સચ મેં, ઈશ્વર સે બડા કોઈ સ્ક્રિપ્ટ રાઈટર નહીં હૈ ભાઈ! સત્તાવીસ વર્ષ પહેલાં જે વિશાળ બંગલાની દીવાલ પર ચડીને અક્ષયકુમારે મોડેલિંગ માટે ફોટોશૂટ કર્યું હતું અને ચોકીદારે તેને રોક્યો હતો તે જ બાંગ્લાનો આજે અક્ષય કુમાર માલિક છે.અને તેમાં જ રહે છે.અક્ષય કુમાર કહે છે "ઈશ્વર સે બડા સ્ક્રીપ્ટ રાઇટર કોઈ નહીં હૈ". નવ સપ્ટેમ્બરે અક્ષય કુમાર નો જન્મદિવસ છે રજત શર્માના એક સવાલના જવાબમાં અક્ષયકુમારે કહ્યું હતું, " મેરે સંઘર્ષ કે સમય મેં જબ રાજેશ ખન્ના સાબ કે પાસ કામ માંગને ગયા થા તબ વે "જય શિવ શંકર" ફ્લ્મિ બના રહે થે. ફ્લ્મિમેં ચંકી પાંડે કો રોલ દે દિયા ગયા થા. ખન્નાસાબને મુઝે આશ્વસ્ત કરતે હુએ કહા થા કી અગર મૈ કોઈ દુસરી ફ્લ્મિ બનાઉંગા તો તુમ્હેં જરૂર યાદ કરુંગા. ઉસ વક્ત મૈંને સપનેમે ભી નહિ સોચા થા કી ગ્યારહ સાલ કે બાદ ઇન્હીં કી લડકી સે મેરી શાદી હોગી. ભગવાન કી કૃપાસે આજ મેરી ખુદ કી ફ્લ્મિ પ્રોડક્શન કંપની હૈ". જોકે અક્ષયકુમારને સફળતા સરળતાથી નથી મળી. શરૂઆતમાં તો ફિલ્મો ન મળે અને ન ચાલે, પરંતુ સફળ થયા પછીય અક્ષયકુમારની સળંગ ૧૬ ફિલ્મો ફ્લોપ થઈ ગઈ હતી. સળંગ સોળ ફ્લ્મિો ફ્લોપ થયા બાદ પણ ખિલાડી અક્ષયકુમાર નાસિપાસ નહોતો થયો. એ સમય યાદ કરતાં તે કહે છે "બુરે વક્તમેં મુઝે મેરી માર્શલ આર્ટ કી ટ્રેનિંગ હી કામ આઈ થી. માર્શલ આર્ટ કા પહેલા સબક હૈ ચાહે કિતની હી બાર ગીરો લેકિન ઉઠના જરૂર હૈ". અક્ષયકુમારનો જન્મ તા. ૯/૯/૧૯૬૭ ના રોજ દિલ્હીમાં થયો હતો. તેનું સાચું નામ છે રાજીવ ભાટીયા. પિતા હરીઓમ ભાટીયા અને માતા અરુણા ભાટીયા. અક્ષયકુમારનું બાળપણ દિલ્હીના ચાંદની ચોકની શેરીઓમાં વીત્યું હતું. પિતા પહેલાં આર્મીમાં હતા અને ત્યાર બાદ યુનિસેફ્માં હતા. મુંબઈની ડોન બોસ્કો સ્કૂલમાં શાળાનું શિક્ષણ લેનાર રાજીવને ભણવા કરતા વધારે ખેલકૂદ અને માર્શલ આર્ટમાં રસ હતો. ગુરુનાનક ખાલસા કોલેજમાં માંડ એકાદ વર્ષ ભણીને તે માર્શલ આર્ટની ટ્રેનિંગ માટે બેંગકોક ગયો હતો. માર્શલ આર્ટમાં બ્લેક્બેલ્ટ મેળવનાર અક્ષયકુમારે પોતાનો ખર્ચ કાઢવા માટે એક મોટી હોટેલમાં કૂક તરીકે નોકરી કરી હતી. બેંગકોકથી પરત આવ્યા બાદ થોડો સમય કોલકાતામાં તેણે ટ્રાવેલ એજન્ટને ત્યાં સ્પોટબોય તરીકે નોકરી પણ કરી હતી. ત્યારબાદ કુંદન જવેલર્સના દાગીના દિલ્હીથી લાવીને મુંબઈમાં વેચવાનું કામ પણ અક્ષયકુમારે કર્યું હતું. તે દિવસોમાં જ સાંજે તે પાર્ટટાઈમ માર્શલ આર્ટના ક્લાસ પણ ચલાવતો હતો. એક દિવસ તેના એક સ્ટુડન્ટના પિતાએ અક્ષયકુમારને મોડેલિંગ માટે એક એજન્સીનું એડ્રેસ આપ્યું. અક્ષયકુમાર ત્યાં પહોંચી ગયો. ર્ફિનચરના શો રૂમની એડ માટે અક્ષયે મોડેલિંગ કર્યું. જયારે અક્ષયકુમારને વળતર પેટે એકવીસ હજાર મળ્યા ત્યારે તે વિચારમાં પડી ગયો. પૂરે મહિનેમે ઇતની સારી મેહનત કરનેકે બાદ ભી મુઝે સિર્ફ પાંચ હજાર મિલતે હૈં ઔર યહાં એ.સી.મેં બૈઠે બૈઠે સિર્ફ દો દિન કે ફેટો શૂટ મેં ઈક્કીસ હજાર મિલ ગયે. ત્યાર બાદ અક્ષયકુમારે તેનુંsફેટો આલ્બમ લઈને મોડેલિંગ માટે પ્રયાસો ચાલુ કરી દીધા. જોકે અક્ષયનું નસીબ બે ડગલા આગળ હતું. બેંગ્લોરની એક કંપનીએ તેને મોટો કોન્ટ્રેક્ટ સાઈન કરવા માટે ત્યાં બોલાવ્યો. સાથે એરટિકિટ પણ મોકલી. સવારે છની ફ્લાઈટ હતી. અક્ષય સાંજની છ વાગ્યાની સમજ્યો હતો પરિણામે તે ફ્લાઈટ ચૂકી ગયો. તેને ખૂબ પસ્તાવો થયો ત્યારે તેના પિતાએ તેને દિલાસો આપતા કહ્યું હતું, "બેટે જો ભી હોતા હૈ અચ્છે કે લિયે હોતા હૈ". જોગાનુજોગ તે જ દિવસે સાંજે છ વાગે પિતાની વાત સાચી પડી હતી. અક્ષયની મુલાકાત પ્રમોદ ચક્રવર્તી સાથે થઇ હતી. તેમણે "દિદાર" માં નાનકડો રોલ આપીને અક્ષયને સાઈનીગ રકમનો પાંચ હજારનો ચેક પણ આપ્યો હતો. તે અગાઉ તેણે મહેશ ભટ્ટની "આજ" માં નાનો રોલ કર્યો હતો. જેમાં કુમાર ગૌરવનું નામ અક્ષય હતું. રાજીવભાટિયાને અક્ષય નામ ગમી ગયું હતું તેથી તેણે પણ અક્ષયકુમાર નામ રાખી લીધું. ૧૯૯૧માં રિલીઝ થયેલી "સૌગંધ" થી અક્ષયકુમાર જાણીતો થઇ ગયો હતો, પણ અબ્બાસ મસ્તાનની "ખિલાડી" વધારે સફ્ળ રહી. ત્યાર બાદ અક્ષયકુમારની લગભગ સોળ ફ્લ્મિો નિષ્ફ્ળ રહી. જોકે "મૈ ખિલાડી તું અનાડી" અને "મોહરા" એ બોક્ષ ઓફ્સિ પર સારો દેખાવ કર્યો હતો. ત્યાર બાદ "દિલ તો પાગલ હૈ" માં અક્ષયકુમાર નાના પણ મહત્ત્વના રોલમાં દેખાયો હતો. નિષ્ફ્ળ ફ્લ્મિોની હારમાળા દરમિયાન જ આમિર ખાન અને ટ્વિન્કલ ખન્ના સાથે તે "મેલા" નું શૂટિંગ કરી રહ્યો હતો તે દિવસો યાદ કરીને અક્ષય કહે છે "મંને ટ્વિન્કલ કો બોલા થા કી અગર "મેલા" ફ્લોપ હોગી તો હમ શાદી કર લેંગે ક્યું કી મુઝે નહિ લગતા કી મેરે પાસ શાદી કે અલાવા ઔર કોઈ કામ બચેગા. "મેલા" સુપર ફ્લોપ હુઈ ઔર હમને શાદી કર લી." "ધડકન" બાદ અક્ષયકુમારની ઈમેજ એક્શન હીરોની સાથે રોમેન્ટિક અને ઈમોશનલ હીરો તરીકે પણ ઊભી થઈ ગઈ. ત્યારબાદ પ્રિયદર્શનની "હેરાફ્રી" આવી. પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી સાથે અક્ષયકુમારે પણ આ ફ્લ્મિમાં કોમેડી રોલ કર્યો હતો. ત્યાર બાદ તો ફ્રિ હેર ફ્રી, વેલ કમ, હાઉસફુલ, દીવાને હુએ પાગલ, ગરમ મસાલા, આવારા પાગલ દીવાના, ભાગમભાગ, ભૂલભૂલૈયા જેવી અનેક કોમેડી ફ્લ્મિોમાં અક્ષયકુમારે ધૂમ કોમેડી કરીને દર્શકોને હસાવ્યા. દર્શકોએ વલ્ગેરીટી વગરની અક્ષયકુમારની કોમેડી ફ્લ્મિોને ખૂબ પસંદ કરી. ત્યારબાદ સ્પેસીઅલ છબ્બીસ, બેબી, ગબ્બર ઇઝ બેક, હોલીડે, એરલિફ્ટ, રૂસ્તમ, ટોઇલેટ એક પ્રેમ કથા તથા ગોલ્ડ જેવી ફ્લ્મિોમાં અક્ષયના વિવિધ પ્રકારના રોલને દર્શકોએ દિલથી આવકાર આપ્યો. અક્ષયને પહેલી જ વખત સ્થાયી સફળતા હાથ લાગી છે. તે પોતાના સ્ટન્ટ્સ જાતે જ કરે છે, ખૂબ જ શિસ્તબદ્ધ છે. સવારે પાંચ વાગ્યે અચૂક ઊઠી જાય છે અને સંધ્યા પહેલાં ભોજન કરી આઠ વાગતાં ઊંઘી જાય છે. તે આઠમા ધોરણથી તાઈક્વાન્ડો શીખતો હતો અને એમાં બ્લેક બેલ્ટ ડિગ્રી મેળવી ચૂક્યો છે. તે બેંગકોકમાં ગુજરાન ચલાવવા માટે વેઈટર તરીકે કામ કરી ચૂક્યો છે. સેવન ડેડલી આર્ટ્સ નામની માર્શલ આર્ટ ડોક્યુમેન્ટરી હોસ્ટ કરી ચૂક્યો છે.વર્ષમાં ત્રણ થી ચાર ફિલ્મો કરતાં બૉલીવુડ ના અતિ વ્યસ્ત અભિનેતા નો પૂત્ર આરવ અને પુત્રી મિશા અભ્યાસમાં વ્યસ્ત છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov5_RQ8Dch0Cydeo9Lm%2Bji8gb62V5rAmPyyBejY9CHOJQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment