્સમાં બબાલ મચી ગઈ છે. સીડ્સ મિલ્કના મેન્યુફેક્ચરર્સ સામે ડેરી પ્રોડ્ક્ટ્સના ઉત્પાદકો કાનૂની લડાઈ લડી રહ્યાં છે. સીડ્સમાંથી બનતાં મિલ્કના બ્રાન્ડિંગ પર ડેઅરીને લગતાં શબ્દો લખવા સામે વાંધો ઊઠાવવામાં આવ્યો છે. ડેરી ઉત્પાદકોનું કહેવું છે કે, સીડ્સનું મિલ્ક બનાવી ડેરી મિલ્કના ગ્રાહકોને ભરમાવવામાં આવી રહ્યાં છે. ખરેખર ગાયનું મિલ્ક પીતા લોકો સીડ્સના મિલ્ક તરફ વળી જ શકે નહીં તેવો ડેરી ઉત્પાદકોનો દાવો છે.

 

ફ્રાન્સના પશુપાલક, ડેરી પ્રોડક્ટના ઉત્પાદક અને ત્યાંની પાર્લામેન્ટના સભ્ય બાપ્ટિસ્ટ મોરઉએ સીડ્સ મિલ્ક મેન્યુફેક્ચરર્સ સામે કાનૂની જંગ છેડી છે. તેમણે ડેરી સંબંધિત શબ્દોનો સીડ્સ મિલ્ક ઉત્પાદકો વપરાશ કરી શકે નહીં અને તેનાં પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. તેમનું કહેવું છે કે, ખોટા દાવા કરીને લોકોને ભરમાવવામાં આવી રહ્યાં છે. ફ્રાન્સમાં વ્હાઇટ રિવોલ્યૂશન સામે શરૂ થયેલી લડતને જોઈને અમેરિકાના ડેરી ઉત્પાદકોમાં પણ સળવળાટ શરૂ થયો છે. તેની પાછળનું કારણ પણ એવું છે કે, ૨૦૧૪ની સાલમાં સીડ્સ મિલ્કનું વેચાણ એકલાં અમેરિકામાં ૧૦.૯ બિલિયન ડોલર હતું જે આગામી ૨૦૧૯માં વધીને ૧૩.૩ બિલિયન ડોલર થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. સામે છેડે ડેરી મિલ્કના વેચાણમાં ૧૧ ટકાનો ઘટાડો નોંધાયો છે. પરિણામે અમેરિકામાં ડેરી પ્રાઇડ એક્ટ અંતર્ગત એવી માગણી કરવામાં આવી છે કે, ડેરી સિવાયના સફેદ પ્રાવહીને મિલ્ક કહી શકાય નહીં. સીડ્સમાંથી બનાવવામાં આવતાં સફેદ દૂધ જેવા પ્રવાહીને દૂધના નામે વેચવામાં આવે તો તે પ્રોડ્ક્ટ પર પ્રતિબંધ મૂકવો.

 

અમેરિકાના ડેરી ઉત્પાદકોનું કહેવું છે કે, અત્યારથી જ ચેતવામાં નહીં આવે તો આગામી સમયમાં દૂધમાંથી બનાતી બીજી પ્રોડેક્ટ જેવી કે, યોગર્ટ, આઇસ્ક્રીમ, ચીજ વગેરેનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ જશે. અલબત્ત, એકબાજુ પોશક તત્ત્વોને લઈને નિષ્ણાતોમાં ડિબેટ શરૂ થઈ છે ત્યારે ડેરી ઉત્પાદકોએ રીતસર સીડ્સ મિલ્કના ઉત્પાદન સામે તલવારો ખેંચી છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtHDki0Utjs1SYu5vTsrJdNETY%3DJCoP-E8zSy3COCPZ%3DA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment