ઈટાલીમાં જન્મેલા અર્નેસ્ટો નાની ઉંમરમાં માતા-પિતા સાથે સ્વિટ્ઝર્લેન્ડમાં શિફ્ટ થયા હતા. અહીં આવ્યા બાદ ઉચ્ચ શિક્ષણ લીધું. દાદાએ ઊભી કરેલી ફાર્માસ્યુટિકલ કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધારણ કર્યા બાદ પિતાએ કંપનીને વિસ્તારી અને અર્નેસ્ટો તેને નવી ઊંચાઈએ લઈ ગયા. ફાર્માથી આગળ વધીને બાયોટેક તરફ વળ્યા. બિઝનેસમાં જામી ગયા બાદ લગ્ન મોડા કર્યા. પત્ની મિસ યુકે ઉપરાંત પ્રખ્યાત ગાયિકા અને ગીતકાર પણ છે.
અર્નેસ્ટો ૧૦ વર્ષના હતા ત્યારથી જ પિતા સાથે બિઝનેસટ્રિપ કરતા થઈ ગયા હતા. બિઝનેસનો ગુણ તેમને વારસામાં મળ્યો છે. યુવાવયથી નૌકા ચલાવવાનો શોખ હતો તેમાં તેણે આગળ વધીને અનેક સ્પર્ધા જીતી. સ્વિટ્ઝર્લેન્ડે જ યુરોપને પ્રથમ વાર અમેરિકન કપ જિતાડી આપ્યો.
બિઝનેસમાં પ્રગતિ ચાલુ જ હતી. તેમણે કેપિટલ કંપની ઉપરાંત રિયલ એસ્ટેટ, હોટેલ હેલ્થકેર ક્ષેત્રે મોટું રોકાણ કર્યું. તેમના મતે જીવનમાં સંઘર્ષ કે પડકાર વિના સફળતા મેળવી શકાય નહીં.
પત્ની સાથે મળીને અનેક પરોપકારી પ્રવૃત્તિ ચાલુ છે. બાળકોની સંસ્થાને મદદ ઉપરાંત આરોગ્ય, વિજ્ઞાન, રમતગમત, કલા સંસ્કૃતિની પ્રવૃત્તિ માટે ચેરિટી કરે છે. અર્નેસ્ટો બર્ટેરેલીનો જન્મ ઈટાલીના રોમમાં ૨૨ સપ્ટેમ્બર ૧૯૬૫માં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ઈટાલીમાં લીધું હતું. તેઓ ૧૨ વર્ષના હતા ત્યારે માતા-પિતા સાથે સ્વિટ્ઝર્લેન્ડ શિફ્ટ થવું પડ્યું. તેથી માધ્યમિક શિક્ષણ અને કૉલેજની ડિગ્રી અન્યત્ર લેવી પડી. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં ભણતર લીધા બાદ બેબસન કોલેજમાંથી ડિગ્રી લીધી ત્યારપછી એમબીએની ડિગ્રી મેળવી હતી.
અર્નેસ્ટોના દાદા પિટ્રો સેરેનો ફાર્માસ્યુટિકલ કંપનીમાં સ્થાપના વખતથી જ જોડાયા હતા અને બાદમાં પ્રમોટ થતાં રહીને તેઓ એમડી બન્યા હતા. જે સમયે અર્નેસ્ટોનો જન્મ થયો હતો તે જ સમયે પિતા ફેબિઓ બર્ટેરેલીને દાદા પિટ્રોએ સીઈઓ બનાવ્યા હતા. આ જ કંપનીમાં ૩૧મા વર્ષે અર્નેસ્ટો સીઈઓ બન્યા હતા. ત્રણે પેઢી આ ફાર્મા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર રહી છે. અર્નેસ્ટોની બહેન ડોના પણ ઉચ્ચ હોદ્દા પર આવી હતી.
પિતાનું અવસાન થયા બાદ અર્નેસ્ટો ફાર્મા કંપનીમાં સક્રિય બન્યા. તેમણે ફાર્માસ્યુટિકલથી બાયોટેક્નોલોજી તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. દાદા-પિતા ફકત ફાર્મા સેક્ટરમાં જ સક્રિય હતા જ્યારે અર્નેસ્ટો વૈવિધ્યકરણ તરફ વળ્યા. તેમના ફાર્મા કંપનીમાં આવ્યા બાદ રેવન્યુ દસ વર્ષમાં નોંધપાત્ર વધી ગઈ.
૧૯૯૬માં ૮૦.૯૦ કરોડ ડૉલરની રેવન્યુ હતી તે ૨૦૦૬માં ૨.૮ અબજ ડૉલર થઈ ગઈ. બાપ-દાદાની કંપની સેરેનોને ફાર્મા જર્મનીની મર્ક કંપનીને ૨૦૦૭માં ૧૩.૩ અબજ ડૉલરમાં વેચી નાખી નવી કંપની મર્કસેરેનો ઊભી કરી.
મહિલાના વંધ્યતત્વની (ઈનફર્ટિલિટી) સારવાર માટે વપરાતા કુદરતી હોર્મોનની શોધ તેમની કંપનીએ કર્યા બાદ દેશભરમાં પ્રખ્યાતિ અને પ્રતિષ્ઠા વધી ગઈ. તેમની કંપની ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થયા બાદ રોકાણકારોને સારું વળતર આપતી થઈ.
બિઝનેસમાં જામી ગયા બાદ તેમણે લગ્નનું વિચાર્યું. ઈટાલીમાં હોલિડે દરમ્યાન તેમની ક્રિસ્ટી રોપર સાથે મુલાકાત થઈ બાદમાં મિત્રતા વધી અને ત્રણ વર્ષ બાદ ૨૦૦૦માં તેમના લગ્ન થયા. ૩૫મા વર્ષે અર્નેસ્ટોએ ક્રિસ્ટી રોપર સાથે લગ્ન કર્યા જે ૧૯૮૮માં મિસ યુકે ખિતાબ જીતી હતી તે ઉપરાંત ગીતકાર અને ગાયિકા તરીકે પણ નામ કાઢ્યું હતું.
પત્નીનો જન્મ ૧૯૭૧ના જૂનમાં બ્રિટનમાં થયો હતો જે બ્રિટિશ નાગરિકત્વ ધરાવે છે. તેના પિતા સિરેમિક ઉત્પાદન સાથે સંકળાયેલા છે. ક્રિસ્ટી મીસ વર્લ્ડમાં રનર્સ અપ હતી. અર્નેસ્ટો ૧૦ વર્ષના હતા ત્યારથી જ પિતા સાથે ઈટાલીમાં બિઝનેસ ટ્રિપ કરતો હતો. બાદમાં સ્વિટ્ઝર્લેન્ડ આવીને અહીં પિતાની સાથે ફરતો રહીને બિઝનેસના ગુણ કેળવ્યા. પિતાના મરણ બાદ ફાર્મા કંપની સેરેનો તેમને વારસામાં મળી હતી. બહેન સાથે મળીને તેમણે વિસ્તરણ અને વૈવિધ્યકરણ કર્યું.
અર્નેસ્ટો ૧૭ વર્ષના હતા અને કોલેજમાં ભણતા હતા ત્યારે પિતાની કંપનીના વાર્ષિક બજેટ માટે મદદરૂપ થતો હતો. યુવાવયથી જ તેમને નૌકા ચલાવવાનો શોખ હતો જે બાદમાં સતત વધ્યો. બિઝનેસની સાથે નૌકાચાલકનું કામ પણ કરતા હતા. અર્નેસ્ટોના પિતાને પણ નૌકા ચલાવવાનો શોખ હતો. તેમના પરિવારને ઈટાલી છોડવાની કેમ ફરજ પડી હતી તેની પાછળ મુખ્ય કારણ ઉગ્રવાદીઓ/માફિયાની ધમકી હતી. પિતા ફાર્મા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર હતા અને અર્નેસ્ટોની ઉંમર નાની હતી. સુરક્ષાને ધ્યાનમાં લઈને ૧૯૭૭માં તેઓ ઈટાલીથી સ્વિટ્ઝર્લેન્ડના જીનિવામાં વસ્યા હતા. અહીં આવ્યા બાદ ઝડપી પ્રગતિ થઈ.
સેરેનો કંપનીમાં માર્કેટિંગનું કામ કર્યા બાદ સીઈઓ સુધી પહોંચ્યા. ૨૦૦૭ સુધી આ હોદ્દા પર રહ્યા બાદ મોટી રકમે કંપની વેચી નાખી. બાદમાં તેમણે વેપોઈન્ટ કેપિટલ ગ્રુપ ઊભું કર્યું. આ ગ્રુપના ચેરમેન બન્યા. યુબીએસ એજીના ડિરેક્ટર બોર્ડમાં ૨૦૦૨ થી ૨૦૦૯ સુધી રહ્યા. બાદમાં હોટેલ ક્ષેત્રે ઝંપલાવ્યું. વેપોઈન્ટ ગ્રુપ હેઠળ રિયલ એસ્ટેટ, ડ્રગ, હેલ્થકેર કંપનીમાં રોકાણ કર્યું. કેમ્પસ બાયોટેક નામે સંયુક્ત સાહસ ઊભું કર્યું. જીનિવા, લંડન, બોસ્ટન, ન્યુજર્સી, લક્ઝમબર્ગમાં પાંખ ફેલાવી. મરીન રિઝર્વ પ્રોજેક્ટને ફંડિંગ કરવા ઉપરાંત લાઈફ સાયન્સ રિસર્ચમાં રોકાણ કર્યું. સ્વીસ ગ્લોબલ ફાઈનાન્સ સર્વિસ કંપનીમાં સાત વર્ષ સુધી ડિરેક્ટરપદે રહ્યા.
૨૦૧૩માં સ્વીસ અબજોપતિ હેન્સજોર્ગ, જીનિવા યુનિવર્સિટી સાથે મળીને જીનીવામાં કેમ્પસ બાયોટેકનો પ્રારંભ કર્યો.
નૌકાવિહાર અને નૌકા ચલાવવાનો શોખ તેમને આ દિશા તરફ ખેંચી ગયો. પહેલા તો તેમણે સુપર યોટ ખરીદી. યોટ અલીન્ગી નામે યોટ સિન્ડિકેટ ઊભી કરી અને પછી નૌકા રેસમાં ભાગ લેવાનું શરૂ કર્યું. તેમની ટીમે પ્રતિષ્ઠિત અમેરિકન કપ જીત્યો. ચાર વર્ષ સુધી વિજેતા રહ્યા.
પત્નીની ૪૦મી વર્ષગાંઠે તેમણે ૩૧૪ ફૂટ લાંબી વિશાળ યોટ ગિફ્ટમાં આપી હતી. તેમણે સ્વિટ્ઝર્લેન્ડમાં થતી અનેક યોટ રેસમાં ભાગ લીધો છે. વિભિન્ન ક્ષેત્રે તેમની કામગીરી ધ્યાનમાં લઈને ફ્રાન્સ - ઈટાલીના પ્રમુખે એવૉર્ડ આપ્યો હતો. ડોક્ટરેટની ડિગ્રી પણ મેળવી છે.
અર્નેસ્ટોના અમુક વિચાર અત્રે પ્રસ્તુત છે. શિક્ષણ સૌથી શક્તિશાળી સાધન/હથિયાર છે જેનો તમે વિશ્ર્વને બદલવામાં ઉપયોગ કરી શકે. તમે બદલાવ લાવી શકે છે. પોતાની જિંદગી સ્વયં જ બદલી શકે અન્ય કોઈ નહીં. તમારામાં બદલાવ લાવવા વિલંબ વિના ઍક્ટ કરી નહીં તો મોડા પડશે.
જો તમને અમુક બાબત ગમે નહીં તો તે બદલી નાખો અને જો તમે તેમ નહીં કરી પોતાના વર્તનમાં ફેરફાર લાવો. તેમને નૌકાચાલકનો ઘણો અનુભવ છે તેના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે પવનની દિશા આપણે બદલી શકીએ નહીં, પરંતુ મારા સ્થાને પહોંચવા નૌકા - જહાજને એડજસ્ટ કરી શકું. એક જ વિચારને પકડી રાખો નહીં. જીવનમાં કોઈ સંઘર્ષ - પડકાર નહીં હશે તો તમે પ્રગતિ - સફળતા મેળવી શકશો નહીં. બિઝનેસમાં કે અન્યત્ર હંમેશા સારી ટીમને લઈને ચાલો.
પત્ની સાથે મળીને શરૂ કરેલ બર્ટેરેલી ફાઉન્ડેશન અનેક સેવાભાવી પ્રવૃત્તિ કરે છે. બાળકોની સંસ્થા માટે ઘણું કામ કરે છે. હેલ્થ, વિજ્ઞાન, રમતગમત અને કલા - સંસ્કૃતિની પ્રવૃત્તિ માટે ચેરિટી કરે છે.
૧૩ અબજ ડૉલરની સંપત્તિ સાથે તેઓ સ્વિટ્ઝર્લેન્ડના સૌથી અમીર વ્યક્તિનું સ્થાન મેળવી ચૂક્યા છે. હાલ ૫૩ વર્ષે સક્રિય રહ્યા છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou77M-rQV5r839w2o0Er2BKYDgRTTwRzJdyYyxOtf1gGQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment