Thursday, 22 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ તુલસીની ચા પીને ડેંગ્યુ અને વાયરલ ફીવર જેવા રોગો ભગાડો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તુલસીની ચા પીને ડેંગ્યુ અને વાયરલ ફીવર જેવા રોગો ભગાડો!
 

 

 

તુલસીને ભારતમાં સૌથી પવિત્ર જડીબુટ્ટી માનવામાં આવે છે. તેને જડીબુટ્ટીઓની રાણી પણ કહેવાય છે. આ એક ઔષધીય વૃક્ષ છે. તુલસીની ચા સ્વાસ્થ્યની રક્ષા કરનારી, મગજની શક્તિ વધારનારી અને પ્રતિરોધક શક્તિ વધારનારી અને અનેક રોગોથી બચાવનારી હોય છે. કહેવાય છે કે તુલસીની આ ચા ડેંગ્યુ અને વાયરલ ફીવરને મટાડવા માટે બહુ અકસીર ગણાયછે. આથી તેનો ઉપયોગ કરવો હિતાવહ છે.

--------------------------

ચાબનાવવાની રીત

બધી જ સામગ્રીને ભેગી કરીને ખાંડી નાંખવી અને તેને બરાબર ભેળવીને એક બરણીમાં ભરી લેવી. બસ, તુલસીની ચા તૈયાર છે. બે કપ ચા માટે આ તુલસીની ચાનું મિશ્રણ (ચૂર્ણ) નાની અડધી ચમચી નાંખવી કાફી છે.

એક તપેલીમાં બે કપ પાણી નાંખીને ગરમ કરવું. પાણી ઉકળવા લાગે ત્યારે તપેલી નીચે ઉતારીને તેમાં અડધી નાની ચમચી ચૂર્ણ નાંખીને તરત જ ઢાંકણાથી ઢાંકી દેવું. તેને મીઠી બનાવવી હોય તો ઉકાળતી વખતે તપેલીમાં યોગ્ય માત્રામાં સાકર નાંખવી અને ગરમ કરીને તેને ગળી લેવી. ગરમાગરમ ચા પીને એકદમ તાજામાજા થઇ જશો.

આ ચામાં દૂધ ન નાંખવું.

-------------------

ચા બનાવવાની સામગ્રી

તુલસીના સુકા પત્તા ૫૦૦ ગ્રામ, દાલચીની ૫૦ ગ્રામ, તેજપત્તા ૧૦૦ ગ્રામ, બ્રાહ્મી બુટી ૧૦૦ ગ્રામ, બનફશા ૨૫ ગ્રામ, સૌંફ ૨૫૦ ગ્રામ, નાની ઇલાયચીના દાણા ૧૫૦ ગ્રામ, લાલ ચંદન ૨૫૦ ગ્રામ અને કાળા મરી ૨૫ ગ્રામ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OurF%3DXPgofZH%2B9bS_w2yd6jy8ZmN8kh1F4KKgDGqCK%3DPw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment