| 
કંગના રાણાવતે જેમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને રૂપેરી પડદા પર જીવંત કરી છે એ અફલાતૂન ફિલ્મ 'મણિકર્ણિકા'માં ભારતના એ ઐતિહાસિક મહાગ્રંથનું માત્ર એક પાનું જ છે. 1857ના બળવા તરીકે બદમાશ કમ્યુનિસ્ટ ઈતિહાસકારોએ જેને ઓળખાવ્યા કર્યો છે તે હકીકતમાં કોઈ છુટમુટ ઘટના નહોતી. દેશના ઘણા મોટા વિસ્તાર સુધી પ્રસરેલો અને લગભગ દોઢ વર્ષ સુધી ચાલેલો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. હૉલિવૂડમાં જેમ બીજા વિશ્ર્વયુદ્ધની નાની મોટી લડાઈઓ વિશે ડઝનબંધ સુંદર ફિલ્મો બની છે અને આપણા સુધી ન પહોંચી હોય એવી બીજી લગભગ સો જેટલી ફિલ્મો બની છે એ જ રીતે 1857ના પ્રથમ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે માત્ર 'મણિકર્ણિકા' (કે એ પહેલાં આવી ગયેલી કોઈક ફિલ્મ) ઉપરાંત બીજી એક ડઝન ફિલ્મો હજુ બની શકે જે એક જ થીમ પર આધારિત હોવા છતાં ભિન્નભિન્ન બનાવોનું, કિરદારોનું બયાન કરતી હોય.
1857ની સાલ ભારતના ઈતિહાસ માટે ઘણી મહત્ત્વની સાલ છે. એ વખતે બ્રિટિશ સરકારે હજુ ભારત પર રાજ કરવાનું શરૂ નહોતું કર્યું, પણ બ્રિટનની ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં વેપાર કરવાના બહાને પગપેસારો કરીને પોતાના પ્રાઈવેટ લશ્કર વડે ભારતીયો પર જોહુકમી કરવાનું શરૂ કરી દીધું હતું. ભારતનો જે ઈતિહાસ આપણને દાયકાઓથી શાળા-કૉલેજોમાં ભણાવવામાં આવે છે તે આપણા પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના કાર્યકાળ દરમ્યાન લખાયેલો છે. એ વખતે શિક્ષણ જગતમાં રશિયા તથા ચીન પ્રત્યે વૈચારિક વફાદારી ધરાવતા લોકોની બોલબાલા હતી. સ્વયં પંડિત નેહરુને પણ ભારત નૉન-અલાઈન્મેન્ટની પૉલિસી અપનાવી હોવા છતાં, રશિયા (તેમ જ ચીન) પ્રત્યે કૂણી લાગણી હતી. હિંદી-રૂસી ભાઈભાઈની સાથે હિંદી-ચીની ભાઈભાઈના નારાઓ એ જમાનામાં બહુ કૉમન હતા. ભારતીય પરંપરા, ભારતીય ધર્મ, ભારતીય સંસ્કાર તેમ જ ભારતીય ઈતિહાસ તરફ જોવાનો નજરિયો, આ સામ્યવાદી કે કમ્યુનિસ્ટ મિજાજના શિક્ષણકારો-ઈતિહાસકારોનો ઘણો જુદો હતો. ભારતીય પ્રજા પોતાના માટે ગૌરવ ન લઈ શકે અને પોતાના દેશ માટે નીચી નજરે જોવા માંડે એવી વક્રદૃષ્ટિથી તેઓએ આ દેશનો ઈતિહાસ લખ્યો. આઝાદી પહેલાં અંગ્રેજ ઈતિહાસકારોએ પણ ભારત માટે એ જ કાર્ય કર્યું પણ એ તો અંગ્રેજો હતા, તેઓ એવું કરે એની નવાઈ નહીં. 1947માં આઝાદી મળ્યા પછી ભારતનો ઈતિહાસ ભારતની દૃષ્ટિએ લખાવો જોઈતો હતો. દરેક દેશમાં એ જ રસમ હોવાની.
જપાનીઓએ અમેરિકાના લશ્કરી થાણા પર્લ હાર્બર પર હુમલો કર્યો (જે બનાવ પરથી હૉલિવૂડમાં 'ટોરા ટોરા ટોરા' નામની ફિલ્મ બની) અને અમેરિકાને ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું. અમેરિકન યુનિવર્સિટીઓમાં શું જપાનીઓએ બહાદુરીપૂર્વક કરેલી હારાકીરી (આત્માઘાતી હુમલાઓ, ફિદાયીન હુમલાઓ)નાં ગુણગાન ગાતો ઈતિહાસ ભણાવાય છે? ના. એવો ઈતિહાસ જપાન પોતાના વિદ્યાર્થીઓને ભણાવશે. પર્લ હાર્બરના હુમલાનો જડબાતોડ જવાબ આપવા અમેરિકાએ તદ્દન નીચ હરકત કરીને જપાનના બે નગરો - હિરોશીમા તથા નાગાસાકી - પર ઍટમબૉમ્બથી મારો ચલાવ્યો. અણુબૉમ્બના આ કાર્પેટ બૉમ્બિંગને કારણે આ બે મહાનગરોની આસપાસનાં કુલ 67 નગરો-જનપદો ધ્વસ્થ થઈ ગયાં અને બે લાખથી વધુ જપાનીઓ, નહીં લેવા નહીં દેવા, મોતને ભેટ્યા. (આપણને તો માત્ર અમેરિકા - બ્રિટનના દુશ્મન એવા જર્મનીના સરમુખત્યારે કરેલા રાક્ષસી નરસંહારની વાતો જ ભણાવવામાં આવી છે, અમેરિકા એના કરતાં અનેકગણી હત્યાઓ કરી ચૂક્યું છે એ વિશે કોઈ ખબર જ નથી. વિયેતનામ અને ઈરાક, અફઘાનિસ્તાન તથા સિરિયા તેમ જ ક્યુબા, આફ્રિકન દેશોમાં અમેરિકાએ ડાયરેક્ટ કે પ્રોક્સી વૉરથી જે હત્યાકાંડો કર્યા છે, તેનો આંકડો હિટલરનાં કુકર્મો કરતાં અનેકગણો વધી જાય. આવું જ રશિયાનું. પણ એની વે, એ વિષય જુદો છે).
હિરોશીમા-નાગાસાકી પર ઍટમબૉમ્બથી હુમલો કરીને તબાહી મચાવનાર અમેરિકનો પોતાના દેશની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પોતે કેવા રાક્ષસી કાંડ કર્યા છે એવા નજરિયાથી આ ઘટનાનો ઈતિહાસ ભણાવે છે? ના. તેઓ તો ગૌરવ લે છે કે અમે આવી બહાદુરીને દેખાડી હોત તો બીજા વિશ્ર્વયુદ્ધનો અંત ન આવ્યો હોત.
અમેરિકનો જેને પોતાની બહાદુરી ગણે છે તેને જપાનીઓ અમેરિકનોની રાક્ષસી વૃત્તિવાળી કાયરતા ગણે છે. અમેરિકનોની આ નીચ હરકતની પ્રશંસા કરતો ઈતિહાસ જપાનની યુનિવર્સિટીઓ ભણાવે છે? ના. જપાન પણ પોતાના નજરિયાથી લખેલો ઈતિહાસ પોતાના વિદ્યાર્થીઓને ભણાવે છે.
દરેક દેશની પ્રજાને એ દેશના પોતાના નજરિયાથી લખાયેલો ઈતિહાસ ભણાવવો જોઈએ. 1947 સુધી આ કામ ન થયુું પણ એ પછીનાં 70 વર્ષ સુધી એ કામ થયું નથી. હવે થશે. પણ એ કામ સરકારી સ્તરે થાય એની રાહ જોઈને બેસી ન રહેવાય. આપણે આપણી સોચ બદલવી જોઈએ. આપણા દેશને આપણી દૃષ્ટિએ જોતાં થવું જોઈએ, પરદેશીઓની દૃષ્ટિએ કે વિદેશીઓ પ્રત્યે વફાદારી ધરાવતા લોકોની દૃષ્ટિએ નહીં. અખાતના દેશો વિશે, ગલ્ફ ક્ધટ્રીઝ વિશે વાત કરતાં હજુ આજની તારીખે પણ આપણે એ દેશોને 'મિડલ ઈસ્ટ' ક્ધટ્રીઝ કહીએ છીએ. વિશ્ર્વના નકશામાં તમે જોશો તો ખબર પડશે કે ભારતની પશ્ર્ચિમે આવ્યા છે આ દેશો. દૂર પશ્ર્ચિમે યુરોપ-અમેરિકા છે અને વચ્ચે ગલ્ફ ક્ધટ્રીઝ છે એટલે એને આપણે 'મિડ વેસ્ટ' ક્ધટ્રીઝ કહીએ તે જ યોગ્ય છે, પરંતુ અમેરિકા-બ્રિટન માટે પોતાની છેક પૂર્વમાં આવેલો દેશ જપાન ફાર ઈસ્ટ ક્ધટ્રી ગણાય, ભારત ઈસ્ટર્ન ક્ધટ્રી ગણાય એટલે ગલ્ફના દેશોને તેઓ 'મિડલ ઈસ્ટ' કહે એ સ્વાભાવિક છે, પણ આપણે શા માટે એમના ચાળા પાડીને કુવૈત, દુબઈ, મસ્કત, યુએઈ વગેરેને 'મિડલ ઈસ્ટ' ક્ધટ્રીઝ કહેવાં જોઈએ?
માનસિકતા બદલવી પડશે. એ ત્યારે બદલાશે જ્યારે આપણને આપણી સાચી ઓળખાણ મળશે. સાચી ઓળખાણ ત્યારે મળશે જ્યારે આપણે આપણો સાચો ઈતિહાસ જાણીશું. સાચો ઈતિહાસ જાણીશું તો જ આપણે 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામને 'સિપાઈ બળવો' કહેવાનું બંધ કરીશું. આવું કહેવાનું બંધ કરીએ એ માટે આપણે 1857ની એ ઘટનાઓની ભીતરમાં ઊતરવું પડશે.
|
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ovj4P7ick2WSACMdqgb6ih0kBi3oQ%2Bw5PmmOpg4uT_J-Q%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment