Thursday, 25 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કેળાં કરતાં કિવીને હેલ્ધી માનો છો? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કેળાં કરતાં કિવીને હેલ્ધી માનો છો?
જિગીષા જૈન

 


ઘર કી મુર્ગી દાલ બરાબર એવા હિસાબે આપણે ત્યાં મળતાં લોકલ ફળો, શાકભાજી કે ધાન્યની આપણને કદર નથી. દૂર દેશોમાંથી ઇમ્ર્પોટ કરેલી વસ્તુઓ આપણને હેલ્ધી લાગે છે. આપણને એની કિંમત છે. ૪૦ રૂપિયાનાં એક ડઝન કેળાં ૪૦ રૂપિયાના એક એવા કિવી સામે કેવી રીતે હેલ્ધી હોઈ શકે? હકીકત એ છે કે જે લોકલ છે, આપણી ધરતીમાં ઊગેલું છે એ ઇમ્ર્પોટ કરેલા બહારના ખોરાકથી લાખગણું હેલ્ધી છે.

 

તમને ખૂબ ભૂખ લાગી છે તો તમે તમારી મમ્મી પાસે જશો અને કહેશો કે ભૂખ લાગી છે કે પાડોશીના ઘરે જઈને કહેશો કે ભૂખ લાગી છે?

 

તમને કોઈ તકલીફ છે, કોઈ પ્રૉબ્લેમમાં ફસાયા છો તો તમે તમારા ઘરની વ્યક્તિને ફોન કરશો કે પારકાને? કોણ તમારો પ્રૉબ્લેમ દૂર કરી શકશે, ઘરના કે બહારના?

 

જો તમને મુંબઈના રસ્તાની ફરિયાદ કરવી હોય તો મુંબઈ મહાનગરપાલિકામાં અરજી નાખશો કે અમેરિકાના ટ્રમ્પને કાગળ લખશો?  આ બધા પ્રfનોના જવાબ એકદમ સરળ અને સીધા છે. ભૂખ લાગે ત્યારે, પ્રૉબ્લેમમાં ફસાઓ ત્યારે કે ફરિયાદ કરવી હોય ત્યારે આપણને જરૂર પોતાના લોકોની જ પડે છે; કારણ કે પોષણ, સંતોષ અને ટેકો નજીકના લોકોથી મળે છે; દૂરના લોકોથી નહીં. પરંતુ ખોરાકમાં આપણે એવું નથી સમજતા, ખોરાકમાં આપણા મનમાં એવું ભરાવી દેવામાં આવ્યું છે કે જેટલું બહારથી આવે છે એ બધું પોષણયુક્ત છે; પરંતુ જે આપણું દેશી છે, લોકલ છે એ બધામાં પોષણ તો નથી જ અને એ સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ છે. એવી માન્યતા ઘર કરી ગઈ છે કે આપણી ધરતીમાં ઊગતા ઘઉં અને ચોખા ખરાબ છે, ઓટ્સ અને કીન્વા હેલ્ધી છે. આપણી ધરતીમાં ઊગતાં કેળાં અને કેરી ખાઓ તો જાડા થઈ જવાય, પરંતુ બેરીઝ અને કિવી ખાવાં જ જોઈએ એવું માનવા માંડ્યા છે લોકો. આપણી ધરતીમાં ઊગતું ધાન્ય ઠીક છે, આપણી ખોરાક-પ્રણાલી ખોટી છે, આપણી ખોરાકની આદતો પણ ખોટી છે એટલે જો આપણે આપણું ફૉલો કરીશું તો હેલ્થ નહીં બને એવી વિચારધારા બની ગઈ છે આપણી. આપણા મનમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ઠસાવી દેવામાં આવ્યું છે કે ભારતની બહારની પ્રણાલીઓ હેલ્ધી છે; એટલે જ આપણા માટે પિટા બ્રેડ અને હમ્મસ હેલ્ધી છે પણ સિંગ-ચણા નહીં, આપણા માટે ડાર્ક ચૉકલેટ હેલ્ધી છે પણ શીરો નહીં. આજે આપણે આપણી આ બદલાયેલી માનસિકતાને ઢંઢોળવાની છે અને સત્ય સમજવાનું છે.

 

રિસર્ચનો અભાવ
છેલ્લાં વીસ વર્ષમાં જ આપણે આપણી જીવનશૈલી ઘણી બદલી છે. લોકો દેશી ભારતીય ખોરાક છોડીને બીજા ખોરાક તરફ વળ્યા છે. ગ્લોબલ હોવું ઘણું સારું છે; પણ વિચારોથી, ખોરાકથી નહીં. આ બાબતે વાત કરતાં ક્રિટિકૅર હૉસ્પિટલ-જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, 'વિદેશોમાં રિસર્ચની પ્રથા છે એટલે એમનું રિસર્ચ જણાવે છે કે એમને ત્યાં ઊગતો કે બનતો ખોરાક હેલ્ધી છે; એ ખોરાકમાં આ તkવો છે અને એ આ રીતે શરીરને ઉપયોગી થાય છે, પરંતુ માનવશરીર બધાં સરખાં નથી હોતાં. સમગ્ર દુનિયાનો ખોરાક ક્યારેય સરખો હોઈ જ ન શકે. જે બેરીઝ ખાવાથી યુરોપના લોકોને ફાયદો થાય, જે ડ્રૅગન ફ્રૂટ ખાવાથી ચાઇનીઝ લોકોને ફાયદો થાય એ આપણને અહીં બેઠાં ન જ થાય. આપણે ચાઇનામાં સેટલ થવા જઈએ તો ત્યાંનાં ફળો આપણને ચોક્કસ ફાયદો કરે. આપણી પાસે આપણો ખોરાક આપણને કેટલો ફાયદો કરે છે એનાં રિસર્ચ નથી. એટલે આપણે પિ મી રિસર્ચને માન્યતા આપીને બધું ખાવા લાગ્યા છીએ, જે યોગ્ય નથી.'

 

લોકલ જ છે હેલ્ધી
કયો ખોરાક હેલ્ધી ગણાય? એ બાબતે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકર કહે છે, 'તમારી ધરતીમાં, તમે જે હવામાનમાં રહો છો એ જ હવામાનમાં રહીને જે પાક ઊગ્યો છે એ તમારા શરીર માટે બેસ્ટ છે. એટલે જ કુદરતે તમને આ •તુમાં અને તમારી ધરતી પર આ વસ્તુ ઉગાડી છે. સમજવા જેવું એ છે કે વસઈમાં ઊગતાં કેળાં જો મુંબઈની વ્યક્તિ ખાશે તો એ કેળાં એક તો એ જ ધરતીમાં ઊગેલાં છે જે ધરતી પર તમે રહો છો અને એને તમારા સુધી પહોંચાડવા માટે વધુપડતું ઈંધણ ખર્ચ કરવું નથી પડ્યું. વળી એ લાંબો સમય ટકી રહે એ માટે એના પર દવાઓ છાંટવાની કે એને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની જરૂર નથી પડી. એ ફ્રેશ છે અને ફ્રેશ જ ખાઈ શકાય છે. એની જગ્યાએ તમે યુરોપનાં કિવી ખાઓ છો તો એ કઈ રીતે તમારા સુધી પહોંચ્યાં છે એનો કોઈ અંદાજ છે તમને? એ ફ્રેશ નથી જ. આ સિવાય એ લોકલ ખેડૂતોને ઉપયોગી થાય છે. જે ખોરાક કુદરતે જે પ્રાંત માટે તૈયાર કર્યો છે, જે •તુ માટે તૈયાર કર્યો છે એ જ હેલ્ધી છે. એ જ ખાવો જોઈએ.'

 

ગ્લોબલ ઇકોલૉજીનું ધ્યાન
જ્યારે આપણે ખોરાકની વાત કરીએ છીએ ત્યારે ગ્લોબલ ઇકોલૉજી માટે પણ એ યોગ્ય હોવો જરૂરી છે. આ વાત પર ભાર મૂકતાં •જુતા દિવેકર કહે છે, 'સમજો કે આપણે અહીં ચોખા ખાવાના છોડી દઈએ. ચોખા જે આપણા દેશમાં ભરપૂર ઊગે છે અને આપણો જ ખોરાક છે એ છોડીને આપણે કીન્વા ખાવાનું શરૂ કરી દઈએ તો થશે એવું કે કીન્વાની ડિમાન્ડ વધશે. સાઉથ અમેરિકાના ખેડૂતોએ આ ધાન્ય વધુ વાવવું પડશે. વધુ પાક લેવા માટે એ વધુ કેમિકલવાળાં ખાતર વાપરશે, જેથી હેલ્થ બગડશે. અચાનક જ કીન્વા મોંઘાં થઈ જશે. એને કારણે સાઉથ અમેરિકાના ગરીબોને આ ધાન્ય નહીં મળે. વિચારો, આપણે શું કરી રહ્યા છીએ? જે કાર્બન ફુટપ્રિન્ટની આપણે ચિંતા કરવાની છે એનું મૂળ અહીં જ છે.'

 

જ્યાં જે ઊગે છે એ ખોરાક હેલ્ધી છે
એનો સરળ મતલબ એ થયો કે તમે જે જગ્યાએ રહો છો એ જગ્યાએ જે વસ્તુઓ ઊગે છે એ તમારા માટે હેલ્ધી છે. જો તમે મહારાષ્ટ્રમાં હો તો નાગપુરનાં સંતરાં તમારા માટે કાશ્મીરના સફરજન કરતાં વધુ હેલ્ધી છે. વિરારમાં ઊગતાં ચીકુ યુરોપની ચેરી કરતાં વધુ હેલ્ધી છે. રત્ïનાગિરિની કેરી તમારા માટે અમૃત છે. આ બાબતે સ્પક્ટતા કરતાં •જુતા દિવેકર કહે છે, 'આજકાલ ફળોને લઈને ખૂબ ભ્રમણાઓ છે. ખાસ કરીને આપણે ત્યાં ઊગતાં મીઠાં ફળો ન જ ખાવાં એવું ઘણા હેલ્થ-પ્રોફેશનલ કહી રહ્યા છે એ ખોટું છે. કેળાં, કેરી, ચીકુ, સીતાફળ, દ્રાક્ષ એ બધાં જ ફળો અત્યંત પૌિક્ટક છે અને દરેક વ્યક્તિએ ખાવાં જોઈએ. ડાયાબિટીઝ હોય તો પણ. એ વાત અર્થહીન છે કે કેળાં ન ખવાય પણ કિવી ખવાય, કેરી ન ખવાય પણ ચેરી ખવાય, દ્રાક્ષ ન ખવાય પણ બેરીઝ ખવાય. લોકલ ઊગતાં બધાં જ ફળો ખવાય અને ખાવાં જ જોઈએ.'


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtA3Hi%2Bu4ZhXaNeONmxmSX6A6bdY3wsgw8g_O4Djyi_nw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment