મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ. અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે, તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે? * દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું, મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે. તારું કશું ન હોય તો છોડીને આવ તું, તારું જ બધું હોય તો છોડી બતાવ તું. * આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી, અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી. આ અહીં પ્હોંચ્યા પછીથી એટલું સમજાય છે, કોઈ કંઈ કરતું નથી બસ આ બધું તો થાય છે. *
હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને, કોક દરવાજો કરી દે બંધ તો! જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર, પાંપણ કદીયે રહી શકે મટકું ભર્યા વગર? *
પાનખર વીતી છતાં ખરતાં રહે છે પાંદડાને લાગી આવ્યું પાંદડાનું. શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા, ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો! *
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નીજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. ક્રોધ મારો જોઈને ડરશો નહીં, પુષ્પના ડાઘા કદી પડતા નથી. ભૂલ જો થાય મિત્રોની તો માફ કર, જીભ કચડાય તો દાંત તોડાય નૈં. ચિંતા કરવાની મેં છોડી, જેવું પાણી એવી હોડી. સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ. જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.
- મરીઝ * કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ? કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ? હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું, પગરખાં નહીં બસ અભરખા ઉતારો. રડ્યા 'બેફામ' સૌ મારા મરણ પર એજ કારણથી, હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી. જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી'તી, બહુ ઓછાં પાનાં જોઈ શકયો બહુ અંગત અંગત નામ હતાં. તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuLUa42o1KEqDG%2BqpsmL2nWW_RF68hWuY8ffDWrmZfNow%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment