Wednesday, 20 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ગુરુદક્ષિણા... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગુરુદક્ષિણા!
હેમલ વૈષ્ણવ

 

 

 

 

'અંદર કહો, થાનકી સાહેબ આવ્યા છે.' રિસેપ્શનિસ્ટને વજનદાર અવાજે કહીને સચિવાલયના ઉપરી અધિકારી યશવંત થાનકી દમામભેર બેસી ગયા. રિસેપ્શન રૂમમાં બેઠેલા ગામડા ગામથી આવેલા દર્દીઓ જેકેટ અને ટાઈમાં સજ્જ થાનકી સાહેબને પ્રભાવિત થઈને જોઈ રહ્યા.


'ડોક્ટર, અડધો કલાક રાહ જોવડાવી. આઇ થોટ, આપણે મિત્રો છીએ. મને હતું કે મારું ચેકઅપ ફટાફટ પતી જશે, પણ તમે પેલા બે દમડીના...' થાનકી સાહેબે કેબિનમાં પ્રવેશતાં જ ડો. વસાવડા પાસે નારાજગી વ્યક્ત કરી.'


'આપને મારા માટે સમય ન હોય તો આઇ બેટર ફાઇન્ડ અનોધર ડોક્ટર.' સ્ટેથોસ્કોપ લઈને તપાસતાં ડોક્ટરે હોઠ પર આંગળી મૂકીને થાનકી સાહેબને આગળ બોલતા અટકાવી દીધા.


ગંભીરતાપૂર્વક ડો. વસાવડા થાનકી સાહેબનું ચેકઅપ કરતા રહ્યા. થોડી વારે નિરાંતે પોતાની ચેર પર બેસતાં ડો. વસાવડાએ કહ્યું, 'આમ તો બધું નોર્મલ છે, પણ બ્લડપ્રેશર હાઈ છે.'


'એના માટે ટેબ્લેટ...' થાનકી સાહેબના અવાજમાં ચિંતા હતી.


'એની કોઈ જરૂર નથી.' ડો. વસાવડાએ જવાબ આપ્યો.


'આર યુ શ્યોર?' થાનકી સાહેબે ડો .વસાવડાને પડતા મૂકવાનો મનોમન નિર્ણય કરી લીધેલો.


'યશવંતભાઈ, આપનું બ્લડપ્રેશર હાઈ રહે છે, એનું કારણ એ છે કે નાનીસરખી વાતને પ્રેસ્ટિજ ઇશ્યૂ બનાવવાની આપને આદત પડી ગઈ છે. મિત્રતા રાખવી કે નહીં એ આપના હાથની વાત છે, પણ મારા માટે આપ કાયમ મિત્ર રહેશો. એટલે જ હું આપની પાસેથી ફી નથી લેતો. રહી વાત પેલા બે દર્દીઓની, તો એમણે આપની પહેલાં અેપોઇન્ટમેન્ટ લીધેલી હતી, એ ભલે ખેતી કરતા હોય, પણ એમનો સમય આપણા બધાની જેમ જ કીમતી છે.' ડો. વસાવડાએ શાંતિથી કહ્યું.


'સર, અરવિંદ શેઠની ફાઇલ પહેલાં જોઈ લો ને, ઉપરથી ભલામણ છે.' થાનકી સરનો સેક્રેટરી બોલ્યો.


'એ હશે, પણ એમની પહેલાંની પેન્ડિંગ ફાઇલ પહેલાં લાવો.' થાનકીએ સત્તાવાહી સ્વરે કહ્યું.


એ સાંજે ડો. વસાવડાના ક્લિનિક પર એક બુકે અને કવરની ડિલિવરી થઈ. કવરમાંના લેટરમાં લખેલું હતું, 'આ સાથેનો ચેક સ્વીકારશો, મિત્ર તરીકે ચેકઅપની આપે ફી નથી લીધી એ કબૂલ, પણ આ ગુરુદક્ષિણા છે અને એની ના પાડીને શરમાવશો નહીં પ્લીઝ.'


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsHeLqb2oBJNfWibNUEebfLpmyiPpGOQ9Q0RuRgie%3DTzQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment