Tuesday, 12 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સલમાન કેટરિના સાથે લગ્ન કરશે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સલમાન કેટરિના સાથે લગ્ન કરશે?
ફોકસ-આશકા શાહ

amdavadis4ever@yahoogroups.com

સલમાન ખાન ભલે એક પછી એક અનેક ગર્લફ્રેન્ડ્સ બનાવીને તેની સાથે અફેર કર્યા કરતો હોય, પણ તે લગ્ન નથી કરતો. તેના ચાહકો પણ બહુ આતુર છે તેના લગ્ન થતાં જોવા માટે. પણ સલમાનને એ વાતનો મૂડ નથી. આમ છતાંય તે હવે કેટરિના સાથે લગ્ન કરવાનો છે તેવા ખબર સાંભળીને બધા ચોંકી ગયા, પણ વાસ્તવમાં તે કેટરિના સાથે તેની આવી રહેલી ફિલ્મ 'ભારત'માં લગ્ન કરવાનો છે તેવો સીન છે. આવી રીતે તે ફિલ્મોમાં લગ્નના ને રોમાંસના સીન ભજવીને ખુશી મેળવી લેતો હોય છે. હવે 'ભારત' ફિલ્મમાં તે કેટરિનાનો દુલ્હો બનવાનો છે. વેડિંગ સીન ઉપરાંત તેમાં એક વેડિંગ ગીત પણ હશે. તેની તૈયારી અત્યારે ચાલુ છે. તેના સેટને ફૂલોથી સજાવ્યો છે. આ ઇદ પર રજૂ થનારી આફિલ્મ સલમાન માટે બહુ સ્પેશિયલ છે. તેના ગીતને જાણીતી કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ કોરિયોગ્રાફ કરશે. આ એક અપબીટ સોંગ હશે, જેને જોઇને સલમાનના ચાહકો ખુશ થઇ જશે. રીયલ લાઇફમાં નહીં તો રીલ લાઇફમાં તેને દુલ્હો બનતો જોઇને તેના ચાહકો ખુશ થશે. આ ફિલ્મ માટે ખાસ વાત એ છે કે સલમાનનું પાત્ર તેમાં ૭૨ વર્ષની ઉંમરનું બતાવવામાં આવ્યું છે. તેમાં તેનું પાત્ર પણ લગ્ન નથી કરતું. આથી સલમાન કહે છે કે હું તેને અનુસરી રહ્યો છું. આમ તો સલમાને બહુ વેડિગ સોંગ નથી કર્યા, પણ કરણ જોહરની 'કુછ કુછ હોતા હૈ'માં તેણે 'સાજન જી ઘર આએ' ગીતમાં દુલ્હો બન્યો હતો. તે ગીત આજે પણ લગ્ન પ્રસંગે ગવાય છે. આ ઉપરાંત તેની 'હમ દિલ દે ચૂકે સનમ' અને 'પ્રેમ રતન ધન પાયો' ફિલ્મોના વેડિંગ ગીતો પણ બહુ લોકપ્રિય થયા હતા.

હાલમાં જ ભારત ફિલ્મના સેટ પરથી કેટરિનાનો એક ફોટો વાયરલ થયો હતો. જેમાં તે બ્રાઇડલ લૂકમાં હતી. કેટે પણ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ભારતમાં તેના રોલ માટે બહુ ઉત્સાહિત છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં સલમાન ખાનના પાંચ લૂક જોવા મળ્યા હતા. આફિલ્મ માટે દર્શકોને પણ બહુ ઇંતેજાર છે. તે શરૂઆતથી જ ચર્ચામાં રહી છે. પ્રિયંકાચોપરાએ આ ફિલ્મ છોડી દીધા પછી તે બહુ ચર્ચામાં આવીગઇ હતી. સલમાનની છેલ્લી ફિલ્મ ભલે ફ્લોપ ગઇ હતી, પણ આ ફિલ્મ બહુ મોટા પાયે બની રહી છે આથી તેને સફળતા મળશે જતે શક્યતાને નકારી શકાય નહીં.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsCLLg78tzAjndnjf3JjXub71tqvWew%3Dyai4dMQb_KDQg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment