Sunday, 17 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બાળકો મૂવીઝમાંથી શું શીખે છે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બાળકો મૂવીઝમાંથી શું શીખે છે?
ડૉ. નિમિત્ત ઓઝા

 

 

 

 


હમણાં GLFમાં બાળકો સાથે Interact કરવાનો ચાન્સ મળ્યો. વિષય હતો 'બાળકો મૂવીઝમાંથી શું શીખે છે?' એમના જવાબો ચિંતાજનક હતા. બાળકોએ વાલીઓની હાજરીમાં જવાબો આપ્યા અને અમૂક જવાબો ચોંકાવનારા હતા. એક દસ વરસના છોકરાનું ફેવરીટ ફિલ્મ 'સોનુ કે ટીટુ કી સ્વીટી' હતું. વાંક બાળકનો નથી, વાંક છે એને થીયેટર સુધી લઈ જનારાનો.


ઉંમર પહેલા બાળકોને મોટા કરી દેવાની આપણને કાંઈક વધારે પડતી જ ઉતાવળ હોય છે. થીયેટરમાં કે ટીવી પર, મૂવીની પસંદગી કરતી વખતે આપણે બાળકોને કેટલા ધ્યાનમાં લઈએ છીએ?


બાળકોને મૂવી બતાવતા પહેલા CBFCએ ફિલ્મને આપેલું સર્ટીફીકેટ આપણે જોઈએ છીએ? આજકાલના મોટા ભાગના મૂવીઝ કાં તો 'A' રેટિંગના હોય છે અથવા તો 'U/A' (Subject to parental guidance under 12).


IMDb (Internet Movie Database) વેબસાઈટ પર દરેક મૂવી માટેની પેરેન્ટ ગાઈડ હોય છે. ફિલ્મમાં કેટલી nudity છે? સેક્સ અને વાયોલન્સ કેટલું છે? Abusive language કેટલી છે? એની માહિતી ફિલ્મ જોતા પહેલા આપણને મળી શકે છે. દરેક વસ્તુ જાણવાની અને સમજવાની એક ચોક્કસ ઉંમર હોય છે. આપણા શોખને ખાતર આપણા બાળકો ક્યાંક વહેલા તો મોટા નથી થઈ જતા ને?


ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ હોવો જ જોઈએ કે સારા દેખાવું જ જોઈએ, એવું માનનારા બાળકોની સંખ્યા વધી રહી છે. એક આખી પેઢી એવું માનીને મોટી થઈ રહી છે કે સારા દેખાતા ન હોઈએ તો આપણે 'વર્થલેસ' છીએ. આપણી વર્થ આપણા વિચારો અને કામથી નક્કી થાય છે, દેખાવથી નહિ એવું આપણા બાળકોને ફિલ્મો નહિ શીખવી શકે. આપણે જ શીખવવું પડશે.


ફિલ્મોમાંથી શું શીખવું? એ પણ બાળકોને આપણે જ શીખવવું પડશે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OseRGapgv%2B9T-sv-aTAUnP_T4buu%2BbyoqnJStVof0R-fA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment