Monday, 18 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કરેલા વર્તનના પડઘા હંમેશાં પડઘાતા હોય છે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કરેલા વર્તનના પડઘા હંમેશાં પડઘાતા હોય છે!
મધુવનની મહેક : ડો. સંતોષ દેવકર

 

 

 

 

'માખણ ઓછું છે.' શાકવાળાએ કહ્યું.


'હું કાંઇના જાણું!' માખણ વેચનારી બાઇએ કહ્યું.


'રોજ મારી સાથે લુચ્ચાઇ કરીને ઓછું માખણ તોલે છે ' શાકવાળાએ ફ્રિયાદ કરી.


ગામના સરપંચ શાક વેચનાર ભાઇની ફ્રિયાદ સાંભળી રહ્યા હતા.


એનએસએસની શિબિરનું આયોજન કરી રહ્યા હતા. તે સંદર્ભે રામપુરાસ ગામના સરપંચને મળવા જવાનું થયં. સરપંચ અમારી કોલેજના વાલી હતા અને મંજૂરી મેળવવાની હતી. તેમણે અમને આવકાર આપ્યો, બેસાડયા. ચા – પાણી ચાલતાં'તાં ને એનએસએસની શિબિરનું આયોજન કરી રહ્યા હતા. ત્યાં એક શાકવાળો સરપંચને ઘરે મળવા આવ્યો.


તેણે સરપંચને ફ્રિયાદ કરી. તેની ફ્રિયાદ આ મુજબ હતીઃ મુખી, હું રોજ આ બાઇ પાસેથી માખણ લઉં છું. તે રોજ માખણ વેચવા આવે છે. એ બાઇ રોજ મારી સાથે લુચ્ચાઇ કરીને સો ગ્રામ માખણ ઓછું તોલે છે. એની મને હમણાં જ જાણ થઇ. તમે એને સજા કરો.


સરપંચે શાકવાળી બાઇને બોલાવીને પૂછયં,


બહેન, આ શાકવાળો કહે છે તે સાચુ છે?


સરપંચના ઘરમાં જ અદાલત શરૂ થઇ હતી. અમને મોડું થઇ રહ્યું હતં. અમે સરપંચની રજા લીધી.


અમે ત્યાંથી નિકળીને કોલેજ પહોંચ્યા. એનએસએસ શિબિરનું માઇક્રોપ્લાનિંગ પૂરું થયં હતું. તારીખ નક્કી થઇ અને પહેલે દિવસે શિબિરના ઉદ્ઘાટન સમારોહમાં સરપંચને બોલાવ્યા.


સમારોહ પૂરો થયા બાદ મં સરપંચને પૂછયું. તે દિવસે પેલા શાકવાળાની ફ્રિયાદનું શું થયું? મને એમાં રસ પડયો હતો. હું માખણ વેચનારી બાઇનો જવાબ શું હશે તેની કલ્પના કરવા લાગ્યો. ત્યારે સરપંચશ્રીએ કહ્યું.'અરે સાહેબ, માખણ વેચનારી બાઇ તો ભોળી હતી. તેનો જવાબ આ મુજબ હતો. તેણે કહ્યું, જુઓ સરપંચ સાહેબ, હું અભણ છું, મને ગણતરીમાં ઝાઝી ખબર પડતી નથી. હું રોજ શાકવાળા ભાઇને માખણ વેચં છું એ સાચુ છે. એનાં બદલામાં હું શાકભાજી લઇ જાઉં છું. સાહેબ, આ શાકવાળા ભાઇના ત્રાજવામાં જ તોલમાપ કરીએ છીએ. એક પલડામાં કિલો શાકભાજી અને એક પલડામાં માખણ મુકાય છે. શાકની સામેના ત્રાજવામાં માખણ મૂકું છું. અમે સામ સામ જ અદલાબદલી કરી લઇએ છીએ. એમાં મારો કોઇ વાંક ગુનો, સાહેબ.'


સરપંચે પોતાની વાત પૂરી કરી. અમે સૌ હસી પડયા.


કરેલા વર્તનના પડઘા હંમેશાં પડઘાતા હોય છે. ખરેખર તો આપણે આપીએ છીએ એ જ પાછું પામતા હોઇએ છીએ.


આપણે જે વાવીએ છીએ એજ ઊગતું હોય છે. જીવનનો બધો વ્યવહાર 'જૈસા તુમ્હારા ગાના વૈસા હમારા બજાના' પર ચાલતો હોય છે. કુદરત તો માત્ર નિમિત્ત હોય છે. સાચુ પૂછો તો આપણને જે ફ્ળ મળે છે તે આપણા કર્મોનું જ પ્રતિબંધ હોય છે. સિંહને કૂવામાં પોતાનું પ્રતિબિંબ દેખાય છે. પરંતુ તે બીજો સિંહ સમજીને ભૂસકો મારી દે છે. સિંહ પ્રતિબિંબમાં પોતાની જાતને ઓળખી શકતો નથી. જીવનમાં તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે આપણું જ પ્રતિબિંબ ઓળખી નથી શકતા. આપણો જ ચહેરો જ્યારે અજાણ્યો લાગવા માંડે ત્યારે જાણવું કે દંભના હાઇવે પર આપણે ખૂબ આગળ નિકળી ગયા છીએ.


આપણી નિર્દોષતા પર દંભ હાવી થતો હોય ત્યાં ચારે બાજું દંભનું સામ્રાજ્ય ફ્લાયેલું હોય છે. દંભનું સામ્રાજ્ય હોય ત્યાં નિર્દોષતા અને સહજતા કોઇક ખૂણામાં આંસુ સારતા નજરે પડે છે. માખણ વેચનારી બાઇનો એક જ જવાબ શાકવાળા ભાઇની ફ્રિયાદનો, તેના ચારિત્ર્યનો તેની પ્રમાણિકતાનો અને તેની સચ્ચાઇનો ભૂકો બોલાવી દે છે.


ક્યારેક આપણું જ વર્તન આપણને મુશ્કેલીમા મૂકી દેતું હોય છે.


નિર્દોષતા અને સહજતાની સફ્ર ધીમી છતાં પ્રતિષ્ઠા અપાવે છે. જ્યારે દંભી ઝડપથી ઊંચે પહોંચે ખરો, પરંતુ ખુલ્લો પડે છે ત્યારે મેળવેલી તમામ પ્રતિષ્ઠા ધૂળધાણી થઇ જતી હોય છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot7NpC6C08jY%2B1K8WGcqwjdQBqiG-s7LZariwFFHdbsDQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment