Tuesday, 19 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આપણને સુખનું પણ સર્ટિફ્કિેટ જોઈએ છે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આપણને સુખનું પણ સર્ટિફ્કિેટ જોઈએ છે!
ઝીરો લાઈન : ગીતા માણેક

 

 

 

 

ટ્રેન, બસ, રેસ્ટોરાં, બગીચા, પહાડ, સમુદ્રકિનારો, લગ્ન, પાર્ટી, મિત્રોનું ગેટ-ટુ-ગેધર આ બધી જ જગ્યાએ એક વાત એકસરખી જ જોવા મળે – ફેટા પાડનારાઓ. ક્યારેક તો એવું લાગે છે કે જાણે આપણે ફેટા પાડવા માટે જ બધું કરીએ છીએ. મતલબ કે સારા કપડાં પહેરીએ છીએ કારણ કે ફેટા પાડીને ફ્સબુક અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી શકાય. રેસ્ટોરાંમાં જમવા જઈએ છીએ તો વાનગીઓનો સ્વાદ લીધા પહેલાં એના ફેટા પાડીએ છીએ. આપણા માટે ખાવાની વાનગી કરતાં એ વધુ મહત્ત્વનું બની જાય છે કે ઇન્સ્ટાગ્રામ પર એને કેટલા લાઇક મળ્યા અને કેટલા લોકોએ ઉદાસ સ્માઇલી પોસ્ટ કરીને દુઃખ જતાવ્યું કે ઓહ, આઇ એમ મિસિંગ ઇટ કે કાશ હું પણ અત્યારે આ ખાઈ શકતો હોત!


એક જમાનામાં વરસમાં એકાદ વાર સ્ટુડિઓમાં કે પછી કોઈના લગ્નપ્રસંગમાં ફેટોગ્રાફ્રોના દર્શન થતાં. આપણા કબાટમાંથી બે-ત્રણ બ્લેક એન્ડ વ્હાઇટ ફેટાઓ મળી આવતા. ટેક્નોલોજીએ હવે ત્રણ વર્ષથી માંડીને ત્રાણું વર્ષ સુધીનાઓને ફેટોગ્રાફ્રો બનાવી દીધા છે. ફેટા પાડવાનું આ વળગણ આપણને જ નહીં, આખા વિશ્વને લાગ્યું છે. દરરોજ ૧, ૮૦,૦૦૦, ૦૦,૦૦ (એક અબજ એંશી લાખ) ફેટાઓ સોશિયલ મીડિયા પર અપલોડ થાય છે! આનાથી દસ ગણા ફેટાઓ પાડવામાં આવે છે! કોફી, ચા, મંદિર, મસ્જિદ, કૂતરાં, બિલાડાં, વાદળ, નદી, ઘર, દાગીના… અને સેલ્ફીઝ.


આપણે ફ્રવા જઈએ છીએ ત્યારે પણ એ સ્થળનો આનંદ લેવાને બદલે કે પછી ત્યાંના જોવાલાયક દ્રશ્યો માણવાને બદલે સીધા મોબાઈલ કેમેરામાંથી ધડાધડ ક્લિક કરી-કરીને મોકલવા માંડીએ છીએ. ફેટા પાડવામાં અને એ સ્મરણોને કેમેરામાં સાચવવામાં જ આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે એ ક્ષણને, સ્થળને માણવાનું ઘણી વાર ચૂકી જઈએ છીએ. કોઈ હિલસ્ટેશન પર સૂર્યોદય કે સૂર્યાસ્ત થતો હોય ત્યારે આકાશના એ રંગો, હવાની ખૂશ્બુ, સંધિકાળના સમયે ઉતરી આવતું મૌન એ બધું જ ચૂકી જવાય છે કારણ કે એ બધું બનતું હોય છે ત્યારે આપણે ફેટા પાડીને એને અપલોડ કરવામાં વ્યસ્ત થઈ ગયા હોઈએ છીએ.


થોડા દિવસ પહેલાં એક લગ્નમાં જવાનું થયું હતું. વર-કન્યા ફેટોગ્રાફ્રોથી એટલા બધા ઘેરાયેલા હતા કે પરિવારજનોને માટે પણ જગ્યા નહોતી. ઘડીભર તો એવું લાગતું હતું કે લગ્નના ફેટા નથી પાડવામાં આવી રહ્યા પણ જાણે ફેટા પાડવા માટે લગ્ન થઈ રહ્યા છે.


સતત ફેટા પાડતાં રહેતાં લોકો પછી એને સોશિયલ મીડિયા પર અપલોડ કરીને પોતાના વર્ચ્યુલ મિત્રો પાસેથી પ્રશંસાની રાહ જોતા રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણું સુખ માણવાને બદલે તેમની પાસેથી આપણે સુખી છીએ એવું સર્ટિફ્કિેટ જોઈતું હોય છે! એ હકીકત છે કે એકલા એક ખૂણામાં બેસીને દુઃખી થઈ શકાય છે પણ સુખ તો વહેંચવું જ પડે છે. પરંતુ સુખી હોવાનો દેખાડો કર્યા વિના સુખી ન થઈ શકાય?


ફેટા પાડવામાં કશુંય વાંધાજનક નથી, પણ જે ક્ષણને આપણે કેમેરામાં કંડારી રાખવા માગીએ છીએ એ ક્ષણને આપણે સંપૂર્ણતાથી જીવીએ છીએ ખરાં? આ સેંકડો ફેટો પાડનારાઓને જોઈએ ત્યારે મનમાં એક પ્રશ્ન અચૂક થાય છે કે આ બધા ફેટા ફ્રી તેઓ ક્યારેય જોતા હશે ખરાં?


જેઓ ચાળીસી વટાવી ચૂક્યા છે તેમની પાસે તેમના બાળપણના કે યુવા અવસ્થાના લીસા કાગળ પર કે ડિજિટલ ફેટાઓ નહીં હોય પણ તેમના એ ફેટાઓ ક્યાંક બીજે જ સચવાયેલા છે. આવી જ એક છોકરી બાળપણની એકાદ તસવીર શોધવાની કોશિશ કરે છે ત્યારે શું અનુભવે છે એની વાત આ કવિતામાં ઝિલાઈ છે.-


ફંફેસી નાખ્યું ઘર આખું

મળે ક્યાંકથી તો

બચપણનો ફેટો એકાદ-

બ્લેક એન્ડ વ્હાઇટ, સેપિયા

કે જર્જરિત પણ કેમ ન હોય!

પિનાફેર્મ પહેરેલી, ખભે દફ્તર ઊંચકેલી

તેલ નાખીને ફીટોફીટ બે ચોટલા વાળેલી

માસૂમ આંખોવાળી, બહેનપણીઓ સાથે ખડખડ હસતી,

બાકી રહેલા હોમવર્કને લીધે બીધેલી,

ખિસ્સામાં છુપાવેલી ચોકલેટ

ચૂપકીદીથી મોંમાં મૂકી ચગળતી,

સ્કૂલ-બસની બારીમાંથી

રોજ એનો એ જ રસ્તો મુગ્ધતાથી જોયા કરતી

એ ગુમાવી દીધેલી છોકરીનો ફેટો મળી જાય ક્યાંકથી!

શોધતાં-શોધતાં અચાનક યાદ આવ્યું

હશે, ત્યાં જરૂર…

બંધ કરી આંખો તો

ખુલી ગયું આખું ફેલ્ડર

ચાલવા લાગ્યો સ્લાઇડ શો.

પહેલીવાર સ્કૂલના દરવાજે ઊભેલી, ડરેલી, મુંઝાયેલી…

ખભે હાથ મૂક્યો હતો કોઈ અજાણી છોકરીએ

અને બે મિનિટમાં બેસ્ટ ફ્રેંડ બની ગયાની તસવીર.

વર્ગ અને વર્ગબહાર કરેલા મસ્તી તોફનની તસવીરો

ગણિતના દાખલાનો જવાબ આપવા ઊંચી કરેલી આંગળીવાળી તસવીર.

ખોટા જવાબ માટે બેનની વઢ ખાઈને આંખમાં તગતગી ગયેલા પાણીવાળી તસવીર

ગોલો ચૂસતી, ક્લાસમાં કાગળના રોકેટ ફ્કી નિર્દોષ હોવાનો ઢોંગ કરતી તસવીર…

બાપ રે, કેટલી બધી તસવીરો!

એ પણ મૂક અને નિર્જીવ નહીં

જીવંત અને મહેકતી

પડી છે મનના એક ખૂણામાં

એવી રીતે સચવાયેલી

જાણે હજુ હમણાં જ સ્ટુડિયોના ડાર્કરૂમમાંથી

ડેવલપ થઈને આવી હોય

એવી જ ભીની-ભીની…


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot74bDdnhso%2BZ4rEBTaHAQEXvQ4NnjOXqkRqqeshdMZiA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment