Thursday, 25 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પેરન્ટ બનવા પાત્રતા જરૂરી છે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પેરન્ટ બનવા પાત્રતા જરૂરી છે?
ઝીરો લાઈન :- ગીતા માણેક

સાડાચાર વર્ષનો પ્રવીણ તેની ઉંમરના પ્રમાણમાં વધુ પડતો ગંભીર છે. પૂણેમાં 'ચાઇલ્ડલાઇન' નામની સંસ્થાના મહિલા સામાજિક કાર્યકર પાસે તેને લાવવામાં આવ્યો. આ છોકરો મા સાથે હોય ત્યારે બાપ વિરુદ્ધ ફ્રિયાદ કરે અને બાપ સાથે હોય ત્યારે મા વિરુદ્ધ ફ્રિયાદ કરતો રહેતો હતો. સમજદાર અને અનુભવી આ મહિલા કાર્યકરે જ્યારે પ્રવીણ સાથે સંવાદ કર્યો. ત્યારે તેણે રહસ્ય જણાવી દીધું, "જુઓ, હું બાબા (પિતા) સાથે હોઉં છું ત્યારે મારી આઈ (મા) વિરુદ્ધ સાચું-ખોટું બોલતો રહું છું અને આઇ સાથે હોઉં છું ત્યારે બાબા વિરુદ્ધ. કારણ કે જ્યારે હું બાબા વિરુદ્ધ આઇને કહું તો મને આઇસક્રીમ, ચોકલેટ મળે અને જો હું બાબાને ફ્રિયાદો કરું તો મને કેક, રમકડાં, ચોક્લેટ્સ જે માગું તે મળે છે." આ છોકરાના મા-બાપ વચ્ચે ઝઘડા ચાલે છે અને છૂટાછેડા માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. મા-બાપ પોતાના દીકરાનો જાસૂસ અને હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા હતા. આને કારણે છોકરાનું બાળપણ જ છિનવાઈ ગયું હતું.
સામાન્ય રીતે કોઈપણ નોકરી મેળવવા કે ડોક્ટર, વકીલ, એન્જિનિયર, ચાર્ટડ અકાઉન્ટ, આર્િકટેક્ટ જેવા વ્યવસાય કરવા માટે ડિગ્રીનું અને પાત્રતાનું સર્ટિફ્કિેટ રજૂ કરવું પડે છે. ડ્રાઇવર તરીકે નોકરી કરવા માટે પણ લાયસન્સ હોવું અનિવાર્ય છે. આવા કોઈપણ કામ પહેલાં લાયકાત કે અનુભવની માગણી કરવામાં આવે છે, કારણ કે વ્યક્તિ પર તેના દર્દીઓ કે ગ્રાહકો ઉપરાંત સામાજિક જવાબદારી પણ હોય છે. પરંતુ માતા-પિતા બનવા માટે કોઈ સર્ટિફ્કિેટ, કોઈ પાત્રતા હોવી અનિવાર્ય નથી. કોઈપણ પુખ્ત સ્ત્રી-પુરુષ પાસે માતા-પિતા બનતાં પહેલાં કોઈ તાલીમ કે પાત્રતાની અપેક્ષા રાખવામાં આવતી નથી. આપણા સમાજમાં સર્વ સામાન્યપણે ભણતર બાદ ખાસ કરીને પુરુષ માટે નોકરી, ધંધો કે વ્યવસાય શરૂ કરવો, લગ્ન અને પછી બે-ત્રણ વર્ષમાં સંતાન એ ક્રમ ગોઠવી દેવામાં આવ્યો છે. મોટાભાગના લોકો આ ક્રમને જ અનુસરે છે.

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otv3gyuR%3DyUHgu3TaL61DZ9czvhFhbr%2BUEv84XrmRF6zw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment