Thursday, 21 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ માઘ પૂર્ણિમા: જે દિવસે દેવતા પણ પ્રયાગમાં સ્નાન કરે છે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માઘ પૂર્ણિમા: જે દિવસે દેવતા પણ પ્રયાગમાં સ્નાન કરે છે!
પ્રાસંગિક - આર. સી. શર્મા

amdavadis4ever@yahoogroups.comઆમ તો બાર મહિનામાં બાર પૂર્ણિમાઓ આવતી હોય છે અને દરેક પૂર્ણિમાને પવિત્ર દિવસ માનવામાં આવે છે, પણ મહા મહિનામાં આવતી માઘ પૂર્ણિમા વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ પૂર્ણિમા મઘા નક્ષત્રમાં આવતી હોય છે. કુલ ૨૭ નક્ષત્રો છે. તેમાંથી મઘા નક્ષત્રને શ્રેષ્ઠ નક્ષત્ર માનવામાં આવે છે. મઘા નક્ષત્રને કારણે જ આ પૂર્ણિમા માઘ પૂર્ણિમા કહેવાય છે. આ વર્ષે માઘ પૂર્ણિમા ૧૯ ફેબ્રુઆરીએ આવે છે. આપણા ધર્મગ્રંથોમાં પણ આ પૂર્ણિમાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી છે. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર આ દિવસે સ્વયં ભગવાન વિષ્ણુ ગંગાજળમાં નિવાસ કરે છે. આ દિવસે ગંગા-જમનાનું જ્યાં પ્રત્યક્ષ રૂપમાં અને સરસ્વતીનું અપ્રત્યક્ષરૂપે મિલન થાય છે એ સંગમસ્થાન પ્રયાગમાં સ્નાન કરવાથી પુણ્ય કમાવી શકાય છે તેમ જ સાંસરિક બંધનોથી પણ મુક્તિ મેળવી શકાય છે.

આધ્યાત્મિક દૃષ્ટિએ પણ માઘ પૂર્ણિમાને વિશેષ માનવામાં આવે છે, કારણ કે પોષ મહિનાની પૂર્ણિમાથી કલ્પવાસનું વિશેષ સ્નાન શરૂ થાય છે એ માઘ પૂર્ણિમાને દિવસે સમાપ્ત થાય છે. સનાતન માન્યતાઓ પ્રમાણે માઘસ્નાન કરનારા મનુષ્યો પર ભગવાન માધવ હંમેશાં પ્રસન્ન રહે છે તથા તેમને સુખ-સૌભાગ્ય,ધન-સંતાન અને મોક્ષ પ્રદાન કરે છે. એક માન્યતા એ પણ છે કે આ મહિનામાં દેવતાઓ પૃથ્વી પર આવે છ ે અને મનુષ્યરૂપ ધારણ કરીને પ્રયાગમાં સ્નાન, દાન અને જપ કરે છે.

એમ કહેવાય છે કે આ દિવસે ગંગાસ્નાન કરવાથી સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે. માઘપૂર્ણિમા પર સ્નાન,દાન, હવન, વ્રત અને જાપ કરવાની સાથે પિતૃશ્રાદ્ધ અને ગરીબોને ભોજન કરાવવાનું પણ ખૂબ મહત્ત્વ છે. વિશેષરૂપે પીળુ ભોજન કરાવવાનું શુભ માનવામાં આવે છે. જે લોકો પ્રયાગ ન પહોંચી શકે પણ સનાતન ધર્મમાં માનતા હોય એ લોકોએ સૂર્યોદય પહેલાં કોઇ પણ પવિત્ર નદી,જળાશય, કૂવો કે વાવડીમાં સ્નાન કરવું જોઇએ. સ્નાન બાદ સૂર્યમંત્રનું ઉચ્ચારણ કરીને સૂર્યદેવને અર્ધ્ય આપવું જોઇએ. ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઇએ. મધ્યાહ્નકાળમાં કોઇ ગરીબ વ્યક્તિ કે બ્રાહ્મણને ભોજન કરાવવું જોઇએ.

દાન કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે દાનમાં તલ, ખાસ કરીને કાળા તલનો જરૂરથી સમાવેશ કરવો જોઇએ. કાળા તલથી હવન અને પિતૃતર્પણ પણ કરવું જોઇએ. દર વર્ષે આ મહિનામાં માઘમેળો પણ ભરાય છે.જે વર્ષે પ્રયાગમાં કુંભ હોય છે એ વર્ષે આ મેળાનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. કારણ કે આ મેળામાં કુંભ સ્નાન કરવા દેશ-વિદેશથી કરોડો લોકો સ્નાન કરવા આવે છે. પ્રયાગમાં કલ્પવાસની પરંપરા હજારો વર્ષથી છે. પ્રયાગના તટ પર નિવાસ કરવો એને કલ્પવાસ કહેવાય છે. કલ્પવાસ એટલે અહીં નિવાસ કરીને વેદોનું અધ્યયન અને ધ્યાન કરવું.

કલ્પવાસ વાસ્તવમાં ધૈર્ય, અહિંસા અને ભક્તિપૂર્ણ અનુશાસનનો સંકલ્પ છે. દુનિયામાં દરેક ધર્મોમાં સંકલ્પ તો છે, પણ આ સંકલ્પોને અનુરૂપ આપણી જાતને ઢાળવાની પ્રક્રિયા અને પ્રેક્ટિસ ફક્ત કલ્પવાસના સંકલ્પમાં જ છે. પહેલાં કલ્પવાસીઓ પોતાના ભોજન અને અન્ય જરૂરિયાતો માટે લોકોની શ્રદ્ધા પર નિર્ભર રહેતા હતા અને પ્રયાગ આવવાવાળા તીર્થયાત્રી તેમ જ સ્થાનિક લોકો તેમની જરૂરિયાતો ખુશી ખુશી પૂરી કરતા હતા. જોકે, હવે બીજા પર નિર્ભર રહેવાની પરંપરા ખતમ થઇ ગઇ છે એટલે કલ્પવાસીઓ હવે પોતપોતાની ક્ષમતા અનુસાર પોતાનો બંદોબસ્ત કરીને જ આવે છે.

માઘપૂર્ણિમાનો યોગ ત્યારે જ બને છે જ્યારે ચંદ્રમા પોતાની જ રાશિ એટલે કે કર્કમાં હોય છે અને સૂર્ય તેના પુત્ર શનિની રાશિ મકરમાં હોય છે. આ યોગમાં સૂર્ય અને ચંદ્ર એક બીજાની સામસામે હોય છે.

આ યોગને પુણ્ય યોગ પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ યોગમાં સ્નાન કરવાથી સૂર્ય અને ચંદ્ર તરફથી મળવાવાળા કષ્ટનો શીઘ્ર નાશ થાય છે. જે જાતકની જન્મકુંડળીમાં ચંદ્રમા નીચનો હોય છે તથા માનસિક સંતાપ પ્રદાન કરી રહ્યો હોય તો એમણે સંપૂર્ણ માસ ગંગાજળમાં સ્નાન કરવું જોઇએ તથા અંતિમ દિવસે દાન કરવું જોઇએ. આમ કરવાથી ચંદ્રમાના દોષનો નાશ થઇ જાય છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov3L7jSEGrHw2x9DV-bHJ8CeKPECyO03r4var390C_4zQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment