| 
વર્ષો પહેલાં ગાંધીજીએ કહ્યું હતું કે આ ધરતી કરોડો લોકોની જરૂરિયાત પૂરી કરી શકે છે, પરંતુ એક માણસની લાલચને પરિપૂર્ણ કરી શકતી નથી. આજે તો પરિસ્થિતિ એવી છે કે એક વ્યક્તિ નહીં પણ કરોડોની લાલચ જોવા મળે છે. દુનિયાભરમાં વૈકલ્પિક ઉપચારો તથા પરંપરાગત દવાઓની વધતી માંગની સાથે દબાતે પગલે સદાય યુવાન રહેવાની લાલચ છેલ્લાં એક દશકામાં વધેલી જોવા મળે છે.
આ લાલચને કારણે કુદરતી જડીબુટ્ટીઓનું અસ્તિત્ત્વ સંકટમાં મુકાયેલું જોવા મળે છે. એક દશકાની વાત કરીએ તો ધનિકોની સરખામણીમાં આજે ચીનનો મધ્યમ વર્ગ તેમની યુવાનીને સદાકાળ જીવંત રાખવા કંઈપણ કરવા તૈયાર જોવા મળે છે. તેથી જ ૮૦ના દશકાની સરખામણીમાં આજે ચીનમાં જડી-બુટ્ટીઓની ૬૦૦૦ ગણી માગ વધી ગઈ છે. ચાર દશકામાં ચીનમાં જડીબુટ્ટીઓની કિંમતમાં ૫૦૦૦ ગણો વધારો થયો છે.
વાસ્તવમાં ચીન જેવા દેશોમાં જડીબુટ્ટીઓનું આકર્ષણ તથા તેને મેળવવાની દીવાનગી એટલી હદ સુધી વધી ગઈ છે કે તે માટે કોઈ પણ કિંમત ચૂકવવા તેઓ તત્પર જોવા મળે છે. વળી એવું પણ નથી કે ફક્ત ચીનમાં જડીબુટ્ટીની માગ વધી રહી છે, ચેપી રોગની જેમ આજે વિશ્ર્વના અનેક દેશોના મધ્યમ વર્ગીય લોકોમાં તેનો ચેપ ફેલાઈ ગયો છે. આજ કારણ છે કે વિશ્ર્વના અનેક દેશોમાં છેલ્લા દશકામાં જડીબુટ્ટીઓની માગ ઝડપી ગતિથી વધી રહી છે. આજ કારણે જડીબુટ્ટીઓનું અસ્તિત્વ સંકટમાં પડેલું જોવા મળે છે. આફ્રિકા તથા પારંપારિક એશિયાઈ ચિકિત્સા
પરંપરામાં કુદરતી જડીબુટ્ટીઓની વિશિષ્ટ ભૂમિકા છે. આથી આફ્રિકા તથા એશિયામાં અનેક સ્થળોએે પરંપરાગત બજાર વિકસેલા જોવા મળે છે.
આ બજારોમાં પરંપરાગત જડીબુટ્ટીની આવક ઓછી થઈ રહી છે. વળી જે આવક આવી રહી છે તેની ગુણવત્તા પણ પ્રમાણમાં ઘટી રહી છે.
આ પ્રકારની દવા બનાવીને પારંપારિક ઈલાજ કરનાર લોકોને સાંગોમા હકીમ તરીકે ઓળખવામાં આવે છે. આ આફ્રિકી હકીમ મુખ્યત્વે દક્ષિણ આફ્રિકાનાં શહેરોમાં રહેતા સાંગોમા હકીમ આ જડીબુટ્ટીઓને શહેરી બજારમાંથી જ ખરીદે છે. વળી વિભિન્ન જડીબુટ્ટીઓમાં ખાસ કરીને વૃક્ષોની છાલ, મૂળિયા, પાંદડા, અથવા પશુ-પક્ષીઓના વિભિન્ન અંગ બજારમાં જ મળી રહે છે. જેમાંથી પારંપારિક દવાઓ બનાવવામાં આવે છે. વળી આ જડી-બુટ્ટીઓનો ઉપયોગ કરીને ભૂત-પ્રેતને ભગાડવામાં આવે છે. મોટાભાગના હકીમોને એ પણ ખબર નથી હોતી કે જડી-બુટ્ટીઓ આવે છે ક્યાંથી?
તેને ક્યાં અને કેવી રીતે ઉગાડવામાં આવે છે? અધૂરી જાણકારીની પાછળ અનેક ખરાબ પરિણામો આવતા જોવા મળે છે. શહેર અને ગામડાંની માગ પૂરી કરવા માટે જડી-બુટ્ટીઓને અંધાધૂંધ કાપી નાખવામાં આવે છે. દક્ષિણ આફ્રિકામાં પેપરબાર્ક તરીકે ઓળખાતાં કાળા મરીનાં વૃક્ષોની ઊંચી કિંમત મળે છે. તેનું મુખ્ય કારણ હવે આ વૃક્ષો લુપ્ત થવાને આરે પહોંચી ગયા છે.
વાસ્તવમાં સાંગોમા પેપરબાર્કની છાલનો ઉપયોગ આપણી દવાઓમાં મોટા પ્રમાણમાં થતો જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે તાવ, ન્યુમોનિયાની સાથે બીજી અનેક બીમારીમાં તેનો ઉપયોગ અસરકારક જોવા મળે છે. છાલ કાઢી નાખવાથી વૃક્ષ મરી જાય છે. આ સમસ્યા ફક્ત દક્ષિણ આફ્રિકામાં જ જોવા મળે છે તેવું નથી. ભારત પણ આ સમસ્યાની સામે ઝઝૂમી રહ્યું છે. વાસ્તવમાં આયુર્વેદિક દવાઓની બજારમાં વધતી માંગને કારણે જડી-બુટ્ટીઓની માંગ વધતી જોવા મળે છે. જેને કારણે તેની અછત વર્તાવા લાગી છે. આજ કારણ છે કે પહેલાં જ્યાં એવું માનવામાં આવતું હતું કે આયુર્વેદિક દવાઓની ગુણવત્તા સુનિશ્ર્ચિત ન હોવાને કારણે
દુનિયાના બજારમાં તેનો સ્વીકાર સૌથી મોટો પ્રશ્ર્ન ગણવામાં આવતો. આજે તો ગુણવત્તાસભર દવાઓની સાથે એલોપેથી દવાઓને પણ ટક્કર આપી શકે તેવી આયુર્વેદિક કંપનીઓનું કહેવું છે કે તેમની સૌથી મોટી સમસ્યા આજે જો કોઈ હોય તો તે છે ગુણવત્તાપૂર્ણ જડી-બુટ્ટીઓનો અભાવ. જડી-બુટ્ટીઓની પાછલાં એક દશકમાં માંગ એટલી વધી ગઈ છે કે તેને પૂરી કરવા માટે ભરપૂર માત્રામાં જડીબુટ્ટીઓ મળવી મુશ્કેલ બની ગઈ છે. વળી જે મળે છે તેની ગુણવત્તા પણ શંકાજનક જોવા મળે છે.
દુનિયાના વિવિધ દેશોમાં આયુર્વેદિક દવાઓની નિકાસ વધે તે માટે અનેક મોટા -મોટા પ્રોજેક્ટ બનાવામાં આવ્યા છે. આયુર્વેદિક દવાઓ બનાવવા માટે વધતી જડીબટ્ટીઓની માંગને પહોંચી વળવા જેટલી તે ઉપલબ્ધ થવી મુશ્કેલ છે. આ વિષે વિચારવા કોઈ તૈયાર પણ નથી. આથી તમામ દવા-કંપનીઓ ઓછી ગુણવત્તા ધરાવતી જડીબુટ્ટીઓથી પણ કામ ચલાવતી થઈ છે. જંગલ જ બચશે નહીં તો દુર્લભ જડીબુટ્ટી ક્યાં સુધી બચશે. જ્યાં સુધી જડીબુટ્ટીઓની મોટાપાયે વ્યવસ્થિત ખેતી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેની ગુણવત્તાનું પ્રમાણ નક્કી કરવું મુશ્કેલ બની જશે. વળી આ દવાની નિકાસના લક્ષ્ય પૂરા નહીં થઈ શકે.
એક કંપની બીજીઆર-૩૪ નામની દવા ઉત્પાદન કરે છે, જે ડાયાબિટીસના ઈલાજમાં એલોપેથીની દવાઓને જબરજસ્ત ટક્કર આપી રહી છે. થોડાં વર્ષોથી દેશમાં ૨૦ મોટી બ્રાન્ડમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. આ દવા લખનઊની એક સંસ્થામાં વિકસિત કરવામાં આવી છે. પોતાની જગ્યા જળવાઈ રહે તે માટે ગુણવત્તાસભર કાચો માલ ઉપલબ્ધ થાય. વાસ્તવમાં ગુણવત્તાપૂર્ણ કાચો માલ મળી રહે તે માટે કોઈ યોગ્ય સેતુ વિકાસ પામ્યો નથી. તો વળી ઉત્પાદન કઈ રીતે સુનિશ્ર્ચિત કરી શકાય? આજના યુગમાં જડીબુટ્ટીની માગ વધતી જાય છે. આથી ગામડાંમાં પશુઓનો ઈલાજ જડીબુટ્ટીઓથી થતો હતો તે સાંકળ હવે સંકટમાં છે. વાસ્તવમાં ઉપયોગી જડીબુટ્ટીઓની ભારે માંગને કારણે લોકો તેને બજારમાં વેચી દેતા હોય છે પરિણામે પાળેલાં પશુઓની સારવાર માટે પારંપારિક દેશી ઔષધીઓ જ બનાવી નથી આવતી. કેટલાંક સ્થળે વરસાદ ઓછો પડવાને કારણે ફળદ્રુપ જમીનની સમસ્યા પણ વધતી જાય છે. ફળદ્રુપ જમીન ઉપર પહેલાં બથુઆ, નાગરમોથ, આંકડો, એરંડિયો, કુવારપાઠું, આકસંદ, મેથી, કચરી, કેર, ગરમુંડા, બીલીપત્ર, આમળાં વગેરે મોટા પ્રમાણમાં પાકતાં હતાં. હવે તો ફળદ્રુપ જમીન ઓછી થઈ ગઈ છે. જે ફળદ્રુપ જમીન છે ત્યાં આ વસ્તુઓપેદા થાય છે.
તેની બજારમાં પહેલેથી જ માગ એટલી છે કે પશુઓ માટે તેના ઉપયોગ વિશે વિચારી શકાય તેમ પણ નથી, કારણકે પહેલેથી જ તેનું વેચાણ થઈ જાય છે.
છેલ્લા દશકામાં જડીબુટ્ટીની માગ પૂરા વિશ્ર્વમાં વધી ગઈ છે. ખાસ કરીને દુનિયાભરનો મધ્યમવર્ગ આંધળુકિયો બનીને તેનો ઉપયોગ કરી રહ્યો છે, તેના પરિણામે જડીબુટ્ટી ઝડપથી ઘટી રહી છે, સાથે સાથે ધરતીનું કુદરતી સત્ત્વ પણ નબળું પડી ગયું છે. જડીબુટ્ટીનો આંધળો ઉપયોગ માનવતાની વિરુદ્ધ છે, કારણકે તે કુદરતની વિરુદ્ધનું કાર્ય છે. |
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvC%2BC3sd0siBYkPx9uY%2BKCGWmFG%3D5p%3DX_aLyzAYckFqeg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment