Sunday, 22 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સંતાનનાં સોગંદ… (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સંતાનનાં સોગંદ…
ખોબામાં દરિયોઃ રેખાબા સરવૈયા

 

 

સાવ અજાણ્યા માણસોને મળીને એમનાં સુખ-દુઃખ જાણવાની મારી જિજ્ઞાાસા કેટલી વ્યાજબી અને કેટલી ગેરવ્યાજબી હતી એ મને ખબર નથી, પરંતુ પોતાને જેની સાથે કંઈ જ સંબંધ ન હોય, લાગતું-વળગતું ન હોય એવા માણસોને મળવું એ જાણે કે મારા મનનો શોખ નહીં, પરંતુ મારા આત્માનો આનંદ છે એમ હું માનું છું…


પરંતુ-

આજે જ્યારે એવી જ એક જગ્યાએ હું આવી છું કે જ્યાં આગળ પોતાનાં જ સંતાનોએ જેઓને ભારરૂપ કે બોજારૂપ માનીને આ વૃધ્ધાશ્ર્મમાં મોકલી આપ્યા છે એવા વયોવૃદ્ધ, જીવન જીવવા પ્રત્યે ઉદાસીનવૃત્તિ દાખવીને દિવસો ટૂંકાવીને જીવન વીતાવતા આ ઉપેક્ષિત વડીલો પાસે હું આવી હતી.

 

એમની વાતો અને નાની-નાની અપેક્ષાઓ મારા મનને સ્પર્શી જતી તો વળી ક્યારેક-ક્યારેક એ મારા હૃદયને ભાવુક પણ બનાવી મૂક્તી!

 

આ વૃદ્ધાશ્રમનાં કેર-ટેકર કહો કે વોર્ડન કહો…એક પીઢ બહેન હતા એમની સામે બેસીને હું અહીંના વાતાવરણની-વૃદ્ધોની-એમની લાગણીઓની- ટેવોની ગમા- અણગમાની વાતો કરી રહી હતી એવામાં…

 

વાતાવરણની શાંતિને સહેજ ડહોળતો કોલાહલ કાને અથડાયો. મારી સામે બેઠેલા વોર્ડનના કપાળ ઉપર થોડી કરચલીઓ પડી. એમની ઝીણી આંખો થોડી વધુ સંકોચાઈ અને હું કંઈ નક્કી કરંુ એ પેહલાં તો-

બે વૃદ્ધાઓ કંઈક બબડતા-બબડતા અમે બેઠા હતા ત્યાં આવી પહોંચી. પોર્ચની પાળીની પેલી તરફ બે-ત્રણ વૃદ્ધો પણ કુતૂહલવશ મુખ પર પ્રશ્નાર્થ લીપીને હકીકત જાણવા સારું ઊભા રહી ગયા હતા.

 

હવે પેલા વોર્ડન બેન એ થોડા ઊંચા અવાજે પેલી બે આંગતુક વૃદ્ધાઓને અંદરો-અંદર વાતો કરવાના બદલે જે કંઈ બન્યું હોય એ જણાવવા કહ્યું…

 

બે પૈકી એક વૃદ્ધાએ વોર્ડનને જણાવ્યું કે…એના જ રૂમમાં રહેતી. બીજી વૃદ્ધાએ બાથરૂમના બેઝીનનો નળ ખુલ્લો છોડી દીધો હતો અને બપોરના ભોજન લઈને સૌ જ્યારે પોતાની રૂમ ઉપર પહોંચ્યા ત્યારે એમની રૂમમાં પગની પીડી ડૂબી જાય એટલું પાણી હતંુ.


જેમાં પોતાની પૂજા-ઠાકોરજી અને પૂજાનું આસન સુધા તરતું જોવા મળેલું અને આ બાબતે પોતે નળ ચાલુ રાખવાની વાતનો સતત અસ્વીકાર કરતી વૃદ્ધાની વાત ન માનતાં, આતંકિત થયેલ વૃદ્ધાએ, પોતાનાં માથામાં પીત્તળનાં દિવેલીયાનો છૂટો ઘા કર્યો હતો.


સઘળી બીના જાણી વોર્ડન એ ફરિયાદી વૃદ્ધાનાં કપાળ પર ફૂટેલા લોહીનાં ટશિયા જોયા અને દિવેલીયું ફેકનાર તરફ જોઈને પૂછયું કે….'રૂડીમા….આ બન્યંુ એ બરાબર કહેવાય?'

 

હવે રૂડીમાનો વારો હતો…રૂડીમાની ઢળતી વયનો ગૌર ચહેરો રતુંબડો થઈ જાય એટલા કૃદ્ધ થઈને, ઊંચા અવાજે એ બોલ્યાઃ
'દીકરી…હુંય જાણું કે આ બરાબર નથી. પણ આવડી આ મુઈ માની જ નંઈ ને…ઠામુકી! અરે….વાલામુઈને દહવાર કીધું કે મેં નળ સાલુ નથી રાઈખીઓ…તોય પાસી મંડાણી કે…ખા તારા દીકરાના હમ…(સમ)…અરે દીકરી! આવડી આ બે ટકાની ડોહી હાટે મારા ગગો ઈમ રેઢો સે…તી' ઈના હમ ખાઉ…

 

પસી તો નો રેવાણુ મારાથી…અને આંઈ હંધાય જાણે સે કે મને ખીજ ચડે…પસી હું દૂરવાસાની દીકરી! તે પસી અંતે દિવેલીયંુ દીધું માથે. ના રેવાણુ તો દિવેલીયું દીધું માથે! વોર્ડને રૂડીમાને શું કીધું એ મને ખબર ન રહી…હું તો રડતા હૃદયે ત્યાંથી એકદમ જ ઊઠી ગઈ મારી કાર સ્ટાર્ટ કરતાં કરતાં વિચાર્યું.

 

આ માને એનો ગગો ઓળખતો હશે…ખરો?




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otjmn-kar_w0HFyFor4cX-uqFvX6SOLGOvXq8ZDF%3D2MyQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment