આજકાલ ૪૦-૫૦ની વય પછી લગભગ દરેક વ્યક્તિને કોઇ ને કોઇ શારીરિક તકલીફ હોય જ છે. કોઇને ડાયાબિટીસની તકલીફ તો કોઇને કબજિયાતની તકલીફ, કોઇ હાઇબીપીથી પીડાય છે તો કોઇનો ઇમ્યુનિટી પાવર ઓછો છે. આમ લગભગ દરેક લોકોને કોઇને કોઇ શારીરિક તકલીફ તો સતાવતી જ હોય છે. અહીં આપણે એક એવા ખાદ્ય પદાર્થની વાત કરવાની છે જે તમને લગભગ દરેક બીમારીમાં મદદરૂપ થાય છે. આ ખાદ્ય પદાર્થ એટલે રાગી. એક્સપર્ટ એવું માને છે કે રાગી અનેક બીમારીઓમાં મદદરૂપ છે, તેનાથી અનેક બીમારીનો ઇલાજ કરી શકાય છે.
જેમ કે કબજિયાતની તકલીફમાંથી રાગી રાહત અપાવી શકે છે. ઇમ્યુનિટી પાવર વધારવામાં મદદરૂપ થાય છે, વજન ઘટાડવામાં મદદરૂપ છે, ડાયાબિટીસ માટે ગુણકારી છે, તમારા હાર્ટની સંભાળ રાખે છે, શરીરમાં કેલ્શિયમની ઊણપ વર્તાતી હોય તો તેને માટે ઉપયોગી છે. આમ રાગી દ્વારા અનેક તકલીફનો ઇલાજ થઇ શકે છે. રાગી આપણા ભોજનને પૌષ્ટીક બનાવવાનં ઉત્તમ કાર્ય કરે છે. તેથી જ રાગીને અત્યંત ફાયદાકારક ગણવામાં આવે છે.
પાચન માટે રાગી પેટનું ભરપૂર ધ્યાન રાખે છે. રાગીને ખાવાથી તમારી પાચનશક્તિ સારી બને છે. રાગી અલ્કેલાઇન વધારે હોય છે, જેને કારણે તેને ખાવાથી પેટની પાચનક્રિયા મજબૂત અને ઝડપી બની જાય છે. તેથી પાચનને લગતી કોઇપણ સમસ્યામાંથી તમે રાગી ખાવાથી મુક્ત રહો છો. આમ રાગીનું સેવન પેટ અને પાચન બંને માટે ઉત્તમ છે.
હાડકાંની દેખભાળ આજકાલ સૌથી વધારે તકલીફ જો કોઇ હોય તો તે હાડકાંની છે, આજના સમયે કોઇપણ ઉંમરના વ્યક્તિને ગમે ત્યારે પગનો દુખાવો, કમરનો દુખાવો, હાથનો દુખાવો, ડોકનો દુખાવો જેવા અલગ-અલગ દુખાવાની તકલીફ થઇ જાય છે. એનું એક કારણ કેલ્શિયમની કમી પણ છે. તેથી જો તમને આ પ્રકારની કોઇ તકલીફ હોય તો રાગીનું સેવન કરવું જોઇએ.
ડાયાબિટીસ ડાયાબિટીસની તકલીફ હોય તો તેમાં પણ રાગીનં સેવન ઉત્તમ બને છે. રાગી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે, તેમજ તમારી ભૂખને પણ સંતોષે છે. તેથી ડાયાબિટીસની તકલીફ હોય તો રાગીનું સેવન કરવું પણ યોગ્ય ગણાશે.
બોડી રિલેક્સ રાખે રાગીમાં રહેલાં ટ્રીપ્ટોફેન અને એમિનો એસિડ રાગીને ખાસ બનાવે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટનું પ્રમાણ વધારે હોવાથી તમને થાક લાગતો હોય, વારંવાર કારણ વગર ગુસ્સો આવી જતો હોય, સરખી ઊંઘ ન થતી હોય તો આ તમામ માટે રાગી શ્રેષ્ઠ ખાદ્ય પદાર્થ છે. રાગી આ તમામથી તમને રાહત આપશે. એકવાર શરીર રિલેક્સ થઇ જાય, ઊંઘ પૂરી થઇ જાય તો તમે અનેક બીમારીથી પણ દૂર રહી શકો છો. તેથી રાગીનં સેવન કરવું જોઇએ.
નોંધ કોઈપણ વસ્તુને જરૂરથી વધારે ન આરોગવી જોઇએ. રાગીનું પણ એવું જ છે, તેને રોજ ખોરાકમાં લો પણ માપસર.
રાગીના વધારે પડતાં સેવનથી ઓક્ઝેલીક એસિડનું પ્રમાણ વધી જાય છે. જે શરીર માટે તકલીફદાયક છે. વળી જે વ્યક્તિને પથરીની તકલીફ હોય તેણે પણ રાગીનું સેવન ન કરવું.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuP12EXASJR0gx6Gia%2Bq4EyPDMNevGfcJtmXq9hD0VYtA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment