થેન્ક યુ... રોજિંદા જીવનમાં આપણે કેટલીય વખત આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ અને આજે છે થેન્ક્સગિવિંગ ડે. હવે સવાલ થવા ખૂબ જ સ્વાભાવિક છે કે આખરે થેન્ક્સગિવિંગ ડે એ વળી કઈ બલાનું નામ છે, આની શરૂઆત ક્યાંથી અને ક્યારથી થઈ અને આખરે અન્ય દિવસ કરતાં આ દિવસ અલગ કેમ છે? કેટકેટલા અલગ અલગ પ્રકારના ડે ઉજવાય છે દેશ-વિદેશમાં તેમાં આ એક વધારાનો દિવસ? તમારા આ બધા સવાલોના જવાબ તમને આજે અહીં મળી જશે. મૂળ તો આ આખું ગતકડું અમેરિકાનું છે, કારણ કે અમેરિકાના મેસેચ્યુએટ્સમાં સૌપ્રથમ વખત થેન્ક્સગિવિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આમ તો આપણે પણ પશ્ર્ચિમી પરંપરાનું આંખ મીંચીને આંધળુ અનુકરણ કરતાં જ આવ્યા છીએ, પરંતુ ખબર નહીં કેમ પણ આ પરંપરાનું અનુકરણ કરવામાં આપણે થોડા ઊણા ઊતરી રહ્યા છીએ, એવું નથી લાગતું?
થેન્ક્સ કહેવામાં નાનમ વળી કેવી, કોઈએ આપણને મદદ કરી પછી એ ભલે નાનકડી મદદ કેમ ન હોય પણ તેનો આભાર તો માનવો જો જોઈએ ને? ચાલો, આજે આપણે થૅન્ક્સગિવિંગ ડેની પૂર્વસંધ્યાએ એક નવી શરૂઆત કરીએ.
હવે વાત કરીએ થેન્ક્સગિવિંગ ડેના જન્મ વિશેની
આમ તો એવું કહેવાય છે કે અમેરિકાના મેસેચ્યુએટ્સમાં ૧૬૨૧માં પહેલી વખત થેન્ક્સગિવિંગ ડેની ઊજવણી કરવામાં આવી હતી. પરંતુ કેટલાક ઈતિહાસકારોનું માનવું છે કે આ દિવસની ઉજવણી સૌપ્રથમ ફ્લોરિડામાં ૧૫૬૫માં કરવામાં આવી હતી તો કોઈ વળી ઓવો દાવો પણ કરવામાં આવે છે ૧૫૭૮માં કૅનેડાથી આ થેન્ક્સગિવિંગ ડેની શરૂઆત કરવામાં આવી હતી.
અહીં તમારી જાણ ખાતર કે કૅનેડામાં આ દિવસ ઑક્ટોબરના બીજા સોમવારે ઉજવવામાં આવે છે, જેને લોકો કોલંબસ ડે તરીકે પણ ઓળખે છે. ખૅર સાચી હકીકત જે પણ હોય તે, પણ આભાર માનવાનો પણ દિવસ હોવો જોઈએ એ કલ્પના જ કેટલી રોમાંચક છે નહીં?
ઉજવણી પાછળનું કારણ?
વર્તમાનકાળની વાત કરીએ તો આ દિવસની ઉજવણી પાછળ એક ધાર્મિક કારણ રહેલું છે અને એ ધાર્મિક કારણ એટલે એ કે ઈશ્ર્વરે પોતાને જે કંઈ પણ આપ્યું છે લોકો એ માટે ઈશ્ર્વરનો આભાર માને છે. આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ સારી નરસી ઘટના બની હોય એની પાછળ ઈશ્ર્વરનો કંઈ ને કંઈ સારો હેતુ જ હશે, એવા ભાવ સાથે લોકો થૅન્ક્સગિવિંગ ડેના દિવસે ઈશ્ર્વરનો આભાર માને છે.
આ ઉપરાંત એક બીજું કારણ એવું પણ છે કે ઈંગ્લેન્ડથી આવેલા શરણાર્થીઓએ આ દિવસની ઉજવણીની શરૂઆત કરી હતી અને આ દિવસે તેઓ પાકના રોપાઓ લગાવતા હતા, જેને હાર્વેસ્ટ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમયે મકાઈ અને બીન્સની ખેતીની શરૂઆત કરવામાં આવતી હતી અને એ દિવસે સી-ફૂડનું ભોજન તૈયાર કરવામાં આવતું હતું. કેટલાક દાયકાઓ બાદ આ દિવસના ભોજનના મેનુમાં ટર્કીનો સમાવેશ કરવામાં આવ્યો આજની તારીખમાં પણ ટર્કી એ મેનુમાં અડીખમ છે.
ભારતમાં અને અન્ય દેશોમાં થૅન્ક્સગિવિંગ ડેનું મહત્ત્વ
ભારતમાં હજી મોટા પાયે આ દિવસની ઉજવણી નથી કરવામાં આવતી તેમ છતાં ખ્રિસ્તીઓ આ દિવસની એક અલગ અને આગવા પ્રકારે તેની ઉજવણી કરે છે. ગોવામાં આ થેન્ક્સગિવિંગ ડેની ઊજવણી થાય છે. અમેરિકામાં તો ક્રિસમસ પછીનો સૌથી મહત્ત્વનો કોઈ તહેવાર હોય તો તે થૅન્ક્સગિવિંગ ડે જ છે. આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. લોકો એકબીજાના ઘરે જઈને શુભેચ્છા આપે છે, ફૅમિલી વૅકેશન પર જાય છે અને આખો દિવસ આનંદમાં પસાર કરે છે.
------------------------- થૅન્ક્સગિવિંગ ટુ ફ્રેંક્સગિવિંગ આપણે ત્યાં કોઈ પણ બાબતને રાજકીય રંગ આપી દેતા વાર નથી લાગતી એ જ રીતે આ થૅન્ક્સગિવિંગ ડે માટે અમેરિકામાં પણ રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. વાત પર વિશ્ર્વાસ કરવો જરા અઘરું છે પણ છે એકદમ સો આનાની વાત.
૧૯૩૯માં અમેરિકન રાષ્ટ્રપતિ રૂસવેલ્ટે એક અઠવાડિયા સુધી આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. આ એ સમયની વાત છે જ્યારે આજની મહાસત્તા ગણાતો અમેરિકા ખુદ મંદીમાંથી પસાર થઈ રહ્યો હતો. ક્રિસમસ પહેલાં બજારોમાં રોનક આવે એ હેતુથી ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી.
અમેરિકાના મોટાભાગના રાજ્યોએ આનો સ્વીકાર કરી લીધો હતો, જ્યારે કેટલાક રાજ્યોએ આનો ઈનકાર કર્યો. જોેકે બાદમાં અમેરિકા કૉંગ્રેસે ઠરાવ પસાર કરીને નવેમ્બર મહિનાના ચોથા ગુરુવારને થૅન્ક્સગિવિંગ ડે તરીકે ઉજવવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને પગલે એટલાંટિક સિટીના તત્કાલીન મેયર થૉમસ ટૅગર્ટે થૅન્ક્સગિવિંગ ડેને ફ્રેંક્સગિવિંગ ડે કહેવાનું શરૂ કરી દીધું હતું.
થૅન્ક્સગિવિંગ ડે વિશે આટઆટલું જાણી લીધું તો ચાલો, આ લેખ તમે જે ધીરજ અને રસપૂર્વક વાંચ્યો એ માટે તમારો પણ ખૂબ ખૂભ આભાર!
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot93o1N5yxQhc6-YGCnFgrhMECBqnroBB1e%2Br%2BcaEOD7A%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment